ભારત રાજા મહારાજાઓનો દેશ ગણાય છે. ભારતમાં વર્ષો સુધી રાજાશાહી કલ્ચર હોવાના કારણે અહીં અનેક મહેલો, હવેલીઓ તેમજ અન્ય હેરિટેજ પ્લેસિસ જોવા મળે છે. હવે જ્યારે આપણે મહેલોની વાત કરીએ અને રાજસ્થાનનું નામ ન આવે તો જ નવાઇ. રાજપૂતોની આન, બાન અને શાન એવા ઘણાં મહેલો તમને રાજસ્થાનમાં જોવા મળે છે. પરંતુ આજે અમે તમને રાજસ્થાન નહીં પરંતુ ગુજરાતના એક મહેલની વાત કરીશું જે બ્રિટનના બકિંગહામ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે. આવો જાણીએ આ મહેલ વિશે.
લક્ષ્મી વિલાસ પેલેસ
પોતાની ખુબસુરતી અને બેહતરીન વાસ્તુકલાના કારણે આ મહેલનો સમાવેશ દુનિયાના સૌથી સુંદર મહેલોમાં કરવામાં આવ્યો છે. આ મહેલનું નિર્માણ 1890માં મહારાજા સયાજીરાવે કરાવ્યું હતું. કહેવામાં આવે છે કે આ મહેલના નિર્માણ માટે રાજાએ બે અંગ્રેજ અધિકારીઓ મેજર ચાર્લ્સ મેંટ, આરએફ ચિસોલ્મને નિમવામાં આવ્યા હતા. ઇન્ડો-સારાસેનિક પરંપરા દ્વારા બનેલા આ મહેલમાં તમે ભારતીય, ઇસ્લામિક અને યૂરોપીય વાસ્તુશિલ્પના મિશ્રરૂપમાં જોઇ શકો છો.
જો આ રાજમહેલને તમે ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે અહીંયા પચ્ચીકારી ટાઇલ્સ, રંગબેરંગી સંગેમરમર, ઘણીવારની ચિત્રકલા, ફુવારા અને મહેલમાં પ્રવેશ દ્વાર પર તાડના ઝાડ આ મહેલને એકદમ સુંદર બનાવી દે છે. કદાચ તમને જાણીને આશ્વર્ય થશે કે તે સમયગાળામાં પણ આ મહેલોમાં એલિવેટર જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.
લક્ષ્મીમ વિલાસ પેલેસ વિષે માનવામાં આવે છે કે આ બ્રિટિશ રાજઘરાના (રોયલ્ટી) નો મહેલ ‘બકિંગહામ પેલેસ’ કરતા 3 થી 4 ગણો મોટો અદ્યતન મહેલ છે. આ શાનદાર પેલેસમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, ઇન્ડોર ટેનિસ કોર્ટ, ગોલ્ફ કોર્સ, બેડમિંટન કોર્ટ અને એક મ્યુઝિયમ પણ છે. આખા ગુજરાતમાં ગાયકવાડ રાજ પરિવારને સમ્માનથી જોવામાં આવે છે. આ એટલો વિશાળ પેલેસ છે કે આની અંદર રોયલ ફેમેલીના બાળકો માટે સ્કુલથી માંડીને રેલ લાઈન પણ છે. કદાચ આને જ વિશ્વનો સૌથી મોટો પેલેસ માનવમાં આવે છે.
આ ભવ્ય પેલેસની વિશેષતા એ છે કે ઇમારત ત્રણ માળની છે અને પેલેસની વિશાળ ખુલ્લી જગ્યામાં બગીચો આવેલો છે. આના બાંધકામમાં વપરાયેલા પથ્થરો સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રાથી મંગાવવામાં આવ્યા હતા. એ જ પ્રમાણે વાદળી પથ્થરો ખાસ પૂનાથી આવેલા. તો કેટલાક પથ્થરો રાજસ્થાનથી પણ આવેલા.
મહેલમાં ફ્લોરિંગ માટે માર્બલ ઇટાલિયન છે. ઇટાલીના મહાન શિલ્પકાર માઈકલ એન્જેલો જેવા પ્રકારનો માર્બલ વાપરતા હતા તેવા માર્બલનો પણ અહીં ઉપયોગ કરાયો છે. આ મહેલનું ચણતર અને ઇન્ટિરિયરનું કામ ૧૨ વર્ષ ચાલ્યું હતું. તે વખતે તેનો ખર્ચ થયો હતો, ૧,૮૦,૦૦૦ પાઉન્ડ. એટલે એ સમયના આશરે ૬૦ લાખ.
આવડો મોટો મહેલ માત્ર બે વ્યક્તિને રહેવા માટેનો જ હતો. આ વિશાળ મહેલમાં એટલાં બધાં ઓરડાઓ પણ નથી. જો કે બે વ્યક્તિઓ માટેની તમામ રજવાડી સુવિધાઓ આ રાજમહેલમાં છે. લક્ષ્મી વિલાસ પેલેસ જે જુના બરોડા સ્ટેટના વૈભવનું પ્રતીક હતો, જેનો વૈભવ આજે પણ અડીખમ છે
એન્ટ્રી ફી
પેલેસમાં એન્ટ્રી રાજમહેલ રોડ (પેલેસ રોડ)થી થાય છે. એન્ટ્રી પોઇન્ટ પર ગાર્ડ તમારી કાર કે બાઇક નંબરની નોંધ કરશે અને પાર્કિંગ માટેનો પાસ આપવામાં આવશે. ત્યાર બાદ તમને 225 રૂપિયાની ટિકિટ આપવામાં આવશે. જો કે વિદેશીઓ માટે ટિકિટનો દર 400 રૂપિયા છે. ટિકિટના દરમાં ગાઇડનો સમાવેશ થાય છે. મહેલમાં ફોટો ફાડવાની સખત મનાઇ છે. તમે બહારથી ફોટોગ્રાફ લઇ શકો છો પરંતુ અંદરથી નહીં. જો કે મેં દેખીતી રીતે આ નિયમોનું ઉલ્લંઘન કર્યું તેથી જ આ બ્લોગ અસ્તિત્વમાં છે. જો કે અહીં રોયલ ગાર્ડ તમારી પર બાજ નજર રાખે છે. તેથી તમારે ફોટો પાડવામાં સાવધાની રાખવી પડશે. કારણ કે તે તમારો કેમેરા ઝૂંટવીને તમામ ફોટા ડીલીટ કરી દેશે. એકવાર તમે એન્ટ્રી ગેટ પસાર કરીને પેલેસ ઓફિસ પહોંચશો ત્યાં તમને ઓડિયો ગાઇડ આપવામાં આવશે.
પ્રો ટીપ: તેઓ તમને તેને પોઝ ન કરવાનું અને તેને 1 કલાકમાં પરત કરવાનું કહેશે. પરંતુ પ્રામાણિકપણે કહું તો, કોઈ તેની પરવા નથી કરતું અને તમે તમારી ઝડપને મેચ કરવા માટે તેને પોઝ અને પ્લે કરી શકો છો. અમે ત્યાં બે સારા કલાકો ગાળ્યા અને કોઈએ તેને પાછું મેળવવા કહ્યું નહીં.
પેલેસ ટૂર:
હું તમને પેલેસ ટૂર પર લઇ જઇશ અને બતાવીશ કે પેલેસમાં જોવા જેવું શું છે
1) રોયલ ગાર્ડન્સ : આ ફર્સ્ટ લોકેશન છે અને તમે લોનમાં એન્જોય કરવાની સાથે સુંદર ફોટો ખેંચી શકો છો. તમને અહીં કેટલાક લોકો ગોલ્ફ રમતા દેખાશે જેને તમે જોઇ શકો છો.
2) રૉયલ સ્ટેરકેસ(સીડી): ઑડિયો ગાઇડ હવે શાહી સીડી પર લઇ જાય છે અને કહે છે કે જ્યાં તમે ઉભા છો તે જગ્યાએ રાજાના વ્યક્તિગત અનુભવો જેવા કે તે ઓસરીમાં કેવી રીતે સાઇકલ ચલાવતા હતા વગેરેને સાંભળી શકો છો. આ તમને એક સમય કેપ્સુલમાં લઇ જાય છે. દિવાલોને રાજકુમાર અને રાજકુમારીઓના વ્યક્તિગત ચિત્રોથી સજાવાયા છે. સીડી પર મોરની બારીક કોતરણી કરવામાં આવી છે.
3) શસ્ત્રાગાર હૉલ: અહીં તે જમાનાના શસ્ત્રોને દર્શાવાયા છે. રાજાઓ કેવા પ્રકારના શસ્ત્રોથી લડતા હતા તેને તમે જોઇ શકો છો. આ શસ્ત્રો તમારા મનમાં યુદ્ધના સમયના રક્તપાત અને યુદ્ધોની વીરતાને જીવંત કરે છે.
4) કોરોનેશન હૉલઃ ત્યારબાદ કોરોનેશન હૉલ છે જ્યાં શાહી તાજ સમારોહ થાય છે. એટલે તમારે તમારા જૂતા કાઢવા જરૂરી છે. આ જગ્યા પવિત્ર છે અને રાજા રવિ વર્માના સુંદર ચિત્રોથી સુશોભિત છે. તેઓ તેમના પ્રસિદ્ધ દેવી સરસ્વતીના પેઇટિંગ માટે ઓળખાય છે. મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે હું ખુબ ધ્યાનથી તેમના કામને જોઇ રહ્યો છું.
5) હાથી હૉલ : હાથીઓથી પ્રેરિત આ રૂમને હાથી દાંતના રંગોથી રંગવામાં આવ્યો છે. નકશીકામ ઘણું જ સુંદર છે. છત પર લટકેલું ઝુમર જોઇને તમારી નજર નહીં હટે.
6) ઇટાલિયન પેસેજ: હોલની બહાર ઇટાલીયન ફુવારા સાથેનું એક પેસેજ છે. મને ઇટાલીના વિશિંગ કુઆની યાદ આવી ગઇ અને મને એક સિક્કો ફેંકવાનું મન થયું. કદાચ ઇચ્છાઓ ફળીભૂત થાય અને મહેલ તમારો થઇ જાય.
7) દરબાર હોલ: તમે છેલ્લા હોલમાં પ્રવેશ કરો છો અને તે છે દરબાર હોલ. આ હોલનો ઉપયોગ શાહી તહેવારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે થાય છે. આ લાંબો હોલ એકપણ પિલર વગર ઉભો છે. વેનેટીયન મોઝેક ફ્લોર 12 ઇટાલિયન કલાકારો દ્વારા નાંખવામાં આવ્યા હતા અને તેને લગાવવામાં 18 મહિના લાગ્યા હતા.
લંડનની એક કંપનીએ સ્ટેઇન્ડ ગ્લાસ વર્ક્સ મૂક્યા છે. આ એકમાત્ર એવો મહેલ છે જ્યાં તમે હિંદુ દેવી-દેવતાઓ સાથેના રંગીન કાચનું કામ જોશો. અને એક લાકડાની ઢિગલી પણ જોઇ.
8) નવલખી વાવ : લક્ષ્મી વિલાસ પેલેસના કંમ્પાઉન્ડમાં આવેલી આ વાવ વડોદરાની એકમાત્ર વાવ છે. 15મી સદીમાં મુઝફ્ફર શાહે આ વાવનો પાયો નાંખ્યો હતો. તે 600 વર્ષ જુની છે. આ વાવ બનાવવા માટે 9 લાખ સોનાના સિક્કાનો ખર્ચ થયો હોવાથી તેને નવલખી વાવ કહેવાય છે. રાજસ્થાન અને ગુજરાતમાં તમને આવી વાવ જોવા મળે છે. જે પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવા આવતી હતી.
કેવી રીતે જશો
અમદાવાદથી એક્સપ્રેસ હાઇવે થઇને દોઢ કલાકમાં વડોદરા પહોંચી જવાશે. ટ્રેનમાં પણ વડોદરા જઇ શકાય છે.
ક્યારે જશો:
વર્ષમાં કોઇપણ સમયે વડોદરા જઇ શકાય છે. પરંતુ નવરાત્રી અને શિયાળાનો સમય અહીં જવા માટે યોગ્ય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો