ભારત દુનિયાના સૌથી અનોખા દેશોમાં આવે છે જ્યાં દરેક થોડા અંતરે દ્રશ્યો બદલાઇ જાય છે અને પ્રકૃતિનું નવું સ્વરૂપ જોવા મળે છે. ક્યાંક ઉંચા બરફથી ઢંકાયેલા પહાડો છે તો ક્યાંક સોનેરી રણ, ક્યાંક ચાના બગીચા છે તો ક્યાંક સફરજનથી ભરેલા મેદાનો. આવી અનોખી જમીન જ છે જ્યાં તમને વાતાવરણથી લઇને તાપમાન અને પ્રકૃતિની ચરમસીમાને પાછળ છોડતી જગ્યા મળી જશે. ભલે આ જગ્યા અસામાન્ય હોય પરંતુ અહીં ફરવાનું એટલું જ રોમાંચક છે.
ભારતની સૌથી ઠંડી જગ્યા
દ્રાસ
દ્રાસ ભારતનું સૌથી ઠંડુ સ્થાન છે જ્યાં પર્યટક જાય છે. કારગિલથી થોડાક જ કિલોમીટર દૂર શ્રીનગર-લેહ હાઇવે પર વસેલા દ્રાસને લદ્દાખના પ્રવેશદ્ધાર તરીકે ઓળખવામાં આવે છે. શિયાળામાં અહીં -45 ડિગ્રી તાપમાન રેકોર્ડ થઇ ચૂક્યું છે અને શિયાળામાં એવરેજ તાપમાન 0 ડિગ્રીથી નીચે જ રહે છે. દ્રાસ અંગે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો: દ્રાસ યાત્રા ગાઇડ
ભારતની સૌથી ગરમ જગ્યા
ફલોદી
રાજસ્થાન તેના ગરમ હવામાન માટે જાણીતું છે. થાર રણપ્રદેશથી ઘેરાયેલું ફલોદી ભારતમાં સૌથી ગરમ સ્થાન છે, જ્યાં તાપમાન 51 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. જો કે, આ તાપમાન અહીંના લોકોને અહીં વસાવવા અને પ્રવાસી સારસ પક્ષીઓને અહીં આવવાથી નથી રોકી શકતું. ફલોદી અંગે અહીં વાંચોઃ ફલોદી યાત્રા
ભારતની સૌથી ભેજવાળી જગ્યા
મોસિનરામ
ફક્ત ભારત જ નહીં, મોસિનરામ ધરતી પર સૌથી વધારે ભેજ અને વરસાદવાળી જગ્યાનો પુરસ્કાર પોતાના નામે ધરાવે છે. મેઘાલયમાં પૂર્વી ખાસી પહાડોમાં સ્થિત મોસિનરામ પ્રકૃતિનો એક ખજાનો છે. મોસિનરામ અંગે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો: મોસિનરામ યાત્રા ગાઇડ
ભારતની સૌથી સૂકી જગ્યા
લેહ
પહાડોમાં વસેલો એક અનોખો વિસ્તાર, હિમાલયના પડછાયા હેઠળ લેહમાં આખા ભારતના મુકાબલે સૌથી ઓછો વરસાદ થાય છે. આખા વર્ષમાં અહીં 10cmથી પણ ઓછો વરસાદ પડે છે. જેનાથી આ જગ્યા ઠંડું રણ બની જાય છે. એટલે લેહ ચોમાસામાં સૌથી વધુ ફરવાલાયક જગ્યા પણ છે. લેહ અંગે વધુ જાણકારી માટે અહીં ક્લિક કરોઃ લેહ યાત્રા ગાઇડ
ભારતની સૌથી ઊંડી જગ્યા
કુટ્ટનાડ
ભારતના નેધરલેન્ડ તરીકે ઓળખાતું કુટ્ટનાડના કેટલાક હિસ્સા સમુદ્રની સપાટીની નીચે છે, અને અહીં ખેતી -3 મીટર ઑલ્ટીટ્યુડ પર કરવામાં આવે છે. કુટ્ટનાડ ભારતની સૌથી ઉંડી જગ્યા છે. કુટ્ટનાડ અંગે વધારે જાણકારી માટે અહીં વાંચોઃ કુટ્ટનાડ ટ્રાવેલ ગાઇડ
ભારતની સૌથી ઉંચી જગ્યા
કંચનજંગા
દુનિયાનો આ ત્રીજો સૌથી ઉંચો પર્વત નેપાળ અને ભારતની બોર્ડર પર સ્થિત છે. સમુદ્રની સપાટીએ 8,586 મીટરની ઉંચાઇ પર ચડવું કોઇ રમત નથી પરંતુ અહીં પહોંચીને તમને કંચનજંગાનું સૌથી સુંદર દ્રશ્ય જોવા મળે છે. વધુ જાણકારી માટે અહીં ક્લિક કરોઃ કંચનજંગા ટ્રાવેલ ગાઇડ
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો