આપણે બધા ફેમિલી સાથે રજાઓ ઉજવવા માંગીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો માત્ર એમ વિચારીને નિરાશ થઈ જાય છે કે તેના માટે તેમને ઘણો ખર્ચ કરવો પડશે. અલબત્ત, જ્યારે તમે ઘરની બહાર જાઓ છો, ત્યારે તમારે પૈસા ખર્ચવા જ પડે છે. પરંતુ જો તમે સમજદારીપૂર્વક તમારો હોલીડો પ્લાન કરશો તો તમે ઘણું બધુ સેવિંગ કરી શકો છો.
હિલ્સ પર ફેમિલી વેકેશનનો આનંદ માણવામાં આપણે ઘણું એન્જોય કરીએ છીએ. પરંતુ માત્ર પરિવાર સાથે બહાર જવાનું પૂરતું નથી. તમારે તેને એફોર્ડેબલ બનાવતા પણ આવડવું જોઈએ. તો આજે આ આર્ટિકલમાં અમે તમને એવી જ કેટલીક નાની-નાની ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવીને તમે પહાડોમાં સસ્તું વેકેશન પ્લાન કરી શકો છો-
બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન પસંદ કરો
પહાડોમાં ફરવામાં ચોક્કસ આપણે બધાને મજા આવે છે. પરંતુ જ્યારે તમે બહાર જાવ ત્યારે ડેસ્ટિનેશન (કૌટુંબિક રજાઓ માટે પોકેટ-ફ્રેન્ડલી ડેસ્ટિનેશન) ખૂબ જ સમજી વિચારીને પ્લાન કરવું જોઈએ. જો તમે લોકપ્રિય હિલ સ્ટેશન પર જાઓ છો, તો તમારે વધારાના પૈસા ખર્ચવા પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે નાના શહેરો અથવા પહાડી વિસ્તારોમાં ઓછા લોકપ્રિય વિસ્તારો પસંદ કરવા જોઈએ. આવી જગ્યાઓ પર તમે તમારી બજેટ ફ્રેન્ડલી રજાઓનું પ્લાનિંગ સરળતાથી કરી શકશો.
ઑફ-પીક સિઝનમાં કરો ટ્રાવેલ
જો તમે ખરેખર ઈચ્છો છો કે પહાડોમાં વેકેશન માણતી વખતે તમારે વધારાના પૈસા ખર્ચવા ન પડે, તો પીક સીઝન દરમિયાન તમારી રજાઓનું આયોજન ન કરો. આ સમય દરમિયાન, હિલ સ્ટેશન પર ભીડ પણ ખુબ હોય છે, એટલું જ નહીં હોટેલ બુકિંગથી લઈને કેબ બુકિંગ અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. તો ઑફ-પીક સિઝનમાં, હિલ સ્ટેશનો પર રહેવા અને ફરવાનો ખર્ચ ઘણો ઓછો હોય છે.
ટ્રાવેલ અંગે રહો ફ્લેક્સિબલ
હિલ સ્ટેશન પર રહેવા ઉપરાંત, તમારે તમારા ટ્રાવેલ પ્લાન વિશે પણ ખૂબ જ ફ્લેક્સિબલ રહેવું જોઈએ. તમે એડવાન્સ બુકિંગ અગાઉથી કરી શકો છો અને આ સમય દરમિયાન તમે એ ચેક કરો કે કઇ તારીખોમાં તમારી ટ્રાવેલની ટિકિટો સસ્તી પડે છે. ખાસ પ્રસંગો પર તમને ટિકિટ પર સારું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આવી સ્થિતિમાં, તમારા ઘણા પૈસા બચી જાય છે.
સ્થાનિક સ્ટ્રીટ ફૂડને પ્રાધાન્ય આપો
જ્યારે તમે પહાડોની મુલાકાત લેવા જાવ છો, ત્યારે ત્યાંની રેસ્ટોરાંમાં ખાવાને બદલે સ્થાનિક સ્ટ્રીટ ફૂડને પ્રાધાન્ય આપો. લોકલ ફૂડ્સ અને સ્ટ્રીટ ફૂડના વિકલ્પો પસંદ કરવાથી તમને સ્થાનિક સંસ્કૃતિ અને ટેસ્ટને માણવાની તક તો મળે જ છે, સાથે સાથે તમારા ઘણા પૈસા પણ બચી જાય છે.
કેમ્પિંગ પસંદ કરો
જો તમે હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો અને બજેટમાં રહીને તેનો પૂરેપૂરો આનંદ લેવા માંગો છો, તો તમારે હોટેલમાં રહેવાને બદલે કેમ્પિંગ કરવા જવું જોઈએ. તમે તમારું પોતાનું કેમ્પિંગ ગિયર લાવો અથવા તેને ભાડેથી ખરીદો. કેમ્પિંગ તમને પહાડો રહેવાનો એક અલગ અનુભવ આપે છે. ઘણા પહાડી વિસ્તારોમાં તમને કેમ્પિંગ માટે મૂળભૂત સુવિધાઓ પણ મળે છે. જેથી તમે આરામથી કેમ્પિંગનો આનંદ માણી શકો છો.
ગ્રુપમાં કરો
જો તમે ઇચ્છો છો કે પહાડો પર તમારું વેકેશન પોસાય તેવું હોય તો તમારે સમૂહમાં મુસાફરી કરવી જોઈએ. જ્યારે તમે સમૂહમાં મુસાફરી કરો છો, ત્યારે તમને પરિવહનથી લઈને હોટેલમાં રોકાણ અને અન્ય ખર્ચાઓમાં ઘણો ઘટાડો થાય છે.
પહાડો પર જતા પહેલા પેકિંગ કરતી વખતે કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ?
શૂઝ: જો તમે પણ પહાડોની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમારી સાથે શૂઝ લેવાનું ભૂલશો નહીં. પર્વતીય માર્ગ ખરાબ હોવાને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા હોય છે. આવી સ્થિતિમાં જો તમે મહિલા છો તો તમે શૂઝની જગ્યાએ ચપ્પલ અથવા સેન્ડલ પહેરો છો તો તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ટ્રેકિંગ વખતે પણ તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ટોર્ચ અને પાવર બેંક-
જ્યારે પણ તમે પહાડો પર ફરવા જાઓ ત્યારે હંમેશા તમારી સાથે એક ટોર્ચ રાખો. આ સાથે તમારે પાવર બેંકની પણ વ્યવસ્થા કરવી જોઈએ. કારણ કે પહાડી વિસ્તારોમાં જ્યારે હવામાન ખરાબ હોય છે ત્યારે લાઇટો જતી રહે છે. આવી સ્થિતિમાં, તમે અંધકારથી બચવા માટે ટોર્ચનો ઉપયોગ કરી શકો છો અને મોબાઇલ ફોનને ચાર્જ કરવા માટે પાવર બેંકનો ઉપયોગ કરી શકો છો.
એકસ્ટ્રા બેગ
જ્યારે પણ તમે પહાડી વિસ્તારોમાં જાઓ ત્યારે તમારી સાથે વધારાની બેગ અને પ્લાસ્ટિક રાખો જેથી તમારા માટે ભીના કપડા રાખવાનું સરળ બને. ઘણી વખત તમે પહાડો પર ફરવા જાઓ છો અને ત્યાં બરફવર્ષા થાય છે, આવી સ્થિતિમાં જો તમારા કપડા ભીના થઈ જાય અને તમે ભીના કપડાને સૂકા કપડા સાથે રાખો તો તમારા બધા કપડા બગડી શકે છે.
દવાઓ- જ્યારે પણ તમે પહાડોમાં ફરવા જાઓ ત્યારે કેટલીક મહત્વપૂર્ણ દવાઓ તમારી સાથે રાખો. માથાનો દુખાવો, તાવ, ઉલ્ટી વગેરેની દવા સાથે રાખો. પહાડોમાં ઉલ્ટી કે ચક્કર આવવા એક મોટી સમસ્યા હોય છે. તેથી, તેની દવા ચોક્કસપણે સાથે રાખો.
હળવો નાસ્તો: જો તમે પર્વતોની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો તમારી સાથે ખાણી-પીણીનો સ્ટોક રાખો. હળવો નાસ્તો જેમ કે નમકીન, ક્રિસ્પી, ચિપ્સ, બિસ્કીટ તમારી સાથે રાખો. કારણ કે પર્વતોમાં દૂર દૂર કોઈ દુકાનો નથી હોતી. આવી સ્થિતિમાં, જો તમને ભૂખ લાગે છે, તો તમે આ વસ્તુઓથી તમારું પેટ ભરી શકો છો.
ગરમ કપડાં - જો તમે પહાડો પર ફરવા જઇ રહ્યા છો તો સૌપ્રથમ ગરમ કપડાનું પેકિંગ કરો. પહાડોનું હવામાન અલગ હોય છે. ગમે ત્યારે હિમવર્ષા થઈ શકે છે, આવી સ્થિતિમાં પોતાને ઠંડીથી બચાવીને પર્વતોનો આનંદ માણવા માટે ગરમ કપડા પહેરવા જરૂરી છે.
ખરીદી કરતી વખતે ધ્યાન રાખો
શિયાળાની ટ્રીપ પર જઈએ અને શોપિંગ ન કરીએ એ કેવી રીતે શક્ય બને? પર્યટન સ્થળની વિશિષ્ટ વસ્તુથી તમારા ઘરને સુશોભિત કરવી જેમ કે કપડાં અને અન્ય ઘણી વસ્તુઓ ફક્ત પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને જ વેચવામાં આવતી હોય છે. તમે વિન્ટર શૂઝ, પર્સ, શાલ, છત્રી, કપડાં જેવા વિવિધ ઉત્પાદનો ખરીદી શકો છો.
નજીકના બજારોમાંથી સસ્તું અને વિશેષ શું છે તે શોધો. માત્ર શોપિંગ જ નહીં પરંતુ લોકલ ફૂડનો સ્વાદ પણ માણો. પરંતુ ખરીદી કરતી વખતે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે ફક્ત તે જ વસ્તુઓ ખરીદો જે તમને લાગે કે તમારા રાજ્યમાં ઉપલબ્ધ નથી. કારણ કે પર્વતોમાં તમને આ વસ્તુઓ મોંઘી મળી શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો