ભારતના એવા શિક્ષિત ગામો જ્યાં સાક્ષરતા દર 100% છે

Tripoto
Photo of ભારતના એવા શિક્ષિત ગામો જ્યાં સાક્ષરતા દર 100% છે 1/5 by Paurav Joshi

આજના સમયમાં દરેકને લખતા-વાંચતા તો આવડવું જ જોઇએ. ભારત એ દેશ છે જ્યાં વસતીનો મોટો ભાગ આજે પણ ગામડામાં રહે છે. એવુ માનવામાં આવે છે કે ગામડામાં રહેનારાને દુનિયાદારીની સમજ થોડીક ઓછી હોય છે. પરંતુ હવે એવું નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં કેટલાક ગામડાઓ એવા છે જ્યાં સાક્ષરતા દર 100 ટકા છે.

1. પોથાનિક્કડ, કેરળ

Photo of ભારતના એવા શિક્ષિત ગામો જ્યાં સાક્ષરતા દર 100% છે 2/5 by Paurav Joshi

કેરળમાં પોથાનિક્કડ પહેલી એવી જગ્યા છે જેણે 100 ટકા સાક્ષરતા દર પ્રાપ્ત કર્યો છે. કેરળના આ નાનકડા ગામમાં પ્રાથમિક સ્કૂલથી લઇને 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરવાની તમામ સુવિધાઓ છે. અહીં દર્શનીય સ્થળોની કમી પણ નથી. અહીંથી થોડેક દૂર વોટરફોલ અને બર્ડ સેંક્ચુરી પણ છે.

2. બઘુવર, મધ્ય પ્રદેશ

Photo of ભારતના એવા શિક્ષિત ગામો જ્યાં સાક્ષરતા દર 100% છે 3/5 by Paurav Joshi

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં સ્થિત બઘુવર સૌનો સાથ સૌના વિકાસનું સટીક ઉદાહરણ છે. બઘુવર ભારતના એ ગણતરીના ગામોમાં સામેલ છે જેણે 100 ટકા સાક્ષરતા દર પ્રાપ્ત કર્યો છે. અહીંના લોકોનું માનવું છે કે દરેક વ્યક્તિને ભણવાની પૂરી આઝાદી છે જેના કારણે લોકોએ જિલ્લા પ્રશાસન સાથે મળીને ગામમાં સ્કૂલ બિલ્ડિંગનો વિસ્તાર કરાવ્યો છે. આ ઉપરાંત, આ ગામમાં સાફ-સફાઇનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. રોડ પર કચરો ન થાય અને વરસાદની ઋતુમાં પાણી ન ભરાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

3. સેરછિપ, મિઝોરમ

મિઝોરમનું સેરછિપ 100 ટકા સાક્ષર છે. 2011માં સેરછિપનો સાક્ષરતા દર લગભગ 99 ટકા હતો. સેરછિપમાં સારા શિક્ષણ માટે સ્કૂલ અને કૉલેજ બન્નેની સારી સુવિધા છે. સેરછિપના લોકોનું માનવું છે કે સારુ શિક્ષણ દરેક વ્યક્તિનો અધિકાર છે.

4. કોટ્ટાયમ, કેરળ

Photo of ભારતના એવા શિક્ષિત ગામો જ્યાં સાક્ષરતા દર 100% છે 4/5 by Paurav Joshi

કોટ્ટાયમ કેરળનું પહેલું એવું શહેર છે જેણે 100 ટકા સાક્ષરાત દર પ્રાપ્ત કર્યો છે. કેરળના આ શહેરમાં ભણવાની તમામ સુવિધા મોજુદ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કેરળની પહેલી ડિગ્રી કોલેજ પણ કોટ્ટાયમમાં જ શરુ થઇ હતી. તે સમયથી લઇને અત્યાર સુધી કોટ્ટાયમમાં શિક્ષણને સર્વોચ્ચ દરજ્જો પ્રાપ્ત છે. કેવળ આટલુ જ નહીં કોટ્ટાયમ ટૂરિસ્ટ મેપ પર પણ પોતાની જગ્યા પાક્કી કરી ચૂક્યું છે.

5. મૌલિન્નોંગ, મેઘાલય

જો તમને રખડવાનું પસંદ છે તો તમે મૌલિન્નોંગનું નામ જરુર સાંભળ્યું હશે. મેઘાલયના પૂરક ખાસી હિલ્સમાં સ્થિત આ જગ્યાને કેવળ ભારત જ નહીં પરંતુ આખા એશિયામાં સૌથી સ્વચ્છ ગ્રામ હોવાનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આમ તો મૌલિન્નોંગ માત્ર આ એક કારણથી જ ખાસ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મેઘાલયના આ ગામમાં સાક્ષરતા દર પણ 100 ટકા છે. આ ગામમાં સોલાર એનર્જીથી ચાલતા ઉપકરણો, સ્વચ્છતા, સાક્ષરતા બધુ જ જોવા મળશે.

6. ગંગાદેવીપલ્લી, તેલંગાણા

Photo of ભારતના એવા શિક્ષિત ગામો જ્યાં સાક્ષરતા દર 100% છે 5/5 by Paurav Joshi

વારંગલથી લગભગ 20 કિ.મી. દૂર સ્થિત ગંગાદેવીપલ્લી આજના જમાનાનું સ્માર્ટ વિલેજ બનવાની તૈયારીમાં છે. આ ગામમાં કુલ 360 ઘર છે જેમાં 1,400ની આસપાસ લોકો રહે છે. આ ગામમાં ગર્વ કરવાલાયક એક નહીં તમામ કારણ છે. ગંગાદેવીપલ્લીમાં ન તો ચોરી થાય છે ન તો કોઇ પ્રકારનો ક્રાઇમ. આ તેલંગાણાનું એવું ગામ છે જ્યાં 100 ટકા સાક્ષરતા છે. ગામના બધા બાળકો સ્કૂલ જાય છે અને સારી રીતે ભણે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads