હાલમાં જ ગોવાથી પાછી ફરી છું. ડિસેમ્બરમાં ગોવામાં સૌથી વધુ ભીડ રહેતી હોય છે તેવા સમયમાં ભીડભાડથી દૂર ખાવા-પીવાની કોઇ કમી નહીં, રોજ રાતે પાર્ટી કરી અને તે પણ બજેટથી એક રૂપિયો પણ વધારે ખર્ચ કર્યા વગર.
તો કેટલીક ટ્રીક હું તમને બતાવીશ જેથી તમે પણ મારી જેમ પૈસા બચાવી શકો.
1. ગોવાનો એ ભાગ પસંદ કરો જ્યાં તમે રહેવા માંગો છો
ઉત્તરથી દક્ષિણ સુધી ગોવા 150 ચોરસ કિ.મી.માં ફેલાયેલું છે. તમારે એક જગ્યા નક્કી કરી દેવાની છે. તમે શું ઇચ્છો છો..આખી રાત પાર્ટી કે મસ્તીથી બીચ પર ફરવું અને બીયર પીવો. અમે પલોલમમાં રોકાયા અને આસપાસ જવા માટે પગપાળા રસ્તો કાપ્યો. જેથી અમારા હજારો રૂપિયા બચી ગયા.
2. પોતાની બધી રજાઓ માટે રહેવાની વ્યવસ્થા એક જ વખતે બુક ન કરો
ગોવા માટે અમે ફક્ત એક દિવસનું બુકિંગ કરાવ્યું હતું. ત્યાં પહોંચીને અમે આસપાસમાં તપાસ કરી તો એક કોટેજ મળી ગયું જે બીચ પર હતું. કિંમત પણ અમે રોકાયા હતા તેનાથી અડધી હતી. સુવિધા પણ ઘણી સારી હતી.
3. જેટલું બની શકે પગપાળા ચાલો
ગોવામાં ટ્રાન્સપોર્ટેશન મોંઘું છે. જો તમે પલોલેમમાં છો તો થોડાક અંતર માટે બસ મળવી પણ મુશ્કેલ છે. ઓટો મળે છે પણ ઘણાં મોંઘા. (3-4 કિ.મી.ના 150 રૂપિયા). જો તમે નવેમ્બરથી જાન્યુઆરીની વચ્ચે આવો તો મોસમ ખુશનુમા હોય છે. તો તમે પગપાળા બધે ફરી શકો છો.
4. લાંબા અંતર માટે સ્કૂટી બુક કરી લો
ભીડભાડવાળા સમયમાં તમને 250 રૂપિયામાં સ્કૂટી મળી જશે. (ઓનલાઇનના 350 રૂપિયા થશે). 70 રૂપિયા લીટર ઇંધણનો ખર્ચ જોડીએ તો 2 વ્યક્તિ આરામથી 500 રૂપિયામાં 75 કિ.મી. જઇ શકે છે. બીજી તરફ કેબમાં 30 કિ.મી.ના 800થી 1000 રૂપિયા થશે અને બસમાં વધારે આવન-જાવન નહીં કરી શકાય.
5. હંમેશા પૈસા સાથે રાખો
મોટાભાગની જગ્યાઓ પર કાર્ડ નથી લેવામાં આવતા. જો લેવામાં આવશે તો કિંમતમાં 3% વધારે ચૂકવવા પડશે. ઘણાં લોકો ઓનલાઇન વોલેટ જેવા કે પેટીએમ વગેરે નથી રાખતા અને જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ઇન્ટરનેટની સુવિધા નથી હોતી. એટીએમ અહીં સરળતાથી નથી મળતા (કેમ એ જાણવા માટે અહીં ક્લિક કરો) તો પૈસા પહેલેથી કાઢીને પોતાની પાસે રાખો અને કેશમાં પૈસા આપો. જેથી તમને ભાવતાલ કરવાની તક મળી જશે.
6. કોઇ જુગાડુ વ્યક્તિ સાથે દોસ્તી કરી લો
કોઇ જુગાડુ વ્યક્તિ મળી જાય તો તમે ફાયદામાં રહેશો. અમને આવી વ્યક્તિ મળી ગઇ. એ વ્યક્તિએ અમને અડધી રાતે રૂમ અપાવી દીધો. એરપોર્ટ સુધી જવા માટે સામાન્ય ભાડામાં ટેક્સી અપાવી દીધી અને ગોવાની સૌથી સારી રેસ્ટોરન્ટ અને બારમાં લઇ ગયો. આવનારા મહિનામાં અમે અમારા ઘણાં મિત્રોને તેની સાથે મુલાકાત કરાવી છે.
7. હોટલના બદલે દારૂ દુકાનમાંથી ખરીદો
બીરા વ્હાઇટના એક પોઇન્ટ કોટેજમાં 120 રૂપિયા અને દુકાનમાં 45 રૂપિયામાં મળે છે. પીક સીઝનમાં કોટેજ અને હોટલોમાં દારુની કિંમત આકાશને આંબે છે. ઉદાહરણ તરીકે એક બીયરની નાની બોટલ કોટેજમાં 80-90 રૂપિયામાં મળે છે તો બોટલ સરકારી દુકાનમાં 30-40 રૂપિયામાં મળે છે. સાથે જ બીયર પણ ઘણાં પ્રકારની મળે છે. અમે અમારી આ ટ્રિપ પર સાત અલગ-અલગ પ્રકારની બીયર જે પહેલા નહોતી ચાખી તેનો ટેસ્ટ કર્યો. તો બજારથી દૂર રોકાયા છો તો ઘણીબધી બોટલ એકસાથે ખરીદો અને જો પાસે રોકાયા હોવ તો જરૂરિયાતના હિસાબે લો.
8. સમુદ્રી ભોજન સસ્તામાં મળી જશે
અમે 150 ગ્રામ કરચલો ફક્ત 500 રૂપિયામાં ખરીદ્યો. ભીડભાડના સમયમાં તેની કિંમતો ઘણી વધી જાય છે. ત્યારે ભાવતાલ કરીને કિંમત ઓછી કરવાનો ટ્રાય કરો.
9. રેસ્ટોરન્ટ બદલવામાં સહેજ પણ સંકોચ ન કરો
એવી કોઇ જબરજસ્તી નથી કે તમારે ફક્ત એક જ જગ્યાએથી ખાવા-પીવાનું ખરીદવાનું છે. પૈસા બચાવવા છે તો અલગ અલગ જગ્યાએ જાઓ. પીવા માટે એક રેસ્ટોરન્ટ, ચાખવા માટે બીજી અને ભરપેટ ભોજન માટે કોઇ ત્રીજી રેસ્ટોરન્ટ પકડો. જેવા તમે ઉભા થઇને ચાલવા માંડશો તો રેસ્ટોરન્ટનો માલિક ભાવ ઓછો કરી નાંખશે. બીજું તમને યોગ્ય કિંમતનો અંદાજો પણ આવી જશે. તો બીજી વાર તમે ઓછી કિંમતવાળી જગ્યાઓ પર જઇ શકશો.
10 સવાર સવારમાં ખરીદી કરી લો
મોડી રાતે ભરાતાં બજાર સારા હોય છે પરંતુ તમે સવારે બાકી ગ્રાહકોના આવતા પહેલાં સ્થાનિક બજારમાંથી ખરીદારી કરશો તો વસ્તુઓ ઘણી સસ્તી મળી જશે. લોકો સવારે બોણી કરવાને લઇને અંધવિશ્વાસી હોય છે. તેથી તે પહેલા ગ્રાહકને ઓછી કિંમતે વસ્તુઓ આપી દેતા હોય છે. અમે પણ ઘણાંબધા મસાલા, યાદગારની સ્થાનિક ચીજો અને 7 લોકો માટે ગિફ્ટની ખરીદી કરી અને તે પણ ફક્ત 1500 રૂપિયામાં. હવે આનાથી વધારે સારું બીજું શું હોઇ શકે?
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો