
દિવસે ને દિવસે મારુ ફરવાનું બકેટ લિસ્ટ વધી રહ્યું છે. પરંતુ અફસોસ બેંક બેલેન્સ નથી વધી રહ્યું. એટલા માટે હું બજેટ ડેસ્ટિનેશનની શોધમાં રહું છું જ્યાં મને શાંતિની કેટલીક પળો વિતાવવા મળે અને એ વાતની ચિંતા ન રહે કે ફરીને આવ્યા બાદ પાછા કંગાળ ન થઇ જઇએ.
એટલા માટે કેટલાક રિસર્ચ પછી અને પોતાના અનુભવ બાદ મેં મારા કેટલાક પસંદગીના બજેટમાં ફરી શકાય તેવી જગ્યાનું લિસ્ટ બનાવી લીધું છે જ્યાં તમે ફક્ત 5000 રુપિયામાં વીકેંડ પસાર કરી શકો છો.
1. બિનસર
એક વાઇલ્ડલાઇફ સફારી પર જાઓ, સ્વાદિષ્ટ ખાવાનું ચાખો અને બસ આરામથી પહાડોમાં સમય પસાર કરો. આ બધુ તમે ઉત્તરાખંડના કુમાઉ પ્રદેશના પહાડોમાં વસેલા એક નાનકડા ગામમાં કરી શકો છો.
નજીકનું મેટ્રો શહેર: દિલ્હી (420 કિ.મી.)
બિનસર

કેવી રીતે જશો: બિનસર જવા માટે સૌથી સારી અને સસ્તી રીત બસ છે. કોઇ સીધી બસ નથી જતી પરંતુ નૈનીતાલ અને અલ્મોડાથી બસ મળશે. બસનું ભાડું લગભગ ₹1,000 છે.
ક્યાં રોકાશો: અહીં રહેવા માટે ઘણાં વિકલ્પ છે. રુમનું ભાડું ₹500 પ્રતિ રાતથી શરુ થઇને ₹10,000 પ્રતિ રાત સુધી જાય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹500 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ (લગભગ)
કુલ ખર્ચ: - વ્યક્તિ દીઠ 1,000 - ₹ 2,000, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે
2. મુક્તેશ્વર
જો આપને એડવેન્ચર ટ્રાવેલ પસંદ છે પરંતુ ફક્ત ઋષિકેશમાં જ સમેટાઇને નથી રહેવા માંગતા તો નજર દોડાવો મુક્તેશ્વર તરફ. રૉક-ક્લાઇમ્બિંગ, રેપલિંગ, પેરાગ્લાઇડિંગ અને આવી અનેક રોમાંચક યાત્રા માટે મુક્તેશ્વર જાઓ.
નજીકનું મેટ્રો શહેર: દિલ્હી (380 કિ.મી.)
મુક્તેશ્વર

કેવી રીતે જશો: સૌથી સરળ રસ્તો દિલ્હીથી કાઠગોદામ સુધી ટ્રેન અને ત્યાંથી મુક્તેશ્વર માટે બસ. ટ્રેન અને બસ મળીને કુલ ભાડું ₹700 થી ₹2,000 સુધી થઇ શકે છે.
ક્યાં રોકાશો: અહીં રહેવા માટે તમારે વ્યક્તિ દીઠ ₹500ની કિંમતે ઘણી હોટલ અને હૉસ્ટેલ મળી જશે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹800- ₹1,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹1,200 થી ₹ 3,600 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી ડિસેમ્બર અને માર્ચથી જુલાઇની વચ્ચે
3. વારાણસી
દુનિયાનું સૌથી જુનું શહેર વારાણસી દુનિયાના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું પણ એક છે. અહીંના અનોખા રહસ્યોને ઉકેલો, તેજસ્વી આરતીમાં સામેલ થાઓ અને કંઇક સ્વાદિષ્ટ પકવાન લઇને પોતાને વારાણસીના જાદુમાં ખોવાઇ જાઓ.
નજીકનું મેટ્રો શહેર: દિલ્હી (800 કિ.મી.)
વારાણસી

કેવી રીતે જશો: દિલ્હીથી વારાણસી પહોંચવાની સૌથી સસ્તી રીત ટ્રેન છે. ટિકિટની કિંમત એકબાજુની યાત્રા માટે 420થી શરુ થાય છે.
ક્યાં રોકાશો: વારાણસી બૅકપેકર્સ વચ્ચે એક લોકપ્રિય જગ્યા છે અને એટલા માટે અહીં ઘણી હોસ્ટેલ બનેલી છે. જ્યાં એક રાતનું ભાડું ₹150 થી શરુ થાય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹500- ₹700 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹200 થી ₹ 1,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચની વચ્ચે
4. અમૃતસર
શિખોના પવિત્ર શહેર, અમૃતસરમાં કરવા માટે ઘણું છે. જલિયાંવાલા બાગ અને વાઘા બોર્ડર જેવી ઐતિહાસિક જગ્યા જુઓ અને આ સુંદર શહેરમાં દિલથી બનેલા સ્વાદિષ્ટ ખાવાનો સ્વાદ ચાખો.
નજીકનું મેટ્રો શહેર: દિલ્હી (450 કિ.મી.)
અમૃતસર

કેવી રીતે જશો: દિલ્હીથી અમૃતસર માટે બસ એ અહીં પહોંચવાનું સૌથી સસ્તુ સાધન છે. 8 કલાકની બસ યાત્રા માટે ₹500 ટિકિટના થશે. ટ્રેન પણ સસ્તી છે. 6 કલાકની એક-તરફી ટ્રેન યાત્રાનો ખર્ચ લગભગ ₹600 છે.
ક્યાં રોકાશો: અમૃતસરમાં બજેટમાં રોકાવા માટે ઘણાં વિકલ્પ છે, જ્યાં એક રાત રહેવાનું ભાડું ₹500 પ્રતિ વ્યક્તિથી શરુ થાય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹500- ₹800 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ કિંમત: ₹1,200 થી ₹ 2,500 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી એપ્રિલની વચ્ચે
5. જયપુર
આતિથ્ય, ભોજન, ખરીદારી અને રંગીન સંસ્કૃતિની સાથે રાજસ્થાનના દિલ અને આત્માનો અનુભવ કરો. પ્રાચીન રંગીન સ્મારકો અને રાજપુતાના ઇતિહાસ અંગે જાણો અને રાજસ્થાનના રંગમાં રંગાઇ જાઓ.
નજીકનું મેટ્રો શહેર: દિલ્હી (270 કિ.મી.)
જયપુર

કેવી રીતે જશો: જયપુર જવા માટે બસ સૌથી ઝડપી અને સૌથી સસ્તુ સાધન છે. 5 કલાકની બસ યાત્રાનો ખર્ચ ₹300 થી ₹800ની વચ્ચે હોય છે.
ક્યાં રોકાશો: જયપુરમાં હૉસ્ટેલ ₹500 પ્રતિ રાત થી શરુ થાય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹500- ₹1,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹1,000- ₹3,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચની વચ્ચે
6. સરિસ્કા
રાજસ્થાની ઠાઠમાઠ અને વિવિધ વન્યજીવનને ભેગું કરો તો તમને દિલ્હીથી થોડાક જ કલાકોમાં એક સુંદર શહેર સરિસ્કા મળી જાય છે. અહીં થોડાક દિવસો આરામથી પસાર કરો.
નજીકનું મેટ્રો શહેર: દિલ્હી (270 કિ.મી.)
સરિસ્કા રાષ્ટ્રીય ઉદ્યાન

કેવી રીતે જશો: દિલ્હીથી સરિસ્કા માટે કોઇ સીધી ટ્રેન કે બસ નથી. તો તમારે અલવર માટે એક ટ્રેન કે બસ પકડવી પડશે. જે સરિસ્કાથી 37 કિ.મી. દૂર છે. તમે અલવરથી સરિસ્કા માટે સરળતાથી બસ કરી શકો છો. કુલ ખર્ચ લગભગ ₹200 ટ્રેનથી અને ₹300 બસથી છે.
ક્યાં રોકાશો: અલવરમાં રહેવાના ઘણાં વિકલ્પ છે. અહીં પ્રતિ રાતનું ભાડું ₹500 જેટલું ઓછું હોય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹600 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹1,100- ₹2,500 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચની વચ્ચે
7. ઉદેપુર
તળાવો અને મહેલોનું શહેર, ઉદેપુર જોવાલાયક છે. અહીં રંગીન અને સમૃદ્ધ સંસ્કૃતિ જોવા મળે છે.
નજીકનું મેટ્રો શહેર: દિલ્હી (650 કિ.મી.)
ઉદેપુર

કેવી રીતે જશો: દિલ્હી થી ઉદેપુર સુધીની 11 કલાકની એક તરફી ટ્રેન યાત્રા લગભગ ₹400 પ્રતિ વ્યક્તિથી શરુ થાય છે. જ્યારે 13 કલાકની બસ યાત્રા લગભગ ₹600 પ્રતિ વ્યક્તિથી શરુ થાય છે.
ક્યાં રોકાશો: ઉદેપુરમાં રોકાવા માટે તમને અહીં ઘણાં વિકલ્પ મળી જશે. અહીં તમે 800 રુપિયા પ્રતિ રાત, પ્રતિ વ્યક્તિની કિંમતે હોટલમાં ફેરવાઇ ગયેલી હવેલીઓમાં રહી શકો છો.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹500 થી ₹ 1,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹800 થી ₹ 3,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી ફેબ્રુઆરી
8. દમણ અને દીવ
ગુજરાતીઓને વીકેન્ડ મનાવવા માટે આ બે ફેવરીટ જગ્યાઓ છે. સુંદર સમુદ્ર કિનારો, આકર્ષક દ્રશ્યો અને સસ્તી શરાબ-આ ત્રણ ચીજો તમારા પરફેક્ટ વીકેન્ડ માટે જોઇએ જે બધુ જ તમને અહીં મળશે.
નજીકનું મેટ્રો શહેર: મુંબઇ (દમણથી 180 કિ.મી.)
દમણ

કેવી રીતે જશો: દમણ અને દીવ જવા માટે સસ્તી મુસાફરી બસની છે. બસનું ભાડું દમણ માટે લગભગ ₹200 અને દીવ માટે ₹500થી શરુ થાય છે.
ક્યાં રોકાશો: એક વ્યક્તિ માટે રાતનું ભાડું ₹450 થી શરુ થાય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹250 થી ₹ 700 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹800 થી ₹3,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચની વચ્ચે
9. હમ્પી
ઇતિહાસના શોખીનો માટે હમ્પી એક જન્નત છે. આ જગ્યા તમને ઇતિહાસના કોઇ પુસ્તકમાં લઇ જાય છે. પ્રાચીન રાજ્યોના ખંડેરોથી ભરેલી આ જગ્યા પર એક આકર્ષણ છે જે બેજોડ છે.
નજીકનું મેટ્રો શહેર: બેંગ્લોર (352 કિ.મી.)

કેવી રીતે જશો: મુખ્ય પરિવહન બેંગ્લોરથી હોસપેટથી જોડે છે, જે હમ્પીથી 12 કિ.મી. દૂર એક શહેર છે. હોસપેટથી તમે હમ્પી માટે બસ કે ઑટો કરી શકો છો. સૌથી સસ્તી રીત બેંગ્લોરથી હોસપેટ સુધી ટ્રેન અને પછી એક બસ. 7 કલાકની સવારનો ખર્ચ ₹250થી શરુ થાય છે. જ્યારે 5 કલાકની બસની સવારીનું ભાડું ₹580થી શરુ થાય છે.
ક્યાં રોકાશો: હૉસ્ટેલ ₹650 પ્રતિ રાતથી શરુ થાય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹400 થી ₹1,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹1,200 થી ₹ 3,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચની વચ્ચે
10. કન્યાકુમારી
ભારતનું સૌથી દક્ષિણનો કિનારો, કન્યાકુમારી પ્રાચીન પ્રાકૃતિક સૌદર્ય અને આધ્યાત્મિક ઉત્સાહનું યોગ્ય મિશ્રણ છે. જો તમે હિંદ મહાસાગરની સુંદરતાને થોડોક સમય નિહાળવા માંગો છો તો અહીં જરુર જાઓ.
નજીકનું મેટ્રો શહેર: બેંગ્લોર (665 કિ.મી.)
કન્યાકુમારી

કેવી રીતે જશો: બેંગ્લોરથી કન્યાકુમારી પહોંચવા માટે સૌથી સસ્તી બસ જ છે. 13 કલાકની બસ યાત્રા માટે ભાડું ₹749થી શરુ થાય છે. બેંગ્લોરથી કન્યાકુમારી સુધી ટ્રેન પણ ચાલે છે અને 19 કલાકની યાત્રાનું ભાડું ₹450થી શરુ થાય છે.
ક્યાં રોકાશો: પ્રતિ રાત, પ્રતિ વ્યક્તિ ₹700ના હિસાબે હોટલનું ભાડું શરુ થાય છે.
ખાવાનું અને અન્ય ખર્ચ: ₹800 થી ₹1200 પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિવસ
કુલ ખર્ચ: ₹1,500- ₹3,000 પ્રતિ વ્યક્તિ, પ્રતિ રાત
ફરવાનો સૌથી સારો સમય: ઓક્ટોબરથી માર્ચની વચ્ચે