દરેક ઇચ્છે છે કે એવી જગ્યાઓ પર જઇએ, જ્યાં શાંતિથી કેટલાક દિવસો એકલા પસાર કરી શકાય. શું ફક્ત આ જ રખડપટ્ટી છે. જવાબ છે નહીં. ફરવાનું ફક્ત શાંતિથી ભરેલી જગ્યાઓ પર જવાનું નથી. આ તો આખી દુનિયા એક્સપ્લોર કરવાનું સાધન છે. જેમાં લોકોથી ભરેલી મોજ-મસ્તીવાળી જગ્યાઓ પણ છે. જ્યાં ભીડ ઘણી ઓછી હોય છે. પરંતુ માહોલ ગજબનો હોય છે. તેનો અનુભવ દરેકે કરવો જોઇએ. આ મજાક મસ્તી ભરેલી જગ્યાઓ પર જવા માટે તમે મમ્પી-પપ્પાને સત્ય નથી જણાવી શકતા. જો તમે સાચુ કહ્યું તો આ જગ્યાઓ પર જવાનો પ્લાન તરત કેન્સલ થઇ જશે. અમે તમારા માટે આવી જ કેટલીક જગ્યાઓનું લિસ્ટ બનાવ્યું છે.
1. કસોલ
આ લિસ્ટમાં સૌથી પહેલો નંબર કસોલનો છે. હિમાચલ પ્રદેશમાં વસેલું કસોલ ઘણું જ સુંદર છે. દરકે નવયુવાનની ઇચ્છા હોય છે કે તે કસોલ જરુર જાય. અહીં ઘણી ઇઝરાયેલી કેફે અને હોસ્ટેલ છે. કસોલ મારિજુઆના એટલે કે ગાંજા માટે જાણીતું છે. આ જ કારણ છે કે તમે આ જગ્યા પર મમ્મી-પપ્પાને જણાવીને નહીં જઇ શકો.
2. ગોવા બીચ
ગોવા ઘણી જ સુંદર જગ્યા છે અને અહીં ફક્ત પાર્ટી કરનારા લોકો જ નથી આવતા જે ગોવાને જોવા માંગે છે તે પણ આવે છે પરંતુ ભારતીય માતા પિતાના મનમાં એ ધારણા બની છે કે ગોવા પાર્ટી અને મસ્તી કરનારી જગ્યા છે. અહીં જે જાય છે તેમના હાથમાં બીયરની બોટલ હોય છે. જો તમે તમારા મમ્મી-પપ્પાને ગોવા જવા માટે કહેશો તો ચોક્કસ ના પાડી દેશે. એટલા માટે તમારે બીજુ કોઇ બહાનું મારીને ગોવા જવાનો પ્લાન બનાવવો પડશે.
3. કાશ્મીર
ધરતી પર જો ક્યાંય સ્વર્ગ છે તો તે કાશ્મીરમાં છે. પરંતુ આ જગ્યા ઘણી ખતરનાક પણ છે. અહીં તમને રસ્તા પર બંદૂક સાથે ભારતીય સેના જોવા મળશે. મોટા ભાગના મા-બાપ પોતાના બાળકને કાશ્મીર જવા માટે ના જ પાડશે.
4. ગોકર્ણ
જો તમે ભીડભાડથી દૂર ગોવા જેવા સુંદર દરિયાકિનારા જોવા માંગો છો તો ગોકર્ણ તમારા માટે યોગ્ય જગ્યા છે. ઘણાં બધા લોકો ગોકર્ણને મંદિરોના કારણે ઓળખે છે પરંતુ અહીં કેટલાક સીક્રેટ નુડિસ્ટ બીચ પણ છે. જો તમારા માં-બાપને આ અંગે ખબર હશે તો તમે સાચુ બોલીને પણ ગોકર્ણ નહીં જઇ શકો. આ સુંદર જગ્યાને એક્સોપ્લોર કરવા માટે તમારે થોડાક તો બહાના બતાવવા જ પડશે.
5. અંડમાન
અંડમાન ટાપુઓ તેના સમુદ્રી કિનારા માટે જાણીતા છે. હૅવલોક બીચ તો કોઇ સ્વર્ગથી કમ નથી. અહીં સ્કૂબા ડાયવિંગ થાય છે પરંતુ જો તમે ઘરેથી એમ કહીને નીકળશો કે હું સમુદ્રમાં ઉંડી ડુબકી મારવા જઇ રહ્યો છું તો કદાચ તમારા પેરન્ટ તેની ના પાડશે કારણ કે તેમને તમારી સુરક્ષાની ચિંતા થશે.
6. છત્તીસગઢ
છત્તીસગઢનું નામ પડતા જ તમારા મનમાં પહેલી ચીજ શું આવે છે, માઓવાદ, નક્સલી. આ વાત અડધી સાચી છે. જે ખતરાની વાત થઇ રહી છે તે આખા છત્તીસગઢમાં નહીં પરંતુ તેના બસ્તર ભાગમાં છે, બસ્તરમાં પણ ઘણાં નાના ભાગમાં. છત્તીસગઢ તેની કુદરતી સુંદરતા માટે જાણીતું છે. અહીં સારા વૉટરફોલ પણ છે. તેમ છતાં મમ્મી-પપ્પા સમક્ષ સાચુ બોલીને તમે અહીં નહીં આવી શકો.
7. લદ્દાખ બાઇક ટ્રિપ
જો ફરવાનું સપનું છે તો એકવાર લદ્દાખ બાઇક ટ્રિપ પર જરુર જાઓ. આ સફર જેટલી સુંદર છે એટલીજ રોમાંચક પણ છે. લદ્દાખના પહાડોની વચ્ચે બાઇક પર જવું સુંદર સપના જેવું છે. આ એડવેન્ચર નવયુવાનો માટે તો મજેદાર છે પરંતુ મા-બાપ તેને બેવકુફી સમજે છે. તે આ સફર પર ન પોતે જશે ન તો તેમના સંતાનોને મોકલશે. પહેલા તો તે લદ્દાખ જેવી ઠંડી જગ્યાએ જવા માટે ના પાડશે. જો તેઓ કદાચ માની પણ જાય તો બાઇક પર તો ક્યારેય જવાની હા નહીં પાડે. તો લદ્દાખ ટ્રિપ કરવી હોય તો કંઇક બહાનું બતાવવું પડશે.