બેકવોટર, બીચ, લગૂન અને બીજું ઘણું બધું.. કેરળનું આલેપી એક અદભૂત ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. દર વર્ષે દેશ અને દુનિયાના હજારો લોકો આ સુંદર જગ્યાને માણવા આવે છે. પ્રવાસીઓથી ભરપૂર પ્રવાસન સ્થળ ખાતે બજેટ સ્ટેની ચિંતા હોય તે સામાન્ય છે. અને તેથી જ અમે લઈને આવ્યા છીએ 2000 કરતાં પણ ઓછી કિંમતમાં સુંદર હોમસ્ટેની યાદી..
1 રિવીએરા રેસિડન્સ
એક સ્વીટ અને 2 સ્ટાન્ડર્ડ રૂમ ધરાવતો આ હોમસ્ટે બીચથી સાવ નજીકના અંતરે આવેલો છે. અહીં હાઇ ક્વોલિટી ખૂબ સારો સ્ટાફ છે અને અગાઉથી કહેવા પર અહીં બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર બનાવી આપવામાં આવે છે.
કિંમત: 1550 પ્રતિ દિન
2 જ્હોન્સન હોમસ્ટે
આલેપીના સૌથી સારા હોમસ્ટેની યાદીમાં આ હોમસ્ટે મોખરાના સ્થાને મૂકી શકાય. એકાંત અને શાંતિના માહોલમાં કુદરતને માણવા ઇચ્છતા લોકો માટે આ આદર્શ હોમસ્ટે છે. આ હોમસ્ટે એક ખાસ મ્યુઝિક થીમ રૂમ ધરાવે છે. નાનકડું પણ સુંદર ગાર્ડન વધારાનું આકર્ષણ છે. અહીં આવતા પ્રવાસીઓ માટે બોનફાયર, મેજિક શો, કૂકિંગ ક્લાસ વગેરે જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે.
કિંમત: 1200 રૂ પ્રતિ રાત
3 ચેકકલ હોમસ્ટે
આ હોમસ્ટે વાસ્તવમાં કોઈનું વર્ષો જૂનું પૂર્વજોનું ઘર છે. રૂમ અને આસપાસનું વાતાવરણ બંને ખૂબ જ અનોખા છે. બેકવોટર્સથી તદ્દન નજીક આવેલા આ હોમસ્ટેનું લોકેશન અદભૂત છે. કેરળની પરંપરાની ઝાંખી અહીં જોવા મળે છે.
કિંમત: 1000 રૂ પ્રતિ રાત
4 મારારી બીચ પર્લ હોમસ્ટે
પ્રવાસીઓની ભીડથી દૂર રહીને આ જગ્યાને માણવા ઇચ્છતા મુસાફરો માટે રોકાણનું પરફેક્ટ ઠેકાણું એટલે મારારી બીચ પર્લ હોમસ્ટે. બીચ અને માર્કેટ બંનેથી નજીક આવેલી આ પ્રોપર્ટીના માલિકે ઉપરનો આખો માળ મહેમાનો માટે અલાયદો રાખ્યો છે. વિશાળ બાલ્કનીમાંથી આસપાસની હરિયાળી તેમજ સનરાઇઝ-સનસેટ જોવાની ખૂબ મજા આવે છે.
કિંમત: 1350 રૂ પ્રતિરાત
5 પર્લ બીચ બંગલો હેરિટેજ હોમ
આલપુઝા બીચની નજીક આવેલો આ હોમસ્ટે નિરાંત ભરી સાંજ વિતાવવા માટે શ્રેષ્ઠ છે. કેરળની સંસ્કૃતિ દર્શાવતો આ એક હેરિટેજ બંગલો છે. અહીંના રૂમ્સને લાકડાના ફર્નિચરથી સજાવવામાં આવ્યા છે. અહીં સ્ટાફ ખૂબ સારો છે અને પહેલેથી રિક્વેસ્ટ કરવા પર ભોજન, સ્પા, મસાજ તેમજ બેકવોટર ટ્રીપની પણ વ્યવસ્થા કરી આપે છે.
કિંમત: 1500 રૂ પ્રતિરાત
6 કૂટનાડુ રિવરસાઇડ હોમસ્ટે
કુદરતી સાનિધ્યમાં રહેવા ઇચ્છતા લોકો માટે આ આદર્શ હોમસ્ટે છે. પામ અને નારિયેળના ઝાડથી ઘેરાયેલો આ હોમસ્ટે પંપા નદીના કિનારે આવેલો છે. ઘર તેમજ રૂમ્સ કેરળનું પરંપરાગત આર્કિટેક્ચર ધરાવે છે. અહીં સ્વિમિંગ, બોટિંગ, વગેરેની પણ સુવિધા છે.
કિંમત: 1700 રૂ પ્રતિરાત
7 વેનિસ કેસલ હોમસ્ટે
તમામ અત્યાધુનિક અને લક્ઝુરિયસ સુવિધાઓ ધરાવે છે. બે માળનો બંગલો પરંપરાગત બાંધકામથી બનાવેલો છે અને અહીંનું રોકાણ નિશ્ચિતપણે યાદગાર રોકાણ બની રહેશે..
કિંમત: 1500 રૂ પ્રતિરાત
8 ગોલ્ડન બીચ હોમસ્ટે
આલેપી લાઈટહાઉસ અને બીચની નજીકમાં રહીને પ્રકૃતિને માણવી હોય તો આ એક ખૂબ સારો હોમસ્ટે છે. અગાશીમાં બેસીને ચાની ચૂસકી લેતા લેતા સનરાઇઝ કે સનસેટ જોવાની ખૂબ મજા આવે છે. રૂમ્સમાં તમામ આધુનિક સવલતો ધરાવતો આ હોમસ્ટે અહીં આવતા મહેમાનોના ફરવા માટે સાઇકલ પણ ધરાવે છે.
કિંમત: 700 રૂ પ્રતિરાત
9 આયના હોમસ્ટે
મૂલક્કલ રાજરાજેશ્વરી મંદિર અને આલેપી લાઈટહાઉસની નજીકમાં આ સુંદર હોમસ્ટે આવેલો છે. રમણીય બગીચો ધરાવતું આ ઘર ખૂબ જ ચોખ્ખા અને સુઘડ રૂમ્સ ધરાવે છે. વિનમ્ર સ્ટાફ પણ અહીંની આગવી વિશેષતા કહી શકાય.
કિંમત: 1800 રૂ પ્રતિરાત
10 એન્જિઓ બીચ હાઉસ
ખૂબ જ વાજબી દરે અઢળક સગવડો આપતો હોમસ્ટે એટલે એન્જિઓ બીચ હાઉસ. અહીં પ્રાઇવેટ બીચ પણ છે અને બાળકોના રમવા માટે સુંદર બગીચો પણ. અહીં સ્વાદિષ્ટ શાકાહારી બ્રેકફાસ્ટ આપવામાં આવે છે. વળી, મુલાકાતીઓને ફરવા જવું હોય તો ફ્રી બાઇકની પણ સુવિધા છે.
કિંમત: 1620 રૂ પ્રતિરાત
.