કોલાડમાં રિવર રાફ્ટિંગ: મહારાષ્ટ્રના એડવેન્ચર હબ ખાતે રોમાંચક અનુભવ

Tripoto
Photo of કોલાડમાં રિવર રાફ્ટિંગ: મહારાષ્ટ્રના એડવેન્ચર હબ ખાતે રોમાંચક અનુભવ 1/1 by Jhelum Kaushal

શહેરી જીવનની રફતાર જ જુદી હોય છે, તેના ગ્લેમર અને સ્પર્ધાત્મક જીવનમાં આપણે સૌ એટલા ટેવાઇ ચૂક્યા છીએ કે શહેરનું પ્રદૂષણ, વાહનોનો ઘોંઘાટ, વધુ પડતી વસ્તી જેવા 'શહેરી દુર્ગુણો' પર આપણે ક્યારેય ધ્યાન નથી આપતા. સિમેન્ટ કોન્ક્રીટના બનેલા જંગલો આપણા ખિસ્સાને તો જરૂર આકર્ષે છે, પણ આપણો આત્મા કુદરતી સાનિધ્ય ઝંખે છે. જે કોઈ પણ મુંબઈકર ઉપરના શબ્દોથી સહમત થતાં હોય અને કોઈ મસ્ત કુદરતી જગ્યાએ ફરવા ઇચ્છતા હોય તો તેમની સમસ્યાનું સમાધાન મુંબઈથી ફક્ત બે કલાકના અંતરે આવેલું છે- કોલાડ ખાતે રિવર રાફ્ટિંગ! પ્રાકૃતિક જનૂન અનુભવવા આ બેસ્ટ જગ્યા છે.

કોલાડ ખાતે રિવર રાફ્ટિંગ એ એક અનેરો અનુભવ છે કેમકે તે મહારાષ્ટ્રમાં એકમાત્ર સફેદ પાણી પર થતું રિવર રાફ્ટિંગ છે. રાઈગઢ જિલ્લામાં સહ્યાદ્રીની પર્વતમાળામાં લીલીછમ હરિયાળી વચ્ચે એક પિક્ચરેસ્ક લોકેશન પર કોલાડ આવેલું છે. કાયકઈંગ, રિવર રાફ્ટિંગ, ઝિપલાઈનીંગ, બાઇકિંગ, રેપલિંગ અને કનોઇન્ગ જેવી રોમાંચક એક્ટિવિટીઝ ઓફર કરતું કોલાડ એ મહારાષ્ટ્રમાં એડવેન્ચર માટેનું હોટ-સ્પોટ છે! દરેક ઉંમરનાં લોકો માટે અહીં કોઈકને કોઈક એક્ટિવિટી હોવાથી સોલો, રોમેન્ટિક કે ફેમિલી ટ્રીપ માટે આદર્શ જગ્યા છે. માર્ચથી મે દરમિયાન અતિશય ગરમી અને નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ઠંડા પવનને કારણે આખા વર્ષ દરમિયાન તાપમાનમાં બહુ જ ફેરફાર જોવા મળે છે. કોલાડ ખરા અર્થમાં મહારાષ્ટ્રનું ઋષિકેશ છે. અહીં આવતા પ્રવાસીઓ મનભરીને નૈસર્ગિક સૌંદર્ય માણે છે.

કોલાડમાં કેટલાય વૉટરફોલ્સ જોવા મળે છે.

Photo of Kolad, Maharashtra, India by Jhelum Kaushal

પ્રવાસીઓનું સ્વાગત કરતાં હારબંધ વૃક્ષો અને ખુલ્લા મેદાનો

Photo of Kolad River Rafting & Bungee Jumping, Kolad, Maharashtra, India by Jhelum Kaushal

કોલાડ ડેમ

Photo of Kolad River Rafting & Bungee Jumping, Kolad, Maharashtra, India by Jhelum Kaushal

જે નદીમાં રિવર રાફ્ટિંગ કરવામાં આવે છે તે કુંડલિકા નદીને એક બંધ દ્વારા રોકવામાં આવી છે અને તેના કારણે તેનું ડિફીકલ્ટી લેવલ જ કઈક જુદું છે. તમારા ગ્રૂપને રાફટિંગમાં કોઈ પણ મુશ્કેલી ન પડે તેની કાળજીપૂર્વક દેખભાળ રાખવા અનુભવી રાફ્ટિંગ સ્ટાફ હાજર રહે છે. સેફટી માટે લાઈફ-જેકેટ પહેરાવવામાં આવે છે પણ જેમને સ્વિમિંગ આવડતું હોય તેમણે જ રાફ્ટિંગ કરવું વધારે સલાહભર્યું છે. ગ્રુપના દરેક સભ્યોને પેડલિંગ કરતાં શીખવવામાં આવે છે પણ તમારો રાફટિંગનો અનુભવ કેવો રહેશે તેનો સંપૂર્ણ આધાર આખા ગ્રુપનાં પેડલિંગ પર રહે છે. રાફ્ટિંગ માટે જરૂરી સાધન સામગ્રી ત્યાંથી જ પૂરી પાડવામાં આવે છે જેની કિમત લેવામાં આવતી ફીસ માં સમાવિષ્ટ જ હોય છે. સ્ટ્રેચેબલ કપડાં અને સ્પોર્ટ્સ શૂ પહેરવાનું ન ભૂલાય એની કાળજી લેવી. સાથે થોડા વધારાના કપડાં પણ રાખવા જરૂરી છે જેથી પૂરે પૂરા પાણીમાં ભીંજાઇ ગયા પછી એનો ઉપયોગ કરી શકાય. રાફટ પર અન્ય કોઈ સામાન લઈ જવાની મંજૂરી ન હોવાથી બધો જ પર્સનલ સામાન ગાડી અથવા હોટેલ રૂમમાં રાખવાની પણ વ્યવસ્થા રાખવી.

રિવરરાફ્ટિંગ કરતું ગ્રુપ

Photo of કોલાડમાં રિવર રાફ્ટિંગ: મહારાષ્ટ્રના એડવેન્ચર હબ ખાતે રોમાંચક અનુભવ by Jhelum Kaushal

રાફ્ટિંગનાં અલગ અલગ પ્રકારના ગ્રેડ:

કુંડલીક નદી પર રિવર રાફ્ટિંગ -

ગ્રેડ 1 રેપિડ- ચલાવવામાં શરૂઆતનું અને સરળ લેવલ. શાંત પાણી અને આજુબાજુના સુંદર દ્રશ્ય માણવા માટે અનુકૂળ.

ગ્રેડ 2 રેપિડ- થોડું પથરાળ અને અઘરું લેવલ. આ સ્તર પર પડલિંગ જરૂરી છે.

ગ્રેડ 3 રેપિડ- થોડી ઊચાઇ અને નાના ધોધ સાથેનું રાફ્ટિંગ.

વ્હાઇટ વોટર રાફ્ટિંગ -

ગ્રેડ 4 અને ગ્રેડ 5 રેપિડ- મજબૂત લહેરો અને આકરા વળાંકો સાથેનું અઘરું લેવલ. આ લેવલ પર પડલિંગમાં શરીરની પૂરી તાકાત લગાવવી જરૂરી બની જાય છે.

ગ્રેડ 6 રેપિડ- અણધાર્યા જલપ્રવાહ સાથેનું સૌથી અઘરું લેવલ. માત્ર એક્સપર્ટસ લોકો માટે યોગ્ય.

મુલાકાતનો સૌથી યોગ્ય સમય:

જૂન થી સપ્ટેમ્બરનાં ભારે વરસાદમાં કોલડની સુંદરતા ખીલી ઉઠે છે, આ જ શ્રેષ્ઠ સમય છે અહીની મુલાકાતનો.

આશરે ખર્ચ - રૂ 600 થી 1200

ઘણા આયોજકો ઘણી સારી ઓફર આપતા હોય છે જેમાં કોલાડમાં રોકાણ, મુંબઈ અથવા પૂનાથી મુસાફરીનો ખર્ચ અને અન્ય પ્રવૃતિઓનો ખર્ચ પણ સમાવિષ્ટ હોય છે. કોલાડ રાફ્ટિંગ, એડવેન્ચર કોલાડ, 365 હોપ્સ, Fitrangi.com.

આ લેખ કોવિડ-19 દ્વારા સર્જાયેલ પરિસ્થિતિ પહેલા લખવામાં આવેલ છે, તેથી અહીં જણાવવામાં આવેલ ભાવ અને સમયમાં ફેરફાર હોઇ શકે છે. આ સીવાય કોઇપણ સ્થળની મુલાકાત લેતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 સૂચનો જાણી લેવા હિતાવહ છે.

Tripoto travel community દ્વારા તમારા જેવા લાખો ટ્રાવેલર્સ સાથે તમારા ફોટોઝ અને ટ્રાવેલ સ્ટોરીઝ શેર કરો.

ફ્રીમાં ટ્રાવેલ કરવા તૈયાર છો? મેળવો ક્રેડિટ્સ અને તેને Tripotoની વિવિધ ઓફર્સ, હોટેલ બુકિંગ અને વેકેશન પેકેજ સાથે રિડીમ કરો!

આ અનુવાદિત લેખ છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

Further Reads