હું મારા 27 વર્ષના જીવનમાં એવી કોઈ પણ વ્યક્તિને નથી મળ્યો જેને ફરવું પસંદ ન હોય. સામાન્ય જનજીવનથી થોડા સમય દૂર જવું હોય કે પછી મારા પિતાજીના શબ્દોમાં “રોમાંચ નો અનુભવ લેવો હોય” દરેક વ્યક્તિ કોઈ ને કોઈ કારણસર ફરવાનું પસંદ કરે જ છે.
પરંતુ કેટલાક લોકો હરવાફરવા પાછળ એટલા પાગલ હોય છે કે એમને જોઈને જ આપણને થાય કે આ લોકો આટલું બધું ફરી કઈ રીતે શકે છે!
હું પણ છેલ્લા 2 વર્ષથી ફરી રહ્યો છું જે દરમિયાન હું એવા કેટલાય લોકોને મળ્યો છું જેમની વાતો આપણને અચંબિત કરી દે. આવા લોકોની ઈર્ષ્યા આપણે બહુ ઝડપથી કરતાં હોઈએ છીએ પરંતુ એમના ત્યાગને સમજતા નથી હોતા.
આવો મળીએ આવા 15 જિંદાદીલ મુસાફરોને:
1. રોહિત સુબ્રમનીયમ, 23, ચેન્નાઈ, ભારત
યૂરોપમાં 23 દેશોની 6 મહિનાની મોટરસાઇકલ યાત્રા કરીને હમણાં જ પાછા આવ્યા છે.

એમ બી એ ભણી ચૂકેલા રોહિતે 13 વર્ષની ઉમરે ચેન્નાઈથી ત્રીચી અને તનજાવૂરની બસ યાત્રા એકલા કરેલી જેમાં મળેલા લોકો અને અનુભવોથી એમણે થયું કે એમણે ફરવું ખૂબ જ પસંદ છે.
18 વર્ષ થતાં જ તે બાઇક લઈને નીકળી પડ્યા લદાખ. અને લદાખની આ બાઇક યાત્રામાં જોયેલા દ્રષ્યોએ એમણે મોટરસાઇકલ પ્રેમી બનાવી દીધા. તે 35 દેશો મોટરસાઇકલ પર ફરી ચૂક્યા છે. અલગ અલગ બ્રાન્ડ્સ જોડે કામ કરતાં રોહિતની જિંદગી મુસાફરીથી શરુ થઈને ત્યાં જ પૂરી થાય છે. રોહિત માને છે કે યાત્રાઓથી જ માણસ ઘણું શીખે છે અને ખરાબ યાદોને ભૂલે છે.
રોહિતની સલાહ:
યાત્રા પોતાના માટે કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે નહિ. બીજું એ કે યાત્રા પોતાની રીતે કરો, નહિકે બીજાની સલાહ મુજબ. અને ખાસ વાત, યાત્રા દરમિયાન કચરો ન ફેલાવો.
2. કેન્ડીડા લૂઈ, 27, હુબ્લી, ભારત
5 ખંડના 13 દેશો મોટરસાઇકલ પર ફરી ચૂકી છે!

લૂઈ કહે છે, મને ફરવા અને રોમાંચક કામ કરવાની ઈચ્છા પહેલેથી હતી અને મારા માતા પિતાએ મને આમાં મદદ પણ કરી છે. ઓક્ષફોર્ડ કોલેજથી ગ્રાજયુએશન કરીને એ છેલ્લા 11 વર્ષથી ફરે છે અને 5 ખંડના 13 દેશો મોટરસાઇકલ પર ફરી ચૂકી છે. નોકરી અને બ્લોગિંગ કરીને બચત કરીને તે પૈસાનો ઉપયોગ ફરવામાં કરે છે. 2015માં તેણે ભારતમાં 7 મહિનાની સફર કરેલી. અને એ દરમિયાન 24 રાજ્યોમાં કુલ 34000 કિમીની સફર ખેડી!
પોતાની મનપસંદ યાત્રા યાદ કરતાં તે કહે છે, “હાલમાં જ મે કમ્બોડિયામાં બાઇક રાઇડિંગ કર્યું જય વિશ્વભરમાંથી આવેલા 4 બાઈકર એને મળ્યા જેમણે કમ્બોડિયાના જંગલોમાં એક સ્કૂલ માં લેપટોપ પહોંચાડવામાં મદદ કરી હતી.” પોતાનો રસ્તો કઈ રીતે શોધવો, કેવી રીતે મુશ્કેલી સામે ટકવું બધું જ તે યાત્રા માંથી શીખી છે.
લૂઈની સલાહ:
મોટા સપનાઓ જુઓ અને ખૂબ મહેનત કરો, વિનમ્ર રહો અને વિશ્વાસ રાખો કે તમે કાઇ પણ કરી શકો છો. આ દુનિયા તમારા માટે જ બની છે.
3. ફ્રેડરિક વિડનર, 25, કીએલ, જર્મની

ફ્રેડરિકનો જન્મ જર્મનીમાં થયો પણ 19 વર્ષ એક જ દેશમાં વિતાવ્યા પછી 19 ની ઉમરે એમને થયું કે હવે એક જ દેશમાં બહુ રહ્યા ત્યારથી તે દરેક વર્ષે અલગ દેશ માં રહે છે. હાઇ સ્કૂલ પૂરી કરીને હું કામની શોધમાં ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો. ત્યાં એક વરસ રહ્યો. ઘેટાનુ ઉન ઊતરવું, ફળો તોડવા, સડક યાત્રાઓ કરવી એવા ઘણા કામો જો બેગપેકર કરતાં હોય છે એ મે કર્યા.
અત્યાર સુધીમાં ફ્રેડરિક 30 દેશોની યાત્રા કરી ચૂક્યા છે.
ફ્રેડરિકની સલાહ:
બહાર નીકળીને જે ઈચ્છા થાય એ કરો. ઓસ્ટ્રેલિયામાં મને પણ શરૂના દિવસોમાં ન ફાવતું. પરંતુ જો યાત્રા પર નીકળ્યા પછી અમુક સમય બાદ તમારી ધારણા પ્રમાણે ન થાય તો પણ ગભરાઓ નહિ, હિંમત ન હારો. કરિયરની ચિંતામાં ન રહો. તમારી પાસે પુષ્કળ સમય છે. બધું જ થઈ રહેશે. જો ઓફિસમાં જ કામ કરવું હોય તો એ તો 35 ની ઉમરે પણ થઈ શકશે. એના માટે તમારી 25 વર્ષની જવાની ન ખરાબ કરો. મોજ કરો અને બિન્દાસ રહો.
4. રત્નદીપ દેશમાને, 28, સાંગલી, ભારત

ડિજિટલ સમયમાં હરતા ફરતા જ કામ કરી લે છે. રત્નદીપ એક સોફ્ટવેર એંજીનિયર છે અને પાછળ 2 વર્ષથી યાત્રા કરતાં કરતાં જ કામ કરે છે. એ કહે છે “ મારે ભારતનાં અલગ અલગ ભાગોમાં રહેવું હતું એટલે મે નોકરી પણ એવી શોધી જેમાં મારે એક જગ્યાએ બેસીને કામ ન કરવું પડે.” તે આજ સુધીમાં 4 દેશોના 21 શહેરોમાં રહી ચૂક્યા છે. એક જગ્યાએ 1 અઠવાડિયાથી લઈને 2 મહિના સુધીનો સમય એ વિતાવે છે. અને ફરવાની સાથે જ કામ પણ કરી લે છે. ફરતા સમયે ખર્ચને કાબુમાં રાખે છે અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે.
રત્નદીપની સલાહ:
મુસાફરીનું જીવન જીવવું એટલું મુશ્કેલ નથી જેટલું તમે માનો છો. તમારી બધી જ કમાણી જતી રહેશે જ એવું પણ જરૂરી નથી. બસ તમે રસ્તો શોધીને નીકળી પડો, બધું આપોઆપ પાર પડી જશે.
5. મુકુલ ભાટિયા, 28, ફરીદાબાદ, ભારત

જામિયા મિલિયામાંથી પત્રકારનું ભણ્યા પછી 2012 માં થોડો સમય કાશ્મીર ફર્યા અને અનાથાલય માં પણ રહ્યા. અને આ અનુભવથી ખૂબ જ પ્રભાવિત થયા પછી એ aઅજ સુધી 38 દેશ ફરી ચૂક્યા છે. ડોકુમેન્ટ્રી ફોટોગ્રાફર હોવાના કારણે એમણે દરેક સ્થળના લોકો અને તેમની પરેશનીઓ વિષે માહિતી મેળવવામાં પણ સરળતા રહે છે. એમણે 2015 માં પોતાની કંપની નોમેડિક ઓરિજિન્સની સ્થાપના કરી છે.
મુકુલની સલાહ:
યાત્રા કરવા માટે અત્યારે જ નીકળી પડો અને ધ્યાન રાખો કે તમારા કારણે પર્યાવરણને ખાસ નુકશાન ન પહોંચે.
6. જેકેરી બિલર, 33, કેલિફોર્નિયા, યુ એસ
40 થી વધુ દેશ ફર્યા પછી ગણતરી કરવાનું બંધ કરી દીધું.

જેકેરી એક ઇતિહાસકાર છે અને 3 વર્ષથી વિદેશોમાં શિક્ષક તરીકે કામ કરે છે. પોતાના ફરવાના જુનુનને સાચવી રાખવા માટે તે શિક્ષકનું કામ કરે છે. 18 વર્ષે પહેલી યાત્રા એમણે પુસ્તકમાં ઇસ્તંબુલ વિષે વાંચીને, તેની ભવ્યતાને નજીકથી જોવા માટે કરી હતી. એ કહે છે, “મારી સૌથી સારી યાદ છે 18 ની ઉમરે યુનાની, જહાજીઓ સાથે મન ભરીને દારૂ પીવાનો મારો અનુભવ. ત્યારે જે મજા આવેલી એના કારણે જ મને થયું હતું કે યાત્રાની મજા આખી જિંદગી લેવી જોઈએ. યાત્રા કરવાથી બહાર રહેલી સંભાવનાઓ જાણવા મળે છે અને તમારા દેશનો મોહ છૂટે છે.”
જેકેરીની સલાહ:
હું તમને એ જ સલાહ આપીશ કે પોતાના દેશ અને સંસ્કૃતિના લોકો જોડે યાત્રા કરવાનું ટાળો. અને કશુંક નવું જાણવાની કોશિશ કરો. કોઈ અલગ દેશના મુસાફરને સાથી બનાવીને ફરો.
7. યોગેશ કુમાર, 27, મનાલી, ભારત

કન્યાકુમારીથી લેહ સુધી એકલા સાઈકલિંગ કર્યું!
યોગેશે દિલ્લીની ઐ એચ એમ પુસામાંથી હોટેલ મેનેજમેંટ કરીને બેસિક માઉન્ટેનીયરિંગ નો કોર્સ કર્યો છે. અને એમ જ એમણે અલગ અલગ જગ્યા ફરવાનો શોખ જાગ્યો. 2014 માં તે એકલા કન્યાકુમારીથી લેહની રોમાંચક સાઇકલ યાત્રા પર નીકળી પડ્યા. ત્યારથી આજ સુધી યોગેશે ભારતની ઘણી જ જગ્યાઓ ફરી છે અને ઘણી એથ્લીટ ઈવેન્ટમાં ભાગ પણ લીધો છે.
યોગેશની સલાહ:
બસ નીકળી પડો, વધુ વિચારો ના કરો. મન મક્કમ રાખશો ટો દરેક વસ્તુ થઈ જસે.
8. ચાંદની અગ્રવાલ, 27, કુરુક્ષેત્ર, ભારત

એ માને છે કે આયરલૈંડ હોય કે ઈન્ડિયા, દેશની સાચી સંસ્કૃતિ ગામડાઓમાં જોવા મળે છે.
2014 માં ચાંદની “સેમેસ્ટર એટ સી” માં ભાગ લીધો જેમાં એમણે 6 મહિના સુધી પોતાની જેવા લોકો સાથે એક જહાજ પર અભ્યાસ કર્યો. એ યાત્રા તેના મતે એક અલગ જ પડાવ સાબિત થયો. એ જહાજ ઇંગ્લૈંડથી શરુ થઈને પોર્ટુગલ, સ્પેન, સ્કોટલૈંડ. આયરલૈંડ, નૉર્વે, રશિયા, સ્વીડન, ફિનલેન્ડ, અને પોલૈંડ થઈને પાછું ઇંગ્લૈંડ આવ્યું હતું. અને એ દરમિયાન ચાંદનીને આયરલૈંડના ગામડાઓ સાથે પ્રેમ થઈ ગયો. એ માને છે કે સ્થાનીય લોકો સાથે હળવું મળવું, એમના તહેવારો ઉજવવા, ખેતરોમાં મદદ કરવી વગેરે જેવા યાત્રાના અનુભવો જ તમને જીવનમાં આગળ ઘણું શીખવે છે. આ યાત્રાએ તેને પોતાની કંપની, ટ્રાન્સફોર્મિંગ ટ્રાવેલ, શરુ કરવા માટે પ્રેરિત કરી. આ કામોની દ્વારા ચાંદની ભારતનાં ગાંડાઓની સંકૃતિ અને સભ્યતા, ખાન પાન વગેરે અન્ય લોકો સાથે વહેચવા માંગે છે.
ચાંદનીની સલાહ:
સૌથી પહેલા પરિવાર કે આસપાસના લોકો સાથે યાત્રા કરવાની શરૂઆત કરો એ તમને કોન્ફિડેંસ આપશે. અને પછી તમે આગળ એકલા નીકળતા પણ ખચકાશો નહિ. ક્યાંય પણ જતાં પહેલા ત્યાંની સંસ્કૃતિ વિષે થોડી માહિતી એકઠી કરો, અને ત્યાંનાં સ્થાનિક જાણકારને સાથે રાખો. માનવતા પર ભરોસો રાખો કેમકે કશુંક ખરાબ થવાનું હશે તો એ ઘરે બેઠા પણ થશે જ.
9. રાયન પવિયા, 24, જબાર, માલ્ટા

એક વર્ષથી દક્ષિણ પૂર્વ આશિયામાં ફરી રહ્યા છે અને એના પ્રેમમાં છે.
2015 માં ગણિત અને કમ્પ્યુટર ગ્રાજયુએશન કર્યા પછી તે પોતાના મિત્રો સાથે 3 મહિના માટે દક્ષિણ પૂર્વ એશિયા ફરવા નીકળી પડ્યો. આ પોતાની રીતે કરેલી એની પહેલી યાત્રા હતી. જાન્યુઆરી 2016 માં ફરીથી દક્ષિણ પૂર્વ એશિયાની એક તરફી ટિકિટ લઈને નીકળી પડ્યો અને aઅજ સુધી ફરી રહ્યો છે. યાત્રા માટે પૈસા ક્યાંથી ભેગા કરે છે એના જવાબમાં એણે કહ્યું હતું, “ મે શરુ કરતાં પહેલા ખૂબ મહેનત કરીને થોડી બચત કરેલી પણ સાચું કહું તો એ પૂરતી ન હતી. એટલે હું જ્યાં જુ છું ત્યાં કામ શોધીને થોડો સમય કામ કરી લઉ છું. એક ક્રિએટિવ એજન્સિ જોડે પણ હું કામ કરી રહ્યો છું. મારા ખર્ચના અંદાજ પ્રમાણે હું અઠવાડિયામાં અમુક કલાકો જ કામ કરું છું. અને યાત્રા દરમિયાન અન્ય લોકો સાથે સૂર્યાસ્ત જોતાં, બીયર પિતા, મસ્તી કરતાં, નાચતા ગાતા , કિસ્સાઓ સાંભળતા વિતાવેલો સમય એમનો મનપસંદ સમય છે.”
રાયનની સલાહ:
બહુ વિચારો નહિ, નીકળવું હોય તો નીકળી પડો, ખાઓ, પીઓ, શીખો અને શીખવો, એક જ જીવન છે મન ભરીને આનંદ કરો અને અનુભવો મેળવો.
10. નેન્સી અગ્રવાલ, 30, દિલ્લી, ભારત
કેન્સરને હરાવીને દરેક દિવસને પૂર્ણ રીતે જીવી રહી છે.

2013 માં દિલ્લીમાં વકીલાત કરતી નેન્સીને એક પગમાં કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું. લાંબા ઈલાજ બાદ કેન્સરને હરાવીને નેન્સીએ નક્કી કરી લીધું હતું કે પૂરી જિંદગી એ મન ભરીને જીવશે અને અઢળક યાદો ભેગી કરશે. 2015 માં એને નારકંડા, અને હાટુ શિખરની એકલા ચઢાઈ કરી લીધી હતી. એ યાત્રાએ એને સાવ જ બદલી નાખી, એ કહે છે, “ એ બુદ્ધ પૂર્ણિમાની રાતે હું એકલા પાછી ફરી રહી હતી, અને આકાશમાં ચંદ્ર પૂરી આભથી ચમકી રહ્યો હતો. મને એવું લાગ્યું કે હું આખું જીવન ચંદ્રને જોયા જ કરું. ચંદ્રને ચમક્વા માટે કોઈની જરુર નથી, એ પોતાની રીતે જ તેજસ્વી છે. મને એમ મારી ઝલક દેખાણી. “ ત્યારથી આજ સુધી નેન્સી દર વર્ષે 16-17 યાત્રાઓ કરે છે.
નેન્સીની સલાહ: બસ ફરતા રહો એટલુ જ કહીશ.
11. પવન કુમાર, 27, જયપુર, ભારત
સ્વભાવના થોડા ભોળા અને અલગ જ રસ્તો પસંદ કરવાવાળા છે.

પવન જયપુરમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને એંજીન્યરિંગ વચ્ચેથી છોડી ચૂક્યા છે. હાલમાં ડિજિટલ માર્કેટિંગનું કામ કરે છે. પવન 24 રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશો પૂરા ભારતમાં ફરી ચૂક્યા છે. એકલા જ 50 દિવસની યાત્રા કરી ચૂક્યા છે. પાછા ફરીને સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા માટે કામ કરવા ફરીથી 2 મહિના યાત્રા પર નીકળી ગયેલા! પવન સ્કૂલ અને કોલેજના વિધ્યાર્થીઓને ઇન્ટરનેટની મદદથી પૈસા કમાવવાનું મફતમાં શીખવે છે.
પવનની સલાહ: મારી સલાહ માંનો તો તમારી યાત્રાના અનુભવો એ ખૂબ જ અંગત યાદો હોય છે એની શેખી મારતા ન ફરો. કોઈને કહેવું હોય તો એક મિત્ર તરીકે કહો, શેખી મારીને નહિ.
12. કોરીના ગ્રિલ, 23, વિયના, ઓસ્ટ્રીયા
એક વર્ષમાં 9 દેશોની મુલાકાત લીધા પછી ફરીથી પૈસા ભેગા કરી રહી છે પાછા ફરવા માટે!

ઓસ્ટ્રીયાના વિયનાના નાનકડા ગામમાં જન્મેલી કોરીના 5 અઠવાડિયાની સ્વયંસેવામાં આફ્રિકા જતાં પહેલા વકીલાત કરતી હતી. ત્યાં 2 અઠવાડિયા એકલા વિતાવવાથી એને ખ્યાલ આવ્યો કે એને એકલા ફરવું કેટલું ગમે છે. ત્યારથી લઈને આજ સુધી એ 9 દેશો ફરી ચૂકી છે. અત્યારે એ સ્વિત્ઝરલેન્ડમાં પોતાની નેક્સ્ટ ટ્રીપ માટે પૈસા એકઠા કરી રહી છે. અને તે ભારતભરમાં બાઇક દ્વારા ભ્રમણ કરી ચૂકી છે!
કોરીનાની સલાહ:
બહુ બધા વિચારો અને યોજનાઓ બંધ કરીને જે મન કરે છે એ ખુલ્લા મનથી કરી નાખો.
13. યશ રાણે, 29, મુંબઈ, ભારત
પહેલા તે શેફ હતા અને હવે દુનિયા ફરી રહ્યા છે.

હોટેલ મેનેજમેંટમાં ગ્રેજ્યુએશન કર્યા પછી યશ શેફ બન્યા હતા. પરંતુ ફરવાના શોખને કારણે એમણે નોકરી મૂકીને કંટૈંટ ક્રીયશનનું કામ શરુ કર્યું. શેફ તરીકે એક જહાર પર કામ કરવાને કારણે તે અમેરિકા, જમૈકા, કુરકાઓ, અરુબા, મૅક્સીકો, સિંગાપુર, બહામાં, તુર્ક, કેકઓસ દ્વીપ, કોસ્ટા રિકા, અને પનામા રહી ચૂક્યા છે. “ફ્રીલેન્સ કંટૈંટ ક્રીએશનમાં મારે અલગ અલગ બ્રાન્ડ્સ સાથે કામ કરવાનું થતું હોવાથી મને ઘણી જગ્યાએ જવા મળે છે. હું મહિને એક જગ્યા ફરી શકું એટલું કામવવાની કોશિશ કરું છું. સોશિયલ મીડિયામાં મારી સાથે જોડતા લોકોને કારણે મને રહેવાની પણ વ્યવસ્થા ક્યાંકને ક્યાંક થઈ જાય છે અને એનો ખર્ચ પણ બચી જાય છે.”
યશની સલાહ:
જેટલા અનુભવો થઈ શકે એ કરી લો. આપણે મનુષ્યોએ પૃથ્વીને બચાવવાની છે, બને એટલું પર્યાવરણને સુરક્ષિત રાખો. ફરવાને કારણે તમને શાંતિનો અનુભવ ચોક્કસ થશે.
14. એનાબેલ શ્રાઇરીંગ, 19, દાસેલદોરફ, જર્મની

દક્ષિણ જર્મનીના એક નાના ગામડામાં જન્મેલી એનાબેલ, મોટી થતાં જ ઘરની નજીકના પાર્ક, જંગલ, ખાડીમાં સાહસ કરવા લાગી હતી. પરંતુ એનાથી પણ કંટાળીને એને થયું કે ફરવા નીકળવું જોઈએ. સ્કૂલ પૂરી કરીને તે વિએટનામ, કમ્બોડિયા, થાઈલેન્ડ, દક્ષિણ આફ્રિકા, લેસોથો, નિકારાગુઆ,એલ સાલ્વાડોર, હોન્ડુરાસ, ગ્વાટેમાલા, પોર્ટુગલ, સ્પેન અને મોરોક્કો ફરી ચૂકી છે. “ મે શરૂઆત કરતાં પહેલા બહુ મહેનત કરીને પૈસા બચાવ્યા, અને યાત્રા માં પણ પૈસા બચવવાનો પ્રયત્ન કર્યો જેમકે લિફ્ટ લઈને મુસાફરી કરવી, ખેતરમાં કામ કરવું વગેરે.”
એનાબેલની સલાહ:
તમને રોમાંચિત કામ કરવાની તક મળે તો નીકળી પડો. તમને ઘણું જ જાણવા મળશે અને અનુભવો થશે એ અલગ. એકલા ફરવાનો પણ અનુભવ ચોક્કસ કરવો. એમ તમારે કોઈ પણ બાંધછોડ નહિ કરવી પડે અને તમરું વ્યક્તિત્વ ખિલશે.
15. લ્યુક લે આઇલ્સ, 28, બ્રિસ્ટલ, યુનાઇટેડ કિંગડમ
27 દેશો ફર્યા છે. 2017 માં ઓસ્ટ્રેલિયામાં કામ કર્યું અને 2018 માં ન્યુઝીલેન્ડ જતાં રહ્યા.

20 વર્ષની ઉમરતી એમણે નક્કી કરી લીધેલું દુનિયા ફરવાનું. ત્યારથી આજ સુધી 27 દેશો ફર્યા છે. ગયા વર્ષે એક મહિનો ભારતમાં, ઇન્ડોનેશિયામાં 2 અઠવાડિયા વિતાવ્યા અને અત્યારે ઓસ્ટ્રેલિયામાં ફરી રહ્યા છે. જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ જશે અને ત્યાં એક વરસ કામ કરશે. બની શકે કે ત્યાં જ વસી જાય.
લ્યુકની સલાહ:
તમારા સપના અને તમારી વચ્ચે કોઈને ન આવવા દો. ઘણા લોકો સાથી ન હોવાથી યાત્રા કરવા નથી નીકળતા હોતા. તમે એકલા સફર કરો, તેનાથી તમને હિંમત પણ મળશે. હું છેલ્લા 1 વરસથી મારા ઘરથી દૂર છું જે ક્યારેક મારો સૌથી મોટો ડર હતો. પણ હું એમ 2 દિવસથી વધારે એકલો નથી રહ્યો.
.
આ લેખ કોવિડ-19 માહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
.