તિરુપતિ બાલાજીઃ કરોડપતિ દેવતાના મંદિરમા છુપાયેલા રહસ્યો

Tripoto

ભારતમાં ન તો આસ્થાની કમી છે કે ન તો પૂજનીય દેવતાઓની. પરંતુ જો લોકપ્રિયતાની પ્રતિયોગીતા કરાવવામાં આવે તો કદાચ તિરુપતિ બાલાજી મંદિર ચોક્કસપણે આગળ નીકળી જાય. અરે ભાઈ હું કાંઈ આ મારી રુચિ પ્રમાણે આ નથી કહી રહી, પરંતુ આ મંદિર સાથે જોડાયેલી ઘણી એવી અનોખી વાતો છે જે જો તમે જાણશો તો તમે પણ ચોક્કસથી તિરુપતિ બાલાજીના દર્શન કરવા નીકળી જશો. તો ચાલો જાણીયે ભગવાન તિરુપતિના આ મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો અને અહીં કેવી રીતે પહોંચવું.

હિન્દુઓ માટે એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ માનવામાં આવતા આ મંદિરને શ્રી વેંકટેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આંધ્રપ્રદેશની તિરુમલા પહાડીઓમાં આવેલું આ ભવ્ય મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. 300ની સદીમાં બનેલું આ મંદિર દ્રવિડ વાસ્તુકળામાં બનેલું છે અને અહીં પૂજા કરવા આવતા શ્રદ્ધાળુઓ ઉપરાંત લાખો પ્રવાસીઓ પણ આ મંદિરની કલા અને સુંદરતા જોવા આવે છે.

તિરુપતિ બાલાજી શા માટે ખાસ છે?

1. સૌથી અમિર દેવતા છે તિરુપતિ બાલાજી

રોજ હજારો ભક્તો તેમની ઝોળી ફેલાવીને તિરુપતિ મંદિરનો દરવાજો ખખડાવે છે, અને વળી ભગવાન આપે પણ શું કામ નહિ, આખરે શ્રી વેંકટેશ્વર વિશ્વના બીજા નમ્બરના સૌથી ધનિક ભગવાન છે. તિરુપતિ બાલાજી મંદિરમા દરરોજ લગભગ 75 લાખ રૂપિયા જેટલો ચડાવો જાય છે અને વાર્ષિક આવક 400 કરોડ સુધી પહોંચી છે. સોના-ચાંદીથી લઈને રોકડ સુધીની કોઈ પણ વસ્તુની કમી નથી આ મંદિરની દાનપેટીમાં. સાચું જ કહેવાયુ છે, દેને વાલા જબ ભી દેતા હૈ છપ્પર ફાડ કે દેતા હૈ.

credit : tirumala

Photo of તિરુપતિ બાલાજીઃ કરોડપતિ દેવતાના મંદિરમા છુપાયેલા રહસ્યો by Romance_with_India

2. તિરુપતિ બાલાજીના વાળનું રહસ્ય

એવું માનવામાં આવે છે કે મંદિરમાં હાજર બાલાજીની મૂર્તિના અસલી વાળ છે જે ક્યારેય ગુંચવાતા નથી. દંતકથા અનુસાર, જ્યારે એક હુમલામાં શ્રી વેંકટેશ્વરના વાળનો કેટલોક ભાગ અલગ થઈ ગયો, ત્યારે નીલા દેવી નામની રાજકુમારીએ તેમને પોતાના વાળ અર્પણ કર્યા. આ બલિદાનથી પ્રસન્ન થઈને ભગવાન બાલાજીએ આ ભેટ સ્વીકાર કરી અને આશીર્વાદ આપ્યા કે જે કોઈ પોતાના વાળ તેમના ચરણોમાં અર્પણ કરશે, ભગવાન તેની મનોકામના પૂર્ણ કરશે. બસ ત્યારથી જ વાળ ઉતારીને ભગવાનને અર્પણ કરવાનો રિવાજ છે.

3. બાલાજીની પૂજાનો સામાન ગુપ્ત ગામમાંથી આવે છે

તિરુપતિ મંદિરમાં જે આરતી અને અભિષેક જોવા માટે લાંબી લાઈનો લાગે છે, તે વસ્તુઓના ઠેકાણાનુ પણ એક રહસ્ય છે. વાસ્તવમાં બધા જાણે છે કે મંદિરથી લગભગ 20 કિ.મી. દૂરના ગામમાંથી આ બધી સામગ્રી આવે છે, પરંતુ આ ગામ ખરેખર ક્યાં છે તે કોઈને ખબર નથી. આ ઉપરાંત બહારગામના લોકોને આ ગામમાં પ્રવેશની મંજુરી પણ નથી.

Photo of તિરુપતિ બાલાજીઃ કરોડપતિ દેવતાના મંદિરમા છુપાયેલા રહસ્યો by Romance_with_India

4. અખંડ મૂર્તિની શક્તિ

આપણે બધા જ માનીયે છીએ કે ભગવાનનો નાશ કોઈ કરી શકતું નથી, પરંતુ તેનો વાસ્તવિક નમૂનો તમને તિરુપતિ બાલાજી મંદિરમાં મળે છે. જ્યાં કોઈ પણ પથ્થર પર કાચુ કપૂર લગાવવામાં આવે તો પથ્થર પર કાં તો તિરાડ પડી જાય છે અથવા તો નિશાન પડી જાય છે, પરંતુ આ કપૂર ભગવાન બાલાજીની મૂર્તિનો વાળ પણ વાંકો નથી કરી શકતુ. છે ને કમાલ!

5. જીવંત છે તિરુપતિ બાલાજીની પ્રતિમા

એવી ઘણી ઘટનાઓ છે જેના કારણે લોકો મૂર્તિને જીવંત માને છે. સૌપ્રથમ તો એવું માનવામાં આવે છે કે જો તમે મૂર્તિની પાછળ કાન દઈને સાંભળશો તો તમને સમુદ્રના મોજાઓનો અવાજ સંભળાશે. એટલું જ નહીં ભગવાન બાલાજીની આ મૂર્તિને પરસેવો પણ થાય છે, જેને પૂજારીઓ સમયાંતરે રેશમી કપડાથી લૂછી નાખે છે.

credit : temple connect

Photo of તિરુપતિ બાલાજીઃ કરોડપતિ દેવતાના મંદિરમા છુપાયેલા રહસ્યો by Romance_with_India

હવે તમે આ વાતો માનો કે ના માનો, પરંતુ આ બધું જ ચોક્કસપણે આ મંદિરને એક રોમાંચક સ્થળ બનાવે છે.

તિરુપતિ મંદિર કેવી રીતે પહોંચવું?

બાય એર: તિરુપતિ એરપોર્ટ તિરુમલાનું સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી મંદિર સુધી પહોંચવા માટે તમારે 40 કિમીનું અંતર કાપવું પડશે. જેના માટે સરળતાથી બસ કે ટેક્સી કરી શકાય છે.

બાય ટ્રેન: તિરુમલાનું પોતાનું રેલવે સ્ટેશન નથી, તેથી તમારે તિરુમલા રેલવે સ્ટેશન પર જ ઉતરવું પડશે. અહીંથી તમને મંદિર જવા માટે બસ અને પ્રાઈવેટ ટેક્સીઓ મળી રહેશે.

બાય બસ: તિરુમલા રોડ દ્વારા તમામ મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે. તમને ચેન્નાઈ, વેલ્લોર અને બેંગ્લોર માટે સીધી બસો મળશે. જો તમે ઇચ્છો, તો તમે તિરુપતિથી બસ અથવા ટેક્સી દ્વારા મંદિર સુધી પહોંચી શકો છો.

Photo of તિરુપતિ બાલાજીઃ કરોડપતિ દેવતાના મંદિરમા છુપાયેલા રહસ્યો by Romance_with_India

તિરુપતિ બાલાજી યાત્રા સાથે જોડાયેલ મહત્વની બાબતો

આ બધું વાંચીને તમારો તિરુપતિ જવાનો પ્લાન તો બની જ ગયો હશે. પરંતુ તમે બેગ લઈને નીકળી પડો એ પહેલા આ મંદિર સાથે જોડાયેલી મહત્વની બાબતો જાણી લો:

તિરુપતિ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે લાંબી લાઈનો લાગે છે અને એંટ્રી કરવામા 4થી 24 કલાકનો સમય લાગી શકે છે. તેથી લાંબી રાહ જોવા માટે તૈયાર રહો.

અહિ દરરોજ હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે, તેથી તમારી ટિકિટ 2-3 મહિના પહેલા જ બુક કરાવી લો. દર્શન માટે પણ વહેલી સવારે જ પ્રવેશ માટે પહોંચી જાવ. તમે ઇચ્છો તો તમે વહેલા પ્રવેશ માટે VIP ટિકિટ પણ લઈ શકો છો.

મંદિરની અંદર કોઈ ફોટોગ્રાફી અથવા વિડિયોગ્રાફીની મંજૂરી નથી, તેથી તમારો ફોન અને અન્ય વસ્તુઓ અગાઉથી જમા કરાવી દો. આ માટે લોકરની સુવિધા છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

હવે તો તમારી પાસે બધી જ માહિતી છે, તો રાહ શેની જુઓ છો? જાવ જાવ ભાઈ, દર્શન કરી આવો આ અનોખા મંદિરના !

Further Reads