થાઇલેન્ડ ભારતીય પર્યટકોમાં કેટલું પસંદ કરવામાં આવે છે, તેનું કદાચ વર્ણન કરવાની પણ જરુર નથી કારણ કે તે કદાચ શોખીન ટ્રાવેલર હોય કે પછી હોય દર મહિને ફરનારા મુસાફર, દરેકના લિસ્ટમાં થાઇલેન્ડનું નામ તો જરુર આવશે જ.
થાઇલેન્ડનો ઇતિહાસ
થાઇલેન્ડમાં, ફુનાનના રાજાએ અંકોર વાટને પોતાની રાજધાની પસંદ કરી. ત્યાર બાદ વારો આવ્યો ખ્મેરના રાજાની. આ બન્ને વાસ્તવિક સલ્તનત હતી. જેણે આ ધરતી પર વર્ષો સુધી રાજ કર્યું.
ત્યાર બાદ પાગાને રાજ છિનવી લીધું ત્યાર બાદ એક મોટુ સામ્રાજ્ય આવ્યું અયુથ્યા, જે ઇસ.1500ની વચ્ચે છે. તેણે પોર્ટુગીઝોની સાથે વેપાર સ્થાપિત કર્યું. પછી આગળની સ્ટોરી વિશ્વ યુદ્ધની છે જેની જાણકારી તમને પહેલેથી છે.
થાઇલેન્ડમાં ક્યાં ફરશો
થાઇલેન્ડમાં મોટાભાગના એશિયાઇ લોકો થાઇલેન્ડમાં બેંગકોક, ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પાકૃતિક જગ્યાએ જઇએ છીએ. તો પશ્ચિમી દેશોના લોકો બીજા આઇલેન્ડ અને બીચો પર પણ નીકળે છે.
1. બેંગકૉક
થાઇલેન્ડની રાજધાની ક્યારેય સૂતી નથી. કામ પર જતા લોકો, બોનીના જુગાડમાં લાગેલા દુકાનદાર, બધુ દરેક સમયે થતુ દેખાશે. જેટલું સ્વાદિષ્ટ છે અહીંનું સ્ટ્રીટ ફૂડ એટલી જ જોવાલાયક હોય છે અહીંની નાઇટલાઇફ.
પોતાના શોપિંગ માટે બેંગકોક દુનિયામાં ફેમસ છે. ચાટુચક વીકેન્ડ માર્કેટ દુનિયાનું સૌથી મોટું બજાર છે, અહીં ન ગયા તો બધુ જ બેકાર. ચાઉ ફ્રાયા નદી અને ઓર્ચિડ નદી પર ક્રૂઝની મજા તમને અનુભવી ટ્રાવેલર બનાવી દે છે.
ભગવાન બુદ્ધના મંદિરમાં શાંતિ મેળવો. થાઇ કલા અને વાસ્તુ જોવાનું હોય તો જિમ થોમ્પસન હાઉસ જઇ શકો છો.
બનયાન ટ્રી હોટલના 61માં ફ્લોર પર મૂન બાર છે. આકાશને આંબતા અને સંપૂર્ણ રીતે ખુલેલુ આ બાર શરાબ પીવાનો અહેસાસ આપે છે, આત્માને તૃપ્ત કરે છે.
2. હુઆ હિન
થાઇલેન્ડનો દેસી રંગ જોવો છે તો હુઆ હિન સૌથી યોગ્ય જગ્યા છે. હુઆ હિનનો સેન્ડી બીચ 8 કિ.મી. લાંબો છે. અહીંના ચોપસ્ટીક પહાડી, અંકોર વાટ અને નાઇટ માર્કેટ ફરવાનું ન ભૂલો.
આ સાથે જ ફ્લોટિંગ માર્કેટ છોડવાનો અર્થ ટ્રેનના છુટવા જેવો છે. ચૈ એમ રિસોર્ટ એરિયા પણ ફરો.
3. ખાઓ યાઇ રાષ્ટ્રીય પાર્ક
દુનિયાભરના વન્યજીવ જોવા માટે સૌથી યોગ્ય જગ્યા છે ખાઓ યાઇ રાષ્ટ્રીય પાર્ક. અહીં તમને એશિયન હાથી મળશે, મોટા મોટા અજગર મળશે. ગિબન મકાઉ અને ભાલૂ પણ મળશે. ફક્ત તમારુ નસીબ થોડુક સારુ હોવું જોઇએ.
4. રૈલે
રૈલે વાસ્તવિક રુપે આઇલેન્ડ નથી, પરંતુ ફક્ત બોટથી જ જઇ શકો છો તમે, તો આઇલેન્ડ બોલવામાં શું છે. થાઇલેન્ડના કાબ્રી વિસ્તારમાં વસેલું રૈલે પર્વતારોહકો માટે પરફેક્ટ છે.
અહીં જંગલમાં આંટો પણ મારી શકો છો. ડાયમંડ ગુફા, પ્રિન્સેસ ગુફા પણ જુઓ.
5. અયુથ્યા
જો ઐતિહાસિક જગ્યાઓના શોખીન છો તો અયુથ્યાથી વધુ સારી કોઇ જગ્યા નથી. ઇતિહાસ તમારી આંખો આગળ બનતો અને બગડતો મળશે અહીં.
થાઇલેન્ડની આ જગ્યા 1350માં શોધવામાં આવી હતી જેને અઢારમી સદીમાં મ્યાનમારના લોકોએ ખેદાન-મેદાન કરી નાંખી. ભગવાન બુદ્ધની મૂર્તિઓ, સૂતેલી, ધ્યાન મગ્ન અને માથા વગરની ખંડિત મૂર્તિઓ પણ મળે છે. $7માં તમને અહીં એન્ટ્રી મળે છે, બસ એક આઇડી કાર્ડની સાથે ફરો. વૃક્ષની વચ્ચેથી દેખાતા ભગવાન બુદ્ધ, ભગવાન બુદ્ધની સોનેરી મૂર્તિ અને અન્ય પ્રસિદ્ધ મૂર્તિઓ જોવાલાયક છે.
6. ફુકેત
થાઇલેન્ડમાં બેંગકોક પછી ફુકેત શહેર છે જે પ્રવાસીઓની બધી ઇચ્છાઓ પુરી કરે છે. રહેવાનું, ખાવાનું, નાઇટલાઇફ બધુ જ એક એકથી ચઢિયાતું. પાર્ટીઓ માટે સૌથી પ્રસિદ્ધ પટોંગની લાઇફ દક્ષિણ એશિયામાં બેસ્ટ છે.
દુકાનો અને નાઇટલાઇફ ઉપરાંત બીજી ચીજો પણ અહીં જોવા મળશે, જેમકે મેંગ્રોંવના જંગલ, માછલી બજાર અને રાષ્ટ્રીય પાર્ક
આ ઉપરાંત, પાણીની બધી રમતો પણ અહીં જોવા મળશે. જેમ કે ડાઇવિંગ, સ્નોરકેલિંગ, પેરાસીલિંગ, ફિશિંગ બધુ જ જોવા મળે છે. મંદિર છે, જંગલ છે, મેંગ્રોવ વન છે, હાથીઓની સેંક્ચુરી છે જે ઇચ્છો તે જોઇ લો. આ સાથે જ થાઇ ફૂડ બનાવવાનું શીખવાનું છે તો આ જગ્યા બેસ્ટ છે.
7. ક્રાબી
સ્કૂબા ડાઇવ કરવા માંગો છો તો કાબ્રીથી સારી જગ્યા કદાચ જ બીજી હોય. ડાઇવિંગ માટે તમારે સ્વિમિંગમાં 7 મેડલ જીતવા જરુરી છે. જો તમને તરવાનું નથી આવડતું. તો એક દિવસ માટે કેટલીક પસંદગીની જગ્યાઓ પર ટ્રેનરની સાથે ડાઇવિંગ કરી શકો છો.
સ્કૂબા ડાઇવિંગ માટે નવેમ્બરથી એપ્રિલ સુધીનો સમય સૌથી સારો છે. ક્રાબીમાં તમે આવો નાંગ લોકલ આઇલેન્ડ, કોહ હા યાઇ, હિન દેંગ હિન મોંગ અને સિમિલિન આઇલેન્ડ જઇ શકો છો.
8. ફિ ફિ આઇલેન્ડ
જેવી રીતે ભારતમાં સુંદર અંડમાન અને લક્ષદ્ધિપ છે તેવી જ રીતે થાઇલેન્ડમાં ફિ ફિ આઇલેન્ડ દ્રશ્યોથી ભરપૂર છે. ફક્ત થોડુક જ દૂર છે આખા થાઇલેન્ડથી, જેવો અંડમાન છે. આ સુપર સ્ટાર આઇલેન્ડ છે.
ફિ ફિ આઇલેન્ડમાં તમે ફિ ફિ વ્યૂ પોઇન્ટ અને બાંમ્બૂ આઇલેન્ડ જઇ શકો છો. થાઇ કુકિંગ શિખવું છે તો પણ અહીં બને છે. ટોનસાઇ ટાવર પર તમે પહાડનું ચઢાણ કરીને બૈર ગ્રિલ્સને ટક્કર આપી શકો છો.
પરંતુ આ ઉપરાંત પણ ફરવાની જગ્યાઓ છે, જે અંગે તમને બતાવવું જરુરી છે.
ટ્રેકિંગ અને એડવેન્ચરની દુનિયા
જો તમે થાઇલેન્ડના ઉત્તરના વિસ્તારમાં છો તો ટ્રેકિંગ માટે જરુર જાઓ. આ લિસ્ટમાં સૌથી ઉપર નામ આવે છે ચિયાંગ રાઇનું. બેંગકોક થી 790 કિ.મી. દૂર થાઇલેન્ડનો સૌથી ઉત્તરનો વિસ્તાર છે અને પર્યટનની દ્રષ્ટીથી ઓછો પ્રસિદ્ધ છે. તમે અહીં ટ્રેકિંગનો આનંદ જરુર લો.
આ ઉપરાંત ટ્રેકિંગ માટે ચિયાંગ માઇ પણ જઇ શકો છો. હુઆ હિન અને ખાઓ સોકમાં ટ્રેકિંગનો આનંદ લો. આ બધી જગ્યા ટ્રેકિંગની સાથે સુંદર નજારા પ્રસ્તુત કરે છે.
જો કે સૌથી વધુ પ્રસિદ્ધ ચીજોની વાત કરીએ તો આજે પણ થાઇ ફૂડ, બુદ્ધની જગ્યા અને મસાજ છે.
કેમ ભારતીયોની પસંદગીની જગ્યા છે થાઇલેન્ડ?
આ વીડિયો પૂરતો છે થાઇલેન્ડની સુંદરતાને બતાવવા માટે
બેંગકૉક, પટોંગ બીચ અને પટાયા પર લોકો મસાજ માટે આખા વિશ્વમાંથી આવે છે. ઘણી મોટી સંખ્યામાં જનતા પોતાનો સેક્સ ચેન્જ કરાવવા પણ આવે છે.
ક્યારે જશો થાઇલેન્ડ
નવેમ્બરથી ફેબ્રુઆરી થાઇલેન્ડ ફરવા માટે બેસ્ટ ટાઇમ છે. આ સમયે હવામાન ઠંડુ હોય છે. જે બીચ પર અને બીજી જગ્યાએ ફરવા માટે સુંદર છે.
વિઝાની સુવિધા
આમ તો થાઇલેન્ડમાં વિઝા ઑન અરાઇવલ છે એટલે કે તમે સીધા થાઇલેન્ડ પહોંચીને, પોતાનો જરુરી દસ્તાવેજ બતાવીને વિઝા લઇ શકો છો, પરંતુ પહેલેથી વિઝા લેવા માંગો છો તો ઑનલાઇન અરજી ભરી શકો છો. ફક્ત આ લિંક પર ક્લિક કરો.
કેવી રીતે જશો થાઇલેન્ડ
હવાઇ માર્ગઃ થાઇલેન્ડ જવા માટે આમ તો ફ્લાઇટ જ સૌથી સારી રીત છે. તમે સુવર્ણભૂમિ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ લઇ શકો છો.
ટ્રેન માર્ગઃ મલેશિયા, લાઓસ અને કંબોડિયાથી જ ટ્રેન દ્ધારા થાઇલેન્ડ પહોંચવાની વ્યવસ્થા છે.
રોડ માર્ગઃ જાણીને કદાચ ચોંકી જશો પરંતુ તમે ભારતથી થાઇલેન્ડની મુસાફરી રોડ માર્ગે પણ કરી શકો છો, હાં આ લાંબી જરુર છે. તમે મણિપુરથી મ્યાનમાર અને પછી મ્યાનમારથી થાઇલેન્ડ પહોંચી શકો છો. તમને આ મુસાફરીમાં લગભગ 4 દિવસ તો લાગશે જ.