વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી

Tripoto
Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

ઉત્તર ભારતીયો માટે શ્રાવણ મહિનો શરૂ થવામાં હવે માત્ર થોડાક જ દિવસો બચ્યા છે. આ વર્ષે 4 જુલાઇથી શ્રાવણની શરૂઆત થઇ જશે. ભગવાન શિવની ઉપાસના માટે આ મહિનો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રાવણ મહિનામાં ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરે છે તેમની મનોકામના ભગવાન અવશ્ય પૂરી કરે છે.

કાવડ યાત્રા પણ શ્રાવણની સાથે જ શરૂ થાય છે. 4 જુલાઇથી શરૂ થનારી આ યાત્રામાં કાવડિયા ઉત્તરાખંડના હરિદ્વારથી ચાલીને ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન જેવા અનેક શહેરોમાં પહોંચે છે. શિવભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કાવડ માર્ગનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. પ્રયાગરાજ-વારાણસી રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બાકીના રૂટ પરના ટ્રાફિકને પણ એ રીતે નિયંત્રિત કરવામાં આવશે કે શિવભક્તોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

જો તમે પણ કાવડ સાથે વારાણસી જઈ રહ્યા છો અને ત્યાં રહેવા માટે સસ્તી જગ્યા શોધી રહ્યા છો, તો ચાલો તમને અહીંની કેટલીક ધર્મશાળાઓ વિશે જણાવીએ.

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

ભારત સેવાશ્રમ સંઘ

બનારસમાં રહેવા માટે શ્રેષ્ઠ અને વૈભવી સ્થળ શોધી રહ્યાં છો, તો આ યોગ્ય સ્થળ છે. ભારત સેવાશ્રમ રેલ્વે સ્ટેશન અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચે આવેલી આ ધર્મશાળા મંદિરથી માત્ર એક કિલોમીટર દૂર છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અહીં સ્વચ્છતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે. આ સેવા આશ્રમમાં 159 એસી અને નોન એસી રૂમ છે, જેનું ભાડું રૂ. 600 આસપાસ છે. અહીં 4 થી 5 લોકો સરળતાથી રહી શકે છે. અહીં તમને માત્ર 400 રૂપિયામાં ડબલ બેડ રૂમ મળે છે. જો તમારે એસી રૂમમાં રહેવું હોય તો અહીંનું ભાડું 1200 રૂપિયા છે, જ્યાં 5 લોકો રહી શકે છે. તમે અહીં ઓનલાઈન અને ઓફલાઈન બંને રૂમ બુક કરી શકો છો. ભારત સેવાશ્રમ સંઘ એક સખાવતી સંસ્થા છે, જેની સ્થાપના 1917માં સંત આચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.

તમે આ મોબાઈલ નંબર 7470875402 પર કોલ કરીને પણ તમારો રૂમ બુક કરાવી શકો છો.

ભોજન શુલ્કઃ 50 રૂપિયામાં સંપૂર્ણ ભોજન

આશ્રમ ખોલવાનો સમય: સાંજે 4:00 થી 10:00 વાગ્યા સુધી

ક્યાં: સિગરા ચૌરાહા રોડ, નગર નિગમ રોડ પાસે, ચિત્તુપુરા, સિગરા, વારાણસી, ઉત્તર પ્રદેશ 221010

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

જયપુરિયા ધર્મશાળા વારાણસી

વારાણસીની શ્રેષ્ઠ ધર્મશાળાઓમાંની એક જયપુરિયા ધર્મશાળા પ્રવાસીઓ માટે રહેવા માટે પણ શ્રેષ્ઠ છે. ફૂડ કેન્ટીન, લિફ્ટની સુવિધા, ફિલ્ટર કરેલ પાણીની વ્યવસ્થા બધું અહીં ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે અન્ય સ્થળોની સરખામણીમાં અહીં સ્વચ્છતા અને ઉત્તમ સુવિધાઓ વધુ જોવા મળે છે. અહીંની સુંદર વાત એ છે કે આ ધર્મશાળા ગંગા ઘાટના કિનારે આવેલી છે, જ્યાંથી તમને વિશ્વનાથજીનું મંદિર જોવા મળશે.

બપોરના ભોજનનો સમય: બપોરે 12:00 થી 2:30 PM, રાત્રિ: 8:00 PM થી 10:00 PM

ક્યાં: ડી 37/42 બારાદેવ, રામપુરા - લક્ષા રોડ ગોદૌલિયા

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

​અન્નપૂર્ણા તેલીવાલા ધર્મશાળા

વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશનથી 3 કિમી અને વારાણસીના પ્રસિદ્ધ દશાશ્વમેધ સ્થળથી 1 કિમી દૂર સ્થિત અન્નપૂર્ણા તેલીવાલા ધર્મશાળા 2, 3 અને 4 બેડરૂમવાળી સુવિધા આપે છે. અહીં તમને એસી અને નોન એસી બંને સુવિધાઓ મળશે. આ સંકુલ તેના લીલાછમ બગીચાથી ઘેરાયેલું છે, અહીં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અહીં સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, અડવાણી અને વિજય રાજે સિંધિયા જેવી ઘણી હસ્તીઓ પણ આ ધર્મશાળામાં રોકાઈ છે.

અહીંનો મુખ્ય દરવાજો રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યાની વચ્ચે બંધ રહે છે, પરંતુ એવા મહેમાન માટે ખુલ્લો રહે છે જેમણે તેમના રૂમનું અગાઉથી બુકિંગ કરાવ્યું હોય.

અહીં તમને માત્ર 400 રૂપિયામાં ડબલ બેડ રૂમ મળે છે. તમે અહીં A/C રૂમ પણ બુક કરાવી શકો છો. અહીં તમને તમામ નવીનતમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ક્યાં: D-53/98, ગુરુ નાનક, સામે. કામછા પોસ્ટ ઓફિસ, રથયાત્રા કામછા, ગુરુબાગ રોડ, લક્ષા રોડ, ભેલુપુર, વારાણસી, ઉત્તર પ્રદેશ 221010

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

સરદાર વલ્લભભાઈ પટેલ ધર્મશાળા

અમે બનારસની ધર્મશાળાઓની યાદીમાં વધુ એક ધર્મશાળા ઉમેરવાના છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ નામની પ્રખ્યાત ધર્મશાળામાં સ્વચ્છ સિંગલ રૂમ રૂ.150, રૂ.200, રૂ.300 અને રૂ.600ના ખર્ચે ઉપલબ્ધ થશે. અહીંનું ભોજન પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોવાનું કહેવાય છે.

આ ધર્મશાળા વારાણસી સીસીએસ બસ સ્ટેન્ડથી માત્ર 0.5 કિમી દૂર આવેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ ધર્મશાળામાં માત્ર ₹200માં ટ્વીન બેડવાળા રૂમ અને માત્ર ₹350માં અટેચ્ડ બાથરૂમ, ચાર પથારીવાળા એર કૂલ્ડ રૂમ અને હોસ્ટેલની રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. અહીં શુદ્ધ ભોજન ઉપલબ્ધ છે તેમજ વાહનો માટે પાર્કિંગની જગ્યા પણ ઉપલબ્ધ છે.

ક્યાં: તેલિયાબાગ, આંધ્ર પૂલ, માલદહિયા રોડ, માલદહિયા, વારાણસી - 221002

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

બરનવાલ સેવા સદન વારાણસી

જો તમે કાવંડ સાથે વારાણસીની મુલાકાત લઈ રહ્યા છો, અને રહેવા માટે સસ્તી જગ્યા શોધી રહ્યા છો, તો તમારે આ ધર્મશાળાને પણ તમારી યાદીમાં સામેલ કરવી જોઈએ. બરનાલ સેવા સદન પણ રહેવા માટે શ્રેષ્ઠ સ્થળ છે, અહીં તમને 250 થી 350 રૂપિયાની રેન્જમાં સિંગલ બેડરૂમ માટે સ્વચ્છ રૂમ મળશે. જો તમે વધુ લોકો છો, તો ચાર બેડરૂમનો રૂમ 700 રૂપિયામાં મળશે.

ક્યાં: સી.કે. 65/11, કાલ ભૈરવ મંદિરની સામે, મોટી પ્યારી, બેનિયા બાગ, વારાણસી ઉત્તર પ્રદેશ

શ્રી કૃષ્ણ ધર્મશાળા ટ્રસ્ટ

આ ધર્મશાળા 100 વર્ષથી વધુ સમયથી લોકોને તેની સેવાઓ પૂરી પાડી રહી છે. તે વારાણસી રેલ્વે સ્ટેશનની ખૂબ નજીક છે. તેનું સરનામું છે: વિજય નગર કોલોની, ચેતગંજ, વારાણસી, ઉત્તર પ્રદેશ. અહીં તમે માત્ર ₹150માં ગાદલા સાથેનો બેડ મેળવી શકો છો. તમારે ડબલ બેડ રૂમ માટે ₹250 અને અટેચ્ડ વૉશરૂમ માટે ₹550 ચૂકવવા પડશે. જે લોકો પહેલીવાર એકલા વારાણસીની મુલાકાતે છે, તેમના માટે ઓછા પૈસામાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમને પીવાના શુદ્ધ પાણી (R.O.)ની સુવિધા પણ મળે છે.

વધુ માહિતી માટે તમે તેમના મોબાઈલ નંબર 9076532996 પર કોલ કરી શકો છો.

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

બિરેશ્વર પાંડે ધર્મશાળા

આ ધર્મશાળા ડી 47/200, લક્ષા રોડ, ગિરજા ઘર, રામપુરા, ગોદૌલિયા, વારાણસી ખાતે લોકોને સેવા આપી રહી છે. આ ધર્મશાળા વારાણસીની સૌથી જૂની ધર્મશાળાઓમાંની એક છે. અહીં તમારે ડબલ બેડ માટે માત્ર 300 ₹ અને એટેચ્ડ બાથરૂમ માટે માત્ર 500 ₹ ચૂકવવા પડશે. અહીં સંપર્ક નંબર 0542-2455227 છે.

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

કાશી વિશ્વનાથ મંદિર પાસે વાસવી સદન

વાસવી સદન ધર્મશાળા વારાણસી બસ સ્ટેન્ડથી 3.1 કિમી દૂર સ્થિત છે, વાસવી સદન ધર્મશાળા બે અને ત્રણ પથારીવાળા એસી અને નોન એસી રૂમ, તેમજ હોસ્ટેલ આવાસ આપે છે. રેસ્ટોરન્ટમાં ભોજન પીરસવામાં આવે છે. વાહનો માટે પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે.

વેબસાઇટ: https://vasavisatrasamudayam.com/

સરનામું: 4- 51/21, પુરાના પાન દરિબા રોડ, ઔરંગાબાદ ગલ્લી, રાજા સર મોતીચંદ રોડ, બેનિયા બાગ રોડ, સૂરજ કુંડ , વારાણસી , ​​ઉત્તર પ્રદેશ  221010

થી અંતર-

વારાણસી રેલ્વે સ્ટેશન – 3.5 કિમી

વારાણસી એરપોર્ટ – 23.9 કિમી

Photo of વારાણસી જઇ રહેલા કાવડિયાઓને મળશે સસ્તામાં ધર્મશાળા, ખિસ્સા નહીં થાય ખાલી by Paurav Joshi

મારવાડી ધર્મશાળા

આ ધર્મશાળામાં તમામ જરૂરી સુવિધાઓ સાથે સ્વચ્છ અને વ્યવસ્થિત રૂમ. એસી રૂમ અને એર કૂલર રૂમ ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર મંદિર છે. શાકાહારી ભોજન માટે વ્યક્તિ દીઠ રૂ. 100 વસૂલવામાં આવે છે. પીરસવામાં આવતું ભોજન સરળ અને સ્વાદિષ્ટ હોય છે. દરવાજો 10:00 વાગ્યા પછી બંધ થાય છે. એડવાન્સ બુકિંગ સ્વીકારવામાં આવતું નથી. અસી ઘાટ અહીંથી પગપાળા જઇ શકાય છે.

સરનામું: B 2, 262, પંડિત મદન મોહન માલવીયા રોડ, અસ્સી ઘાટ પાસે, આનંદબાગ, ભેલુપુર, વારાણસી.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads