Day 1
ઉત્તરાખંડ ભારતના સુંદર રાજ્યોમાંનું એક છે. ઉત્તરાખંડને દેવોની ભૂમિ પણ કહેવામાં આવે છે. કારણ કે અહીં તમને હજારો વર્ષ જૂના દેવી-દેવતાઓના મંદિરો જોવા મળશે. ઉત્તરાખંડ પવિત્ર ગણાતી ગંગા અને યમુના એ બે નદીઓનું ઉદ્ગમ સ્થાન પણ છે. જ્યાં દર વર્ષે વિવિધ સ્થળોએથી ઘણા પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે 6 દિવસમાં તમે લગભગ 700 કિલોમીટર મુસાફરી કરીને દેહરાદૂન, યમુનોત્રી, ગૌમુખ અને હરિદ્ધારની યાત્રા કરી શકો છો.
દિવસ 1: દેહરાદૂનથી જાનકી ચટ્ટી
આપણે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનથી યાત્રા શરૂ કરીશું.જાનકી ચટ્ટી દેહરાદૂનથી લગભગ 180 કિલોમીટર દૂર છે. તો આપણે પહેલા બરકોટ જઈશું અને જમવા માટે ત્યાં રોકાઈશું.બરકોટ દેહરાદૂનથી લગભગ 130 કિલોમીટર દૂર છે અને અહીં પહોંચવામાં લગભગ 4 કલાક લાગશે.થોડો સમય આરામ કર્યા પછી આપણે જાનકી ચટ્ટી માટે રવાના થઈશું જે બરકોટથી 50 કિલોમીટર દૂર છે. ત્યાં પહોંચવામાં આપણને લગભગ 2 કલાક લાગશે. જો આપણે બારકોટથી જાનકી ચટ્ટી માટે બપોરે 2 વાગ્યે નીકળીએ, તો રાત્રે જાનકી ચટ્ટી પહોંચી જઈશું. રસ્તો પર્વતો અને ગાઢ જંગલોમાંથી પસાર થાય છે અને વચ્ચે બરફના શિખરો છે. જાનકી ચટ્ટી એ એક નાનું ગામ છે અને યમુનોત્રી સુધીના ટ્રેકનો મધ્ય માર્ગ છે, જ્યાં જીપ દ્વારા પહોંચી શકાય છે. યમુનોત્રીથી લગભગ 7 કિમી પહેલાં સ્થિત આ થર્મલ સ્પ્રિંગ્સ માટે લોકપ્રિય છે. તમે અહીં રાત રોકાઈ શકો છો.
દિવસ 2
દિવસ 2: જાનકી ચટ્ટીથી યમુનોત્રી
બીજા દિવસની યાત્રા શરૂ કરતા પહેલા સવારે ગરમ નાસ્તો કરો. પછી યમુનોત્રી યમુનોત્રીની યાત્રા શરૂ કરો. યાત્રા શરુ કરતાં પહેલાં તમે ઝરણામાં પવિત્ર ડૂબકી લગાવી શકો છો. આ ટ્રેક લગભગ 7 કિમી છે. આ ટ્રેકને પૂર્ણ કરીને તમે બપોરે 1 વાગ્યાની આસપાસ સરળતાથી યમુનોત્રી પહોંચી શકો છો. તમે યમુનોત્રીમાં તમારું બપોરનું ભોજન લઈ શકો છો અને પૂજા માટે મંદિરની મુલાકાત લઈ શકો છો. યમુનોત્રી ખાતે, સૂર્ય ભગવાનના નામે એક કુદરતી ગરમ ઝરણું છે જેને યમુના નદીના પિતા કહેવામાં આવે છે. આ સૂર્ય કુંડમાં ભક્તો પ્રાર્થના કરે છે. યાત્રાળુઓ કુંડમાં સ્નાન કરે છે. અને ભગવાનને પ્રસાદ તરીકે ચોખા અને બટાકા અર્પણ કરે છે. હજારો પ્રવાસીઓ દર વર્ષે એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે યમુના દેવીના યમુનોત્રી મંદિરની મુલાકાત લે છે. તમારી પ્રાર્થના પછી, તમે જાનકી ચટ્ટી સુધી ટ્રેક કરી શકો છો અને પછી રોડ માર્ગે બરકોટ તરફ આગળ વધી શકો છો. તમે રાત્રે બારકોટમાં રોકાઈ શકો છો.
દિવસ 3
દિવસ 3: બારકોટથી ગંગોત્રી
બીજા દિવસે સવારે લગભગ 7 વાગે ગંગોત્રી જવા નીકળો. રસ્તામાં તમે ઉત્તરકાશીમાં GMVN રેસ્ટ હાઉસ પર લંચ માટે રોકાઈ શકો છો. બરકોટથી ગંગોત્રી લગભગ 180 કિમી છે અને ત્યાં પહોંચવામાં તમને લગભગ 6 કલાકનો સમય લાગી શકે છે. ઉત્તરકાશીના મુખ્ય ચાર ધામ સ્થળોમાંથી એક એવું ગંગોત્રી દેવી ગંગા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ગંગા નદી ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળે છે અને ભાગીરથી તરીકે ઓળખાય છે. દેવપ્રયાગમાંથી પસાર થઈને અલકનંદા નદીમાં ભળી જતાં તેનું નામ ગંગા પડ્યું છે. આસપાસના વિસ્તારમાં બરફથી ઢંકાયેલા પહાડોની મંત્રમુગ્ધ હાજરી અને ચારે બાજુ વહેતું ગંગાનું શુદ્ધ સ્ફટિકીય પાણી આ સ્થળની પવિત્રતામાં વધારો કરે છે. તમે બપોરે 2 વાગ્યાની આસપાસ ગંગોત્રી પહોંચી જશો અને અહીંની કોઈપણ રેસ્ટોરન્ટમાં લંચ લઈ શકો છો. ટોલા પર પહોંચ્યા પછી, મુખ્ય ગંગા મંદિરની મુલાકાત લો. અહીં ઘણા આધ્યાત્મિક સ્થળો છે જેને શોધવામાં તમે સાંજ વિતાવી શકો છો. સાંજે, ગંગા આરતીનો આનંદ માણો, જે ઘણી જ વાસ્તવિક લાગે છે કારણ કે ઝગમગતા દીવાઓ નદી પર ઝડપથી પ્રતિબિંબિત થાય છે અને ઊંચા પર્વતોમાં ચારેબાજુ મંત્રોચ્ચાર ગુંજી ઉઠે છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમ (GMVN) દ્વારા અફોર્ડેબલ હાઉસિંગ અહીં ચલાવવામાં આવે છે. તમે ગંગોત્રીમાં રાત વિતાવી શકો છો.
દિવસ 4
દિવસ 4: ગંગોત્રીથી ભોજબાસા
પ્રવાસના ચોથા દિવસની શરૂઆત એક ટ્રેકથી કરો લગભગ 14 કિલોમીટર દૂર ભોજબાસા સુધી છે. તમે આ ટ્રેક સવારે 5 વાગ્યે શરૂ કરો સવારની તાજી હવા અને મનોહર દૃશ્ય સાથે ટ્રેકિંગની મજા બમણી થઈ જાય છે. વચ્ચે 9 કિમી પછી ચા માટે ચિરબાસા પહોંચશો.અહીંથી તમને ટ્રેક પૂર્ણ કરવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે. જો કે, યાદ રાખો કે આ ટ્રેક માટે જિલ્લા વન અધિકારીની પરવાનગી જરૂરી છે કારણ કે માર્ગ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થાય છે. આ પરમિટ ઉત્તરકાશીથી મેળવી શકાય છે. તમારે ટ્રેક એન્ટ્રી ચેક-પોસ્ટ પર તમારી ગૌમુખ પરમિટ બતાવવાની અને ફી ચૂકવવાની જરૂર પડશે. તમે ફી ઓનલાઈન પણ ભરી શકો છો. ગૌમુખનું કુલ અંતર આશરે 16 કિલોમીટર છે. કેટલીક જગ્યાએ આ માર્ગ ખૂબ જ મુશ્કેલ છે અને છેલ્લા કેટલાક કિલોમીટર ખૂબ પડકારજનક છે. પરંતુ ટ્રેકનો મુખ્ય ભાગ કેટલાક સીધા ચઢાણ સાથે સરળ છે. તમને સમગ્ર ટ્રેક દરમિયાન ઉત્તમ દૃશ્યો જોવા મળશે. જ્યાં તમે ફોટા અને રીલ્સ બનાવી શકો છો અથવા જો તમે યુટ્યુબ બ્લોગર હોવ તો તમે તમારો બ્લોગ શૂટ કરી શકો છો. તમે ભોજવાસા ખાતે કેમ્પમાં રહી શકો છો જે ગૌમુખથી 4 કિમી દૂર છે. તમે અહીં રાત માટે કેમ્પ કરી શકો છો. GMVN આવાસ પણ છે. જો તમે 2 વાગ્યા પહેલા ભોજબાસા પહોંચી જાવ, તો ગૌમુખ તરફ આગળ વધો. અથવા, તમે બીજા દિવસે શરૂ કરી શકો છો.
દિવસ 5
દિવસ 5: ભોજબાસા થી ગૌમુખ
પ્રવાસનો પાંચમો દિવસ ભોજબાસાથી શરૂ થાય છે.ભોજબાસાથી ગૌમુખ 4 કિલોમીટરના અંતરે છે. આ એક ખૂબ જ સુંદર ટ્રેક છે જ્યાં તમે માત્ર પગદંડી પર ચાલીને આખો ટ્રેક પૂર્ણ કરી શકો છો. ભોજબાસાથી, પગદંડી જીએમવીએન રેસ્ટ હાઉસની પાછળથી શરૂ થાય છે, જ્યાં તમે પગદંડી પર પહોંચવા માટે થોડું ચઢી જાઓ છો. અહીંથી, મોટાભાગના સ્થળોએ પગદંડી સારી રીતે ચિહ્નિત થયેલ છે. રસ્તો ખડકાળ છે અને તમારે ઘણી જગ્યાએ બોલ્ડર હોપિંગ કરવું પડી શકે છે. ભાગીરથી નદી ગંગોત્રીથી ગૌમુખ સુધી વહે છે. તમે ભોજબાસાને પાર કરતા જ મિનિટોમાં તમને તમારી જમણી બાજુએ ભવ્ય શિવલિંગ શિખર અને સીધા જ શિખરોનો ભાગીરથી સમૂહ જોવા મળશે. આ બરફથી ઢંકાયેલા શિખરોનો નજારો જીવનને બદલી નાખનાર અનુભવ છે. જે દરેક પ્રવાસીએ તેમના જીવનકાળમાં લેવો જ જોઇએ.ભોજબાસાથી ગૌમુખ પહોંચવામાં તમને લગભગ 3 કલાકનો સમય લાગશે. એકવાર તમે પહોંચ્યા પછી, ઘાસના મેદાનોમાં થોડીવાર બેસો અને દૃશ્યોનો આનંદ લો.
દિવસ 6
દિવસ 6: ગંગોત્રી થી હરિદ્વાર
બીજે દિવસે સવારે તમે હરિદ્વાર પાછા જવાનો પ્રવાસ શરૂ કરશો. હરિદ્વાર ગંગોત્રીથી લગભગ 280 કિમી દૂર છે અને ત્યાં પહોંચવામાં તમને લગભગ 8 કલાકનો સમય લાગશે.હરિદ્વારની હર કી પૌડી વિશ્વ પ્રસિદ્ધ છે, જ્યાં હજારો લોકો દરરોજ દર્શન કરવા અને ગંગામાં સ્નાન કરવા આવે છે.તીર્થધામ શહેર હરિદ્વારમાં હર કી પૌડી સહિત અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રાચીન સમયમાં, સમુદ્ર મંથનમાંથી નીકળતા અમૃતના ઘડામાંથી અમૃતના ટીપાં હર કી પૌડી, અલ્હાબાદ, નાસિક અને ઉજ્જૈનમાં છલકાઇને પડ્યા હતા. હરિદ્વાર પહોંચ્યા પછી, તમે સૌ પ્રથમ એક રૂમ લઇ લો અને કંઈક ખાઇને આરામ કરો. સાંજે ગંગા આરતી જુઓ અને બજારની મુલાકાત લો. સવાર સવારમાં ગંગામાં સ્નાન કરીને કરો અને નજીકના મંદિરોની મુલાકાત લો. પછી સાંજે તમારા ઘર માટે નીકળો.
પ્રવાસનું કુલ બજેટ
જો તમે દેહરાદૂન, યમુનોત્રી, ગંગોત્રી, ગૌમુખ અને હરિદ્વારની લગભગ 700 કિમીની સફર 6 દિવસનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે આ ટ્રિપનો કુલ ખર્ચ લગભગ 10000 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. આ સિવાય જો તમે કોઇ ટુર પેકેજ બુક કરવા માંગો તો તમે GMVN ટૂર પેકેજીસ પણ જોઈ શકો છો.
તમે આ વેબસાઇટ પર ક્લિક કરીને પણ અહીંથી બુકિંગ કરી શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો