ચોમાસુ નજીકમાં છે ત્યારે જો તમારે ચોમાસામાં લીલીછમ વનરાજીને જોવી હોય, કુદરતની વચ્ચે રહીને જંગલનો અનુભવ કરવો હોય અને થોડોક સમય શહેરના કલબલાટથી દૂર એકાંતમાં થોડોક સમય પસાર કરવો હોય તો તમારા માટે સાપુતારાનો ટ્રીબોન્સ રિસોર્ટ એક બેસ્ટ જગ્યા છે. તમે અહીં આવશો તો પાછા ઘરે જવાનું મન નહીં થાય. આ રિસોર્ટની સૌથી સારી વાત એ છે કે જંગલ વિસ્તાર હોવા છતાં તમને શહેરમાં મળતી તમામ વાનગી મળશે એટલે કે તમારા બાળકો પણ નિરાશ નહીં થાય.
ક્યાં છે ટ્રિબોન્સ રિસોર્ટ
ટ્રિબોન્સ રિસોર્ટ સાપુતારાથી 8 કિલોમીટર દૂર ચિરાપાડા ગામમાં આવેલો છે. અમદાવાદથી જાઓ તો સાપુતારા પહેલા આ રિસોર્ટ આવી જાય છે. એટલે કે તમે રિસોર્ટમાં રોકાઇને આગળ સાપુતારા હિલ પર ફરવા જઇ શકો છો.
રિસોર્ટમાં એકોમોડેશન
રિસોર્ટમાં ડિલક્સ રૂમ, ફેમિલી રૂમ, શ્યૂટ રૂમ અને ફેમિલી હોલની સુવિધા છે. જેમાં ડબલ બેડ, ફોર બેડ, 8 બેડ એમ અલગ અલગ રૂમ પ્રમાણે વ્યવસ્થા છે. દરેક રૂમમાં તમને ટીવી, એસી, સોફા કે ચેર, રૂમ સર્વિસ, હાઉસકિપિંગ, એટેચ બાથરૂમ, લોન્ડ્રી સર્વિસ મળશે. બાથરૂમમાં ગરમ અને ઠંડા પાણીની સુવિધા છે. રૂમમાં કોફી ટેબલ, કપડા મૂકવા માટે રેકની વ્યવસ્થા છે. આ ઉપરાંત રૂમની બાલ્કનીમાંથી ચા કે કોફીની ચૂસ્કી માણતા માણતા તમે ગાર્ડન, સ્વિમિંગપુલ અને પર્વતો એટલે કે માઉન્ટેનને જોઇ શકો છો.
રિસોર્ટમાં સુવિધાઓ
રિસોર્ટમાં તમે કેરમ, ચેસ, ઇનડોર ફુટ બોલ જેવી ઇનડોર ગેમ્સ રમી શકો છો તો આઉટડોર ગેમ્સમાં જુદી જુદી રોપ એક્ટિવિટીઝ જેવી કે બ્રિજ ક્રોસિંગ, રોપ ક્રોસિંગ વગેરે જેવી એક્ટિવિટીઝ થાય છે. આ ઉપરાંત એડવેન્ચરના શોખીનો માટે ઝિપ લાઇન પણ છે.
રિસોર્ટમાં અલગ અલગ સેલ્ફી પોઇન્ટ છે. રાતે ડીજેના તાલે ઝૂમવાની મજા આવશે. આ ઉપરાંત સ્વિમિંગ પુલમાં તમે ઇચ્છો તેટલીવાર એન્જોય કરી શકો છો. તો સ્વિમિંગ પુલની પાસે જ રેઇન ડાન્સની વ્યવસ્થા છે. જે તમને બીજા કોઇ રિસોર્ટમાં જોવા નહીં મળે. આ રિસોર્ટનો સ્ટાફ એકદમ મિલનસાર છે. સ્ટાફમાં આસપાસના ગામડાના જ લોકોને પ્રાથમિકતા આપવામાં આવી છે. તમને રિસોર્ટમાં બિલકુલ અગવડ ન પડે તેનું ધ્યાન અહીંનો સ્ટાફ રાખે છે.
રિસોર્ટ તરફથી તમને ટ્રેકિંગ પર લઇ જવામાં આવે છે. નજીકમાં તળાવ જોવા પણ તમને લઇ જવાશે. આ ઉપરાંત રિસોર્ટમાં ડાંગી નૃત્યનું આયોજન પણ કરવામાં આવે છે. એટલે તમને આદિવાસી સંસ્કૃતિથી પરીચિત થવાનો લાભ પણ મળે છે. રિસોર્ટમાં 20 જેટલો સ્ટાફ છે જેમાં આસપાસના ગામના આદિવાસીઓનો સમાવેશ થાય છે. એટલે તેમને રોજગારી પણ મળી રહી છે. રિસોર્ટના માલિકો પૈકીના એક અને અહીંનું કામકાજ સંભાળતા અશ્વિન હિરપરા સુરતના એક શિક્ષક છે અને તેમના કહેવા પ્રમાણે આદિવાસીઓને રોજગારી આપવા એટલે કે તેમને કાયમી કામ મળી રહે એ હેતુથી તેમણે આ રિસોર્ટને ગ્રામ્ય વિસ્તારમાં ઉભો કર્યો છે.
