પ્રેમમાં પડેલા બે લોકો માટે લગ્ન કરવા અને પછી હનીમૂન ટ્રિપ પર જવું ઘણી સામાન્ય વાત છે. પરંતુ જે કપલને ટ્રાવેલ કરવાનું પસંદ છે તેમના માટે હનીમૂન ટ્રિપ ઘણી જ ખાસ હોય છે. અહીં હું એવા ટ્રાવેલર કપલ્સ માટે એક પ્રેરણાત્મક કહાની લઇને આવી છું જેને પોતાના પાર્ટનરની સાથે ફરવું ગમે છે. જેમકે મને પણ ઘણું જ પસંદ છે. તો ચાલો આજે અમે આપને એક એવા કપલ અંગે જણાવીશું જેણે લગ્ન બાદ એક વર્ષ સુધી હનીમૂન મનાવ્યું અને આ સમયગાળા દરમિયાન દુનિયાના 33 દેશોની મુલાકાત કરી.
ટ્રાવેલના દિવાના આ કપલનું નામ નિક અને જો ઑસ્ટ છે. આ કપલે લગ્ન પહેલા બે વર્ષ સુધીની બચત કરી અને લગ્ન બાદ પોતાની નોકરી છોડી અને લગભગ એક વર્ષ સુધી લાંબી હનીમૂન ટ્રિપ પર જતા રહ્યાં. જેના માટે દુનિયા ભલે તેમને પાગલ કહે પરંતુ આ સત્ય છે. બન્નેએ એકબીજા સાથે લગ્ન કર્યા બાદ સાથે ટ્રાવેલ કરવાનો વાયદો કર્યો હતો. ત્યારે જઇને લગ્ન માટે રાજી થયા હતા. સૌથી ખાત વાત એ છે કે તેમણે એકબીજા સાથે કરેલો વાયદો પૂરી પ્રામાણિકતાથી નિભાવ્યો અને એકબીજાની ખુશીઓનું ધ્યાન રાખ્યું. મેં જ્યારે આ બન્ને અંગે વાંચ્યુ તો તેમની સુંદર કહાનીને તમારા સુધી પહોંચાડવાનું હું રોકી શકી નહીં. કારણ કે આ બન્ને જેવા સુંદર નવયુગલ આપણા દેશમાં પણ છે. જે આવી સુંદર યાત્રાઓમાં પોતાનો રસ દર્શાવે છે.
આ કપલે 31 ડિસેમ્બર 2017ના રોજ ન્યૂ જર્સીમાં લગ્ન કર્યા હતા. ત્યારબાદ બન્નેએ પોતાના લગ્નના કપડા પેક કર્યા અને લગભગ એક વર્ષની હનીમૂન ટ્રિપ પર નીકળી ગયા. બન્નેની ટૂરનો 33મો અને અંતિમ ડેસ્ટિનેશન સેશલ્સ હતો, જ્યાં આ કપલે પોતાના લગ્નના કપડામાં હિંદ મહાસાગરમાં તરતી નજરે પડ્યા. આ ટૂર દરમિયાન બન્નેએ માલદીવમાં ઘણો સમય પસાર કર્યો, તુર્કીની ગલીઓમાં ઘૂમ્યા, ભારતમાં તાજમહેલની સામે ઉભા રહીને ફોટા માટે પોઝ આપ્યા, માઉન્ટ એવરેસ્ટ સુધી હેલીકોપ્ટરથી ગયા, ન્યૂ યોર્કના સેન્ટ્રલ પાર્કમાં પિકનિક મનાવી અને જાપાનમાં ઘણાં દિવસો સુધી ફરતા દેખાયા. તો આવો જોઇએ આ કપલની કેટલીક સુંદર તસવીરો.
નિક અને જોનું લગભગ એક વર્ષ સુધી ચાલતી હનીમૂન ટ્રિપ ઓક્ટોબર 2018માં સમાપ્ત થયું હતું. બન્નેએ હનીમૂન ટ્રિપની કેટલીક સુંદર તસવીરો ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે. આ તસવીરોને જોઇને તમને પણ તમારા પાર્ટનરની સાથે કોઇ ટ્રિપ પર જવાનું મન થશે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો