સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે

Tripoto

દિવસ ૧

કલ્પના કરો કે ઠંડીની ઋતુ છે અને તમે એક નાના ગામમાં છો જે ચારેય બાજુથી બરફથી ઢંકાયેલું છે. ગામમાં લગભગ એક ડઝન ઘર છે અને બધા એકબીજાને ઓળખે છે. હવે તમારી ચારેય બાજુ નજર કરો , તમે બરફથી ઢંકાયેલા પહાડો અને સૂરજને ચૂમતા શિખરો જોઈ રહ્યા છો. નજીકના એક પહાડ પર સ્થાનીય લોકો પર્યટકોને સ્કી અને સ્નોબોર્ડ કરતા શીખવે છે જેમાં બાળકો આમ તેમ ભાગી રહ્યા છે અને એકબીજા ઉપર પડે છે અને આ બધું ત્યારે થઈ રહ્યું છે જયારે તમે તમારી જેકેટમાં એક કપ ચા અને સ્વાદ માટે મેગીની એક ગરમ પ્લેટ સાથે જિંદગીની મજા લઇ રહ્યા છો. જો તમને આ બધું વિચારવામાં મજા આવી તો સેથનની યાત્રા કરો અને અહી તમે ઘણું બધું અનુભવી શકો છો.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

સેથન ગામ પર્યટકોને કેમ આકર્ષે છે?

મનાલીથી લગભગ ૧૩ કી.મી. દૂર સેથન એક નાનું ગામ છે. સેથનના નિવાસી વર્તમાન હિમાલયના અલગ અલગ ક્ષેત્રના પ્રવાસી છે જે અનિવાર્ય રૂપથી ચરવાહા હતા. આ નાના બૌદ્ધ ગામમાં માત્ર ૨૦ ઘર છે જે શાનદાર દ્રશ્ય પ્રસ્તુત કરે છે. અહી પર્યટકો સેથન થી રાજસી ધૌલધાર પર્વતમાળા અને સાથે સાથે ધૌલધાર અને પીર પંજાલ પર્વતમાળાને વિભાજીત કરતા તટ પર વહેતી બિયાસ નદીને જોઈ શકે છે. ઘટાદાર જંગલની વચ્ચે બરફની મોટી પરતમાં વસેલ સેથન ગામ ઈગ્લુ હાઉસ ના નામથી પણ જાણીતું છે. બરફથી બનેલ ઇગ્લુમાં પ્રવાસીઓ રજા માણવા મોટી સંખ્યામાં અહી આવે છે. પ્રવાસીઓ -૧૫ ડિગ્રી સેલ્સિયસમાં પણ ઈગ્લુ હાઉસમાં રહીને ખુબ મજા કરે છે. આ જગ્યા ૧૦૦૦૦ ફૂટની ઉંચાઈ પર છે અને અહીના નજારા એટલા સુંદર છે કે લોકો અહી ખેંચાઈ આવે છે.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

૭ કારણથી તમારે સેથન ગામની યાત્રા કરવી જોઈએ-

૧. સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ

જયારે કોઈ ભારતમાં સ્કીઈંગ વિશે વિચારે છે તો મનમાં પહેલું નામ ઔલી અને તેનો આદર્શ ઢળાવ આવે છે. જો ઓછી ભીડમાં સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ એન્જોય કરવા ઈચ્છો છો તો સેથન પરફેક્ટ જગ્યા છે. અહી તમે તમારી સ્પીડથી સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ શીખી શકો છો. અહી તમને ઓછી ભીડ, ઓછો પ્રતિક્ષા સમય અને ઓછું પ્રદુષણ અને શાંતિપૂર્ણ વાઈબ્સનો અનુભવ થશે.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

૨. ઈગ્લુ સ્ટે

કદાચ આ દેશની પહેલી જગ્યા છે જ્યાં ઈગ્લુ તૈયાર કરેલ છે. ઇગ્લુની અંદર બિસ્તર પણ બરફથી બનેલો જોવા મળશે. અહી ખાવાથી લઇ એડવેન્ચર ગેમ બધી વ્યવસ્થા છે. માત્ર ઠંડીમાં જ સ્કીઈંગ, સ્નોબોર્ડિંગ અને ઈગ્લુ સ્ટે નો આનંદ લઇ શકાય છે. આ પ્રવૃત્તિઓ માટે સૌથી સારો સમય મધ્ય જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો છે . આ એક એવો અનુભવ છે જે તમારે મિસ ન કરવો જોઈએ.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

૩. કેમ્પીંગ

જયારે આપણે કોઈ નવી જગ્યા પર જઈએ છીએ તો લગભગ હંમેશા એક નવી જગ્યા વિશે જાણવા, નવા અનુભવો કરવા અને આપણા લોકોના આતિથ્યનો આનંદ લેવા માટે કરીએ છીએ. પરંતુ આપણે આ બધું શક્ય હોય ત્યાં સુધી આરામથી કરવાની કોશિશ કરીએ છીએ. જો કે ક્યારેક ક્યારેક ખુલ્લામાં ડેરા નાખીને અમુક અનુભવોનો આનંદ લેવો પણ જરૂરી છે અને જયારે કેમ્પીંગ અમુક શાનદાર દ્રષ્ય પ્રસ્તુત કરે છે ત્યારે તમે વાસ્તવમાં કોઈ ફરિયાદ ન કરી શકો.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

૪. હાઇકીંગ અને ટ્રેકિંગ

સેથનની સુંદરતા નિશ્ચિત રૂપથી કોઈને પણ આ જગ્યાની તરફ વધારે જાણવા માટે પ્રેરિત કરે છે. સેથન ઘણા દિવસના ટ્રેક પ્રદાન કરે છે જે ગરમી દરમિયાન અને ઠંડીમાં (જૂન થી નવેમ્બર) થી ઠીક પહેલા આદર્શ સમય છે. વધારે લોકપ્રિય અને વધારે દિવસ ચાલતા ટ્રેકમાં એક હંમ્પ્ટા પાસ ટ્રેક છે. હંમ્પ્ટા પાસ ટ્રેકમાં સેથનનું બેઝ કેમ્પ છે. ઠંડી દરમિયાન જયારે આખો રસ્તો બરફથી ઢંકાયેલો હોય તો ટ્રેકની સુંદરતાનું અલગ જ સ્તર હોય છે.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

૫. લુભાવતાં દ્રશ્ય

હવે તો તમે જાણી જ ગયા છો કે આ જગ્યાથી દુનિયાના અમુક અદભુત નજારા જોવા મળે છે. પરંતુ તેના માટે મારા શબ્દો પર વિશ્વાસ ન કરો તે સુંદરતાનો જાતે જ અનુભવ કરો. જો વાતાવરણ સારું છે તો તમે શાનદાર સૂર્યાસ્ત અને સૂર્યોદય નો આનંદ લઇ શકો છો. તેના સિવાય તમારી ચારેય તરફના રાજસી પહાડીઓ અને કુલ્લુ ઘાટીનો નજારા કંઈક એવા નજારા છે જે તમારી યાદોમાં હંમેશા રહશે.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

૬. નાઈટ સ્કાય

એક પ્રદુષિત અને રોશનીથી ભરેલ શહેરમાં તારોથી ભરેલ આકાશને જોવું બિલકુલ સંભવ નથી. પણ સેથનમાં તમે આ નજારા જોઈ શકો છો. રાતના સમયમાં આકાશ જે તારાથી ભરેલ હોય છે અને ચાંદની પહાડોને રોશન કરે છે જે એક અદભુત નજારો હોય છે તેને કોઈ મિસ કરવા નહિ ઈચ્છે.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

૭. નો નેટવર્ક

સેથનમાં કોઈ નેટવર્ક નથી. છેલ્લે જે નેટવર્ક મળશે તે સેથનની પહેલા જ મળશે. કોઈ પણ નેટવર્કની વગર તમે નોટિફિકેશનની ચિંતા કાર્ય વગર એન્જોય કરી શકો છો અને ત્યાંના અદભુત સુંદર દ્રશ્યોમાં ખોવાઈ જવા મજબુર થઇ જશો.

Photo of સેથન ગામ - હિમાલયની વાદીમાં છુપાયેલું સ્વર્ગ જેની પાસે શિમલા અને મનાલી પણ ફીકા પડે છે by Jhelum Kaushal

સેથન ગામ કઈ રીતે પહોંચવું?

મનાલીથી ટેકસી લઈને ૧૫ કી.મી. દૂર હામટા સુધી જઇ શકાય છે. તેની સાથે જ સેથન ગામ આવે છે. ટેકસી તમને ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયામાં મળી જશે. જો બરફને કારણે રસ્તો બંધ હોય તો મનાલીથી ૩ કી.મી. દૂર પ્રીણી નામનું સ્થાન છે જ્યાંથી ૧૨ કી.મી.ચાલીને પહોંચી શકાય છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads