એક ગુજ્જુ છોકરો કે જેણે સેશેલ્સમાં એક આઇલેન્ડ લઇ તેને ભારતીયો માટે પેરેડાઇઝ બનાવી દીધો

Tripoto
Photo of એક ગુજ્જુ છોકરો કે જેણે સેશેલ્સમાં એક આઇલેન્ડ લઇ તેને ભારતીયો માટે પેરેડાઇઝ બનાવી દીધો 1/2 by Romance_with_India
credit : booking.com

એવા કોઈપણ વ્યક્તિ જે સેશેલ્સ ગયા હોય તેમને પકડીને તેના વિશે પુછો ને તો એ એમ જ કહેશે કે ઉફ્ફ્ફ… સ્વર્ગ છે. હીંદ મહાસાગરમા સ્થિત અને ભારતથી વધીને 5 કલાકના અંતરે આવેલુ સેશેલ્સ ભારતીયો માટે ભાગી છૂટવાની એક મનપસંદ જગ્યા છે. તો પછી જો તમે ત્યાં જઈ રહ્યા છો તો તમારી મુલાકાતને તમે કઈ રીતે અલગ બનાવશો?

Photo of એક ગુજ્જુ છોકરો કે જેણે સેશેલ્સમાં એક આઇલેન્ડ લઇ તેને ભારતીયો માટે પેરેડાઇઝ બનાવી દીધો 2/2 by Romance_with_India

સુનીલ શાહ – એક ગુજરાતી બિઝનેસમેન – તેમને રાઉન્ડ આઇલેન્ડના નામે ઓળખાતો એક આઇલેન્ડ ખરીદી અને તેને રિસોર્ટમાં ફેરવ્યો છે. તમને એક અલગ જ અનુભવ કરાવવા પર તેમને ખાસ ધ્યાન આપ્યું છે. ખુબ મહેનતથી બનાવેલ ક્રેઓલ સ્ટાઇલ રિસોર્ટ સેશેલ્સનો એ ગેટવે છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા.

જાણો કોના માટે આદર્શ છે ?

કપલ્સ, ફેમિલિ કે વ્યક્તિગત રીતે જે લોકો ઈકો ફ્રેંન્ડલી ખાનગી સ્થળની ઇચ્છા રાખતા હોય તેમની માટે આ એક આદર્શ સ્થળ છે.

સ્થળ વિશે ની જાણકારી

Photo of JA Enchanted Island Resort, Round Island, Seychelles by Romance_with_India
Photo of JA Enchanted Island Resort, Round Island, Seychelles by Romance_with_India
Photo of JA Enchanted Island Resort, Round Island, Seychelles by Romance_with_India
Photo of JA Enchanted Island Resort, Round Island, Seychelles by Romance_with_India

રિસોર્ટ 1930 માં એક ભારતીય આર્કિટેક્ટ ટોની જોસેફ દ્વારા બનાવડાવવામાં આવ્યો હતો. રિસોર્ટ 10 વિલાસ, પ્રાઇવેટ પુલ, આઉટડોર શાવર, ડેડીકેટેડ બટલર, એલઈડી સેટેલાઇટ ટીવી અને વાઈફાઈ જેવી સુવિધાઓથી સજ્જ છે. વિલાની બહાર સીધો જ પ્રાઇવેટ બીચ છે. રિસોર્ટમા બે રેસ્ટોરન્ટ છે જે લોકલ રેસ્ટોરન્ટની મદદથી પરંપરાગત વાનગીઓ સર્વ કરે છે.

ક્રેઓલ આર્કિટેક્ટના ચાર્મથી રિસોર્ટ એક ગામઠી અનુંભવ કરાવે છે. તમને આખા રિસોર્ટમાં લાકડાનો ઉપયોગ જોવા મળશે. સદીઓ જૂનું એન્ટીક ફર્નીચર અને કલાકૃતિઓ તમને સેશેલ્સના પાઈરેટ યુગમાં પાછા લઈ જાય છે.

ટેકરીની ઉપર લીલા છત્રની વચ્ચે સ્પા અને વેલનેસ સેન્ટર છુપાયેલ છે. જ્યાં વર્ષો જુના હિલીંન્ગ રિવાજોથી તમને આંતરીક શાંતી પ્રાપ્ત થાય છે. 90 મિનિટ માર્મા બોડી, માઈન્ડ અને સ્પિરિટ મસાજ, સુથિન્ગ કકમ્બર વ્રેપ અને હની કકમ્બર ફેશિયલ ત્યાની ખાસ સુવિધાઓ છે. સ્પાની બાજુમાં એક જિમ્નેશિયમ અને પેવેલિયન બાવા જોલી કેર (યોગા પેવેલીયન) છે જેમા નવીનતમ કાર્ડિયોવાસ્ક્યુલર મશિનો, વજનીયા અને યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છે.

Photo of એક ગુજ્જુ છોકરો કે જેણે સેશેલ્સમાં એક આઇલેન્ડ લઇ તેને ભારતીયો માટે પેરેડાઇઝ બનાવી દીધો by Romance_with_India

રાઉન્ડ આઇલેન્ડ સેન્ટ અન્ને નેશનલ પાર્કનો એક ભાગ છે અને સુનિલ શાહે પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આ રિસોર્ટ ઉભું કર્યું છે. ઈનફેક્ટ, તેમને ત્યા ૨૦,૦૦૦ જેટલા છોડ અને 200 થી વધુ સ્થાનિક વૃક્ષો વાવ્યાં છે અને ખુબ વેલ માર્કડ ટ્રેઈલ સહેલાણીઓને ત્યાના વૃક્ષો અને છોડવાઓની જાણકારી આપે છે.

સેન્ટ અન્ને મરાઈન પાર્કમાં આવેલ આ રિસોર્ટમાં વોટર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. પાણીની અંદરની સફરમાં (કે જેને સ્નોર્ક્લીંગ કહેવામાં આવે છે) પ્રાઇવેટ ગાઈડ સાથે તમે રંગબેરંગી કોરલ અને ઉષ્ણ કટિબંધીય માછલીઓની પણ સફર કરી શકો છો. સ્નોર્ક્લીંગ, ડાઈવીંગ અને કાયકિંગ સાધનો ભાડે પણ ઉપલબ્ધ છે. મરાઈન રિઝર્વની અતિસુંદરતાના તમે સંધ્યાકાળે ક્રુઝ બોટ પરથી સાક્ષી બંને શકો છો.

ભોજન

Photo of એક ગુજ્જુ છોકરો કે જેણે સેશેલ્સમાં એક આઇલેન્ડ લઇ તેને ભારતીયો માટે પેરેડાઇઝ બનાવી દીધો by Romance_with_India

રિસોર્ટમાં બે રેસ્ટોરન્ટ છે - Bounty અને castaway. Bounty લોકલ ઉત્પાદનનો ઉપયોગ કરી પરંપરાગત પદ્ધતિ દ્વારા બનાવવામા આવેલી ક્રેઓલ સેશેલ્સ વાનગી પીરસે છે. સ્ટાર્ટર અને ડેઝર્ટ સાથે વિશ્વભરની સમકાલીન આંતરરાષ્ટ્રીય વાનગીઓ પણ પીરસવામાં આવે છે. castaway તમારા સપનાઓનું કોકટેલ બાર છે. આસમાની હીંદ મહાસાગર પર ઢળતા સુરજના રંગો સાથે એક્ઝોટિક કોકટેલની મજા માણવાનું કોને ન ગમે?

ભાડું

જેે એ એંચાનટેડ પર પ્રાઇવેટ પુલ વિલાની કિંમત રૂ 54,876 આસપાસ છે અને તમે અહીં બુક કરી શકો છો.

મુલાકાતનો શ્રેષ્ઠ સમય

એપ્રિલથી મે અને ઓક્ટોબરથી નવેમ્બર સુધીનો સમય સેશેલ્સની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે. ત્યારે તાપમાન ઠંડુ અને સૂકું હોય છે. આ સમય સ્વિમિંગ માટે પણ યોગ્ય છે, ત્યારે તાપમાન વધીને 29 જેટલું હોય છે.

પ્રોપર્ટીમાં અને તેની આસપાસ કરવા જેવી પ્રવૃત્તિઓ

મોયેન આઇલેન્ડ સેશેલ્સનું સૌથી નાનું નેશનલ પાર્ક છે, જે ત્યાંના જાયન્ટ કાચબા માટે પ્રખ્યાત છે. આઈલેન્ડ પર બે પોસ્ટ કાર્ડ પરફેક્ટ બીચ અને નેચર વોક થઈ શકે તેવા સ્થળો પણ છે. આઈલેન્ડ પર એક ડીસન્ટ મ્યુઝિયમ પણ છે જે ત્યાંનો ઇતિહાસ દર્શાવે છે. રિસોર્ટથી બોટ રાઈડ કરીને આઈલેન્ડ પર પહોંચી શકાય છે. તમે કયકનો ઉપયોગ કરીને પણ જઈ શકો છો.

પ્રેસલીનએ સેશેલ્સનો ખૂબ પ્રખ્યાત બીચ છે. કેમકે ઘણા લોકોને એવું માનવું છે કે તે વિશ્વનો સૌથી સુંદર બીચ છે - Anse Lazio. તે યુનેસ્કો લિસ્ટેડ Vallée de Mai નું ઘર પણ છે. જ્યાં તમે દુર્લભ coco de mer પામ વૃક્ષો પણ જોઈ શકો છો. ત્યાં બીચ રસ્ટોરન્ટ અને ક્યૂટ કાફે પણ છે, જે તમારી રિસોર્ટથી બીચ સુધીની સફરને એ એક આદર્શ સફર બનાવી શકે છે.

માહે એક એવો આઇલેન્ડ છે જ્યાં તમે ત્યાંના કલ્ચર કલ્ચર ને સમજી અને અનુભવી શકો છો. સેશેલ્સનો ખુબ જ પ્રખ્યાત અને મોટો આઇલેન્ડ છે. આઈલેન્ડ પર ધોધ, જંગલ, હાઈકિંગ ટ્રેઇલ્સ, મનોહર દ્રશ્યો જોઈ શકાય તેવા સ્થળો અને પામ બીચ પણ છે. રોક ક્લાઈમ્બિંગથી માંડીને કયાકિંગ અને સ્કુબા ડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓ પણ અહીં થાય છે. જે તમારા દિલોદિમાગમાં એડ્રિનાલીન દોડાવી દેશે.

ટ્રાવેલ આઈડિયાસ અને સેશેલ્સ ઈટનેરીસ માટે ટ્રિપોટો સેશેલ્સ ટ્રાવેલ ગાઇડ પેજ તપાસો.

ત્યાં પહોચશો કઈ રીતે?

બાય એર:

મુંબઈથી સુધીની રાઉન્ડ ટ્રીપ ફ્લાઇટની કિંમત આશરે ₹19,656 છે. માહેેથી માત્ર 10 મિનિટની ફેરી રાઈડ છે.

જે તમને તમારી ડેસ્ટિનેશન ના પ્રેમમાં પાડી દે એવા દિલ ધડક હોમસટે, હોટેલ અને રિસોર્ટ વિશે જાણવું છે?ટ્રિપોટો પર તેના વિશે લખો અને તમારી ટ્રાવેલર કમ્યુનિટીને નવા નવા સ્થળો શોધવામાં મદદ કરો.

આ લેખ કોવિડ-19 દ્વારા સર્જાયેલી પરિસ્થિતિ પહેલા લખવામાં આવેલ છે. તેટલા માટે તમારા વેકેશન પ્લાન પહેલા કિંમત અને સમયની તપાસ કરી લેવી હિતાવહ છે.

સ્ટનિંગ વિડિયો માટે ટ્રિપોટો ની youtube ચેનલ સબ્સ્ક્રાઇબ કરો.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસના ફોટા અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર ક્રેડિટ કમાઓ અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટલ બુક તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads