લોનાવાલા કે લવાસા નહીં, પૂનાથી નજીક આ ઓફબીટ જગ્યા બેસ્ટ વીકેન્ડ ગેટવે સાબિત થશે

Tripoto
Photo of લોનાવાલા કે લવાસા નહીં, પૂનાથી નજીક આ ઓફબીટ જગ્યા બેસ્ટ વીકેન્ડ ગેટવે સાબિત થશે 1/1 by Jhelum Kaushal

સારી વાઈબઝ અને નાઇટલાઈફ તથા જીવનનિર્વાહન વાજબી દરને કારણે પૂના એક એવું શહેર છે જેને કોઈ ક્યારેય છોડવા નથી ઇચ્છતું. પરંતુ રોમાંચક વીકેન્ડ ગેટવેથી કોઈને પણ તકલીફ ન હોઇ શકે! અને એટલે જ જો તમે પૂનામાં હોવ અને લવાસા, કામશેત, અથવા લોનાવાલા સિવાયની કોઈ જગ્યાએ વીકેન્ડ પસાર કરવા માંગતા હોવ તો તમે સાચી જગ્યાએ આવ્યા છો.

નરનાલા

https://www.instagram.com/p/Brhx5cSnIKR/?utm_source=ig_embed

પૂનાથી આશરે 550 કિમી દૂર આવેલું નરનાલા જાણે વિતેલા સામયની સફર કરાવે છે. આ પ્રાચીન કિલ્લો લગભગ દસમી સદીમાં બાંધવામાં આવેલો જેનું નામ એક રાજપૂત શાસક નરનાલાસિંહ પરથી પાડવામાં આવ્યું હતું. હાલમાં આ કિલ્લો મેલઘાટ ટાઈગર રિઝર્વનાં ગઢ જંગલોમાં આલીશાન રીતે અડીખમ ઊભો છે અને પુનાના લોકોની ઓફબીટ પ્રવાસની ઈચ્છા પૂરી કરે છે.

નરનાલા ફોર્ટનાં પ્રવાસ અંગે:

શું કામ નરનાલા જવું?

સૌથી મહત્વની હકીકત એ છે કે નરનાલા પરંપરાગત પ્રવાસન સ્થળોની સરખામણીએ ઘણું જ ઓછું જાણીતું છે અને એટલે જ ઓફબીટ ટ્રાવેલર્સને અનહદ આનંદ આપે છે.

આર્કિટેક્ચરનો એક અદભૂત નમૂનો એવો આ કિલ્લો પાંડવોના સમયમાં બંધાયો હોવાનું માનવામાં આવે છે. ઇતિહાસ રસિકો માટે અનેક શાસકો હેઠળ આવેલ આ કિલ્લો અચૂક જોવા જેવો છે. આ સ્થળે કરવાની પ્રવૃતિઓમાં કિલ્લા સુધીનું ટ્રેકિંગ એ સૌથી મહત્વનું ગણવામાં આવે છે. ટ્રેકિંગ ન કરવા માંગતા લોકો માટે કિલ્લાના મુખ્ય દ્વાર સુધી વાહનમાર્ગની વ્યવસ્થા પણ છે.

2. શકર તળાવ

નરનાલા કિલ્લાના અન્ય પ્રવાસી આકર્ષણોમાં ઐતિહાસિક રાણીનો મહેલ અને એક મસ્જિદ પણ છે પરંતુ સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષતું સ્થળ કિલ્લાની ટોચ પર આવેલું શકર તળાવ છે. આ તળાવના પાણીને ચમત્કારી માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે કૂતરાના બચકાં ભરવાથી થયેલા ઘા આ પાણીથી બહુ જ જલ્દી રુઝાઈ જાય છે.

3. મેલઘાટ ટાઈગર રિઝર્વમાં વાઘ દર્શન

કિલ્લાથી 50 કિમી દૂર આવેલ ટાઈગર રિઝર્વ એ ભારતમાં જંગલી બિલાડી એટલે કે વાઘને જોવા માટેની શ્રેષ્ઠ જગ્યાઓમાંની એક છે. ઉપરાંત વિવિધ પ્રકારના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પણ આ સુરક્ષિત વિસ્તારમાં જોવા મળે છે. તો રાહ શેની જુઓ છો? નીકળી પડો મેલઘાટનાં જંગલો જોવા!

4. અકોલામાં કપાસની ખેતીની મુલાકાત

જો તમે નરનાલા જઇ રહ્યા હોવ અને તમારે ખરેખર એક ઓફબીટ અનુભવ કરવો હોય તો કિલ્લાથી 70 કિમી દૂર ભારતનો કપાસની સૌથી વધુ ખેતી કરતો જિલ્લો- અકોલા આવેલો છે. જે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ માટેનું હબ પણ છે. અહીં કપાસની ખેતીની મુલાકાત લઈ કપાસની વાવણી અને લણણી અંગે માહિતગાર બનો. આ સ્થળની જરૂર મુલાકાત લો, આ સ્થળની મુલાકાત લેવા બદલ તમને ક્યારેય અફસોસ નહીં થાય.

ક્યારે જવું?

વર્ષ દરમિયાન કોઈ પણ સમયે રજાઓમાં જઇ શકાય છે પણ ઓકટોબર અને જાન્યુઆરી બેસ્ટ સમય છે કારણકે આ સમય દરમિયાન વરસાદ ઓછો અને થોડી ઠંડક પણ હોય છે.

કેવી રીતે પહોંચવું?

વાહનમાર્ગે: પૂનાથી નરનાલા વાહનમાર્ગે જવું એ શ્રેષ્ઠ અનુભવ સાબીત થઇ શકે છે. સુંદર અને વેલ-મેઇન્ટેન્ડ નેશનલ હાઇવે 753A પર ડ્રાઈવ કરીને 12 કલાકમાં નરનાલા પહોંચી શકાય છે.

રેલમાર્ગ: વિકલ્પરૂપે કિલ્લાની સૌથી નજીકનાં રેલવે સ્ટેશન અકોલા 11 કલાકમાં પહોંચી શકાય છે. અકોલા રેલવે સ્ટેશનથી નરનાલા 70 કિમી દૂર છે જે અંતર 2 કલાકમાં કાપી શકાય છે.

ધ્યાનમાં રાખવું: નરનાલા પ્રદેશ રાજ્ય વાહન વ્યવહાર સાથે જોડાયેલો હોવા છતાં તેની ફ્રિક્વન્સી ઘણી જ અસમાન છે. તેથી જ મહારાષ્ટ્રના આ પ્રદેશમાં ફરવા માટે પોતાનું વાહન રાખવું હિતાવહ છે.

આ લેખ કોવિડ-19 દ્વારા સર્જાયેલ પરિસ્થિતિ પહેલા લખવામાં આવેલ છે, તેથી અહીં જણાવવામાં આવેલ ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ સીવાય કોઇપણ સ્થળની મુલાકાત લેતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 સૂચનો જાણી લેવા હિતાવહ છે.

Tripoto travel community દ્વારા તમારા જેવા લાખો ટ્રાવેલર્સ સાથે તમારા ફોટોઝ અને ટ્રાવેલ સ્ટોરીઝ શેર કરો.

ફ્રીમાં ટ્રાવેલ કરવા તૈયાર છો? મેળવો ક્રેડિટ્સ અને તેને Tripotoની વિવિધ ઓફર્સ, હોટેલ બુકિંગ અને વેકેશન પેકેજ સાથે રિડીમ કરો!

આ અનુવાદિત લેખ છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

Further Reads