પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે?

Tripoto
Photo of પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે? by Jhelum Kaushal

રાષ્ટ્રપતિ ગૃહ

ગણતંત્ર દિવસનો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરીએ આવવાનો છે. આ દિવસનું પોતાનું રાષ્ટ્રીય મહત્વ છે. તે શાળાના દિવસો, રંગા રંગનો કાર્યક્રમ, પ્રભાતફેરી અને અંતે મળતી મીઠાઇ. હું બાળપણમાં આ બધાની ખૂબ રાહ જોતો હતો. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે રાષ્ટ્રીય મહત્વના આ તહેવારોની ઉજવણી કેવી રીતે કરતા હતા?

હવે મુદ્દા પર આવીએ છીએ. મને પહેલેથી જ 26 જાન્યુઆરીથી ખૂબ જ લગાવ છે. તેની પાછળ એક જ કારણ હતું – ગણતંત્ર દિવસની પરેડ. હું કાયમ અમુક દિવસો પહેલા જ આ માટે ઉત્સાહિત થઈ જતો.

Photo of પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે? by Jhelum Kaushal
Photo of પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે? by Jhelum Kaushal
Photo of પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે? by Jhelum Kaushal
Photo of પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે? by Jhelum Kaushal

આપણા લશ્કરી ભાઈઓ સાથે મળીને શિસ્તબદ્ધ કૂચ કરે છે. જ્યારે પણ મેં સૈન્યના ત્રણેય એકમોને આ રીતે એકસાથે કૂચ કરતા જોયા ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત થઈ જતો. આપણા સૈનિકોની બહાદુરી, હિંમત, સંવાદિતા, ઉત્સાહ, શક્તિ પ્રદર્શન બધું જ અવિસ્મરણીય છે. હું આ બધામાં ખોવાઈ જતો. આપણી સેનાની તે અલગ-અલગ ટુકડીઓ, બટાલિયન, તેમનો આકર્ષક પોશાક, તેમના શસ્ત્રો, તેમની ટોપીઓ, બૂટ, બધું ખૂબ જ મનમોહક છે.

ક્યારેક એવું લાગે છે કે આખો દેશ કર્તવ્યના નવ-નિર્મિત માર્ગ પર આવી ગયો છે. એરોપ્લેન અને હેલિકોપ્ટરના કરતબો જોઈને કાયમ રોમાંચ સાથે આશ્ચર્યમાં મુકાઇ જઈએ છીએ. અને વળી બાઇક સવાર જૂથો અને તેમના અદ્ભુત પરાક્રમોને કોણ ભૂલી શકે? રિપબ્લિક ડે પરેડની આવી તો કેટલીય વિશેષતાઓ છે!

આ પરેડમાં માત્ર શક્તિ પ્રદર્શન નથી. પરંતુ આપણા દેશની સંસ્કૃતિની એક ઝલક પણ વિશ્વની સામે રજૂ કરવામાં આવે છે. દેશના લગભગ તમામ રાજ્યો પણ તેમની ઝાંખીઓ મોકલે છે. સાચું કહું તો સમગ્ર કર્તવ્ય પથ (રાજપથ) જીવંત થઈ જાય છે. આપણા દેશની આ પરેડ વિશ્વની શ્રેષ્ઠ પરેડમાંની એક માનવામાં આવે છે.

Photo of પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે? by Jhelum Kaushal
Photo of પ્રજાસત્તાક દિવસ પરેડ - આ વખતે આ ભવ્ય પરેડ ઓનલાઈન જોઈ શકાશે: જાણો કેવી રીતે? by Jhelum Kaushal

આ વખતે સરકારે આ પરેડ માટેની ટિકિટો પણ ઓનલાઈન માધ્યમથી વેચવા માટે મંગાવી છે. જેથી તમે ઈન્ટરનેટ દ્વારા ટિકિટ બુક કરીને આ પરેડ સરળતાથી જોઈ શકો. આ માટે અમુક નિશ્ચિત સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે.

વેબસાઈટ પર જાઓ: www.aamantran.mod.gov.in

આ વેબસાઇટ પર લોગ ઈન કરીને જરૂરી માહિતી આપ્યા બાદ તમે ટિકિટ બુક કરાવી શકો છો. ટિકિટના દર રૂ.20, રૂ.100 અને રૂ.500 છે. આ વેબસાઈટ પર જઈને તમે સરળતાથી ગણતંત્ર દિવસ પરેડની ટિકિટ મેળવી શકો છો. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે 10 વાગ્યે પ્રયાસ કરો. તમને ચોક્કસ ટિકિટ મળશે. બાકી દિવસના અન્ય સમયે ટિકિટ ઉપલબ્ધ ન હોય તેમ બની શકે. આ ઉપરાંત, તમે આ વેબસાઇટ પર બીટિંગ રીટ્રીટ, ફુલ ડ્રેસ રિહર્સલ વગેરે જેવા અન્ય પ્રોગ્રામ પણ બુક કરી શકો છો.

આ સિવાય તમે ઑફલાઇન માધ્યમથી પણ ટિકિટ લઈ શકો છો. આ માટે તમારે નીચેની જગ્યાઓ પર નિયત સમયે જવું પડશે.

1 - સેના ભવન (ગેટ 2)

2 – શાસ્ત્રી ભવન (ગેટ 3)

3 – જંતર મંતર (મુખ્ય દ્વાર)

4 – પ્રગતિ મેદાન (ગેટ 1)

5 – સંસદ ગૃહ (સ્વાગત કાર્યાલય)

સમય: 10:00 AM થી 12:30 PM અને 2:00 PM થી 4:30 PM.

તો હવે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ દ્વારા ટિકિટ બુક કરીને આ ભવ્ય ઈવેન્ટનો ભાગ બની શકો છો.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads