Day 1
આપણે બધાએ બાળપણમાં ઘણી વાર્તાઓ સાંભળી છે. તેમાંથી ઘણી વાર્તાઓ આપણી પ્રેરણા બની જાય છે. પરંતુ સૌથી વધુ જે આપણને ઇન્સ્પાયર કરે છે તે છે આપણા પિતાજી દ્વારા સંભળાવવામાં આવેલી વાર્તા. એક પિતા હંમેશા પોતાના બાળકો માટે એક હીરો હોય છે. તેમના દ્વારા કરવામાં આવેલ કાર્ય હંમેશા બાળકોને પ્રેરણા આપે છે. તેમાંથી જ એક છે તેમણે મુલાકાત લીધેલી જગ્યાઓ.
જ્યારે બાળકો તેમના પિતા દ્વારા તેમની મુસાફરીની વાર્તાઓ સાંભળે છે, ત્યારે તેમના મગજમાં સામાન્ય રીતે એવું આવે છે કે જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેઓ પણ આ સ્થાન પર જશે. આજે અમે તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં અમારા પિતા જતા હતા. પુરાતન છે પણ આજે પણ એનો મહિમા એ વખતે જેવો હતો તેવો જ છે.
કાશ્મીર
ધરતીનું સ્વર્ગ કહેવાતા કાશ્મીરને કોઈ પરિચયની જરૂર નથી.અહી આવનારાને આ સ્થળ સાથે પ્રેમ ન થાય તે શક્ય જ નથી.અહીં એક તરફ ઉંચા બરફથી ઢંકાયેલા પર્વતો અને બીજી તરફ સુંદર તળાવો જેની પર તરતા ફ્લોટિંગ હાઉસ બોટ. જો તમે ભીડથી દૂર ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં હાઉસ બોટમાં રહેવા માંગતા હોવ, તો તમે નાગીન તળાવ અથવા જેલમ નદી પર તમારી ઇચ્છા પૂરી કરી શકો છો. આ ઉપરાંત અહીં સુંદર બાગ-બગીચા પણ છે જે છે તો ઘણાં જુના પરંતુ આજે આજેપણ તેની શાનોશૌકત એટલે કે લકઝરીમાં કોઇ કમી નથી આવી. જેમ કે અહીનો મુઘલ ગાર્ડન. તેને એટલી સુનિયોજીત રીતે અને સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે આજે પણ મુઘલોનો બાગ-પ્રેમ અહીં તેની સુંદરતાના રૂપમાં પ્રતિબિંબિત થાય છે. આ સિવાય તમે શાલીમાર બાગ, નિશાત બાગ જેવા ઘણા મહત્વપૂર્ણ બગીચાઓ પણ જોઈ શકો છો.
જયપુર
"પિંક સિટી" તરીકે ઓળખાતું આ શહેર રાજસ્થાનમાં આવેલું છે. જો તમને રાજવી પરિવારની જાહોજલાલી જોવામાં રસ હોય, તો આ સ્થળ તમારા માટે શ્રેષ્ઠ છે. આ શહેર વિવિધ પ્રકારના કિલ્લાઓ અને પ્રાચીન ઈમારતોથી ભરેલું છે. અહીં સ્થિત હવા મહેલ લોકોમાં સૌથી વધુ પ્રખ્યાત છે. આ સિવાય તમે આમેર કિલ્લો, જયગઢ કિલ્લો, નાહરગઢ કિલ્લો, જંતર-મંતર, રામબાગ પેલેસ વગેરેની પણ મુલાકાત લઈ શકો છો. અહીં તમને રાજસ્થાની સંસ્કૃતિથી લઈને રાજસ્થાની ફૂડ બધું જ જોવા મળશે. આજે આ સ્થળ લોકોના મનપસંદ પર્યટન સ્થળોમાંનું એક છે.
વારાણસી
ભારતના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક, કાશીને ભારતનું ધાર્મિક શહેર માનવામાં આવે છે. જ્યાં દરેક વસ્તુ પૂજા અને ભક્તિના રંગમાં રંગાયેલી છે. મંદિરના ઘંટ ભક્તને ભગવાન પાસે લઈ જાય છે. ગંગાનો પવિત્ર પ્રવાહ દરેક પર પોતાના આશીર્વાદ ફેલાવતો રહે છે.દરરોજ સાંજે સૂર્યાસ્ત થતાંની સાથે જ અહીં ગંગા આરતી કરવામાં આવે છે અને પૂજારીઓના હાથમાં ફરતા મોટા મોટા દીવાઓ સાંજને અજવાળે છે. જ્યાં તમને દેશીથી લઇને વિદેશી સુધી બધા એક રંગમાં રંગાયેલા દેખાશે. મંદિરો અને ઘાટોના આ શહેરમાં તમને દરેક જગ્યાએ ભક્તિમય વાતાવરણ જોવા મળશે.
દાર્જિલિંગ
દાર્જિલિંગ ભારતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે, જેને "પહાડોની રાણી" પણ કહેવામાં આવે છે. એક સમયે સિક્કિમનો એક ભાગ ગણાતા આ હિલ સ્ટેશનની સૌથી મોટી વિશેષતા અહીંના ચાના બગીચા છે. દૂર-દૂર સુધી ફેલાયેલા લીલી ચાના ખેતરો જાણે કે પૃથ્વી પર લીલી ચાદર પથરાયેલી ન હોય તેવું દ્રશ્ય પાથરે છે. એક તરફ મન મોહી લે તેવા પહાડો અને બીજી બાજુ લીલાછમ સુંદર ચાના બગીચા છે. આ વિશ્વનો શ્રેષ્ઠ ચા ઉત્પાદક વિસ્તાર છે. અહીંના અન્ય આકર્ષણો છે ટાઈગર હિલ, ટોય ટ્રેન, પદ્મજા નાયડુ હિમાલયન ઝૂઓલોજિકલ પાર્ક અને હેપ્પી વેલી ટી એસ્ટેટ છે. દાર્જિલિંગની મુસાફરી શરુ થાય છે પર્યટન પ્રસિદ્ધ ટોય ટ્રેનથી, જે પહાડો અને સુંદર ખીણોમાંથી પસાર થાય છે. તો આ ટોય ટ્રેનની સવારી કરવાનું ભૂલશો નહીં.
બોધ ગયા
બિહારના ગયા જિલ્લાના પ્રસિદ્ધ પર્યટક સ્થળ તેમજ ધર્મનગરી બોધગયામાં જૈન, બૌદ્ધ અને હિંદુ-ત્રણેય ધર્મોના લોકો ભેગા થાય છે. બોધ ગયા દેશનું સૌથી પ્રાચીન શહેર હોવાની સાથે સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. ગયાના કિનારે જ્યાં એકતરફ હિંદુઓ તેમના પૂર્વજોને પિંડ દાન આપવા માટે ભેગા થાય છે, તો બીજીતરફ ત્યાંથી થોડાક જ કિલોમીટર દૂર એક જગ્યા છે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઇ હતી.અહીંનું મહાબોધિ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત તિબેટ, નેપાળ, ચીન, જાપાન, મ્યાનમાર, કેનેડા, અમેરિકા સહિતના અનેક દેશોમાંથી અંદાજે 2 લાખ જેટલા બૌદ્ધો આ જ્ઞાનની નગરીમાં કાલચક્ર પૂજામાં આહુતિ આપવા માટે ઉપસ્થિત રહે છે.
આગ્રા
જો આપણે ભારતના સુંદર સ્થળોની વાત કરીએ અને આગ્રાનો ઉલ્લેખ ન કરીએ તો તે શક્ય જ નથી. કારણ કે આ તે સ્થળ છે જે પ્રાચીન સમયથી સૌંદર્યની પરિભાષા બનીને ગર્વથી ઊભું છે. અહીં સ્થિત તાજને કોણ નથી જાણતું. વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ તાજ સુંદરતાનું પ્રતિક છે.
સફેદ આરસપહાણનો બનેલો તાજમહેલ શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવ્યો હતો.અહીંની બીજી એક વાત પ્રખ્યાત છે અને તે છે સ્વાદિષ્ટ આગરા પેઠા, જેનો સ્વાદ તમારી જીભ પર કાયમ માટે રહેશે. તાજ ઉપરાંત અહીં ઘણી ઐતિહાસિક ઇમારતો છે.
દિલ્હી
રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં પર્યટન સ્થળોની કોઈ કમી નથી. અહીં દરેક માટે કંઈક ને કંઈક વસ્તુ તો તમને ચોક્કસ મળી જશે. પછી તે બાળકો હોય કે વૃદ્ધ કે પછી હોય યુવાનો. દિલ્હીની ભવ્યતા કંઇ આજકાલની નથી, તે આઝાદી પહેલાની છે અને આજ સુધી જળવાયેલી છે.
મૈસુર
આપણે બધાએ આપણા ઇતિહાસના પુસ્તકોમાં મૈસુરના રાજા ટીપુ સુલતાન વિશે ચોક્કસ વાંચ્યું જ હશે. મૈસુરનો મહેલ ભારતનું બીજું સૌથી પ્રખ્યાત ઐતિહાસિક સ્મારક છે. મૈસૂર પેલેસ ચામુંડી હિલ્સની સાથે સાથે શહેરમાં સૌથી પ્રસિદ્ધ પ્રવાસી આકર્ષણોમાંનું એક છે, જે આજે પણ તેની ભવ્યતાને જાળવી રહ્યું છે.
હૈદરાબાદ
ભારતના દક્ષિણ રાજ્ય હૈદરાબાદની સફર તમને પૌરાણિક સ્થળોની સાથે સાથે ઉત્તમ ભોજનનો આનંદ માણવાની તક આપશે.અહીંના ચાર મિનાર અને બિરયાની વિશ્વભરમાં પ્રખ્યાત છે.જેની સુંદરતા અને શાન આજે પણ એવી જ છે જેવી આપણા પિતાના જમાનામાં હતી. આ સાથે જ અન્ય મુખ્ય આકર્ષણોમાં હુસૈન સાગર તળાવ, બિરલા મંદિર, સાલારજંગ મ્યુઝિયમ વગેરે છે જે આ શહેરને એક અલગ ઓળખ આપે છે.
તમને તમારા પિતાના જમાનાનું કયું સ્થળ ગમે છે અને તમે કયા સ્થળની મુલાકાત લેવા માંગો છો. તે જગ્યાની ખાસ વાતો અમારી સાથે શેર કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો