હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો?

Tripoto

‘મુંબઈથી દિલ્હી જતી ફલાણી ફ્લાઇટમાં આપનું સ્વાગત છે’

વિમાનની મુસાફરી કરતી વખતે એર હૉસ્ટેસ દ્વારા બોલવામાં આવતા શબ્દો સાંભળીને કોઈ પણ યાત્રી ખુશખુશાલ થઈ જાય છે. સારી સારી વાતો કરીને મુસાફરોને ખૂબ સારી અનુભૂતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે કારણકે મુસાફરે આ માટે ખૂબ મોટી રકમ ચૂકવી હોય છે.

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 1/9 by Jhelum Kaushal

તમે વિમાન યાત્રા કરતી વખતે આ વાતોથી ચોક્કસપણે અજાણ હશો!

1. તમારા પાઇલટને કેટલાય દિવસોથી પૂરતી ઊંઘ નથી મળી.

ફ્લાઇટ્સના નિયમ અનુસાર કોઈ પણ પાઇલટ 24 માંથી 8 કલાક કરતાં વધુ પ્લેન ન ઉડાડી શકે. પણ હવાઈ યાત્રાની પહેલા અને પછીની પ્રક્રિયામાં તે પાઇલટનો કેટલો સમય જતો હશે તે વિચાર કરો! તે સિવાય તેની હોટેલ સુધી આવ-જા, ખાણીપીણી, સ્વજનો સાથે વાતચીત આ બધામાં પણ ઘણો સમય થાય છે તેની કોઈ પણ પ્લેનના પાઇલટ પૂરતું ઊંઘી શકતા નથી.

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 2/9 by Jhelum Kaushal

2. તમારી દરેક હરકતો પર કોઈની નજર છે!

આખી ફ્લાઇટ CCTVની નિગરાણીમાં હોય છે. તમને કોઈ સુંદર છોકરીની બાજુમાં ખાલી સીટ જોઈને ત્યાં બેસવાનું મન થાય તો આમ કરવું તમને ખૂબ મોંઘું પડી શકે તેમ છે. વિમાનના દરેક મુસાફરની દરેક ગતિવિધિનું કેબિનમાં રેકોર્ડીંગ થતું હોય છે. આમ કરવા બદલ તમને ભારે દંડ ચૂકવવો પડે એમ પણ બની શકે છે.

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 3/9 by Jhelum Kaushal

3. તમારા સ્વાગત માટે છે હાથકડી અને બંદૂકધારી સિક્યોરીટી

ઘણી વાર તમારી ફ્લાઇટમાં એવા વ્યક્તિ તેમજ એવો સામાન હોય શકે છે જે ખૂબ જ જોખમી હોય. ચાલુ યાત્રાએ આવો કોઈ અણધાર્યો બનાવ બને તો તેને પહોંચી વળવા માટે અને યાત્રીઓની સલામતી માટે સામાન્ય પોશાકોમાં જ ખાસ સ્કાય માર્શલ હાજર હોય છે. આવા સ્કાય માર્શલ વિષે માત્ર પાઇલટ અથવા એર હૉસ્ટેસ અથવા બેમાંથી કોઈ પણને જાણ ન હોય તેમ બની શકે છે.

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 4/9 by Jhelum Kaushal

4. ડિમ લાઇટ્સ પાછળ કઈક આવું કારણ છે.

સાંજની ફ્લાઇટ્સ ટેકઑફ થઈ જાય ત્યાર પછી થોડી જ વારમાં બધી જ લાઇટ્સ ડિમ કરી નાખવામાં આવે છે. તેનું કારણ એ છે કે બહારની લાઇટ્સથી તમને નુકશાન ન થાય. વળી, લાઇટ્સ બંધ રાખવાથી ઈંધણની પણ બચત થાય છે તે નફામાં!

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 5/9 by Jhelum Kaushal

5. ફ્લાઇટના લોકોની ભાષા ખૂબ ‘મીઠી’ હોય છે.

કોઈ પણ કોલેજમાં કે યુવાનોના ગ્રુપમાં એવી કોડ લેંગ્વેજ હોય છે જેને તે ચોક્કસ લોકો સિવાય બીજું કોઈ પણ સમજી નથી શકતું. બસ ફ્લાઇટ્સમાં વપરાતી ભાષાનું પણ કઈક આવું જ છે. વિમાનમાં કોઈ પણ મુશ્કેલી ઊભી થાય તેને એવી રીતે રજૂ કરવામાં આવ છે જેથી યાત્રીઓને તેની ગંભીરતા વિષે સહેજ પણ અણસાર ન આવે. જો તમને તેમની ભાષા સમજાઈ ગઈ તો તમે ભાગ્યે જ ફ્લાઇટમાં બેસવાની હિંમત કરશો.

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 6/9 by Jhelum Kaushal

6. ફ્લાઇટનું એ ‘સ્વાદિષ્ટ’ ભોજન

ફ્લાઇટ્સમાં કેટલું મોંઘું જમવાનું મળે છે એ તો તમે સૌ જાણો જ છો. 10-15 રૂની કિંમતની બિસલેરી પણ ત્યાં 50-80 કે 100 રૂમાં મળે છે. એક રિટાયર્ડ ફ્લાઇટ લેફ્ટનન્ટના કહ્યા પ્રમાણે તેમને પણ ફ્લાઇટનું ભોજન ખવાઈની મનાઈ હોય છે કારણકે તેમાં ફૂડ પોઈઝનીંગ થવાની શકયતા ખૂબ વધારે છે. આથી ફ્લાઇટમાં તમારે કઈક ખાવું-પીવું જ હોય, તો માત્ર પાણી પીવું!

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 7/9 by Jhelum Kaushal

7. વિમાનના ઇન્ટિરિયરનું સત્ય

વિમાનમાં દાખલ થતાં જ તેની સ્વચ્છતા જોઈને એવું લાગે છે કે જાણે કોઈ ફાઇવ સ્ટાર હોટેલમાં આવી ગયા હોઈએ! પણ આ ભૂલભરેલું છે! અહીં ટોઇલેટ, ઓઢવાના બ્લેન્કેટસ કે પછી તમને જેમાં નાસ્તો પીરસવામાં આવે છે તે પ્લેટ્સ, બધું જ ભાગ્યે જ સાફ કરવામાં આવે છે.

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 8/9 by Jhelum Kaushal

8. સૌથી મહત્વની વાત

ફ્લાઇટ્સના કર્મચારીઓ અંદરથી લોક હોય તેવા ટોઈલેટના દરવાજા પણ ખોલી શકે છે!

જી હા, તેમની પાસે બહારથી જ બાથરૂમ/ટોઇલેટનું લોક ખોલી શકે તેવી ટ્રિક હોય છે જે તેમના સિવાય કોઈ નથી જાણતું. અલબત્ત, આ પાછળનો હેતુ એ જ છે કે જો કોઈ ભૂલથી લોક થઈ જાય તો તેને બહાર કાઢી શકાય.

Photo of હવાઈ યાત્રા તો ઘણી કરી હશે, પણ શું તમે આ વાતો જાણો છો? 9/9 by Jhelum Kaushal

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads