માલદીવ ભારતીયોનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. તમે બોલીવુડ અને ટેલીવુડના કલાકારોના ફોટા ઇન્સ્ટાગ્રામ પર ઘણીવાર જોયા હશે. આ ફોટા જોઇને તમને પણ ભારતના સુંદર પડોશી દેશમાં ફરવા જવાનું મન થતું હશે પરંતુ વિઝા, ખર્ચને લઇને વિચાર કરતા હશો. તમને થતું હશે કે માલદીવ ફક્ત કલાકારો જ જઇ શકે આપણા જેવા સામાન્ય માણસને આ ખર્ચો પોસાય નહીં. તો તમે ખોટું વિચારો છો. તમે પણ ઓછા ખર્ચે માલદીવ જઇ શકો છો. કેવી રીતે, અમે જણાવીશું આ લેખમાં. માલદિવ્સ ફરવા માટે ડિસેમ્બરથી એપ્રિલ મહિનો શ્રેષ્ઠ છે.
માલદીવ માટે વિઝા જરૂરી નહીં
માલદીવ જવા માટે ભારતીયોને વિઝા જરૂરી નથી. ભારતીયો માટે માલદીવમાં વિઝા ઑન અરાઇવલ 30 દિવસ સુધી ફ્રી છે. તમે મહત્તમ 90 દિવસ સુધી વિઝા ફ્રી રહી શકો છો. જો કે તમારી પાસે પાસપોર્ટ જરૂરી છે, એક વેલિડ ટિકિટ, માલદીવમાં હોટલ બુકિંગનું પ્રૂફ તેમજ માલદીવમાં રહેવા દરમિયાન કરવામાં આવેલા ખર્ચાનું પ્રૂફ આપવું પડશે.
હોટલનો ખર્ચ
તેમાં શંકાને કોઇ સ્થાન નથી કે માલદીવ એક લકઝરી ડેસ્ટિનેશન છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારા બજેટમાં અહીં ફરવા કે રહેવા માટે કંઇ નહીં મળે. અહીં લોકો માટે કંઇક ને કંઇક જરૂર છે. લકઝરી ટ્રિપ પર જનારા માટે અહીં પ્રાઇવેટ આઇલેન્ડ છે, ઇન્ટરનેશનલ રિસોર્ટ અને હોટલ્સ પણ છે. આવા રિસોર્ટમાં એક રાતનો ખર્ચ 20 હજારથી લઇને 1 લાખ રૂપિયા સુધીનો થાય છે. પરંતુ જે લોકો અહીં બજેટ ટ્રિપ કરવા આવ્યા છો તેમને અહીંની રાજધાની માલેમાં ઘણાં હોમસ્ટે અને બજેટ હોટલ મળી શકે છે. શહેરની નજીક ઘણાં નાના ટાપુ છે જ્યાં એક રિસોર્ટમાં 3500 રૂપિયામાં એક રૂમ મળી શકે છે.
માલદીવમાં ક્યાં ફરશો?
માલદિવ્સમાં કુલ 1,192 ટાપૂ છે, જેમાં ફક્ત 200 ટાપૂઓ પર જ લોકો રહે છે. આ આઇલેન્ડ દેશ એટલો સુંદર છે કે અહીં દેશ-દુનિયાના સેલિબ્રિટિઝ પોતાની રજાઓ ગાળવા આવે છે. માલદીવમાં લગભગ 100 આઇલેન્ડ રિસોર્ટ્સ છે અને બધા રિસોર્ટ્સ તમને તમામ પ્રકારની સુવિધા અને રોમાંચ પૂરુ પાડે છે. એટલે તમે તમારા બજેટના હિસાબે આ રિસોર્ટની પસંદગી કરો કારણ કે અમે અહીં તમને બજેટની વાત કરી રહ્યાં છીએ એટલે મારી સલાહ છે કે તમે માફુશી ટાપુ માટે પોતાની ટ્રિપનો પ્લાન કરો. માફુશી માલદીવની સૌથી સારી અને સસ્તી જગ્યા છે. અહીં સસ્તા રિસોર્ટ છે અને તમને તેમાં એવી તમામ પ્રકારની સુવિધા અને રોમાંચ મળશે જે કોઇ બીજા રિસોર્ટમાં મળે છે.
માલદીવમાં સ્થિત ધ મુરાકા અંડરવોટર વિલા પણ પર્યટકોમાં લોકપ્રિય છે. તેમાં પાણીની 16 ફૂટ અંદર એક માસ્ટર બેડરૂમ છે જેની અંદર સમુદ્રી જીવોને બિલકુલ નજીકથી જોઇ શકાય છે. આ વિલામાં ઇન્ડોર અને આઉટડોર લાઉન્જ, પ્રાઇવેટ પૂલ અને ડુબતા સૂરજની સુંદરતાને જોવા માટે ખાસ બેડરૂમની સુવિધા છે. VIP પેકેજમાં અહીં પર્સનલ બટલર અને શેફની પણ સુવિધા લઇ શકો છો.
ઉકુલહાસ જવા માટે તમે ફેરી કે સ્પીડબોટ પસંદ કરી શકો છો. માલેથી ચાર કલાકની ટ્રિપ માટે સપ્તાહમાં બે દિવસ ફેરી સેવા છે જેની ટિકિટ 250 થી 300 રૂપિયા થાય છે. જ્યારે સ્પીડબોટ દિવસમાં બે વાર સવારે 10:30 અને સાંજે 4 વાગે ચાલે છે. લગભગ બે કલાકની લાંબી યાત્રા માટે તમારે 3764 રૂપિયા આપવા પડે છે.
એચપી રીફ – HP Reef
આ એક સુંદર જગ્યા છે. તે ઉત્તરી માલેમાં આવેલું છે. આને ઇન્દ્ર ધનુષ રીફ અને ગિરીફુશી થિલા પણ કહેવાય છે. અહીં સમદ્રી પંખા, ગુફાઓ, ચીમની અને વિશાળ બ્લોક છે. અહીં નાના આકારની માછલીઓ, ગ્રે રીફ શાર્ક જોવા મળે છે.
બનાના રીફ
શક્તિશાળી ઓવરહેંગ્સ, રાજશી ખડકો અને સુંદર ગુફાઓથી અલંકૃત બનાના રીફની ગણતરી માલદીવની સૌથી પ્રાચીન ખડકોમાં આવે છે. અહીં શાર્ક, બારાકુડા અને ગ્રુપર્સ પણ રહે છે તેથી આ જગ્યા દુનિયાની લોકપ્રિય ડાઇવિંગ સ્પૉટમાંની એક છે. બનાના રીફ સ્કુબા ડાઇવિંગ માટે પણ જાણીતું છે. બનાના રીફમાં ડાઇવિંગની સીમા 5 મીટરથી શરૂ કરીને 30 મીટર સુધી પાણીની અંદર જાય છે.
કેટલા દિવસ માટે માલદીવ ફરવું જોઇએ?
આમ તો આખુ અઠવાડિયું પસાર કરી શકાય છે. અને તો પણ માલદીવ છોડીને જવાનું મન નહીં થાય. જો તમે 3 રાત અને 4 દિવસનો ટ્રિપ પ્લાન કરશો તો પણ તમે દરેક ચીજની મજા લઇ શકશો જે તમે 7 દિવસમાં લીધી હોત. પરંતુ ધ્યાન રાખો કે તમારા પ્લાનમાં શુક્રવાર ન આવવો જોઇએ. કારણ કે શુક્રવારે માલદીવમાં રજા હોય છે. બજારો પણ બંધ હોય છે. જે ખુલ્લી હશે તે મોંઘી પડશે.
ફ્લાઇટથી માલદીવ કેવી રીતે પહોંચશો
માલદીવમાં મુખ્ય એરપોર્ટ માલે છે, જેને વેલાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ કહે છે. જે આ નાનકડા દેશને દુનિયાના જુદા જુદા દેશો અને શહેરો સાથે જોડે છે. ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશો જેવા કે ભારત, ચીન અને શ્રીલંકા. એરપોર્ટ ઉત્તરી માલે એટોલમાં હુલહુલે ટાપુ પર સ્થિત છે જે માલેની રાજધાની ટાપુની પાસે છે. માલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરાંત માલદીવમાં આ ત્રણ આંતરાષ્ટ્રીય એરપોર્ટ છે.
ગન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ગન
હનીમાધૂ આંતરાષ્ટ્રીય એરપોર્ટ, હનીમાધૂ
માફારુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, માફારુ
લામૂ, ધાલૂ અને જ્ઞાનિયાની જેવા કેટલાક સ્થાનિક એરપોર્ટ પણ છે. મુંબઇ, દિલ્હી, બેંગ્લોર અને ત્યાં સુધી કે કોચી જેવા જુદાજુદા ભારતીય શહેરોમાંથી ઘણી સીધી ફ્લાઇટ છે. દુબઇ, યુરોપ અને સિંગાપુરના લોકો પણ અહીં નિયમિત રીતે કે સીધી ફ્લાઇટ કે ચાર્ટર્ડ ફ્લાઇટથી આવે છે. ઘણી એરલાઇન્સ એર ઇન્ડિયા, એર ફ્રાન્સ, કતર એરવેઝ, અમીરાત, અલીતાલિયા અને તુર્કી એરલાઇન્સ સહિત માલદીવની સેવા આપે છે. માલદીવની પોતાની રાષ્ટ્રીય એરલાઇન માલદીવ પણ છે. આ એક ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય એરલાઇન છે, જે જુદાજુદા દેશો અને શહેરોને જોડે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો