રાજસ્થાન રજવાડાઓની ભૂમિ છે. અહીંનો ઇતિહાસ, સંસ્કૃતિ, અને વારસો સમગ્ર થારના ટેકરાઓમાં ફેલાયેલા છે. આ રણરાજ્યમાં એવા કેટલાક કિલ્લાઓ છે જે તેના વૈભવ અને તેની ભવ્યતા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. જ્યાં એક તરફ જયપુર, જોધપુર, અને જેસલમેરના કિલ્લાઓ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે, તો બીજી તરફ એવા કિલ્લાઓ પણ છે કે જે પર્યટકોની નજરમાં આવ્યા નથી. આ કિલ્લાઓને હવે તો અલ્ટ્રા લક્ઝરી હોટેલ્સમાં રૂપાંતરિત કરી નાખવામાં આવ્યા છે કે જ્યા તમે થોડો સમય વિતાવી પણ શકો છો. આ બધા જ કિલ્લાઓ નાના-નાના ગામડાઓમાં છે જ્યાં તમે તમારો ફરવાનો કિંમતી સમય આરામથી પસાર કરી શકો છો અને અહીંના રજવાડી ઠાઠમાઠને માણી પણ શકો છો.
19મી સદીનો આ કિલ્લો એક સદીથી વધુ સમય માટે બંધ કરી દેવામાં આવેલો જે હજુ થોડા સમય પહેલાં જ ફરી શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી થોડા જ અંતરે રાજસ્થાનના અલવર જિલ્લામાં તીજારા કિલ્લો આવેલો છે. આ કિલ્લાનું ટેરેસ ગાર્ડન સાત સ્તરોમાં વિકસાવવામાં આવેલું છે અને ઘણીવાર તો તેને બેબીલોનના હેંગિંગ ગાર્ડનના વિકલ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે. કિલ્લો એક ટેકરી પર આવેલો છે જ્યાંથી આજુબાજુના વિશાળ ક્ષેત્રો તરફ નજર ફેરવી શકાય છે. આખો મહેલ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. હાલ પૂરતા 70 ઓરડાઓ, એક રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ અને સ્પા છે પરંતુ વધુ ઓરડાઓ, લેન્ડસ્કેપ સુવિધાઓ અને બીજી રેસ્ટોરન્ટ ટૂંક સમયમાં જ ઉપલબ્ધ હશે.
જ્યારે ઓરંગઝેબ દુનિયા જીતવા નીકળ્યો ત્યારે ખીમસાર કિલ્લો તેમનું ટેમ્પરરી નિવાસસ્થાન હતો. સોળમી સદીનો આ કિલ્લો નાગૌર અને જોધપુર જિલ્લાની વચ્ચે થાર રણની પૂર્વધાર પર આવેલો છે. વેરાન જમીનની મધ્યમાં સ્થિત, ટેકરાઓ ની ઉપર ઉગતા આ બંધારણની ભવ્યતા પ્રેરણાદાયક છે. જ્યારે તમે કિલ્લાના કોરિડોરમાંથી પસાર થતાં હશો ત્યારે ઔરંગઝેબ દ્વારા રેતીના પથ્થરોમાં કોતરવામાં આવેલી દેવી-દેવતાઓની પ્રતિમાઓ બગાડેલી જોવા મળશે.
અહીંના બાંધકામો, તબેલા અને પેસેજ વે ૫૦૦ વર્ષ જૂની ગૌરવ અને લુંટની વાર્તાઓના પડઘા પાડે છે. ખૂબ જ આલિશાન અને પરંપરાગત રીતે સજાવવામાં આવેલા કુલ મળીને 68 ઓરડાઓ છે કે જે એસી, એલઈડી ટીવી, મિની બાર જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઉપરાંત મોટાભાગના રૂમમાં ખાનગી ટેરેસ કે બાલ્કની છે. તો ચાલો અને તમારા દિવસની શરૂઆત રમ્પાર્ત્સ કિલ્લાના નાસ્તાથી કરો. સ્પા અને પુલની મજા માણો. શિયાળાના હુફાલા તડકામાં બેસીને ગેજેબો ટેરેસ પર લંચ લો. રોયલ ગેરેજ ની મુલાકાત લો કે જે વિન્ટેજ કારનું ઘર છે અને ઇન્ડોર રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનરની મજા માણો.
અરવલ્લી રેન્જમાંનો આ કિલ્લો એવો પહેલો કિલ્લો છે જેનો જીર્ણોદ્વાર કરાયો હોય. 230 વર્ષ જૂનો આ ગઢ હવે આંતરરાષ્ટ્રીય સંચાલન હેઠળ છે. બિશનગઢમાં આવેલો આ કિલ્લો જયપુર થી કલાકના અંતરે છે. આસપાસ તમને 360 ડીગ્રીનો વ્યૂહ આપનારો આ કિલ્લો ગ્રેનાઇટ ટેકરીની ટોચ પર છે. કિલ્લાના મૂળભૂત બંધારણને અને તત્વોના એક્સેલેન્ટ આર્કિટેક્ચરને ધ્યાનમાં રાખીને તેનું કાળજીપૂર્વક નવનિર્માણ કરવામાં આવ્યું છે. નવા નિર્માણ થયેલા આ મોર્ડન કિલ્લામાં તેની ભવ્યતા અને ધરોહર અકબંધ છે. કુલ ૫૯ ઓરડામાં 22 જુદા જુદા લેઆઉટ છે પરંતુ ઝરૂખો બધામાં કોમન છે. મલ્ટીકુશન રેસ્ટોરન્ટ, આઉટડોર ગ્રીલ્સ, લોન્જજ, લાઇબ્રેરી, સ્પા અને સ્વિમિંગ પૂલ તમારા વીકેન્ડમાં તમને બીઝી રાખવાની ખાતરી આપે છે.
પંદરમી સદીનો નીમરાણાનો કિલ્લો જે એક સમયે બંધ કરી દેવામાં આવેલો એ આજે લક્ઝરી આઈકોન તરીકે ઓળખાય છે. નીમરાના કિલ્લો રાજસ્થાનની પ્રીમિયર હેરિટેજ હોટેલમાંનો એક છે. જયપુર-દિલ્હી હાઇવે પર સ્થિત આ કિલ્લો વીકેન્ડમાં શહેરોથી ભાગી છૂટવા શહેરોના મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર છે. કિલ્લાના ઘણા બધા સ્તરો તેની એક આગવી ઓળખ છે. 72 રૂમ 14 વિવિધ લેવલ પર અને એ પણ બગીચા અને વાંતેજ પોઇન્ટ સાથે આ કિલ્લો વિસ્તર્યો છે. હા, ઉપર ચડવું થોડું કષ્ટદાઈ હોઈ શકે પણ કિલ્લાની અદભુત ડિઝાઇન માટે આટલું કષ્ટ તો ઉઠાવવું જ રહ્યું. કિલ્લાની માત્ર આશ્ચર્યજનક ડિઝાઇન અને તેના ફિચર્સ જોવામાં જ આખો દિવસ પસાર થઈ જાય. લ્યો બોલો, જો હવે થાકી ગયા હો તો ભવ્ય સ્વિમિંગ પુલમાં ડૂબકી લગાવી આવો કે પછી સ્પા મસાજ જ કરાવી લો.
વાર્તાઓ માત્ર પુસ્તકોમાં જ થોડી હોય છે!! રાજસ્થાનનો શેખાવતી એ પ્રદેશ છે જ્યાં રણભૂમિની વાર્તાઓ રંગો એ સંભળાવી છે. અહીંના એક-એક ખૂણાને મ્યુરલ, ફ્રેસ્કોસ અને વોલ આર્ટથી શણગારવામાં આવ્યા છે. શેખાવતી કળાનો વારસો જોવા માટે માંડવાના મહેલ કરતા લગભગ વધુ સારી જગ્યા ન મળે.
ચિત્રોથી સજાવેલી છતો અને દીવાલો ઉપરાંત મધ્યયુગ સમયે બાંધેલા ટાવર, પાલક છત, તોપો અને પારિવારિક ચિત્રો પણ તમારી સાથે આ મહેલમાં જોવા મળશે. રજવાડા માફક વસાહતી વરંડામાં આરામદાયક એક કલાક વિતાવવા કરતા કે પછી દીવાનખાનામાં આરામ ફરમાવવા કરતા પણ બીજું ઘણું બધું આ કિલ્લામાં છે.
વેઇટ... શું? તમારે તમારું આળસથી ભરેલું વિકેન્ડ વન્યપ્રાણીઓની કંપનીમાં ગાળવું છે? તો ચાલો રાજસ્થાનના કરોલી જીલ્લામાં આવેલા રામથ્રા કિલ્લા પર. ભરતપુર પક્ષી અભયારણ્ય અને રણથંભોર ટાઈગર રિઝર્વ પાર્કની વચ્ચે આવેલો આ કિલ્લો વન્ય જીવોની વચ્ચે ગ્રામીણ જીવનનો અનુભવ કરાવવા માટેનું એક શ્રેષ્ઠ આકર્ષણનું કેન્દ્ર છે. તળાવ અને ટેકરીઓ સિવાય કિલ્લાની આસપાસ શહેરીકરણ નથી જે અહીં તમને કે આ વન્યજીવોને ખલેલ પહોંચાડી શકે. જૂની શૈલીના આ રૂમમાં કંઈક અલગ જ વાઈબ્સ છે. સ્યુઈટના આઉટદોર બાથરૂમથી શ્વાસ થંભી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે. સામાન્ય ઓરડાઓ સિવાય ત્યાં લક્ઝરી તંબુઓ પણ છે કે જ્યાં તમે આરામથી ફરતા-ફરતા આખો દિવસ પસાર કરી શકો છો અથવા તો તળાવમાં તરતા બતકને પણ જોઈ શકો છો.