એવું કહેવાય છે ને કે ઉમર શું છે? હ્રદય જવાન હોવું જોઈએ. પર્વત પ્રેમીઓને આ અનોખા પર્વતારોહકની વાત સાચે જ આકર્ષિત કરશે. 99 વર્ષના પી ચિત્રન નમ્બુદરીપાદ 29 વખત હિમાલય ચડી ચૂક્યા છે. કેરળ શિક્ષા વિભાગના આ પૂર્વ અડિશ્નલ ડાઇરેક્ટર 100 માં જન્મદિવસે પોતાની 30 મી ચડાઈ કરવાના છે!
ડીસેમ્બર 2018 માં 99 વર્ષના હોવા છતાં શ્રી નમ્બુદરીપાદએ 118 લોકો સાથે ફરીથી હિમાલયની યાત્રા કરી! ખરેખર જુનુન અને ઉમરને કોઈ જ સંબંધ નથી હોતો એવું આ ત્રિશૂર નિવાસી સાબિત કરે છે.
ક્યાંથી આવ્યું આ જુનુન?
બાળપણમાં પોતાના પડોશીની યાત્રાઓ વિષે જાણીને એમણે હિમાલય જવાનું મન થયુ. એમની સફરની શરૂઆત થઈ 1952 માં પરંતુ એમની આ પહેલી યાત્રા નિષ્ફળ રહી હતી છતાં પણ તેઓ નિરાશ થયા વગર પોતાના લક્ષ્યમાં મક્કમ રહ્યા. હિન્દુ અખબાર મુજબ તેઓ 30 મી યાત્રા 100 વર્ષની ઉમરે કરશે.
આટલી ઉમરે કઈ રીતે?
જે ઉમરે લોકો માત્ર ખાટલો પકડીને બેસે છે એ ઉમરે એમના સંયમ અને સંતુલને જ એમણે શારીરિક રીતે ફિટ રાખ્યા છે. એમના જ શબ્દોમાં ભોજન, વ્યવહાર અને જીવનપ્રણાલીમાં શિસ્ત જાળવો તો કોઈ પણ ઉમરે કાઇ પણ શક્ય છે. 1947 માં સ્વતંત્રતા પછી એમણે પોતાની સ્કૂલ શરુ કરેલી જે એમણે દાન કરી દીધેલી. એમણે રાષ્ટ્રીય સમ્માન પણ આપવામાં આવ્યું છે. એમનો ખોરાક પૂર્ણ શાકાહારી છે અને નિયમિત દિનચર્યામાં પોતાને વ્યસ્ત અને સ્વસ્થ રાખે છે.
.
આ લેખ કોવિડ-19 માહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
.