જાપાનને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો દેશ છે જ્યાં દુનિયાભરમાંથી લોકો ફરવા આવે છે. આ દેશનો બે તૃતીયાંશ હિસ્સો ડુંગરાળ અને ભારે જંગલોવાળો છે. જો કે જાપાનમાં ઉનાળો ગરમ હોય છે, તેમ છતાં અહીં રજાઓનો ભરપૂર આનંદ માણી શકાય છે. ખરેખર, જાપાનમાં તમે આવી ઘણી પ્રવૃત્તિઓનો આનંદ લઈ શકો છો જે તમને ઠંડક આપી શકે છે.
જાપાનમાં, તમે ઉનાળાની ઋતુમાં માઉન્ટ ફુજી જઈ શકો છો અથવા અહીંના મહાન તહેવારોનો આનંદ લઈ શકો છો. આ સિવાય ઉનાળામાં અહીં બીચની પણ મુલાકાત લઈ શકાય છે. આ રીતે, તમે પ્રખર સૂર્ય અને ગરમી વચ્ચે પણ જાપાનમાં ખૂબ જ મજા માણી શકો છો. તેથી, આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી પ્રવૃત્તિઓ વિશે જણાવી રહ્યા છીએ, જેનો તમે જાપાનમાં ઉનાળાની ઋતુમાં આનંદ માણી શકો છો-
માઉન્ટ ફુજીને કરો એક્સપ્લોર
ભલે તમે હાઇકર હોવ કે ન હો, તમારે ઉનાળામાં જાપાનમાં માઉન્ટ ફુજીની મુલાકાત લેવી જ જોઇએ. તેની પ્રાકૃતિક સુંદરતા ફક્ત જોવા લાયક છે. માઉન્ટ ફુજીની ઊંચાઈ દરિયાની સપાટીથી આશરે 3,776 મીટર છે. જ્યારે તમે તેની ટોચ પર પહોંચો છો, ત્યારે અહીંનું ઠંડું તાપમાન તમને ખૂબ જ સુખદ અનુભવ કરાવે છે. જો કે, અહીં જતાં પહેલાં થોડું રિચર્સ કરો. અહીં ફરવા લેવા માટે સૌથી લોકપ્રિય યોશિદા ટ્રેઇલ છે, ત્યારબાદ ફુજિનોમિયા ટ્રેઇલ આવે છે. અન્યમાં સુબાશિરી ટ્રેઇલ અને ગોટેમ્બા ટ્રેઇલનો પણ સમાવેશ થાય છે.
માઉન્ટ ફુજી જાપાનની રાજધાની ટોક્યોથી લગભગ 100 કિલોમીટર દૂર હોન્શુ ટાપુ પર સ્થિત છે. અહીં એક સક્રિય જ્વાળામુખી પણ છે, જેની ઊંચાઈ 3776 મીટર છે. આ જ્વાળામુખી છેલ્લે 1907માં ફાટી નીકળ્યો હતો. અહીંનો સૌથી સુંદર નજારો સૂર્યોદયનો છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે.
બીચ પર સમય પસાર કરો
ઉનાળામાં બીચ પર સમય પસાર કરવા કરતાં વધુ સારું બીજું કંઈ નથી. તમને જણાવી દઈએ કે જાપાનમાં ઘણા એવા બીચ છે, જ્યાં તમે એકલા, પરિવાર કે મિત્રો સાથે સારો સમય વિતાવી શકો છો. ખાસ કરીને, ટોક્યોમાં ઘણા બીચ છે, જેમાં યુઇગાહામા બીચ અને ઝુશી બીચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓસાકા અને ક્યોટોમાં પણ ઘણા બીચ છે. આ દરિયાકિનારા પર આરામનો દિવસ પસાર કરવા સાથે, તમે સ્નોર્કલિંગ અને ડાઇવિંગ જેવી કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓનો પણ આનંદ લઈ શકો છો.
જુગનૂ જુઓ
જ્યારે તમે ઉનાળાની ઋતુમાં જાપાન જાવ છો, ત્યારે તમારે ત્યાં ફાયરફ્લાય એટલે કે જુગનૂ જોવા જરુર જવું જોઈએ. જૂનથી ઓગસ્ટ દરમિયાન જાપાનમાં ઉનાળાની રાત્રિ દરમિયાન જુગનૂ જોઈ શકાય છે. ખાસ કરીને, ટોક્યોના બંક્યો વોર્ડમાં હોટેલ ચિન્ઝાન્સો ટોક્યોમાં જુગનૂ જોઈ શકાય છે. તમારી પોતાની આંખોથી રાત્રે જુગનૂ જોવા એ ચોક્કસપણે એક મહાન અનુભવ છે. વધુમાં, ક્યોટોમાં જુગનૂ પણ જોઈ શકાય છે.
નેબુતા મત્સુરીનો આનંદ માણો
ઓમોરી પ્રીફેક્ચરમાં નેબુટા મત્સુરી એ દર વર્ષે ઓગસ્ટમાં યોજાતો આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય તહેવાર છે. આ ઉત્સવમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ રંગબેરંગી, પ્રકાશિત ઝાંખીઓ ઘણા દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. તહેવારના મુખ્ય કાર્યક્રમોમાં પરેડ અને પરંપરાગત નૃત્યો તેમજ અદભૂત આતશબાજીનો સમાવેશ થાય છે.
જાપાનમાં આ પણ જોવાલાયક સ્થળો છે
ગોલ્ડન પેવેલિયન:
ક્યોટો શહેરમાં સ્થિત કિનકાકૂજી અથવા ધ ટેમ્પ્લ ઓફ ધ ગોલ્ડન પેવેલિયન એક અદ્ભુત પ્રવાસન સ્થળ છે. તેને જોવા માટે દેશ અને દુનિયામાંથી ઘણા લોકો આવે છે. ખરેખર, આ એક બૌદ્ધ જૈન મંદિર છે. સુવર્ણ ગુંબજવાળું કિન્કાકુ-જી મંદિર ક્યોકો-ચી તળાવની બરાબર સામે આવેલું છે. તેના ગુંબજ દ્વારા અને મંદિરના તળાવના પાણીમાં પડેલો પડછાયો અહીંના દ્રશ્યોને વધુ સુંદર બનાવે છે. આ બૌદ્ધ મંદિર અહીંની સંસ્કૃતિ કિતાયામા બુંકાનું પ્રતિનિધિત્વ કરે છે, જે પરંપરાગત કુલીન સંસ્કૃતિ અને નવી સમુરાઇ સંસ્કૃતિનું મિશ્રણ છે. સ્વર્ણ મંડપને સોનાના પાનમાં કવર કરવામાં આવ્યું છે, જ્યારે તેના પર લાઇટિંગ પડવાથી તળાવમાં સોનેરી મહેલ જેવું પ્રતિબિંબ દેખાય છે.
ટોક્યો ટાવર:
રાત્રિના પ્રકાશમાં નહાતું ટોક્યો ટાવર આધુનિક જાપાનનું અજોડ ઉદાહરણ છે. ખરેખર, તેની ડિઝાઇન એફિલ ટાવરથી પ્રેરિત છે, ખાસ વાત એ છે કે તમે આ ટાવર પર પણ ચઢી શકો છો. આ ટાવરનું નિર્માણ 1958માં થયું હતું. આ 333 મીટર ઉંચો ટાવર એફિલ ટાવર કરતા 13 મીટર ઊંચો છે. અહીં બે વેધશાળાઓ છે જ્યાંથી ટોક્યોનો નજારો જોઈ શકાય છે. સ્વચ્છ હવામાનમાં અહીંથી માઉન્ટ ફુજી પણ દેખાય છે. મુખ્ય વેધશાળા 150 મીટર ઊંચી છે અને વિશેષ વેધશાળા 250 મીટર ઊંચી છે. આ ટાવરની અંદર ટોક્યો ટાવર વેક્સ મ્યુઝિયમ, એક રહસ્યમય વૉકિંગ એરિયા અને હાથથી દોરવામાં આવેલ આર્ટ કોરિડોર પણ છે.
હાઇમ જી કેસલ
આ એક કિલ્લો છે. તે ખૂબ જ સુંદર છે અને અહીં તમને જાપાનના ઇતિહાસના દર્શન થશે. આ કિલ્લાની ડિઝાઇન કેટલાક કારણોસર વારંવાર ફેરફાર કરવામાં આવ્યો.
ડિઝની લેન્ડ ટોક્યો:
ટોક્યોમાં ડિઝની સી જોવાલાયક છે. અહીં તમે બીચ પર સ્વિમિંગ અને વૉકિંગનો આનંદ માણી શકો છો. અહીં સિન્ડ્રેલા કેસલ, નદીમાં જોંડાલેસ, મેજિકલ નાઇટ ટાઇમ ઇલ્યુમિનેશન અને ફેમસ ડિગ્ની પરેડનો નજારો અને પ્રખ્યાત ડિઝની પરેડનો નજારો જોવા લાયક છે. તમને જણાવી દઈએ કે ટોક્યો વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાંનું એક છે.
તોદેઇજી ટેમ્પલ
તોડાઈજી મંદિર સુંદર બગીચાઓ અને વન્યજીવનથી ઘેરાયેલું છે. તે વિશ્વની સૌથી મોટી બ્રોન્ઝ બુદ્ધ પ્રતિમા માટે પ્રખ્યાત છે. હરણોને ખેતરોમાં ફરવાની સ્વતંત્રતા છે.
ગોકુદેની મંકી પાર્ક
આ એક સ્પ્રિંગ એરિયા છે, અહીંના ઉદ્યાનોમાં બરફ જોવા મળે છે અને શિયાળાની ઋતુમાં ખીણમાં રહેતા વાંદરાઓ માટે વરદાન સાબિત થાય છે. અહીં વાંદરાઓ ગરમ પાણીના ઝરણામાં બેસે છે. આ પાર્ક હિમપાતમાં ગરમ રહેવા ઉપરાંત વાંદરાઓની મોટી સંખ્યા માટે જાણીતું છે.
હિદા-સન્નોગુ તીર્થ, તકાયામા
હિદા-સન્નોગુ ઊંચા વૃક્ષોથી ઘેરાયેલું છે. પોતાની કુદરતી સુંદરતા ઉપરાંત, તીર્થસ્થળને શિંટો સાન્નો માત્સુરી ઉત્સવમાં તેની ભૂમિકા માટે જાણીતું છે, જે જાપાનના ત્રણ સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંના એક છે.
કિન્કાકુજી મંદિર (ક્યોટો)
કિન્કાકુજી મૂળરૂપે 1397 માં એક શોગુન અથવા લશ્કરી વડાના ઘર તરીકે બાંધવામાં આવ્યું હતું. આ ઈમારત સંપૂર્ણપણે સોનાના પત્તામાં કવર કરવામાં આવ્યું હતું તેેને ગોલ્ડન પેવેલિયનનું બિરુદ મળ્યું હતું. તેના બગીચાઓ તમને પૃથ્વી પરના સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે.
સેંસો-જી મંદિર (ટોક્યો)
જાપાનમાં આ મંદિરની પોતાની આગવી માન્યતા છે. દંતકથા છે કે બે ભાઈઓએ વારંવાર દેવી કન્નનની એક મૂર્તિને સુમિદા નદીમાં પરત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરેક વખતે, મૂર્તિ બીજા દિવસે પાછી ફરી હતી. ત્યારબાદ દેવીના માનમાં તે સ્થાન પર સેંસો-જી મંદિર બનાવવામાં આવ્યું હતું. સાંજે મંદિરની સુંદરતા જોવા જેવી હોય છે. આ મંદિર અસાકુસા સ્ટેશનથી માત્ર પાંચ મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર આવેલું છે.
તોડાઈ-જી મંદિર (નારા)
નારામાં તોડાઈ-જી મંદિર વિશ્વની સૌથી મોટી લાકડાની ઇમારત છે. તેમાં બુદ્ધની વિશાળ પ્રતિમા પણ છે. બુદ્ધ પ્રતિમાની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક મધ્યમ આકારનો માનવ પ્રતિમાના એક નસકોરાના માધ્યમથી ફિટ થઇ શકે છે. મુલાકાતીઓ આ સ્થળ પર ફરતા હરણના મૈત્રીપૂર્ણ ટોળાનો પણ આનંદ માણે છે.
સંજુસાંગોન્દે મંદિર (ક્યોટો)
સંજુસાંગોન્દે મંદિર, જે અગાઉ રેંગેઇન મંદિર પણ કહેવામાં આવે છે, ધાર્મિક શિલ્પોની સંખ્યા માટે પ્રખ્યાત છે. અહીંના ગ્રેટ હોલમાં કન્નન દેવીની 1,001 લાઇફ સાઈઝની તસવીરો છે, જે મંદિરનો નજારો મનમોહક બનાવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો