બેંગ્લોરના આ રેસ્ટોરન્ટની અંદર છે ઝરણું, લોકો પાણીની વચ્ચે બેસીને કરે છે ભોજન

Tripoto
Photo of બેંગ્લોરના આ રેસ્ટોરન્ટની અંદર છે ઝરણું, લોકો પાણીની વચ્ચે બેસીને કરે છે ભોજન 1/4 by Paurav Joshi

દુનિયાભરમાં ઘણાં એવા વિચિત્ર રેસ્ટોરન્ટ છે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. એવા ઘણાં રેસ્ટોરન્ટ તમે જોયા હશે અને ઘણાં રેસ્ટોરન્ટમાં ગયા પણ હશો. પરંતુ આજે અમે તમને એક એવા રેસ્ટોરન્ટ વિશે જણાવી રહ્યાં છીએ જે કદાચ તમે નહીં જોયું હોય. બેંગ્લોરના Stonny Brook Restaurantમાં અંદર સુંદર ઝરણું છે જે જોવાલાયક છે. અહીં આવતા ગ્રાહકોને જુતા-ચપ્પલ ઉતારીને આવવું પડે છે કારણ કે ખાવાનું ખાતી વખતે પગની નીચેથી પાણી વહે છે. આ વોટરફોલ આ જગ્યાને ઘણી રોમાંટિક બનાવે છે. જો કે, આ નેચરલ ઝરણું જ છે, પરંતુ આને જોઇને તમને નેચરના ખોળામાં હોવાનો અહેસાસ થશે. સારી વાત એ છે કે અહીંનું વહેતુ પાણી ચોખ્ખું હોય છે.

અહીં એન્ટર થતા પહેલા આપવામાં આવે છે ફિશ પેડિક્યોર

Photo of બેંગ્લોરના આ રેસ્ટોરન્ટની અંદર છે ઝરણું, લોકો પાણીની વચ્ચે બેસીને કરે છે ભોજન 2/4 by Paurav Joshi

અહીં પથ્થરથી બનેલા ઝરણામાં જતા રહો જ્યાં તમને મળશે એક ફિશ પેડિક્યોર. જે ઘણું જ સુખદ હોય છે, જેનાથી તમારો બધો થાક છૂ-મંતર થઇ જશે. પથ્થરોથી ઢંકાયેલા રસ્તા અને છતથી લટકતા ફૂલોવાળા છોડને Stonny Brook બેંગ્લોરના ભીડભાડવાળા શહેરની વચ્ચે એક જંગલમાં હોવાનો અહેસાસ આપે છે. અહીં ખુલ્લા પગે ચાલો અને ટેબલની નીચે પાણીની નિરંતર ધારા વહેતી હોવાનો અનુભવ કરો, પોતાના તળિયાને સ્પર્શ કરો. અહીં બેસવા માટે તમને ઇનડોર, આઉટડોર, છત અને બાર જેવા વિકલ્પો પસંદ કરી શકો છો. સજાવટ અને બેસવાની વ્યવસ્થા સાદી હોય છે અને આ બધુ સિમેન્ટ અને પથ્થરનું બનેલુ હોય છે. તો જો તમે તમારા કોઇ સ્પેશ્યલ વનને ચાહો છો તો બેંગ્લોરમાં આનાથી સારી જગ્યા બીજી શું હોઇ શકે.

ફેમસ ડિશિસ

Photo of બેંગ્લોરના આ રેસ્ટોરન્ટની અંદર છે ઝરણું, લોકો પાણીની વચ્ચે બેસીને કરે છે ભોજન 3/4 by Paurav Joshi

આ રેસ્ટોરન્ટ થાઇ, જાપાની, ઇન્ડોનેશિયાઇ, ચાઇનીઝ, ઇટાલિયન અને ભારતીય વ્યંજન પીરસે છે. સ્ટાર્ટરમાં તમે ઓરેન્જ ઇનવર્ક્ડ ચિકન વિંગ્સ, ક્રિસ્પી જિંજર અલા દી પોલો અને પેસ્ટો વેજીસ એપેટાઇઝર, વર્ડર મિસ્ટી ડિ પેસ્ટો ટ્રાઇ કરી શકો છો. તમને મળનારા શાનદાર કોકટેલ્સ જેવા સ્ટોની બ્રુક સ્પ્લ અને ટેન્ડર નારિયલ સ્પ્લ ભી પી શકો છો. ડેઝર્ટમાં તમે ચૉકલેટ બ્રાઉની અને વેલ્વેટ આઇસક્રીમની સાથે પોતાના ભોજનનો ધ એન્ડ કરો. આ રેસ્ટોરન્ટ તમને જંગલમાં હોવાનો અહેસાસ આપે છે તો એટલા માટે તમે તમારા ફેન્સી જૂતા ઘરે રાખો અને પોતાના પગને અહીંના ઠંડા પાણીમાં પલાળો અને અહીં મળતા સુખદ અનુભવોમાં ખોવાઇ જાઓ.

ખર્ચ અને ખુલવાનો સમય

Photo of બેંગ્લોરના આ રેસ્ટોરન્ટની અંદર છે ઝરણું, લોકો પાણીની વચ્ચે બેસીને કરે છે ભોજન 4/4 by Paurav Joshi

ખર્ચ - : બે લોકો માટે 1500 રૂપિયા

ખુલવાનો સમયઃ સવારે 11 થી રાતે 11 વાગ્યા સુધી

સરનામું - : 139, એએસએસ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ રિફ્લેક્સ હાઉસિંગ લેઆઉટની પાસે, હેમ્મિગેપુરા વોર્ડ 198 આરઆર નગર, બેંગલુરૂ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads