જો તમે હજી સુધી કન્યાકુમારીની મુલાકાત લીધી નથી, તો આ વખતે અહીંની મુલાકાત જરુર લો. ખરેખર, કન્યાકુમારીની સુંદરતા તમારા તન-મનને મંત્રમુગ્ધ કરી દેશે, અહીં પર્યટકોને જોવા માટે ઘણીબધી જગ્યાઓ છે. કન્યાકુમારી દેશનો અંતિમ છેડો છે, પરંતુ તે પ્રવાસનની દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. તમિલનાડુમાં સ્થિત આ દરિયાકાંઠાના શહેરમાં પહોંચવા માટે પ્રવાસીઓએ ત્રિવેન્દ્રમ એરપોર્ટ જવું પડે છે. કન્યાકુમારીનું પોતાનું રેલ્વે સ્ટેશન છે જેનું નામ કન્યાકુમારી રેલ્વે સ્ટેશન છે, જે ભારતના મોટા ભાગના મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
કન્યાકુમારીમાં જોવાલાયક સ્થળો
1. વિવેકાનંદ રોક મેમોરિયલ
વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારીનું ખૂબ જ સારું અને સુંદર પર્યટન સ્થળ છે. વિવેકાનંદ રોક મેમોરિયલનું નિર્માણ સ્વામી વિવેકાનંદના માનમાં કરવામાં આવ્યું છે જે હિંદ મહાસાગરની થોડેક અંદર છે જ્યાં પહોંચવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ વિવેકાનંદ રોક મેમોરિયલની અંદર સ્વામી વિવેકાનંદના જીવનને ઊંડાણપૂર્વક સમજી શકાય છે. આ વિવેકાનંદ રોક મેમોરિયલ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ખૂબ જ સુંદર લાગે છે. તે પ્રાચીન લાલ પથ્થર અને આરસના પથ્થરો દ્વારા બનાવવામાં આવ્યું છે. તે કન્યાકુમારીનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ છે.
2. તિરુવલ્લુવર મૂર્તિ
તિરુવલ્લુવરની પ્રતિમા કન્યાકુમારીમાં એક સારું પર્યટન સ્થળ ગણાય છે જે વિવેકાનંદ રોક મેમોરિયલની નજીક આવેલું છે. આ તિરુવલ્લુવરની મૂર્તિની ઉંચાઈ 135 ફૂટ છે, જે 40 ફૂટ ઊંચી શિલા પર ઊભી છે. જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે.
અહીં તમને ફૂલોના છોડ અને કુદરતી સૌંદર્ય પણ જોવા મળશે. જે આ તિરુવલ્લુવર મૂર્તિની સુંદરતામાં વધારો કરે છે. તમે આ તિરુવલ્લુવરની મૂર્તિને દૂરથી પણ સરળતાથી જોઈ શકો છો. આ તિરુવલ્લુવર પ્રતિમા કન્યાકુમારીની સૌથી ઊંચી પ્રતિમા છે અને મોટી સંખ્યામાં લોકો તેની મુલાકાત લે છે.
3. ગાંધી મંડપમ
ગાંધી મંડપમ એ કન્યાકુમારીમાં મહાત્મા ગાંધીને સમર્પિત પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે. મહાત્મા ગાંધીની અસ્થિઓ અહીં રાખવામાં આવી છે. આ મંડપને ખૂબ જ સુંદર અને અદ્ભુત રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ગાંધી મંડપની છતની ડિઝાઇન અદ્ભુત રીતે બનાવવામાં આવી છે. જ્યારે 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીનો જન્મદિવસ હોય છે, ત્યારે સૂર્યના કિરણો સીધા રાખ પર પડે છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.
4. થિરપરાપ્પુ વોટરફોલ
થિરપરાપ્પુ વોટરફોલ કન્યાકુમારીમાં આવેલો ખૂબ જ સુંદર માનવ નિર્મિત ધોધ છે. થિરપરાપ્પુ વોટરફોલથી 60 ફૂટ નીચે પાણી ધોધના રૂપમાં નીચે આવે છે. જ્યાં તમે સ્નાન કરી શકો છો અને બોટિંગ પણ કરી શકો છો.
અહીંની પ્રાકૃતિક સુંદરતા આ થિરપરાપ્પુ વોટરફોલને વધુ સુંદર બનાવે છે. આ સાથે જ અહીં ભગવાન શિવનું એક નાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં લોકો પોતાની આસ્થા અનુસાર દર્શન કરવા જાય છે.
5. કન્યાકુમારી બીચ
જો તમે દરિયા કિનારે ફરવાનું પસંદ કરો છો, તો કન્યાકુમારીનો આ બીચ તમારા માટે ખૂબ જ સારી જગ્યા છે. આ એક અદ્ભુત બીચ છે કારણ કે આ બીચ પર ત્રણ મોટા મહાસાગરો જેવા કે અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળની ખાડીનો સંગમ થાય છે.
આ ત્રણેય મહાસાગરોનું પાણી એક જ જગ્યાએ જોવા મળે છે, છતાં આ મહાસાગરોના પાણીનો રંગ અલગ-અલગ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે કન્યાકુમારી બીચ ખૂબ જ સુંદર લાગે છે.
6. સુનામી મેમોરિયલ
સુનામી મેમોરિયલ કન્યાકુમારીનું ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે. આ સુનામી મેમોરિયલ 26 જાન્યુઆરી 2004ના રોજ આવેલા વિનાશક ભૂકંપને કારણે જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવ્યું છે. તેમાં બે ખૂબ જ સુંદર હાથ બનાવાયા છે જેમાં એક હાથે આ વિનાશક ભૂકંપના કારણે જીવ ગુમાવનારા લોકોની યાદમાં દીવો પ્રગટાવતો બતાવવામાં આવ્યા છે.
બીજો હાથ સુનામીના મોજાને રોકતા દર્શાવાયા છે. તેથી તે જોવામાં ખુબ જ સુંદર લાગે છે, તેથી મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.
7. અવર લેડી ઓફ રેન્સમ ચર્ચ
અવર લેડી ઓફ રેન્સમ ચર્ચ કન્યાકુમારીમાં એક પ્રખ્યાત ચર્ચ છે. આ સૌથી જૂનું કેથોલિક ચર્ચ છે જ્યાં દિવાલો પર શિષ્યોની છબીઓ, મધર મેરીના રાજ્યાભિષેક વગેરેની સુંદર કોતરણી કરવામાં આવી છે, જે ખૂબ જ સુંદર લાગે છે.
આ ચર્ચના ઉપરના ભાગમાં એક સોનાનો ક્રોસ છે, જ્યાં દર વર્ષે 10 દિવસ સુધી એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, આ કાર્યક્રમમાં આ ચર્ચને ચારેએ રોશનીથી શણગારવામાં આવે છે, જે ખૂબ જ સુંદર લાગે છે, જેના કારણે આ ઇવેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે.
8. પદ્મનાભપુરમ પેલેસ
પદ્મનાભપુરમ પેલેસ કન્યાકુમારીના ખૂબ જ સુંદર મહેલોમાંથી એક છે. આ મહેલ 7 એકરમાં ફેલાયેલો ભવ્ય મહેલ છે. આ પદ્મનાભપુરમ મહેલનું નિર્માણ ત્રાવણકોર રાજવંશ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલની અંદર ભૂતકાળનો વિશાળ ફાનસ છે અને આ મહેલની અંદર દેવી સરસ્વતીનું મંદિર છે.
પદ્મનાભપુરમ મહેલ લાકડાથી બનાવવામાં આવ્યો છે, જે ઘણો જ સરસ દેખાય છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેને જોવા માટે આવે છે.
9. ભારત માતા મંદિર
કન્યાકુમારીમાં ભારત માતાનું મંદિર ખૂબ જ સારું ધાર્મિક સ્થળ ગણાય છે. જે ભારત માતાને સમર્પિત છે. આ સાથે અહીં રામાયણ મંદિર પણ બનેલું છે, જેના મુખ્ય દ્વાર પર હનુમાનજીની ખૂબ ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે.
જે લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આ સાથે લાકડાની પેનલ પર રામાયણનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા કારણોસર લોકો અહીં ફરવા આવે છે.
10. કન્યાકુમારી મંદિર
કન્યાકુમારી મંદિર આ શહેરનું મુખ્ય આકર્ષણ છે. તેને કન્યાકુમારી ભગવતીઅમ્ન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કુમારી અમ્મન મંદિર મૂળરૂપે 8મી સદીમાં પંડ્યા વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. બાદમાં ચોલા, વિજયનગર અને નાયક શાસકો દ્વારા તેનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. દંતકથાઓ અનુસાર, દેવી કન્યાકુમારી અને ભગવાન શિવ વચ્ચે લગ્ન થયા નહોતા, જેના પરિણામે દેવીએ કુંવારી રહેવાનું નક્કી કર્યું. એવું માનવામાં આવે છે કે લગ્ન માટેના ચોખા અને અનાજને રાંધ્યા વિના છોડી દેવામાં આવ્યા હતા અને તે પથ્થરમાં ફેરવાઈ ગયા હતા. અનાજના દાણા જેવા પથ્થરો આજે પણ અહીં જોવા મળે છે.
11. તિરુચેન્દુર મંદિર
તિરુચેન્દુર અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિર કન્યાકુમારીથી લગભગ 80 કિમી, તિરુનેલવેલીથી 60 કિમી અને તુતીકોરિનથી 40 કિમી દૂર તિરુચેન્દુર શહેરમાં આવેલું છે. આ મંદિર ભગવાન મુરુગનનું બીજું નિવાસસ્થાન છે. તિરુચેન્દુરનું મુરુગન મંદિર ચંદના ટેકરી તરીકે ઓળખાતી ટેકરીની ટોચ પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે ભગવાન મુરુગને સૂરપદ્મ નામના રાક્ષસને હરાવીને આ સ્થાન પર ભગવાન શિવની પૂજા કરી હતી.
12. ઓલાકારુવી ધોધ
ઓલાકુરુવી ધોધ તિરુવનંતપુરમથી લગભગ 80 કિમી, નાગરકોઈલથી 39 કિમી અને કન્યાકુમારીથી 20 કિમીના અંતરે આવેલો છે. ઓલકારુવી ધોધ પશ્ચિમ ઘાટમાં એક પહાડની મધ્યમાં આવેલો છે. તળેટીમાંથી ખડકાળ જંગલ વિસ્તારમાંથી એક કલાકની ટ્રેકિંગ દ્વારા અહીં પહોંચી શકાય છે. આ ધોધમાં બીજા બે નાના ધોધ છે. એક ધોધ લગભગ 200 મીટરની ઊંચાઈએ એક પર્વત પર આવેલો છે જ્યારે બીજો ધોધ નીચે આવેલો છે. આ એક ખૂબ જ લોકપ્રિય પિકનિક સ્પોટ છે. જો તમે કન્યાકુમારીની જાઓ તો આ જગ્યાએ ચોક્કસ જજો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો