![Photo of પહાડો અને ઝરણાથી અલગ આસામના ટોપ 8 ઐતિહાસિક સ્થળ જેને ઘણાં ઓછા લોકો જુએ છે 1/3 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1639739361_1635427979_assam.jpg)
એ વાતમાં તો કોઇ શંકાને સ્થાન નથી કે આસામ સૌથી સુંદર પૂર્વોત્તર રાજ્યોમાંનું એક છે. અહીંની વાઇલ્ડલાઇફ, ઝરણાં, પહાડો, આદિવાસી જીવન, ચારના બગીચા જેના સૌકોઇ દિવાના છે. પંરતુ અહીં એક બીજી વસ્તુ પણ છે જેના તરફ ઘણાં ઓછા લોકોનું ધ્યાન ગયું છે. અને તે છે આસામની ઐતિહાસિક ધરોહર. અહીં પ્રાકૃતિક સુંદરતાની સાથે તમને સુંદર આર્કિટેક્ચર પણ જોવા મળશે.
આ છે આસામની 8 સૌથી ખાસ ઐતિહાસિક જગ્યાઓ
1. કલર હાઉસ
રંગ ઘર આસામના પ્રસિદ્ધ અને સૌથી વધુ જોવાયેલ ઐતિહાસિક સ્થળોમાંનું એક છે. રંગ ઘર વાસ્તવમાં એક થિયેટર છે જે એશિયાના સૌથી જૂના એમ્ફીથિયેટરમાંનું એક છે. રંગ ઘરનો અર્થ થાય છે મનોરંજનનું ઘર અને આ જગ્યા ખરેખર આવી છે. રંગ ઘર ઇસ.1746માં અહોમ સમ્રાટ સ્વર્ગદેવ રુદ્ર સિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રંગ ઘરનો ઉપયોગ શરૂઆતથી જ અહોમ રાજાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને રોંગલી બિહુ ઉત્સવનું આયોજન રંગ ઘરમાં જ કરવામાં આવે છે.
2. સત્ર
જ્યાં સુધી તમે સત્ર ન જુઓ ત્યાં સુધી આસામની દરાંગ યાત્રા અધૂરી ગણાય છે. દરાંગમાં બે સત્ર છે. બરપેટા સત્ર અને ડીહિંગ સત્ર આસામના બે અમૂલ્ય રત્નો છે. સત્રનું આર્કિટેક્ચર વાસ્તવમાં એક મઠ જેવું હોય છે જેમાં પ્રાર્થના માટે એક હોલ પણ હોય છે. સત્રમાં મહેમાનો અને ભક્તો માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સત્રમાં આવીને તમને આસામના સાંસ્કૃતિક વારસા વિશે ઘણું જાણવા મળશે. સત્રમાં આવીને તમારે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતું આસામનું પરંપરાગત નૃત્ય જરુર જોવું જોઈએ.
3. હાજો પોવા મક્કા
![Photo of પહાડો અને ઝરણાથી અલગ આસામના ટોપ 8 ઐતિહાસિક સ્થળ જેને ઘણાં ઓછા લોકો જુએ છે 2/3 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1639739426_1635426798_424918963guwahati_hajo_powa_mecca_main.jpg)
હાજો પોવા મક્કા આસામમાં એક ખૂબ જ પવિત્ર સ્થળ છે જેના નામનો અર્થ થાય છે મક્કાનો ચોથો હિસ્સો થાય છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ મસ્જિદમાં નમાજ પઢનાર શ્રદ્ધાળુઓને મક્કામાં નમાજ પઢવા જેવું જ પુણ્ય મળે છે. આ મસ્જિદ મુગલ બાદશાહ શાહજહાંના સમયમાં બનાવવામાં આવી હતી.
4. તલાતલ ઘર
આસામના પૂર્વ ભાગમાં આવેલું, તલાતાલ ઘર એ રાજ્યના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળો પૈકીનું એક છે. તલાતાલ ઘર વિશે સૌથી મહત્વની વાત એ છે કે તે અહોમ સામ્રાજ્ય સાથે સંકળાયેલું વિશ્વનું સૌથી મોટું સ્મારક છે. જો તમને ઈતિહાસ અને આર્કિટેક્ચરનો શોખ છે, તો તમને આ જગ્યા ગમશે. તલાતાલ ઘરમાં તમને અહોમ સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળશે. જાણવા જેવી વસ્તુ એ છે કે આ આખી ઇમારત ઈંટ અને ઓર્ગેનિક સિમેન્ટથી બનેલી છે. આમ છતાં, તલતાલ ઘર હજુ પણ મજબૂત રીતે ઊભું છે અને આસામની મુલાકાત લેતા દરેક ઇતિહાસ પ્રેમીના બકેટ લિસ્ટમાં આનું નામ ચોક્કસપણે સામેલ હોય છે.
5. સૂર્ય પહર
આસામમાં જોવા જેવું બીજું એક સ્થળ છે સૂર્ય પહર. સ્થાનિક લોકોનું માનવું છે કે આ સ્થાન પર 99,999 શિવલિંગ છે. સૂર્ય પહર આસામના ગોલપારાથી લગભગ 12 કિલોમીટર દૂર છે અને તે પ્રાચીન ભારતના સૌથી મહત્વપૂર્ણ સ્થળોમાંનું એક છે. લોકો એવું પણ માને છે કે આ સ્થાન પર ઘણા રહસ્યો અને ખજાના છુપાયેલા છે.
6. ખાસપુર
ખાસપુર સિલચરથી 20 કિલોમીટરના અંતરે છે. ખાસપુરમાં દિમાસા રાજવંશના અવશેષો જોઈ શકાય છે જે દરેક ઈતિહાસ પ્રેમીઓને ચોક્કસ આકર્ષિત કરશે. ખાસપુરમાં તમે રાજાનો દરબાર, સિંહ દ્વાર અને સૂર્ય દ્વાર જોઈ શકો છો. ખાસપુરમાં બીજી વસ્તુ જે તમને આકર્ષક લાગશે તે છે અહીંના દરવાજાઓ. જેની પર હાથીઓમાંથી પ્રેરણા લઈને સુંદર કોતરણી કરવામાં આવી છે.
7. ચરાઈદેવ
![Photo of પહાડો અને ઝરણાથી અલગ આસામના ટોપ 8 ઐતિહાસિક સ્થળ જેને ઘણાં ઓછા લોકો જુએ છે 3/3 by Paurav Joshi](https://static2.tripoto.com/media/filter/nl/img/2043653/TripDocument/1639739531_1635427259_1.jpg)
ચરાઈદેવ એ અહોમ વંશની રાજધાની હતી જેનું નિર્માણ સુખાપા દ્વારા કરવામાં આવ્યું હતું. તમામ અહોમ સમ્રાટો અને તેમની રાણીઓની કબરો ચારાઈદેવમાં રહે છે. ચારાઈદેવની ટોચ પર, તમે ઓછામાં ઓછા 42 અહોમ રાજાઓ અને રાણીઓની કબરો જોશો. રસપ્રદ વાત એ છે કે ચરાઈદેવને આસામના પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આવું કેમ? આ એટલા માટે, કારણ કે ચરાઇદેવમાં બનેલા મકબરાના સ્થાપત્યમાં ઇજિપ્તના પિરામિડની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કબરોમાંથી દફન પ્રક્રિયા અને અહોમ વંશ વિશે પણ ઘણી માહિતી ઉપલબ્ધ છે. આ તમામ કબરો પર ફૂલોની ડિઝાઈન પણ બનાવવામાં આવી છે, જે તે સમયના કારીગરોની સર્જનાત્મક કળા દર્શાવે છે. જો તમે આસામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારે ચરાઈદેવની મુલાકાત લેવી જ જોઈએ.
8. સુકફા સમાન્ય ક્ષેત્ર
સુકાફા સંમાન્ય આસામના પ્રથમ અહોમ રાજા સુકફાની યાદમાં બાંધવામાં આવ્યું છે. આ સ્મારક સુકફાની બહાદુરી અને નેતૃત્વ કરવાની શાનદાર રીતના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. જોવામાં આ સ્થળ ખૂબ જ સુંદર છે. સુકફા સમાન્ય ક્ષેત્રમાં તમને અહોમ રાજવંશ વિશે ઘણું જાણવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. હાલમાં આ સ્થાન પર ખાણકામ વિભાગ અહોમ સામ્રાજ્ય વિશે વધુ માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યું છે.