એલિનની વાત આવી જ માન્યામાં ન આવે એવી છે!
એલિન અડલીડ મૂળ ફિલિપાઇન્સની છે પણ તે પોતાને “વિશ્વ નાગરિક” તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. તેને પોતાની બઁક ની કોર્પોરેટ નોકરી છોડી એને 3 વર્ષ થઈ ચૂક્યા છે.
મોડર્ન “ખાનાબદોષ”
શરૂઆતમાં એણે વેબ ડિજાઇનિંગ, ઓનલાઇન માર્કેટિંગ, વગેરે વગેરે ફ્રીલાનસિંગ કરીને પોતાની યાત્રાઓ માટે ઘણા જ પૈસાની બચત કરી.
તે આ પ્રકારના જ ડિજિટલ કામો કરે છે:
1. વ્યવસાય: પોતાના બોયફ્રેંડ જોનાસ સાથે તે http://www.adalidgear.com/ વેબસાઇટ દ્વારા બિજનેસ ચલાવે છે.
2. નિષ્ણાંત: તે ઘણી જ બ્રાન્ડ્સ સાથે ઓનલાઇન માર્કેટિંગ અને SEO મેનેજમેંટની નિષ્ણાંત તરીકે કામ કરે છે.
3. પ્રવાસ લેખક: તે પોતાનો અત્યંત સફળ http://www.iamaileen.com/ બ્લોગ ચલાવે છે અને એના કારણે એને ઘણી જગ્યાઓએ મફતમાં પ્રવાસ કરવાની તક પણ મળે છે.
દિલથી પ્રવાસી
તેનું સપનું છે કે તે પોતાના નાનકડા દેશના પાસપોર્ટ સાથે આખી દુનિયા ફરે અને તેને આ માટે બહુ ઉતાવળ પણ નથી. તેને ખુશી છે કે તે પોતાનું સપનું જીવી રહી છે.
તે અત્યાર સુધીમાં 25 દેશો ફરી છે. તેમાં ફ્રાંસ, જર્મની, બેલ્જિયમ, સિંગાપોર, હૉંગ કૉંગ, ઈન્ડોનેશિયા, નૉર્વેનો સમાવેશ થાય છે. તે એવું સાબિત કરવા માંગે છે કે પ્રવાસ ઉપર માત્ર અમીરોનો ઇજારો નથી.
એલિનનું ધ્યેય
એલીને પોતાના જીવન માટે અમુક લક્ષ્ય રાખેલ છે.
1. લોકોને પોતાની રોમાંચક વાતોથી પ્રેરણા આપવી.
2. લોકો સાથે પોતાના અનુભવો વહેચવા જેમાં ટિપ્સ, ઉપાયો, ઓળખાણ, વગેરેનો સમાવેશ થાય છે જે લોકોને તેના બ્લોગમાંથી મળી રહે છે.
એ દરેક વસ્તુઓ એટલા માટે કરે છે કારણકે એ માને છે કે “નવા અનુભવો આપણા જીવનમાં ખુશીઓ લાવે છે” અને એટલે જ દર રોજ એક નવી સવાર સાથે નવા સફરની શોધમાં લાગી જાય છે!
.
આ લેખ કોવિડ-19 માહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
.