"ઉંમર તો બસ એક નંબર છે"
લોકો ઘણીવાર આ લાઇનને વાતવાતમાં બસ એમ જ કહી દેતા હોય છે. પરંતુ તેઓ ન તો આ વાતો અસલી અર્થ સમજે છે અને ન તો તેમણે આનો ક્યારેય અનુભવ કર્યો હોય છે. પરંતુ બલધાવા કપલ ફક્ત આને સારીરીતે સમજે છે એટલું જ નહીં તેઓ આને જીવ્યા પણ છે. તેમની હાલની મુંબઇથી લંડન સુધીની રોડ ટ્રિપ કરીને.
2011માં, જ્યારે બલધાવા કપલ લંડનથી મુંબઇ ફ્લાઇટથી પાછા ફરી રહ્યાં હતા ત્યારે તેમની નજર પ્લેનની બારીની બહારના દ્રશ્યો પર પડી અને બસ ત્યાંજ તેમની અંદર રહેલા એડવેન્ચર્સ વ્યક્તિએ બદ્રી બલધાવાને પડકાર ફેંકી દીધો. બદ્રી બલધાવાએ મે 2016માં આ ગ્રાન્ડ રોડટ્રિપની યોજના બનાવવાની શરૂ કરી અને એક વર્ષથી પણ ઓછા સમયમાં તેમણે પોતાની 64 વર્ષીય પત્ની અને 10 વર્ષની પૌત્રીની સાથે 72 દિવસની લાંબી યાત્રા શરૂ કરી. મુંબઇથી લંડન સુધીની આ યાત્રા તેમણે 19 દેશોમાં 22,000 કિ.મી. સુધી લઇ ગઇ.
બદ્રી બલધાવા વ્યવસાયે સ્ટીલ નિકાસકાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને દિલથી એક પાક્કા રોડટ્રિપર અને એડવેન્ચર્સ વ્યક્તિ. વર્ષો પહેલા તેમણે માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ (2008) પર પર્વતારોહણ કર્યું હતું, એક તીર્થયાત્રા માટે તેમણે મુંબઇથી બદ્રીનાથ સુધીની ડ્રાઇવ કરી. રોડથી આઇસલેન્ડ સુધી એક રોડટ્રિપ અને સાથે જ સતત 46 કલાકની ડ્રાઇવ કરીને નોર્થ કેમ્પ સુધી પહોંચ્યા અને તે અન્ટાર્કટિકા માટે એક પડકાર ભરેલા ક્રૂઝ પર પણ ગયા છે.
બદ્રી બલધાવાના પાસપોર્ટમાં 65 દેશોના વીઝી ટિકિટ છે અને પુષ્પા બલધાવાની પાસે 55 છે. પરંતુ આ રોડ યાત્રા ઘણી ખાસ હતી જેણે આ સાહસિક કપલ પર અમીટ છાપ છોડી અને જેનાથી તે હંમેશા પ્રેરિત થતા રહેશે. ધ હિંદુએ બલધાવા પરિવારનો ઇન્ટરવ્યૂ લીધો અને તેમની સાથે ચર્ચા કરી કે કેવીરીતે તેમણે આટલી મોટી રોડ ટ્રિપ કરવાની યોજના બનાવી અને તેને સફળતાપૂર્વક પૂરી પણ કરી.
યાત્રા શરૂ થતાં પહેલા જ બલધાવા દંપત્તિને એ નક્કી કરવામાં મુશ્કેલી પડી કે તેઓ મુંબઇથી લંડન જવા માટે કયો રસ્તો પસંદ કરે. ઘણી મથામણ પછી તેમણે ઇમ્ફાલ જવાનો નિર્ણય કર્યો અને પછી ત્યાંથી મ્યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, ચીન અને રશિયાના રસ્તે લંડન જતા રહ્યાં.
“મુંબઇથી લંડન જવા માટે કોઇ બીજો વૈકલ્પિક માર્ગ હતો જ નહીં. જો મારે પાકિસ્તાન અને અફગાનિસ્તાન થઇને જવાનું થાત તો એ વાતની કોઇ ગેરંટી નહોતી કે આ રોડ-ટ્રિપને જીવતો પૂરી કરી શકત. અમે તિબેટથી ઉત્તર તરફ નહોતા જઇ શકતા કારણ કે ચીન આની મંજૂરી ન આપત.”
બલધાવા પોતાની યાત્રામાં એકલા નહોતા કારણ કે તેમને ઇમ્ફાલમાં 12 અન્ય વાહનોના ગ્રુપે જોઇન કર્યું હતું. આખા ગ્રુપમાં કુલ 27 લોકો હતા જેમાં એક બાળક પણ સામેલ હતું. કારણ કે ગ્રુપની ભારત સરકારમાં ઓળખાણ હતી એટલે તેમને એ ફાયદો થયો કે તે જે જગ્યાએ રોકાયા તેમને ડીનર ઇન્ડિયન એમ્બેસીમાં કરવા મળ્યું. ત્યાં સુધી કે થાઇલેન્ડના પર્યટન મંત્રાલયે તો તેમના માટે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું.
થાઇલેન્ડથી નીકળ્યા બાદ બલધાવા તેમજ આખા ગ્રુપને ચીનના ઉત્તર-પશ્ચિમી ક્ષેત્રને પાર કરવામાં 16 દિવસનો સમય લાગ્યો. ઉત્તર પશ્ચિમી વિસ્તાર અને જળવાયુએ આખા ગ્રુપને એક મોટો પડકાર ફેંક્યો હતો કારણ કે ચાર કલાકની અંદર જ હવામાનમાં ભારે ઉલટફેર થયો. દુનહુઆંગમાં 24 ડિગ્રી સેલ્સિયસથી ઘટતું તાપમાન, જીનિંગમાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ ગયું. પરંતુ એક પડકાર જેના માટે તેઓ તૈયાર થઇને ગયા હતા તે હતી લોકલ લોકોની નારાજગી અને ખરાબ વ્યવહાર પરંતુ જ્યાં પણ તેઓ ગયા તેમને આશ્ચર્ય થયું.
"અમે તો એમ ધારીને ગયા હતા કે ચીન અને રશિયાના લોકો ઘણાં સખત અને ઓછા મિલનસાર છે અને બહારના લોકોનું વધારે સ્વાગત નથી કરતા અને ન તો એકબીજા સાથે ભળે છે. પરંતુ સાચું કહું તો અમારુ દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું."
બલધાવા ગ્રુપે દરરોજ 400 કિ.મી.નું અંતર કાપ્યું. તેમણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે તેઓ એક દિવસમાં 12 કલાકથી ડ્રાઇવિંગ નહીં કરે. કારણ કે તેઓ જે-તે દેશને એક્સપ્લોર કરવા અને લોકલ સંસ્કૃતિથી પરિચિત થવા માંગતા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એક દિવસ જ એવો હતો જ્યારે તેમણે લાંબી ડ્રાઇવ કરી હતી અને તે વારસોથી બ્રુસેલ્સ સુધીની 930 કિ.મી.ની યાત્રા હતી.
"તે દિવસે અમે વૉરસૉ (પોલેન્ડ)માં નાસ્તો કર્યો, કોલોન (જર્મની)માં બપોરનું ભોજન અને બ્રુસેલ્સ (બેલ્જિયમ)માં રાતનું ભોજન કર્યું"
19 દેશોની તેમની આ યાત્રાથી બલધાવાને નવી ચીજો, સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચરને જોવાની તક મળી, જેની ભારતમાં કમી અને જરૂરત બન્ને છે. જેમ કે એક ઉદાહરણ આપે છે કે કેવી રીતે ચીનના પહાડોમાં તેમને શાનદાર રોડ નેટવર્ક જોવા મળ્યું. જેનાથી તેમને દરરોજની યોજના બનાવવામાં મદદ મળી.
“પૂર્વોત્તર ભારતમાં પહાડોની આસપાસ રોડ તો બન્યા છે પરંતુ (ચીનમાં) એક્સપ્રેસ હાઇવે હતા જે પહાડના શિખરો સાથે જોડાયેલા હતા અને પહાડોના માધ્યમથી લાંબી સુંરગો પણ હતી.
આ કપલે અનેક રોડ ટ્રિપ્સ કરી છે પરંતુ મુંબઇથી લંડન સુધીની આ રોડટ્રિપે તેમને દરેક જગ્યાએ ફ્લાઇટના બદલે ડ્રાઇવ કરીને જવાના વિચારને પહેલાં કરતાં વધારે મજબૂત કર્યો છે.
બદ્રી બલધાવાનું એમ માનવું છે કે કોઇપણ જગ્યાની રોડટ્રિપથી તમે તે જગ્યાને સારીરીતે ઓળખી શકો છો, તમને તે જગ્યાની વાસ્તવિકતા અને સંસ્કૃતિઓ અને અન્ય ચીજોને નજીકથી જોવાની તક મળે છે.
“જ્યારે તમે એક જગ્યા પર ફ્લાઇટથી જાઓ છો તો બધુ જ સરળતાથી થઇ જાય છે અને આપણને બધી ચીજો ઘણી સરળતાથી મળી જાય છે. એટલે તમે કદાચ સારીરીતે એક્સપ્લોર નથી કરી શકતા. પરંતુ જ્યારે તમે ડ્રાઇવ કરીને ક્યાંક જાઓ છો તો તમે તે જગ્યાના દરેક પ્રકારના અસલી અનુભવોને માણી શકો છો અને સાથે જ તે જગ્યાના અસલી વાઇબ્સ અને માહોલને પણ અનુભવી શકો છો.
બલધાવા કપલનો નેકસ્ટ પ્લાન હવે દુનિયાને તેમની ટ્રાવેલ સ્ટોરી બતાવવાનો છે. જે એક નવા ઉત્સાહ સાથે નવી યાત્રાઓ અને જગ્યાની કહાનીઓમાંથી થોડિક પ્રેરણા લઇ શકે છે. તેમનો મુખ્ય સંદેશ છે, ઉંમર બસ એક સંખ્યા છે અને મુંબઇથી લંડન જેવી યાત્રા બાદ આ વાતને બોલવાની અને તેની સાથે પૂરો ન્યાય કરવાની હિંમત પણ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો