તમે ટ્રેઈનમાં આરામ ફરમાવી રહ્યા હો તમારી બર્થ પર અને એવામાં ડબ્બાની બીજી તરફથી અચાનક જ ઘોંઘાટ થવા લાગે. બાળકો અને સ્ત્રીઓના એવા અવાજ આવી રહ્યા હોય સાલું આપણને લાગે ક્યાંક ડાકૂ બાકૂ તો નહીં આવ્યા હોય ને.?
તમે સીટ પરથી ઊઠીને આ ઘોંઘાટની તપાસ કરવા જાવ ત્યારે ખબર પડે કે એક ગુજરાતી પરિવાર ટ્રેઈન ની કમ સે કમ 6-7 સીટ પર ફેલાઈને બેઠું હોય અને ઘરેથી લાવેલા ખાખરા, થેપલા અને ઢોકળાની મજા માણી રહ્યું હોય. બાળકો અથાણા માટે લલચાઈ રહ્યા હોય અને તેમની મમ્મીઓ એમને ચુપ કરી રહી હોય, આદમીઓ ને તો જાણે આવી કશી મોહમાયા જ ન હોય એમ પુરી શિદ્ધતથી થેપલાં ખાવામાં પડ્યાં હોય. એવું લાગે જાણે આ આખું ગુજરાતી પરિવાર એમની જ ધુનમાં મસ્ત છે.
તમે દુનિયાના કોઈપણ ખૂણે જાવ, કેવીપણ રીતે કેમ ને ન જાવ; ગુજરાતી પરિવાર તમને દેખાય જ જશે.!
એવું કહેવાનું કારણ એ કે ગુજરાતી લોકો ફરવાની બાબતમાં જુનૂની એટલે કે તદ્દન ઘેલાં લોકો છે. અરે એટલું જ નહીં, પણ ગુજરાતીઓને સૌથી સારા પર્યટકોમા ના એક માનવાનાં આવે છે.
ગુજરાતી લોકો ઘણા સમયથી હરી-ફરી રહ્યાં છે
તમને યાદ છે.? તમે જ્યારે સ્કુલમાં ભણતાં ત્યારે પીકનીક ના નામે આજુ-બાજુ ના કોઈ સાઈન્સ પાર્કમાં જ લઈ જવામાં આવતા. અને જો જાતે જવાનું મન થયું તો દિલ્હીની આજુ-બાજૂ જ ક્યાંક સો-બસ્સો કિલેમીટરની અંદર ફરિદાબાદ, નોઈડા કે ગુડ઼ગાઁવ જ ચાલતી પકડતાં.
પણ જો ગુજરાતીઓ ને રવિવારની સાંજે પણ દારુ પીવાનું મન થાય ને તો આ ગાડી ઉપાડી અને ચાલતા થાય દમણ-દીઉ, અને પાછા સોમવારે કામ પર પણ ચાલ્યા જાય હો.
ફોગટ બડાઈ ના મારે
માનો કે ચઢાણ મુશ્કેલ છે અને તમે કોઈ દમ અસ્થમા ના દર્દીની માફક હાંફી રહ્યાં છો, પણ જો તમારી સાથે કોઈ ગુજરાતી છે તો એ તમારી ઈચ્છાશક્તિ ક્યારેય નહીં તુટવા દે. ઊલટાનું એમની લાસ્ટ ટ્રીપનાં કિસ્સાં સંભળાવી સંભળાવી તમારું ધ્યાન જરુર ભટકાવી દેશે તમારા થાકોડા પરથી.
સહનશીલ તો હોય જ !!
એક વાર હું અને મારો મિત્ર ચંદ્રતાલ પોસે તંબુમાં થાક થી લડી રહ્યાં હતા ત્યારે કોઈની વાતો સંભળાણી. બન્ને ગુજરાતી મિત્રો દર વર્ષે કામ પરથી રજા લઈને ફરવા નીકળી પડતા. આ 50-60 વર્ષના જુવાન ને જોઈને અમારો બધો જ થાક ઊતરી ગયો.
એમના સામાન માંથી બધું જ મળી રહે.!
ગુજરાતીઓ ના સામાનમાં માત્ર નાસ્તા નો જ વજન હોય એવું નથી હોં. એમની પાસેથી તમને બધી જ વસ્તુઓ મળી રહે. એવું લાગે જાણે પુરુ ઘર જ સાથે લઈ આવ્યાં.
એક વાર ટ્રેઈનમાં મારી બાજુમાં ગુજરાતી આંટી બેઠેલા. એમણે બેગમાંથી ટમેટાં કાઢી ચાકુથી કાપવાનું શરુ કર્યુ અને બ્રેડ નીકાળી સેંડવીચ બનાવવા લાગ્યા. મને થયું સાલું આંટી હવે તો વળી શું કાઢશે? હવે તો સેંડવીચ માત્ર ખાવાની જ બાકી છે પણ ત્યાં તો આંટી એ સુટકેસ ખોલ્યું અને સેંડવીચ મેકર નીકાળી મને કહે, “બેટાં થોડી વાર ચાર્જર કાઢી લે ને, હું 10-12 સેંડવીચ બનાઈ લઉં.”
હરવું-ફરવું તો ગુજરાતીઓ ના લોહીમાં છે
સદીઓ પહેલાં ગુજરાતીઓ ધંધાની શોધમાં રખડતાં. સાલ 1947 ના ભાગલા પછી એક ખુબ જાણીતા વકીલ ગુજરાતી જ હતા કે જેમણે આખા ભારતમાં ફરીને ભારતને એક સંવિધાનમાં પોરવ્યું.
ગુજરાતીઓ ફરવા વખતે પણ સાફ-સફાઈનું એટલું જ ધ્યાન રાખે. ઉપરાંત જ્યાં ફરવા ગયાં હોય ત્યાંની પુરેપુરી જાણકારી લેતા આવે.
હવે જરા રાજીવ નેમા ભાઈને પણ મળી લઈએ
https://youtu.be/HpDqmnyt7Ls
રાજીવભાઈ ઈન્ટરનેટ પર છવાયેલા છે, કેમકે 6 મિનટના આ વિડિઓ માં એમણે કેનેડાના નાયગ્રા ધોધની પુરી જાણકારી આપી દીધી. માત્ર 6 મિનટમાં એમણે કાંઈ જ બાકી ન રાખતા બધી જ માહીતી પુરી પાડી.
ક્યારેક તમે માઉન્ટ એવરેસ્ટ ની ચઢાઈ કરવા નીકળો અને શિખર પર કોઈ ગુજરાતી પરિવારને થેપલા ખાતા જુઓ ને તો ચોંકી ન ઉઠતા હોં. જ્યારે તમે ફરવા ના બહાને મુરથલ ના પરાઠા ખાવા જતા ને ત્યારથી ગુજરાતીઓ અમેરીકાના વીજાની પાછળ પડ્યાં છે.
ટુંકમા, ફરવાની વાત કરોને તો ગુજરાતીઓ ની બેટ્રી હંમેશા ચાર્જ જ હોય.
આ આર્ટીકલ અનુવાદીત છે.