રિસોર્ટમાં જમવાની કવોલિટી A-1
રિસોર્ટના રેસ્ટોરન્ટમાં તમને દરરોજ અલગ-અલગ પ્રકારનું લંચ, ડીનર અને બ્રેક ફાસ્ટ કરાવવામાં આવે છે. અહીંનું જમવાનું એટલું સ્વાદિષ્ટ છે કે લોકો ખાસ જમવા માટે આ રિસોર્ટમાં રોકાવા માટે આવે છે. હું પણ અહીં જમ્યો છું અને મારો અનુભવ છે કે અહીંની ફૂડ ક્વોલિટી બેસ્ટ છે. હું ફેમિલી સાથે જમવા ગયો ત્યારે અમે લંચમાં સલાડ, રોટલી, પૂરી, અથાણું, કાંદા ભજીયા સાથે ચટણી, આલુ પુરી, કેરીનો રસ, પનીરનું શાક, કઠોળ, જીરા રાઇસ, દાલ ફ્રાય, છાશની મોજ માણી હતી. અહીં પંજાબી, ચાઇનીઝ, પીઝા પણ તમને અનકૂળતા અનુસાર મળે છે.
કેટલો ચાર્જ અને કેવી રીતે કરશો બુકિંગ
ટ્રિબોન્સ રિસોર્ટમાં વ્યક્તિ દીઠ ચાર્જ 2500 રૂપિયા છે જેમાં બ્રેક ફાસ્ટ, લંચ, હાઇ-ટી અને ડીનરનો સમાવેશ થાય છે. જો તમારે આ રિસોર્ટમાં રોકાવું હોય અને રૂમ ચાર્જિંસ અને સુવિધા વિશે વધારે જાણવું હોય તો મોબાઇલ નંબર- +91 9076 263 641, +91 9076 263 643 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.
આસપાસમાં જોવાલાયક જગ્યા
સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે. ગુજરાતનુ આ હિલસ્ટેશન વીકએંડ ગેટવે તરીકે જાણીતુ છે. સાપુતારા આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે જઇ શકાય પણ ત્યાં જવા માટેનો શ્રેષ્ઠ સમય માર્ચ અને નવેમ્બર મહિના વચ્ચેનો છે. ડુંગરાળ વિસ્તારને કારણે સાપુતારામાં રસ્તાઓ સર્પાકારે આવેલા છે. સાપુતારા હિલસ્ટેશન ખુબ જ સુંદર તળાવો, બગીચાઓ માટે પ્રખ્યાત છે.
તમે ચાર કિલોમીટર ઉપર સાપુતારામાં પેરાગ્લાઇડિંગ કરવા જઇ શકો છો. સાપુતારમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી પેરાગ્લાઇડિંગ કરી શકાય છે. અહીં એક વ્યક્તિનો ચાર્જ 2000 રૂપિયા છે જેમાં 5 થી 8 મિનિટ સુધી પેરાગ્લાઇડિંગ કરાવવામાં આવે છે.સાપુતારાનું સરોવર માનવસર્જીત છે અને તે અત્યંત આકર્ષક છે. તળાવની આસપાસ હોટેલ્સ, થીયેટર્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. સાપુતારામાં સરોવરોની સાથે બીજા અનેક જોવાલાયક સ્થળો છે તેમ તેની આસપાસ ૫૦ થી ૧૦૦ કિ.મી.ના અંતરે ગીરીમલ ધોધ, ડાંગ દરબાર, હાથગઢ કિલ્લો, સપ્તશ્રૃંગી દેવી મંદિર અને શબરીધામ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.
ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં સાપ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ગામડાઓમાં વસતા લોકો પ્રસંગોપાત સાપની પુજા કરે છે. સ્વયંભૂ અંકિત થયેલી સર્પની આકૃતિની પૂજા-અર્ચના કરીને અહીંનો સમાજ હોળી તથા અન્ય બધા જ પર્વોની ઉજવણી કરે છે. હોળીના સમયે ત્યાંના આદિવાસીઓનું નૃત્ય માણવાલાયક હોય છે. કુદરતની વાત કરીએ તો સાપુતારામાં સુર્યોદય અને સુર્યાસ્ત નયનરમ્ય હોય છે અને એ સમયે સુર્ય આપણી એકદમ નજીક આવી ગયો હોય એવું અદ્ભૂત દ્રશ્ય જોવા મળે છે. તો જો તમે અમદાવાદમાં કે વડોદરામાં રહો છો તો એકવાર ટ્રિબોન્સ રિસોર્ટની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો