સમાજના બંધંનોથી દૂર એક આઝાદ દુનિયાની સફર

Tripoto
Photo of સમાજના બંધંનોથી દૂર એક આઝાદ દુનિયાની સફર by UMANG PUROHIT

આપણે બધા ઘણીવાર એવા સમાજમાં રહેવાની કલ્પના કરતા હોઇએ છીએ કે જ્યાં કોઇપણ પ્રકારની રોકટોક ન હોય, એક એવી જગ્યા કે જ્યાં આપણને કોઇ શીખવાડવા માટે ન આવે કે જિવન કેવી રીતે જીવવું જોઇએ. આપણે બધા એવું ઇચ્છતા હોઇએ કે એવી જગ્યાએ રહીં એ જ્યાં લોકો એ બનાવેલા નિયમો ન હોય.

Photo of No Society Cafe And Homestay, Shoja, Himachal Pradesh, India by UMANG PUROHIT

તો દોસ્ત! હું એક એવી જગ્યા જાણું છું કે જે આવા જ બે ભાઇઓ દ્વારા બનાવવામાં આવી છે કે જે સમાજથી દૂર એક સારી દુનિયાની શોધમાં હતા. ઘણા પ્રયત્નો છતા તેમને આવી જગ્યા મળી નહીં તો તેમણે પોતાની અલગ જ દુનિયા બનાવી લીધી. પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેઓ અહીં કામ કરવા આવી ગયા અને પોતાના કૌશલ્યને યોગ્ય જગ્યાએ વાપરી એક અદભૂત દુનિયા વસાવી.

હિમાચલના જીભી ગામ નજીક આ બન્ને ભાઇઓએ સોસાયટી કેફે અને હોમસ્ટેની શરૂઆત કરી. આ સીવાય ટ્રી હાઉસ સોસાયટી પણ છે. અહીં આવનારા લોકો માત્ર આનંદ કરવા કે મોજમસ્તી જ નથી કરતા પરંતુ ગામના લોકોને શિક્ષિત કરવાનું પણ કામ કરે છે. આ શરૂઆતથી ગામના લોકોને પણ મુખ્ય પ્રવાહમાં જોડાવાની તક મળે છે. આ બન્ને ભાઇઓ એ અહીંયા ઓર્ગેનિક ખેતીની પણ શરૂઆત કરી છે. આ ખેતીમાંથી લેવામાંઆવેલ પાક તેઓ પોતાના હોમસ્ટેમાં આવતા લોકો માટે ઉપયોગ કરે છે અને તેમાંથી સ્વાદિષ્ટ ભોજત તૈયાર કરવામાં આવે છે. મને એક વાત ખૂબજ ગમી કે અહીં બાળકોના ભણતરની સાથે જાનવરોની સંભાળ પણ રાખવામાં આવે છે. આ એક પ્રકારે પ્રકૃતિને માનવ તરફથી 'થેંક યૂં' છે.

Photo of સમાજના બંધંનોથી દૂર એક આઝાદ દુનિયાની સફર by UMANG PUROHIT

આ જગ્યાએ તમને એક એવું વાતાવરણ મળશે કે જેનાથી તમે એકદમ આઝાદ છો તેવો અનુભવ કરશો. આઝાદી લોકોના વિચારોથી છે એટલે કે અહીં તમને એ દરેક રોકટોકથી આઝાદ છો કે જે સમાજ દ્વારા તમારા ઉપર લગાવવામાં આવતી હોય છે. આ જગ્યા તમને નવી જ રીતે વિચારવાની પ્રેરણા આપે છે, જેથી તમે તમારા જીવનને એક નવી શરૂઆત આપી શકો.

Photo of સમાજના બંધંનોથી દૂર એક આઝાદ દુનિયાની સફર by UMANG PUROHIT

આસપાસની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને અહીં એક ટ્રી હાઉસ બનાવવામાં આવ્યું છે. અહીં રંગોનો એવી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે કે તમને એવો અનુભવ થશે કે તમે પ્રકૃતિની એકદમ નજીક છો. અહીં તમને ચારેય તરફ શાંતી અને તાજગીનો અનુભવ થશે. તમે પહાડોની સુંદરતામાં ખોવાઇ જશો. અહીં તમે દાદરા ચડીને ઉપર જાઓ એટલે તમને સુંદર નજારો અને બેસવા માટેની આરામદાયક જગ્યા મળશે. જો તમે એડવેન્ચરના મૂડમાં છો તો દાદરા છોડીને સીધા ઝાડ પર જ ચડી જાઓ.

Photo of સમાજના બંધંનોથી દૂર એક આઝાદ દુનિયાની સફર by UMANG PUROHIT

આ જગ્યાના નામ માત્રથી તમને ખબર પડી જાય કે આ જગ્યા સમાજથી દૂર ભાગેલા લોકો માટે જ બનાવવામાં આવી છે. સમાજથી દૂર આવેલી આ જગ્યા પર તમે તમારા પોતાના નિયમો બનાવીને તમારી પોતાની રીતે જીવન પસાર કરી શકો છો. આ જગ્યા ઉપર સમય પસાર કરવા માટે તમે ઓનલાઇ બુકિંગ પણ કરાવી શકો છો. તેના માટે www.booking.com પર જઇને Tree House No Society પર તમે આ અદભૂત અનુભવને બુક કરાવી શકો છો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસના ફોટા અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર ક્રેડિટ કમાઓ અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટલ બુક તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads