રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે

Tripoto
Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

આપણે રોજિંદા જીવનમાં પુષ્કળ વ્યસ્ત રહીએ છીએ. કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે પિસાતો રહેતો માણસ થોડા સમયના અંતરે થોડો રિલેક્સ થવા ઈચ્છે છે. અને આ માટે ક્રિસમસના લોંગ વીકેન્ડથી વધુ સારી તક બીજી કઈ હોવાની? દિવાળી બાદ નાતાલ જ એક એવો તહેવાર છે જ્યારે તમને એક સપ્તાહનું વેકશન મળે છે. હવે જો તમે અગાઉથી કોઇ પ્લાનિંગ નથી કર્યુ તો અમદાવાદીઓ માટે રાજસ્થાન કોઇ નવી જગ્યા નથી. રાજસ્થાન એ ભારતમાં સૌથી સમૃદ્ધ ઇતિહાસ ધરાવતું રાજ્ય છે તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ભવ્ય રાજમહેલો, કિલ્લાઓ, અફાટ રણપ્રદેશ, રંગબેરંગી પોશાક અને સ્વાદિષ્ટ શાકાહારી વ્યંજનો- રાજસ્થાનની કઈક વાત જ અનોખી છે. તો આવો તમને રાજસ્થાનના જ એક એવા શહેર વિશે જણાવીએ જ્યાં તમે શિયાળો એન્જોય કરી શકો છો.

રણથંભોર

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

રાજસ્થાનનાં વિંધ્યાચલ અને અરવલ્લી પર્વતમાળામાં આવેલ જંગલ એની અનન્ય ભૌગોલિક રચના અને ઐતિહાસિક ઇમારતો માટે જાણીતું છે. જંગલનો રાજા વાઘ અહીં મુક્ત મને મહાલતો જોવા મળે છે. સરળતાથી વાઘને જોવા માટે લોકો રણથંભોર નેશનલ પાર્ક આવે છે અને મોટાભાગે તેઓ ક્યારેય વીલા મોઢે પરત ફરતા નથી. અહીં ચોતરફ ભૂતકાળની રાજકીય વૈભવની ચાડી ખાતા રજવાડાંઓનાં મનમોહક મહેલો અને ઇમારતો છેક અંતરિયાળ જંગલોમાં, દૂર કોઈ ટેકરી ઉપર અને સાવ નિર્જન વિસ્તારમાં પણ અડીખમ ઊભા રહેલા જોવા મળે છે. સવાઈ માધોપુરથી 13 કિમીનાં અંતરે આવેલ રણથંભોર નેશનલ પાર્ક આશરે 400 સ્કવેર કિમી વિસ્તારમાં અને અલગ-અલગ દસ ઝોનમાં ફેલાયેલું અદભુત જંગલ છે. અહીં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ, શિકારી પક્ષીઓ, ઘડીયાર પ્રજાતિનાં મગરમચ્છ, યાયાવર પક્ષીઓ વગેરે મળીને મનમોહક કુદરતી માહોલ બનાવે છે.

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

રણથંભોર કિલ્લાનો ઇતિહાસ

રજવાડાઓનાં સમયમાં આ કુદરતી સંપત્તિની માલિકી જયપુર રોયલ ફેમિલીની હતી અને ત્યારે શિકાર કરવાની પ્રવૃત્તિ માટે આ રાજાઓ અને અંગ્રેજોની મનગમતી જગ્યા હતી. આઝાદી પછી વર્ષ 1955માં ભારત સરકારે સંપત્તિ હસ્તગત કર્યા પછી સવાઈ માધોપુર ગેમ સેન્ચ્યુરી તરીકે વિકસાવ્યું અને વર્ષ 1971માં પ્રોજેકટ ટાઇગર અંતર્ગત રણથંભોર ટાઇગર રિઝર્વ તરીકે રક્ષિત વિસ્તાર જાહેર કરાયો અને વર્ષ 1980માં નેશનલ પાર્ક ડિક્લેર કરાયો. આ નેશનલ પાર્ક 6 મુખ્ય ઝોન અને ચાર બફર ઝોન એમ દસ ઝોનમાં વહેંચાયેલો છે.

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

રણથંભોર કિલ્લાના નિર્માતા અને નિર્માણની તારીખ વિશે ઈતિહાસકારોમાં મતભેદ છે.આ કિલ્લો ચૌહાણ રાજા રણથન દેવ દ્વારા ઇસ.944 માં બંધાવાયો હતો અને તેના નામ પરથી તેનું નામ રણથંભપુર પડ્યું હતું, જે પાછળથી રણથંભોર બન્યું હતું. એક દંતકથા અનુસાર, આ કિલ્લો ચંદેલ રાવ જેતા દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો કોણે બંધાવ્યો તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ નથી, તે એક રહસ્ય છે જે આજે પણ ઉકેલી શકાયું નથી.

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

જોગી મહેલ

રણથંભોરમાં ફરવા માટેના સૌથી લોકપ્રિય સ્થળોમાંનો એક આઇકોનિક જોગી મહેલ છે, જે સુંદર પદમ તળાવની બાજુમાં સ્થિત છે. અહીંના ઈતિહાસ વિશે વાત કરીએ તો, આ મહેલનો ઉપયોગ એક સમયે જયપુરના રાજવીઓ અને અન્ય લોકો દ્વારા શિકારના નિવાસસ્થાન તરીકે કરવામાં આવતો હતો. ત્યારબાદ, આને પ્રવાસીઓ માટેના ગેસ્ટહાઉસમાં ફેરવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તેનો શ્રેષ્ઠ રાજસ્થાની સ્થાપત્યની સૂચિમાં સમાવેશ થતો જોવા મળે છે. મહેલની બહાર તળાવ અને લીલીછમ હરિયાળીનો નજારો ખરેખર મનમોહક છે. જોગી મહેલની નજીક એક મોટું વડનું ઝાડ છે જે દેશના સૌથી મોટા વટવૃક્ષોમાંનું એક છે.

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

ત્રિનેત્ર ગણેશ મંદિર

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

સુંદર રણથંભોર કિલ્લાની અંદર સ્થિત, ત્રિનેત્ર ગણેશ મંદિર ત્રણ આંખોવાળા ગણેશનું પ્રતિનિધિત્વ કરે છે. એવું કહેવાય છે કે એક રાત્રે જ્યારે રાજા હમીર યુદ્ધમાં હતો અને પરિસ્થિતિ તેના પક્ષમાં જતી નહોતી દેખાતી ત્યારે ભગવાન ગણેશ રાજા સમક્ષ હાજર થયા અને તેમને આશીર્વાદ આપ્યા કે તેમની સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે. ચમત્કારિક રીતે, બીજા જ દિવસે યુદ્ધનો અંત આવ્યો અને રાજાની ખાદ્ય ભંડાર અંગેની સમસ્યાઓ પણ ઉકેલાઈ ગઈ. ભગવાન ગણેશમાં તેમની શ્રદ્ધા વધુ મજબૂત બની અને તેમણે ઝડપથી ત્રિનેત્ર ગણેશ મંદિરનું નિર્માણ કર્યું, જે આ પ્રદેશના સૌથી જૂના મંદિરોમાંનું એક છે, જેની ગણના રણથંભોરમાં જોવા માટેના સૌથી પ્રખ્યાત સ્થળોમાં થાય છે. ભગવાન ગણેશના સમગ્ર પરિવારની મૂર્તિઓ અહીં સ્થાપિત કરવામાં આવે છે અને દરરોજ અહીં પાંચ આરતીઓ કરવામાં આવે છે.

પદમ તળાવ

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

પદમ તળાવ રણથંભોર વન્યજીવ અભયારણ્યનું સૌથી મોટું તળાવ છે. આ સુંદર તળાવ રિઝર્વમાં રહેલા પ્રાણીઓ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તળાવની આસપાસની સુંદરતા તમને ચોક્કસ મંત્રમુગ્ધ કરી દેશે. પદમ તળાવની મુલાકાત વગર આ સ્થળની તમારી મુલાકાત અધૂરી રહેશે. રણથંભોરમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાં તેની ગણતરી થાય છે.

સર્વલ તળાવ

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

જો તમે રાજસ્થાનમાં થોડો સમય કુદરતની નજીક રહીને અને ફક્ત તમારી સાથે જ પસાર કરવા માંગતા હોવ તો તમારે સર્વલ લેક જવું જ જોઈએ. સર્વલ તળાવ રણથંભોરમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. જો કે તમે અહીં ગમે ત્યારે મુલાકાત લઈ શકો છો, પરંતુ નવેમ્બર અને માર્ચની વચ્ચે શિયાળાની ઋતુમાં અહીં જવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. હકીકતમાં, શિયાળા દરમિયાન, આ તળાવ પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું ઘર બની જાય છે. જેના કારણે તમને અહીં અદભૂત નજારો જોવા મળશે.

રણથંભોરમાં લોકપ્રિય સ્થાનિક ભોજન

જો તમે રાજસ્થાન ફરવા નીકળ્યા હોવ અને અહીંની સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ ન ચાખી શક્યા હો તો તમારી રાજસ્થાનની મુલાકાત અધૂરી રહેશે. અહીંની કેટલીક સ્થાનિક વાનગીઓનો સ્વાદ કંઈક અલગ જ છે.

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

આખા રાજસ્થાનમાં તમને દાલ બાટી ચુરમા, બાજરીના રોટલા, લસણની ચટણી, રાજસ્થાની કઢી, પંચમેલ સબઝી, મિર્ચી વડા, અથાણું, કચોરી, ગટ્ટે કી સબઝી, ખીચડી, કઢી, મિલ્ક કેક, ગુલાબ જામુન, ફિણી, ગજક, ઘેવર, વગેરે જેવી પ્રખ્યાત વાનગીઓ જોવા મળશે.

આ સાથે તમે દાલ બાટી, સેવ ભુજિયા, સાંગરી, લાપસી, બાલુશાહી, પંચકૂટ, ગોંડી, ઝજરિયા, હલ્દી કા સાગ, પિતોર કી સબઝી, માવા માલપુઆ, દાલ કી પુરી વગેરે એકવાર જરૂર ખાઓ.

રણથંભોર કેવી રીતે પહોંચવું

રણથંભોર હવાઈ, રેલ અને માર્ગ દ્વારા પહોંચી શકાય છે, જયપુરમાં સાંગાનેર એરપોર્ટ રણથંભોરનું સૌથી નજીકનું એરપોર્ટ છે, જ્યારે સવાઈ માધોપુર રેલ્વે સ્ટેશન સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.

Photo of રજાઓમાં પહોંચી જાઓ રણથંભોર, અહીં ટાઇગર સિવાય પણ જોવા જેવું ઘણું છે by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads