મુલાકાત બ્લેક ફોરેસ્ટની: આ જગ્યા પરથી કેકનું નામ રખાયું છે!

Tripoto

સામાન્ય રીતે યુરો ટ્રાવેલ માટે જે ટૂર્સનું આયોજન થાય છે તેમાં જર્મનીના કોઈ સ્થળનો ભાગ્યે જ સમાવેશ થાય છે. કદાચ હોય તો પણ રાત્રિ રોકાણ માટે હોય શકે. પણ જર્મનીમાં જ રહેવાને લીધે અમને ઘણી જગ્યાઓ ફરવાનો મોકો મળ્યો છે.

સૌથી પહેલા અને સૌથી વધુ વખત અમે ગયા હોય તો તે જગ્યા છે Baden-Württemberg શહેરનું બ્લેક ફોરેસ્ટ. જર્મન લોકો જેને Schwarzwald નામે ઓળખે છે તેવું બ્લેક ફોરેસ્ટ એ જર્મનીના સૌથી લોકપ્રિય કુદરતી પર્યટન સ્થળમાંનું એક છે.

આ જગ્યા ‘બ્લેક ફોરેસ્ટ’ શું કામ કહેવાય છે?

શિયાળાની ઋતુમાં વૃક્ષો ઘણા ખરા સુકાય જાય છે અને આ સૂકા વૃક્ષો પર અહીં બરફ વર્ષા થાય તેથી કાળા વૃક્ષો પર સફેદ આવરણ બની ગયું હોય તેવું સુંદર દ્રશ્ય સર્જાય. વિશાળ સફેદ આવરણમાં ક્યાંક છૂટા છવાયા કથ્થાઇ રંગના સૂકા ઝાડપાન જોવા મળે.

માત્ર આટલું વર્ણન અને આ જગ્યાના અન્ય ફોટોગ્રાફ્સ પરથી એ સમજવું અઘરું નથી કે આપણા સૌની મનપસંદ બ્લેક ફોરેસ્ટ કેકને એ નામ શું કામ આપવામાં આવ્યું છે. એ કેકનો દેખાવ આ બ્લેક ફોરેસ્ટ નામની જગ્યાને મળતો આવે છે જેથી આ જગ્યાના માનમાં કેકને બ્લેક ફોરેસ્ટ કેક કહેવાય છે.

બ્લેક ફોરેસ્ટની વિશેષતા:

આમ તો આ સ્થળ એક જંગલ છે અને તેમાં નાના-મોટા ટાઉન વસેલા છે. કોઈ ખાસ ટુરિસ્ટ પોઈન્ટ જેવું તો કશું નથી પણ અહીંની કૂકૂ ક્લોક ખૂબ જ પ્રખ્યાત છે. આ વિશ્વની સૌથી મોટી કૂકૂ ક્લોક છે. એક ઘર અને એમાં આ અનોખી ક્લોકનું મિકેનિઝમ એ બ્લેક ફોરેસ્ટની ખાસ જોવા જેવી જગ્યા છે.

કુદરતી સૌંદર્ય કરતાં પણ વધુ અહીંના લોકો આ સ્થળને પસંદ કરે છે અહીંની વાઇન માટે. બ્લેક ફોરેસ્ટમાં જે ચેરીનો પાક થાય છે તેમાંથી બનતી વાઇન સૌને અનહદ પસંદ છે. બ્લેક ફોરેસ્ટ કેક ભારતમાં આવી તે પહેલા પર યુરોપમાં બનતી હતી અને તે આ જંગલની વાઇનમાંથી બનાવવામાં આવતી હતી જેને તે લોકોએ બ્લેક ફોરેસ્ટ કેક નામ આપેલું. કદાચ આપણી બ્લેક ફોરેસ્ટ કેક પર મુકાતી ચેરી આ ચેરીનું પ્રતિક છે તેમ કહી શકાય.

અમારો અનુભવ:

અમે અલગ અલગ ઋતુઓમાં ત્રણેક વાર બ્લેક ફોરેસ્ટનો પ્રવાસ કર્યો છે. બે વાર શિયાળામાં ગયા છીએ અને એક વાર ઉનાળામાં.

યુરોપના લોકો માટેનું આ પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન અમારા ઘરથી પ્રમાણમાં નજીકના અંતરે આવ્યું છે. નજીકના અંતરે હોવા છતાં શિયાળામાં અમારા વિસ્તાર કરતાં ઘણો વધારે બરફ પડે છે અને ઘણું જ સારું વાતાવરણ હોય છે તે જાણીને અમને ખૂબ મજા આવી હતી એટલે એ જ ઋતુમાં અમે બીજી વખત પણ આ પ્રદેશ માણવા ગયા હતા. બ્લેક ફોરેસ્ટની અમે હંમેશા દિવસે જ મુલાકાત લીધી છે. સવારથી સાંજનો પ્રવાસ થઈ શકે એટલું નજીક છે. રાત્રિ રોકાણ હજુ સુધી અમે નથી કર્યું.

અમે કૂકૂ ક્લોક જોવા ગયા હતા જે મને બહુ જ રોમાંચક લાગેલું.

વર્ણન, માહિતી અને ફોટોઝ: રાધિકા વસાવડા

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads