આ માઉન્ટેન સ્કીયર લોકોને નીડર થઇને યાત્રા કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે

Tripoto
Photo of આ માઉન્ટેન સ્કીયર લોકોને નીડર થઇને યાત્રા કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે 1/1 by Paurav Joshi

નવા વર્ષે દરેક વ્યક્તિનો સંકલ્પ યાત્રા કરવાનો હશે જ પરંતુ વાસ્તવમાં કેટલા લોકો ટિકિટ બુક કરાવશે અને ફ્લાઇટ પકડશે? હકીકતમાં, યાત્રા કરવા માટે ફક્ત બકેટ લિસ્ટ તૈયાર કરવું જ પૂરતું નથી પરંતુ તેના માટે પ્રેરણા, સમર્પણ અને પ્રેરણાની આવશ્યકતા હોય છે. વાસુ દુનિયાભરના લાખો લોકો માટે આવી જ એક પ્રેરણાનું કામ કરી રહ્યો છે.

પ્રો સ્કીયર અને ફિલ્મ નિર્માતા વાસુએ દુનિયાને સાબિત કરી આપ્યું છે કે જુસ્સો, સમર્પણ અને થોડી ક લગનથી કંઇપણ શક્ય છે. સ્ટાર એથલીટ સાથેની વાતચીતમાં અમે એ જાણવાની કોશિશ કરી કે કેવી રીતે તે વર્ષોથી સમાજના પૂર્વાગ્રહો સામે લડીને શારીરિક રમતોના ક્ષેત્રમાં #ninjasticking કરી રહ્યો છે.

વાસુને દસ વર્ષની ઉંમરમાં જ સ્કીઇંગથી પ્રેમ થઇ ગયો અને ત્યારથી જ તેમણે પાછળ વળીને જોયું નથી. તેમણે હંમેશા આઉટડોર પ્રવૃતિ સાથે લગાવનો અનુભવ કર્યો છે. વાસુ જ્યારે માત્ર 9 મહિનાનો બાળક હતો ત્યારે સેપ્ટીસીમિયાના કારણે એક પગ ગુમાવી દીધો હતો અને ત્યારથી જ સ્પોર્ટ્સમાં ઓછા પ્રતિનિધિત્વવાળી કોમ્યુનિટીની તરફેણમાં અવાજ ઉઠાવતો રહ્યો છે.

અહીં કેટલાક પ્રશ્નો છે જે અને મલ્ટીટાસ્કરની સમક્ષ રાખીએ છીએ.

તમે ટો માં પોતાના સ્કેટબોર્ડની સાથે આખી દુનિયાની યાત્રા કરી છે. કુલ મળીને અનુભવ કેવો રહ્યો? તમારુ પસંદગીનું સ્થાન કયું?

જ્યારે હું મારા સ્કી બોર્ડ પર હોઉંછું તો સમય અને સ્થાનનું મહત્વ નથી રહેતું, મારા માટે તો જ્યારે હું મારા સ્કી બોર્ડ પર હોઉં છું તો કોઇપણ સ્થાન મારુ પસંદગીનું સ્થાન હોય છે. મારુ બોર્ડ જગ્યાની પરવા કર્યા વિના મને સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે.

તમે આના માટે ટ્રેનિંગ ક્યાં લીધી?

એવું કહેવાય છે કે રાતોરાત કંઇ પ્રાપ્ત થતું નથી. એટલા માટે સમર્પણ, સખત મહેનત અને અભ્યાસ જરુરી હોય છે. નિયમિત રીતે દોડવું, કાર્ડિયો અને જિમના કારણે મને માર્ગમાં આવતા પડકારોનો સામનો કરીને શારિરીક અને માનસિક રીતે ફિટનેસ પ્રાપ્ત કરવામાં મદદ મળી.

શું કૃત્રિમ પગ પણ એક વિકલ્પ હતો?

મારી પાસે એક કુત્રિમ પગ હતો જે હું 9 મહિનાનો હતો ત્યારે મારો પગ કપાયો ત્યારનો હતો. જે હું 10 વર્ષનો થયો ત્યાં સુધી હતો પરંતુ પ્રોસ્થેટિકના કારણે તેનો બોજ વધારે પડતો હતો. તેની સંભાળ મારા માટે અઘરી હતી. મારું અંગવિચ્છેદન ખૂબ ઊંચું છે તેથી મારે મારા પ્રોસ્થેટિકમાં બેસીને તેને સુરક્ષિત કરવા માટે તેને મારી કમરની આસપાસ બાંધવું પડ્યું. આટલા ઊંચા અંગવિચ્છેદનને લીધે, કૃત્રિમ રીતે હિપ, ઘૂંટણ અને પગની ઘૂંટીના સાંધાની ભરપાઈ તો થઈ ગઇ. તેણે કામ પણ કર્યું, પરંતુ સૌથી ન્યૂનતમ અને બોજારૂપ રીતે.

જો કે, આનો અર્થ એ નથી કે પ્રોસ્થેટિક્સ (કુત્રિમ અંગ) ખરાબ છે. મારા કિસ્સામાં તે ખરાબ હતું પરંતુ કદાચ બીજા માટે તે સારુ હોઇ શકે છે.

સ્કીઇંગ સિવાય, અન્ય કઈ આઉટડોર પ્રવૃત્તિઓમાં તમને રસ છે?

કોઇપણ અવસ્થામાં હું બહાર મારા સમયનો સારી રીતે ઉપયોગ કરું છું. સ્કીઇંગ ઉપરાંત, મને ટ્રેઇલ રનિંગ, હાઇકિંગ, કેમ્પિંગ, ક્લાઇમ્બિંગ અને પોતાના પેકેટ (inflatable બોટ) માં સવારી કરવાની મજા આવે છે. મારુ માનવું છે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, અને તે એક બૉક્સમાં બેસી રહેવા માટે વિકસિત નથી થયા, અને તેથી, તેમને બહાર જવા, નવા લોકોને મળવા અને પ્રકૃતિને તેના સાચા સ્વરૂપમાં માણવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

તમારી કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં, તમે તમારા એડવેન્ચર્સ માટે ભંડોળ કેવી રીતે મેનેજ કર્યું?

શરૂઆતના દિવસોમાં, મારા માતા-પિતા તરફથી મને ઘણી મદદ મળી. તેમની સાથે, હું કનેક્ટિકટમાં જે શાળામાં ગયો તેણે વર્મોન્ટ માટે ઓછા ખર્ચે સ્કી ટ્રીપ આઉટિંગ્સની ઓફર કરી. હું શાળાની સ્કી ટીમનો એક ભાગ હતો. આ નાના સાહસોએ મને દરેક સમયે સ્કી કરવામાં મદદ કરી. તે સમયે સ્કીઇંગ અને આઉટડોર માટે મારો લગાવ વધ્યો હતો.

શાળાકીય અભ્યાસ બાદ, મેં પર્વતોની નજીક રહેવા માટે વર્મોન્ટ યુનિવર્સિટી જવાનું નક્કી કર્યું. અહીં હું યુનિવર્સિટીની આઉટિંગ ક્લબમાં સામેલ થઇ થયો અને કૉલેજ-સબસિડીવાળી એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ પસંદ કરી. તેની સાથે જ, મેં સિંગલ સ્કી, બાઈન્ડીંગ્સ અને બૂટ જેવા સ્કી ગિયર માટે આઉટડોર કંપનીઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું. જલદી પહોંચવાના કારણે સસ્તામાં સાધનો મેળવવામાં મદદ મળી. એકવાર ગિયર ગોઠવાઈ ગયા પછી, મેં વધુ સ્કીઇંગની વધુ તકો માટે પ્રાયોજકોને આકર્ષવા માટે એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.

વિકલાંગો પ્રત્યે લોકો ભાતભાતની પ્રતિક્રિયા આપે છે. શું તે તમને અને તમારા કામને પ્રભાવિત કરે છે? તમે તેને કેવી રીતે મૂલવો છો?

વિકલાંગતા પ્રત્યે લોકોની માનસિકતાના કારણે જ મને આટલી સખત મહેનત કરવાનું પ્રોત્સાહન મળે છે. સ્ટેલા યંગે આ સંદર્ભમાં એક જાણીતી વાત કરી છે કે શારિરીક રીતે સક્ષમ લોકોમાં વિકલાંગો પ્રત્યે જે અજ્ઞાનતા જોવા મળે છે તેની પર મારુ કામ આધારિત હોય છે.

"વિકલાંગતા તમને અસાધારણ બનાવતી નથી પરંતુ તમે તેના વિશે શું જાણો છો તે વિશે તમને પ્રશ્ન પૂછે છે."

હું માનું છું અને શીખવું છું કે વિકલાંગતા એ માનવ વિકાસનો એક ભાગ છે અને આપણે, આપણા સમાજમાં તેની સ્વીકાર્યતા માટે પ્રયત્નો કરવા પડશે.

સોશિયલ મીડિયાએ તમે વ્યાપક લોકો સુધી પહોંચવામાં કેવી રીતે મદદ કરી?

સોશિયલ મીડિયા એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો સાથે જોડાવા માટે અને સંબંધો બાંધવા માટેનું મારું પ્લેટફોર્મ છે. તેના દ્ધારા હું મારા દ્રષ્ટિકોણને લોકો સમક્ષ વ્યક્ત કરું છું.

ઇગલ માઉન્ટ સાથેના તમારા સહયોગ વિશે અમને થોડુંક જણાવો અને આ સંસ્થા શું કામ કરે છે તેની પણ માહિતી આપો.

ઇગલ માઉન્ટ બોઝમેન એક એવી સંસ્થા છે જે વિકલાંગ લોકો અને કેન્સરથી પ્રભાવિત લોકો સાથે કામ કરે છે. જેનો હેતુ આવા લોકોને અવરોધ-મુક્ત રીતે મનોરંજન અને એડેપ્ટિવ સ્પોર્ટ્સની તકો પૂરી પાડવાનો છે. હું તેમાં એડેપ્ટિવ સ્પોર્ટ્સ ડિરેક્ટર છું જેનો અર્થ છે કે હું વહીવટી અને હાથથી નીચેના કાર્યક્રમોનું નેતૃત્વ કરું છું: બ્રિજર બાઉલ સ્કી એરિયા અને ક્રોસકટ માઉન્ટેન સ્પોર્ટ્સ સેન્ટર ખાતે અનુકૂલનશીલ સ્નોસ્પોર્ટ્સ પ્રોગ્રામ, એડવેન્ચર ડે કેમ્પ્સ, અનુકૂલનશીલ આઇસ સ્કેટિંગ અને અનુકૂલનશીલ હેન્ડસાયકલિંગ.

અર્થટોન આઉટસાઇડ મોન્ટાના કૈવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને કંપનીનું લક્ષ્ય શું પ્રાપ્ત કરવાનું છે.?

અર્થટોન આઉટસાઇડ એમટી જ્યારે એક સહયોગીએ ટ્રેલ્સ પર વિવધતાની કમી જોઇ અને ઓછા પ્રતિનિધિત્વવાળા સમુદાયોને આઉટડોર એક્સેસ પ્રદાન કરવા માટે એક ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અસ્તિત્વમાં આવ્યું.

સ્થાનિક વંશીય ન્યાય સંસ્થાની મદદથી, અમે અમારા શબ્દોને અમલમાં મૂકવા માટે વ્યૂહાત્મક યોજના બનાવવાની શરૂઆત કરી. તેમાંથી અર્થટોન આઉટસાઇડ MT વધ્યો. સંયોજકોએ વિવિધતા, સમાનતા અને સમાવેશ વિશે ઊંડા વાર્તાલાપ અને ચર્ચાઓ કરવા માટે, સંસ્થા તરીકે આપણે કોણ છીએ તે વિશેનો ફેલાવો કરવાનું ચાલુ રાખ્યું. આજે, વધુને વધુ સ્થાનિક સંસ્થાઓ અને વ્યવસાયોએ બધા માટે સમાન ઍક્સેસ પ્રદાન કરવા માટે સહયોગ કરવાનું શરૂ કર્યું છે.

તમે દરેક અર્થમાં સમાનતામાં દ્રઢ વિશ્વાસ ધરાવતા રહ્યા છો. શું તમારા દ્વારા આઉટડોર સ્પોર્ટ્સના ક્ષેત્રમાં સમાનતાને પ્રોત્સાહિત કરવા માટે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે?

મારા વિશેષાધિકાર અને ક્ષમતાથી હું આ ‘સફળતાના શિખર’ સુધી પહોંચ્યો છું. જો કે, હું માનું છું કે, અસમાનતાથી પ્રભાવિત તમામ લોકોને સમિટમાં મારી સાથે ઊભા રહેવાનો સમાન અધિકાર છે. હું સમાનતા માટે સતત કામ કરી રહ્યો છું અને મને આશા છે કે લોકો હાલની અસમાનતાઓને સમજ્યા પછી ટૂંક સમયમાં સમાનતાની સ્થિતિમાં પરિવર્તિત થશે. મારી શક્તિ અને વિશેષાધિકાર સાથે, હું અર્થટોન આઉટસાઈડ એમટીના સહ-નિર્માણ અને નેતૃત્વ કરીને અને ઇગલ માઉન્ટ બોઝમેનન માટે સતત કામ કરીને સમાનતાની ભાવનાને એકત્ર કરવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું.

તમારી પ્લેટમાં આગળ શું છે?

મારી થાળીમાં આગળ મારા પ્રાયોજકો સાથે મળીને ફિલ્મો બનાવવાનું છે, ઓછા પ્રતિનિધિત્વ ધરાવતા સમુદાયોને ઉત્તેજન આપવાનું અને તેની ઉજવણી કરવાનું અને મોટા પાયે સમાન પ્રતિનિધિત્વને સમર્થન આપવાનું ચાલુ રાખવાનું છે.

વાસુનું જીવન એક ઝનુની સ્કીઅર બનવાથી લઈને સમાનતા માટે પૂર્ણકાલીક કામ કરવાનું રહ્યું છે. જે ખરેખર પ્રેરણાદાયી છે. જેથી જેમનું પ્રતિનિધિત્વ ઓછું છે તેવા વિકલાંગો પાસે પણ યાત્રા કરવાનો પર્યાપ્ત અવસર હોય, તેઓ પણ સફળતાના શિખર સુધી પહોંચે અને કોઇ બાબતમાં પાછળ ન રહી જાય.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads