મારા જીવનમાં પહાડી વિસ્તારોએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. બાળપણમાં પરીક્ષાઓ પછી હોય કે યુવાનીમાં બ્રેકઅપ પછી કે પછી શહેરની નોકરી પછી નિરાંતનો શ્વાસ લેવાનો હોય, પહાડો હંમેશા મારી પ્રિય થેરાપી રહી છે અને આગળ પણ રહેશે.
એક નહીં પરંતુ ડઝનબંધ હિલ સ્ટેશનોની મુલાકાત લીધા પછી પણ મને હંમેશા મારા મનપસંદ હોલીડે ડેસ્ટિનેશન ડેલહાઉસી તરફ ખેંચે છે; ડેલહાઉસી જે હિમાચલ પ્રદેશની નયનરમ્ય ધૌલાધર શ્રેણીમાં આવેલું છે. તે આ પ્રદેશના સૌથી સુંદર અને સૌથી જૂના હિલ સ્ટેશનોમાંનું એક છે. ડેલહાઉસી માત્ર જોવાલાયક જ નથી પરંતુ લીલાછમ દેવદાર વૃક્ષો, આકર્ષક લીલાં ક્ષેત્રો, ઠંડી પવનની લહેરો અને નયનરમ્ય દૃશ્યો તેને અદભૂત બનાવે છે. આ જગ્યા મારા માટે હંમેશા આમોદ રિસોર્ટ્સનું બીજું નામ છે.
આમોદ, ડેલહાઉસી
આમના માટે છે ખાસ
આ રિસોર્ટ ડેલહાઉસી શહેરથી ખજ્જિયાર તરફ લગભગ 5 કિમી દૂર એક ભવ્ય પર્વતની ટોચ પર છે, જ્યાં ચારેબાજુ માત્ર શાંતિ છે. વૈભવી આમોદ રિસોર્ટ તેના શાંતિપૂર્ણ વાતાવરણ માટે પ્રવાસીઓ માટે સૌથી પસંદગીનું સ્થળ માનવામાં આવે છે.
આ જગ્યામાં એવું તે શું છે?
આ લક્ઝરી ઈકો-રિસોર્ટ ભારતભરમાં ગણતરીના સ્થાનોમાં સામેલ છે જે સૌથી ઝડપથી વિકસતી હોટેલ ચેઈનમાંનો એક છે. ડેલહાઉસીનું આ સ્થળ તેની વિશેષતાઓથી પણ આ વાતને સાબિત કરે છે. બ્રિટીશ સ્થાપત્ય શૈલીમાં બનેલી, તેની બારીઓ અને કમાનો ખૂબ જ ઝીણવટથી બનાવવામાં આવી છે.
તેના આરામદાયક અને વૈભવી રૂમ (ડીલક્સ, સુપર ડીલક્સ અને ડીલક્સ સ્યુટ્સ) પર્યાવરણને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે ઇકો-ફ્રેન્ડલી છે. એટલું જ નહીં, અહીંના રૂમ તમામ આધુનિક સુવિધાઓ જેવી કે કિંગ સાઈઝ બેડ, ટેલીવિઝન, કોફી અને ચા બનાવવાની સુવિધાઓથી સજ્જ છે.
અહીં મારી સૌથી મનપસંદ જગ્યા દરેક રૂમ સાથે જોડાયેલ ખાનગી બાલ્કની છે, એક નાનકડો ખાનગી ખૂણો જ્યાં હું બેસીને સવારે ગરમ ચા અને સાંજે વાઇનનો આનંદ લઉં છું.
આ રિસોર્ટમાં વૈભવી રૂમની સાથે સાથે આઉટડોર સીટિંગ માટે ઘણી જ સારી જગ્યા છે જ્યાંથી તમે બરફથી ઢંકાયેલી પીર પંજાલ શ્રેણીની મનોહર સુંદરતાનો આનંદ માણી શકો છો.
ખર્ચ
આ રિસોર્ટમાં બે લોકોના રહેવા માટે બેઝિક ડીલક્સ રૂમનો ખર્ચ પ્રતિ રાત્રિ ₹5,500 થી શરૂ થઈને ડીલક્સ સ્યુટ માટે એક રાત માટે ₹10,000 સુધી થાય છે.
ખાણી-પીણી
ડેલહાઉસીનો આમોદ માત્ર રિસોર્ટના લોકેશન અને સુવિધાઓ માટે જ નહીં પરંતુ આમોદનું 'ધ કોલોનિયલ'નું સ્વાદિષ્ટ ભોજન પણ ડેલહાઉસીમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં ટેસ્ટી ઓરિએન્ટલ, કોન્ટિનેંટલ અને ભારતીય ભોજન ઉપરાંત, હિમાચલી વ્પયંજન પણ અહીં ઉપલબ્ધ છે. જો તમે નસીબદાર છો, તો તમને અહીં પરંપરાગત સ્વરૂપમાં પીરસવામાં આવતું ધામ પણ મળશે. તમે માનો કે ન માનો પણ એ વાત સાચી છે કે અહીં ઘણી અનોખી વાનગી પીરસવામાં આવે છે અથવા તો તેને શાહી અંદાજ પણ કહી શકો છો. જેમ કે અહીં મહેમાનોને તેમના ટેબલ માટે જગ્યા પસંદ કરવાની સ્વતંત્રતા છે અને પછી જમવા માટે તમારું ટેબલ ત્યાં જ લગાવી દેવામાં આવે છે.
મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
ડેલહાઉસીની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ ઋતુ ઉનાળો છે, એટલે કે માર્ચથી મે મહિના સુધીનો સમય. આ સમય દરમિયાન ત્યાંનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અને પહાડી પ્રદેશમાં ફરવા માટે આને શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
કેવી રીતે પહોંચવું
રાજધાની દિલ્હી ડેલહાઉસીની સૌથી નજીકનું મેટ્રો શહેર છે. અહીં અમે તમને કેટલાક વિકલ્પો આપી રહ્યા છીએ જેની મદદથી તમે દિલ્હીથી તમારી મુસાફરીની યોજના બનાવી શકો છો.
રોડ માર્ગે: ડેલહાઉસી નવી દિલ્હી સાથે NH 44 દ્વારા જોડાયેલ છે. 485 કિમીનું આ અંતર કાપવામાં લગભગ 10 કલાકનો સમય લાગે છે.
રેલ માર્ગે: પઠાણકોટ કે જે ડેલહાઉસીનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે તે દિલ્હી સાથે સારી રીતે જોડાયેલું છે. પઠાણકોટથી ડેલહાઉસી જવા માટે તમે બસ અથવા કેબ ભાડે પણ લઈ શકો છો.
હવાઈ માર્ગેઃ પઠાણકોટ ડેલહાઉસીનું સૌથી નજીકનું એરપોર્ટ છે.દિલ્હીથી અહીં જવા માટે દૈનિક ફ્લાઇટ ઉપલબ્ધ છે જેનું ભાડું ₹4,000 છે.
ત્યાં કરવા માટે ખાસ શું છે?
નીકળી જાઓ- આમોદમાં પ્રવાસીઓના મનોરંજન માટે ઘણી સુવિધાઓ છે. તમે નેચર વોક, ટ્રેક્સ, જંગલ કેમ્પ સ્ટે અને સાયકલ ટૂર જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત ઇન-હાઉસ એડવેન્ચર રોપ કોર્સ પણ છે.
જંગલી વસ્તુઓ - કાલાટોપ વન્યજીવ અભયારણ્ય ડેલહાઉસીથી લગભગ 30 મિનિટના અંતરે આવેલું છે અને તે વન્યજીવ પ્રેમીઓ માટે સૌથી પ્રિય સ્થળોમાંનું એક છે. આ વન્યજીવ અભયારણ્ય 20 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. અને તે વિવિધ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ સિવાય સુંદર દૃશ્યો જોવા માટેનું એક ઉત્તમ સ્થળ છે.
રોમાંચક - ડેલહાઉસીમાં ઘણા પ્રાચીન તળાવો છે, જેમાંથી ઘણા ખૂબ પ્રખ્યાત છે. સમુદ્ર સપાટીથી 1,700 મીટરની ઉંચાઈ પર ચમેરા નામનું તળાવ છે. આ તળાવ દરેક પ્રવાસી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ તળાવનું ચોખ્ખું પાણી અને નૌકાવિહાર અહીં આવતા પ્રવાસીઓના મનને સ્વસ્થ કરવામાં કોઈ કસર નથી છોડતું અને આ અનુભવ લોકોની યાદોમાં વસી જાય છે.
મીની સ્વિટ્ઝરલેન્ડ
તમે એવા લોકોમાં તો નથી કે જેમણે વારંવાર પોતાની યુરો ટ્રીપને રદ્દ કરી છે. બરફથી ઢંકાયેલી પર્વતમાળાની સાથે અંતહિન વિસ્તરણવાળી હરિયાળીના કારણે જ ખજિયારને ભારતનું મીની સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. ડેલહાઉસીનું ડીશ આકારનું મેદાન તેની આસપાસના સૌથી લોકપ્રિય સ્થળોમાંનું એક છે. આ જગ્યા પિકનિક માટે પણ ખૂબ જ શ્રેષ્ઠ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો