પહાડોની કેદમાં રહેવું છે? લોભામણા દ્રશ્યોવાળા ઉત્તરાખંડનું આ ગામ છે બેસ્ટ

Tripoto
Photo of પહાડોની કેદમાં રહેવું છે? લોભામણા દ્રશ્યોવાળા ઉત્તરાખંડનું આ ગામ છે બેસ્ટ 1/2 by Paurav Joshi

જ્યારે પણ સુંદર પહાડોની વાત નીકળે તો ઉત્તરાખંડને અવશ્ય યાદ કરવામાં આવે. ઉત્તરાખંડ તેના સુંદર હરિયાળા મેદાનો માટે જાણીતું છે. અહીં સુંદર હિલ સ્ટેશનો છે પરંતુ કેટલીક જગ્યા હજુ લોકોના ધ્યાનમાં નથી આવી અને આવી જ એક જગ્યાનું નામ છે ક્યારી.

Photo of પહાડોની કેદમાં રહેવું છે? લોભામણા દ્રશ્યોવાળા ઉત્તરાખંડનું આ ગામ છે બેસ્ટ 2/2 by Paurav Joshi

ક્યારી ઉત્તરાખંડનું એક નાનકડું ગામ છે જે ટિહરી ગઢવાલ જિલ્લામાં આવે છે. ક્યારી ગામ ટિહરીથી 90 કિ.મી. દૂર છે. લગભગ 60 ઘરોની કુલ વસતી 400 છે. ચંબાથી તે 16 કિ.મી. દૂર છે. અહીં જોવાલાયક ઘણું છે. અહીં પહાડી કલ્ચરના લોકો મળશે.

શું કરશો?

અહીં સુંદર પહાડો અને નદી છે. ગામના લોકો વચ્ચે કલાકો પસાર કરી શકો છો.

1. ગામ જુઓ

ઉત્તરાખંડના ગામ ઘણાં જ સુંદર હોય છે. ક્યારી ચારેબાજુથી લીલાછમ પહાડો અને જંગલોથી ઘેરાયેલું છે જે આ જગ્યાને વધારે સુંદર બનાવે છે. તમે પગપાળા આ જગ્યાને એક્સપ્લોર કરી શકો છો. અહીંના લોકોની દિનચર્યાને સમજી શકો છો. બાળકો સાથે વાતો કરી શકો છો.

2. એક નદી

પહાડોમાં દરેક સુંદર જગ્યાના કિનારેથી એક નદી પસાર થાય છે. હકીકતમાં, તે જગ્યાને નદી જ સુંદર બનાવે છે. આ જ રીતે કોસી નદી ક્યારીની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. પહાડોની વચ્ચે નદીનું હોવું ખરેખર કમાલનું હોય છે. નદી કિનારે બેસીને તમે સુંદર મેદાનોને નિહાળી શકો છો. ઠંડા પાણીમાં પગ નાંખવાથી પણ તમને ખુશી આપશે.

3. ખિર્સુ

ક્યારીની આસપાસ જોવાલાયક ઘણું બધુ છે. જેને તમે ક્યારીની યાત્રામાં સામેલ કરી શકે છે. ક્યારીથી લગભગ 7 કિ.મી.ના અંતરે ખિર્સુ છે. ખિર્સુને ઉત્તરાખંડનું સ્વર્ગ કહેવાય તો તેમાં કંઇ ખોટુ નથી. અહીંથી તમને હિમાલયની ટોચ જોવા મળે છે. આવા લોભામણાં નજારા દરેક જોવા માંગે છે. ઉત્તરાખંડનું આ ગામ ઘણું જ સુંદર છે. ક્યારી જાઓ તો ખિર્સુ પણ જરુર જાઓ.

4. કંડોલિયા મંદિર

ઉત્તરાખંડને દેવભૂમિ કહેવાય છે. આ જ કારણ છે કે તમને અહીંના દરેક ગામમાં સ્થાનિક મંદિર મળી જશે. આવું જ સુંદર મંદિર છે કંડોલિયા. ક્યારીથી લગભગ 10 કિ.મી.ના અંતરે સ્થિત કંડોલિયા મંદિર ચારેબાજુથી પાઇન વૃક્ષોથી ઘેરાયેલું છે. જે આ જગ્યાને અતિશય સુંદર બનાવે છે. ભગવાન શિવના મંદિરના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. જો તમે ક્યારી જાઓ તો આ મંદિરમાં જરુર જાઓ.

કેવી રીતે પહોંચશો

વિમાન માર્ગેઃ જો તમે ફ્લાઇટથી ક્યારી આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સૌથી નજીકનું એરપોર્ટ દેહરાદૂનનું જૉલી ગ્રાન્ટ એરપોર્ટ છે. દેહરાદૂનથી ક્યારીનું અંતર લગભગ 100 કિ.મી. છે. તમે બસથી ચંબા સુધી પહોંચી શકો છો ત્યાંથી તમે ક્યારી આરામથી પહોંચી જશો.

રેલવે માર્ગઃ જો તમે ટ્રેનથી ક્યારી જવાનું વિચારી રહ્યા છે તો દેહરાદૂન સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. દેહરાદૂનથી ક્યારી લગભગ 105 કિ.મી. દૂર છે. તમે બસથી ક્યારી પહોંચી શકો છો.

રોડ માર્ગઃ ક્યારી રોડ માર્ગથી ઉત્તરાખંડના મોટા શહેરો સાથે સારીરીતે કનેક્ટેડ છે. તમે બસથી ક્યારી આરામથી પહોંચી શકો છો. જો તમારી પાસે પોતાની ગાડી છે તો ચંબા થઇને ક્યારી જઇ શકાય છે.

ક્યારે જશો?

ક્યારી ઘણું જ સુંદર ગામ છે. અહીં તમે આમ તો ક્યારેય જઇ શકો છો. પરંતુ વરસાદની ઋતુમાં આવવાની બેવકૂફી ન કરતા. ક્યારીને એક્સપ્લોર કરવાનો બેસ્ટ ટાઇમ ઓક્ટોબરથી જાન્યુઆરી છે. તે સમયે તમને અહીંથી દેખાતા શિખરો બરફથી ઢંકાયેલા જોવા મળશે. ક્યારીમાં રહેવાની કોઇ મુશ્કેલી નહીં પડે. અહીં તમે હોમસ્ટે કે હોટલમાં રોકાઇ શકો છો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads