ભારત દેશના ખૂણે ખૂણામાં કુદરતી સુંદરતા ફેલાયેલી છે અને તે જોવા માટે દરેક દેશના લોકો દર વર્ષે અહી આવે છે. આમ તો ભારત દેશના દરેક રાજ્ય પોતાના ઈતિહાસ, સુંદરતા અને ખાણીપીણીથી સમૃદ્ધ છે પરંતુ અમુક ફરવાલાયક સ્થળ એવા છે કે જે હમેશા એવરગ્રીન રહે છે. આવા પ્રવાસીય સ્થળ પર્યટકો ને ખુબજ પસંદ આવે છે અને આવી જગ્યાએ આવવાનો ક્રેઝ ક્યારેય ઓછો નથી થતો. તમે આ પર્યટન સ્થળોનો ક્રેઝ એ હકીકત દ્વારા પણ જાણી શકો છો કે તે હંમેશા ગૂગલ સર્ચ પર દેશના ટોપ ટેનમાં જ હોય છે. તો આજે હું તમને એવા જ એવરગ્રીન સ્થળ વિષે જણાવીશ જ્યાં યાત્રા કરવાથી તમારી યાત્રાનો આનંદ વધારે યાદગાર બની જશે. તો આવો જાણીએ એ ખાસ સ્થળો કયા છે.
લીલાછમ મેદાનોના ઠંડકની અનોખી અનુભૂતિ લેંસડાઉન
ઉતરાખંડનું આ પર્યટન સ્થળ ઓફબીટ સ્થળોની યાદીમાં ટોચ પર છે. અહીની મનને મોહી લે તેવી વાદીઓમાં મળતી શાંતિ દરેક પ્રવાસીનો થાક એક મીનીટમાં જ દુર કરી દે છે. એજ કારણ છે કે શહેરની ભાગદોડ થી દુર લોકો અહી થોડોક સમય પસાર કરે છે. ઉતરાખંડના પૌડી ગઢવાલ જીલ્લામાં વસેલું લેન્સડાઉન એક છાવણી શહેર છે. સમુદ્રની સપાટીથી તેની ઉંચાઈ ૧૭૦૬ મીટર છે. અહીની કુદરતી સુંદરતા મંત્રમુગ્ધ કરે તેવી છે. અહીનું વાતાવરણ આખું વર્ષ ખુશનુમા રહે છે. ચારેબાજુ ફેલાયેલી હરિયાળી તમને એક અલગ જ દુનિયાનો અહેસાસ કરાવે છે. વાસ્તવમાં આ સ્થળને અંગ્રેજોએ પર્વતો કાપીને બનાવ્યું હતું. લેન્સડાઉનની ખીણો વાદળોથી ઢંકાયેલી હોય છે. એ જોઇને એવું લાગે છે કે જાણે તમે વાદળોના શહેરમાં આવી ગયા હોવ. દિલ્હીથી આ હિલ સ્ટેશન ઘણું નજીક છે. તમે ૫-૬ કલાકમાં લેન્સ્ડાઉન પહોચી શકો છો. જો તમે બાઈકથી લેન્સ્ડાઉન જવાની યોજના બનાવી રહ્યા છો તો તમે દિલ્હીથી આનંદવિહાર થઈને ઉતરપ્રદેશમાં પ્રવેશ્યા પછી, મેરઠ, બિજનૌર અને કોટદ્વાર થઈને લેન્સડાઉન પહોચી શકો છો.
દાર્જીલિંગના બગીચા
ચા ના બગીચા માટે પ્રખ્યાત દાર્જીલિંગનું નામ તો તમે ઘણી વખત સાંભળ્યું હશે પણ અહીની સુંદરતાને નજીકથી જોવી એ કોઈ ટ્રીટથી ઓછું નથી. પશ્ચિમ બંગાળમાં વસેલું દાર્જીલિંગ ખુબજ સુંદર પર્યટક સ્થળ છે. અહીની સુંદરતા તમને પોતાના બનાવી લેશે. મારો વિશ્વાસ કરો, આંખોને આરામ આપતો અહીનો સુંદર નજારો જોઇને તમારું મન નહિ ભરાય. અહીની દિલને સ્પર્શી જાય એવી ખીણો જોઇને તમે ત્યાં જ અટકી જશો. અહીના દ્રશ્યો પ્રવાસીઓને મોહિત કરી દે છે. આકાશને સ્પર્શતી લીલી ટેકરીઓ અને હવામાં તરતા વાદળો આ પર્યટક સ્થળને પ્રવાસીઓનું પ્રિય સ્થળ બનાવી રાખ્યું છે. જો તમે પણ અહીંની કુદરતી સુંદરતા જોવા માંગો છો તો દાર્જીલિંગની વાદીઓ તમારી રાહ જોઈ રહ્યું છે. શાંતિ અને કુદરતી સુંદરતાની સાથે સાથે દાર્જીલિંગમાં બીજું ઘણું બધું જોવા જેવું છે. તમે પણ આ જગ્યાની સુંદરતાને નજીકથી જોવા માંગો છો તો અહીંના પ્રવાસની યોજના જરૂરથી બનાવજો.
પહાડોની ઓળખ નૈનીતાલ
સુંદર પર્વતોની ખીણોમાં વસેલું નૈનીતાલ હંમેશાથી એક પ્રખ્યાત ફરવાલાયક સ્થળ રહ્યું છે. અહીના ઊંચા અને સુંદર પહાડ, તળાવો, મંદિર અને ચારે બાજુ ફેલાયેલી હરિયાળી તમને નૈનીતાલના દીવાના બનાવી દેશે. તેને તળાવોનું શહેર પણ કહે છે. તમે રોજબરોજના ઘોંઘાટથી પરેશાન છો અને થોડા દિવસો માટે આ બધાથી દુર રહેવા માંગતા હોવ તો તમારા માટે નૈનીતાલ શ્રેષ્ઠ વિકલ્પ છે. પર્વત પર વસેલા આ શહેર માં આખુ વર્ષ પ્રવાસીઓની ભીડ હોય છે. ભારતના પ્રવાસીઓમાં પણ આ સ્થળનો અલગ જ ક્રેઝ છે. સાથે સાથે વિદેશી પ્રવાસીઓ પણ અહી ફરવા આવે છે.
ઉદેપુર શાહી ભવ્યતાનું શહેર
ઉદેપુર એક ખુબજ સુંદર પર્યટન સ્થળ છે અને તે તેના ઈતિહાસ, સંસ્કૃતિ, જોવાલાયક સ્થળો અને રાજપૂત યુગના મહેલો માટે જાણીતું છે. પોતાની અત્યાધુનિક તળાવ વ્યવસ્થાને કરને તે સરોવરના શહેર તરીકે પ્રખ્યાત છે. શહેરની ચારેબાજુ સાત સરોવર છે. વિશ્વ ભ્રમણ કરવાના શોખીનો માટે ઉદેપુરની યાત્રા તેના પસંદગીના સ્થળોમાંનું એક છે અને એટલે તેને 2018માં એશિયામાં નંબર 1 શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. રાજસી ઠાઠમાઠ અને સરોવરનું શહેર ઉદેપુર હંમેશાથી પ્રવાસીઓને અહીંની ભવ્યતા અને શાહી અંદાજના કારણે ખેંચીને લાવે છે. અહીંના મહેલ અને રાજસ્થાની ભોજનનું આકર્ષણ પર્યટકોને અહીં આવવા માટે વાંરવાર મજબૂર કરે છે. વિદેશ જ નહીં દેશના લોકો પણ દરેક મોસમમાં અહીં ફરવા આવતા રહે છે. ખાસ કરીને ચોમાસુ અને શિયાળામાં અહીંની મજા જ કંઇક અલગ હોય છે.
હળવાશનું બીજુ નામ એટલે ગોવા
ગોવા પોતાના મનમોહક સમુદ્ર કિનારા માટે જાણીતું છે. ચમકતી રેતી, આકાશ આંબતા નાળિયેરના ઝાડ, મોટી-મોટી સમુદ્રી લહેરો અને શાનદાર સી-ફૂડ, બસ ગોવાનું નામ લેતા જ આંખોમાં આ બધુ આવી જાય છે. દેશનો આ ખૂણો વિદેશી અને દેશી એમ બન્ને પ્રકારના પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બનેલું છે. અહીં પર્યટક કોઇ પણ ઋતુમાં આવવાનું પસંદ કરે છે. નવા વર્ષમાં સેલિબ્રેશન પર અહીંનો અંદાજ જ કંઇક અલગ હોય છે. ગોવામાં સુંદર દરિયાકિનારા ઉપરાંત ફરવા લાયક પર્યટન સ્થળ, કિલ્લા, ઝરણા, જંગલ, ચર્ચ, મંદિર, આઇલેન્ડ વગેરે તમે જોઇ શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો