જો તમને ટ્રાવેલ હેક્સની જરુરીયાત છે અને તમે અહીં આવી ગયા છો તો તમે વર્ચુઅલ દુનિયાના એકદમ યોગ્ય ઠેકાણે પહોંચી ચુક્યા છો.
આ સુજૉય અને શર્મિષ્ઠાની કહાની છે. એવું કપલ જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી એક મહાત્વાકાંક્ષી યાત્રા પર છે. બન્ને મળીને બધા 7 મહાદ્વીપોના 41 દેશોની યાત્રા કરી, જે પણ એકદમ બજેટમાં!
સુજૉય અને શર્મિષ્ઠા – ટ્રાવેલ હેકિંગના ઉસ્તાદોને મળો!
સુજૉય એક કેમિકલ એન્જિનિયર છે અને તેમણે ફાઇનાન્સમાં એમબીએ કર્યું છે. લગભગ 8 વર્ષ કોર્પોરેટ ફિલ્ડમાં અનુભવ લીધા બાદ તેઓ હવે પોતાનો બિઝનેસ કરી રહ્યા છે અને સાથે જ ફરવાને લઇને તેમના પેશનને પુરુ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના એક નાનકડા શહેરમાં જન્મેલા અને ત્યાં જ મોટા થયેલા સુજોય કહે છે કે ક્યારેક તેઓ ફક્ત એકવાર પ્લેનમાં મુસાફરી કરવાનું સપનું જોતા હતા. બીજી તરફ શર્મિષ્ઠા એક આટી એન્જિનિયર છે જે ગુડગાંવની એક પ્રતિષ્ઠિત ફર્મમાં કામ કરે છે. જ્યારે બન્ને દિવાના મળ્યા તો લગ્ન કરી લીધા. બન્ને સાથે મળીને દુનિયા જોવાનું પ્લાનિંગ કરી નાંખ્યું.
કપલે કહ્યું, "અમારી પાસે બજેટની એક મર્યાદા હતી અને યાત્રા કરવાનું ઝનુન હતું, એટલે અમે ઘણું સમજી વિચારીને પગલા ભરતા હતા જેથી યાત્રા પૂર્ણ કરી શકાય. સારી રીતે રીસર્ચની સાથે હોટલ, ક્રેડિટ કાર્ડ અને એરલાઇન્સ પોઇન્ટ્સનો બરોબર ઉપયોગ કરવાથી જ આ સંભવ હતું.
એર માઇલ્સ, હોટલમાં લૉયલ્ટી પોઇન્ટ્સ અને હવાઇ ભાડામાં છૂટ વગેરેનો ઉપયોગ કરીને કપલે કોઇ વધારાના ખર્ચ વગર તેની યાત્રા પૂરી કરી. તેમનું રિસર્ચ એટલું તગડું હતુ કે શાંઘાઇની યાત્રા કરતા હતા તો તેમને દરેક મેટ્રો સ્ટેશન વિશે ખબર હતી. હકીકતમાં યાત્રા કરતાં પહેલા તેમણે 3000 કલાકથી વધુનો સમય તગડું રિસર્ચ કર્યું હતું.
આશ્ચર્યની વાત તો એ છે કે આ માસ્ટર ટ્રાવેલ હેકર્સે ભારતથી સ્વિટ્ઝરલેન્ડ સુધીની બિઝનેસ ક્લાસની ટિકિટ ફક્ત ₹3100માં બુક કરી હતી.
માત્ર ₹156માં તેમણે ન્યૂયોર્કથી બ્યૂનસ એર્સ માટે ઉડાન ભરી. (ભલે તમે આને જુગાડ કહો)
ઇજિપ્તની યાત્રા દરમિયાન મેરિએટ હોટલમાં ચેક-ઇન કર્યું, જેની કિંમત તેમને પ્રતિ રાત ₹3,500ના હિસાબે થવાની હતી જે પહેલેથી ડિસ્કાઉન્ટવાળી રકમ હતી. પરંતુ કપલે મગજ દોડાવ્યું અને હોટલના પોઇન્ટનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું. એ જાણવાનું રસપ્રદ રહેશે કે ઘણી ચાલાકીથી કપલે દરેક દિવસે ચેકઇન અને ચેક આઉટ કર્યું. જેથી તેમની પાસે પોઇન્ટ જમા થયા અને દરેક હોટલ બુકિંગ માટે ₹1,000ની છૂટ પણ મળી ગઇ.
41 દેશોની મુસાફરી માટે જમા કર્યા માઇલ્સ
સુજોય અને શર્મિષ્ઠાના દોસ્ત આ અદ્ભુત યાત્રામાં તેમની સાથે બોર્ડિંગ પાસ અને માઇલ્સ શેર કરે છે. કેટલાક વરિષ્ઠ કર્મચારી દરેક યાત્રા પર 100,000 સુધીના ફ્રી માઇલ્સ મેળવે છે. આ કપલે દરેક ફ્રી માઇલ્સનો ઉપયોગ કર્યો અને આ રીતે 41 દેશોની યાત્રા કરી.
એરલાઇન્સ પૉલિસી લોકોને અન્ય લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરવાની પરવાનગી આપે છે. સુજોય અને શર્મિષ્ઠાએ આનો ભરપુર લાભ લીધો અને દોસ્તો તેમજ પરિવાર દ્ધારા જમા કરેલા પોઇન્ટ્સનો ઉપયોગ કરીને ટિકિટ બુક કરી, જે આમેય લેપ્સ જવાના હતા. સુજોયે એક ક્રેડિટ કાર્ડ માટે પણ અરજી કરી જેણે તેમને એર ઇન્ડિયા અને 20 અન્ય એરલાઇનો માટે લોયસ્ટી પોઇન્ટ્સ આપ્યા. એર ઇન્ડિયામાં ગોલ્ડ મેમ્બર તરીકે તેમને 25% બોનસ માઇલ્સ પણ મળ્યા.
ગમે તે કહો પણ યાત્રા રહી ગજબ!
શર્મિષ્ઠાએ કહ્યું, "અમારી એન્ટાર્કટિકા યાત્રામાં બરફના પહાડો, ન્યૂઝિલેન્ડમાં નાના અને સુંદર ટાપુઓ જોયા તો માસા મારા કેન્યામાં ફરતા ફરતા પ્રવાસી પ્રાણીઓને જોયા. આ યાત્રાની દરેક પળ અમારી સ્મૃતિમાં આજે પણ તાજા છે."
અન્ય ટ્રિપો
જુલાઇમાં સુજોયનો જન્મદિવસ હોય છે, હવે આ કપલ માલદીવ, વિયેતનામ અને કંબોડિયામાં એક દક્ષિણ એશિયાઇ ટૂર પર નીકળ્યા. તેમણે સ્પાઇસ જેટ કોચ્ચીથી માલે અને દિલ્હીથી કોચ્ચી સુધી ઇંડિગો પર રાહતદરે ટિકિટ બુક કરી. સસ્તી ટિકિટ મેળવવા તેમણે મહિનો પહેલા આ જગ્યાઓની ટિકિટ બુક કરી લીધી હતી. એર એશિયાની એક ઓફર હેઠળ તેમણે કોચ્ચીથી જકાર્તા અને નોમ પેન્હ માટે ઉડ્ડયન બુક કરી.
તો જો તમે પણ યાત્રાની યોજના બનાવી રહ્યા છો તો અહીં કપલે કેટલીક ટિપ્સ આપી છે:
- એડવાન્સ બુકિંગ કરવાથી યાત્રામાં વધારે ખર્ચ કરવો પડતો નથી.
- યોગ્ય ક્રેડિટ કાર્ડના ઉપયોગથી હોટલમાં વધારે પોઇન્ટ્સ મેળવી શકાય છે.
- દોસ્તો દ્ધારા જમા કરવામાં આવેલા પોઇન્ટ્સને ઉધાર તરીકે લો.
- એવી એરલાઇન્સમાં યાત્રા કરો જે એક સારા ગ્રુપ કે એલાયન્સનો હિસ્સો હોય.
- લોકલ ટ્રાન્સપોર્ટ માટે લોકલ બસોનો ઉપયોગ કરો. સારા અનુભવ માટે હોટલોના બદલે હોમસ્ટેની પસંદગી કરો.
- પોતાની યાત્રાની યોજના 8 થી 12 મહિના પહેલા બનાવી લો કારણ કે પ્રત્યેક યાત્રા પર ફ્લાયર પોઇન્ટવાળી કેટલીક સીટો ખાલી હોય છે.