માનીલો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છો અને આરામથી તમારી સીટ પર બેઠા છો, અચાનક તમારી બાજુના એક કમ્પાર્ટમેન્ટમાંથી મહિલા અને બાળકોનો અવાજ આવવા લાગે છે. તમને સૌથી પહેલો વિચાર તો એમ જ આવશે કે ચોરી તો નથી થઇ ગઇ ને? પછી તમે ખરેખર શું થયું છે? એ જોવા જવાના જ.
ત્યાં જઓ એટલે તમને એક ગુજરાતી પરિવાર લગભગ આખું કમ્પાર્ટમેન્ટ રોકીને બેઠેલો જોવા મળશે, ખરું ને? અને તે ખાલી બેઠો જ નહીં હોય સાથે-સાથે ખાખરા અને થેપલાની મજા પણ માણતા હશે, બાળકો વધારે અથાણું માંગતા હશે અને મમ્મીઓ એનકેન પ્રકારે તેમને ફોસલાવીને ચૂપ કરાવી દેતી હશે અને પુરુષો તો ભાઇ ગામના ગપ્પા મારતા-મારતા થેપલાનો આનંદ લેતા હશે. આ દૃશ્ય જોઇને ગુજરાતની બાહરની વ્યક્તિને તો નવાઇ જ લાગશે અને એમ પણ વિચારશે કે આ ગુજરાતીઓ તો જો પોતાની જ ધૂનમાં હોય છે. હવે આ લોકોને કોણ સમજાવે કે ભાઈ હરવાફરવાનું તો ગુજ્જુના લોહીમાં છે.
તમે દુનિયાના કોઇપણ ખૂણે, કોઇપણ સાધન લઇને જાઓ તમને ગુજરાતી તો મળી જ જાય. એવું એટલા માટે છે કારણકે હરવું-ફરવું ને આનંદ માણવો એ ગુજરાતીનો સૌથી મનગમતો ટાઇમપાસ છે. એટલા માટે જ ગુજરાતીઓને સૌથી સારા પ્રવાસીઓ માનવામાં આવે છે. તો આવો જાણીએ કેટલાક રસપ્રદ બવાનો કે જે ગુજરાતીઓને સૌથી સારા પ્રવાસીઓ બનાવે છે.
જ્યારે તમે ભણતા હતા ત્યારે ગુજરાતીઓ ફરતા હતા
જ્યારે સામાન્ય લોકો શાળામાં ભણતા હોય ત્યારે પ્રવાસના નામે તેમને નજીકના સાયન્સ પાર્ક કે પછી કોઇ પ્રાણીસંગ્રહાલયમાં લઇ જવામાં આવતા હોય અથવા તો કદાચ પરિવાર સાથે જો ફરવાનો પ્લાન બને તો જો દિલ્લીમાં રહેતા હોય તો હરીફરીને નજીકના 100 કિલોમીટરમાં આવતા ફરીદાબાદ, નોઇડા અને ગુડગાવ જઇ આવે. જ્યારે ગુજ્જુને જો દારૂ પીવાનું મન થાય તો ભાઇ રવિવારે સવારમાં ગાડી કાઢે ને ભાઇબંધોનું ટોળું દીવ-દમણ મોંજ-મજા કરે અને સાંજ પડે એટલે ઠેકાણે પાછા હોય અને બીજે દિવસે કામ-ધંધે ટાઇમ પર પોંહચી ગયા હોય કારણકે ગુજ્જુને હઁગઑવર-બૉવર જેવું કઇ હોય નઈ.
તમારી સાથે હોય અટેલ તમારું મનોબળ બને એ ગુજ્જુ
જો તમે કોઇ ટ્રેક પર છો અને તમને ચડવામાં તકલીફ પડતી હોય અને તમારી સાથે કોઇ ગુજરાતી છે તો એ તમારું મનોબળ ઓછું નઇ થવા દે ઊંલટાનું પોતાના જૂના પ્રવાસના કપરા અનુભવ અને દાખલા આપીને પ્રોત્સાહિત કરશે અને વાતવાતમાં ટ્રેક પુરો પણ કરાવી દેશે ને તમને ખબર પણ નહીં પડે. એકવાર અમે કેટલાક મિત્રો થાકીને ચંદ્રતાલ નજીક તંબૂ બાંધીને બેઠા હતા એટલામાં ત્યાં બે ગુજરાતી મિત્રો આવ્યા, અમે તેમની વાતો સાંભળી અને ખબર પડી કે તેમની ઉમર 50-60 વર્ષની છે અને જ્યારે પણ સમય મળે તેઓ ટ્રેકિંગ કરવા નીકળી પડે છે આ સાંભળીને અમારો થાક પણ ઉતરી ગયો અને આગળ વધવાનો જુસ્સો પણ આવી ગયો.
સાથે સામાનનો ખજાનો લઇને ફરે એ ગુજરાતી
ગુજરાતી પ્રવાસીના થેલામાં ખાવાપીવાનો સામાન તો હોય જ સાથે-સાથે પ્રવાસમાં જરૂર પડતી તમામ સાધન-સામગ્રી પણ તમને મળી જાય. સામાન્ય માણસને તો પહેલી નજરે જોતો એમ જ લાગે કે આ લોકો સાથે ઘરનો બધો સામાન લઇને ફરે છે. એકવાર હું ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો અને મારી પાસે એક ગુજરાતી કાકી બેઠેલા, થોડો ટાઇમ થયો એટલે તેમણે પહેલા તો બેગમાંથી ટમેટા-કાકડી કાઢ્યાં પછી સેન્ડવિચ કાઢી અને હદ તો ત્યારે થઇ જ્યારે કાકીએ સેન્ડવિચ બનાવાનું મશિન કાઢયું. મને તો આશ્ચર્ય થયું અને કાકી મારી સામે જોઇને બોલ્યા ‘બેઠા થોડીવાર તમારું ચાર્જર હટાવી લો, હું બસ આ 10-12 સેન્ડવિચ બનાવી લઉં.’
હરવાફરવાનું તો ગુજરાતીના લોહીમાં હોય છે
વર્ષો પહેલા ગુજરાતીઓ કામ-ધંધા અર્થે એક જગ્યાએથી બીજી જગ્યા પર અવારનવાર જતા. જ્યારે 1974માં દેશ આઝાદ થયો ત્યારે નાના-નાના ભાગમાં વહેંચાઇ ગયેલા ભારત દેશને મોંતીડાની હારમાળાની જેમ એક તાંતણે જોડી શકે એવા એકમાત્ર વ્યક્તિ એક ગુજરાતી એડવોકેટ જ હતા કે જેઓ આખા ભારતમાં ફર્યા અને દેશ આખાયને એક કરી અખંડ ભારત બનાવ્યું હતું. ગુજરાતીઓ ફરતી વખતે સાફસફાઇનું પણ ધ્યાન રાખે છે અને કોઇપણ જગ્યાએ ફરવા જાય તે જગ્યાની બધી જ જાણકારી હોય તો તેમની પાસે હોય જ.
રાજીવ નેમાને જ જોઇલો તેઓ ભલે ગુજરાતી નથી પણ ગુજ્જુપણું દેખાશે તમને
એકવખત ઇન્ટરનેટ પર તેમનો વિડિઓ ખૂબજ વાયરલ થયો હતો. સરસમજાની પોતાની આગવી રમૂજીશૈલીમાં આખાય પ્રવાસની માહિતી આપતા તેઓ નજરે ચડે છે અને આ 6 મિનિટના વીડિઓમાં તેમણે કેનેડા-અમેરિકાની સરહદ પર આવેલા નાયગ્રા ધોધની સંપૂર્ણ માહિતી આપી દીધી, તેટલું જ નહીં તમારે અમેરિકા તરફથી જો આ ધોધની મજા લેવી હોય તો એ કેવી રીતે લેવી અને કેનેડા-અમેરિકામાંથી કઇ જગ્યાએથી કેવી મજા આવશે ને ક્યાં કેટલો ખર્ચ થશે તેની પણ માહિતી તેઓએ આપી છે. ફરવાના શોખીન લોકોએ એક વખત તો આ વિડિઓ જોવો જ જોઇએ.
ભવિષ્યમાં કદાચ માઉન્ટ એવરેસ્ટ ટ્રેકિંગ માટે નિકળો અને ત્યાં કોઇ ગુજરાતીને થેપલા ખાતા જોઇ જાઓ તો નવાઇ ન પામતા, કારણ કે ગુજરાતીઓ ત્યારથી અમેરિકાના વિઝા પાછળ પડ્યા છે જ્યારે તમને ફરવાના નામે ગામમાં પરોઠા ખાવા જતા હતા.