દિવસ 1
આપણે ઘરમાં ઘણી વાર સાંભળ્યું હોય છે કે આ ફ્રી માં નથી આવતું પરંતુ જો કોઈ સારી વસ્તુ મફતમાં મળી જાય તો આપણને આશ્ચર્ય તો થાય જ ને! અને એમાં ય એવી ખબર પડે કે અમુક જગ્યાએ ખાવાનું ફ્રી મળે છે તો!
અમે તમારા માટે એવી જગ્યાઓનું લિસ્ટ લાવ્યા છીએ જ્યાં તમે મફતમાં ખાઈ શકો છો!
કેરળનું જનકીય ભોજનાલય
કેરળના પંથીરાપલ્લીમાં જાનકીય ભક્ષણશાલા કરીને એક રેસ્ટોરન્ટ છે જ્યાં ફ્રીમાં ભોજન મળે છે. અહીંયા એક ડોનેશન બોક્સ રાખવામાં આવ્યું છે જેમાં તમારે જમ્યા પછી તમારી મરજી મુજબની રકમ નાખવાની હોય છે અને આ પૈસાથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવે છે. અહીંયા 2 .5 એકરમાં ફેલાયેલું ઓર્ગેનિક ફાર્મ પણ આવેલું છે જ્યાંથી લોકો ઓર્ગેનિક શાકની ખરીદી પણ કરે છે.
કોચી - ટ્રી ઓફ ગુડનેસ
કોચીમાં એક રેસ્ટોરન્ટનું બહાર જરૂરિયાતમંદ લોકો માટે એક ફ્રિજ રાખવામાં આવ્યું છે જેનું નામ છે ટ્રી ઓફ ગુડનેસ. નીલુ પોલીનના રેસ્ટોરન્ટમાં જે કઈ પણ બચે છે એ આ ફ્રિજમાં મૂકી દે છે. અને કોચીના અન્ય લોકો પણ આમ વધારાની વસ્તુઓ મૂકી શકે છે.
દિલ્લી - એક્સચેન્જ ઓવર કોફી
દિલ્લીના નોર્થ કેમ્પસમાં આ કેફેમાં બુક્સની બદલે ખાવાનું આપવામાં આવે છે. મેનુમાંથી પસંદ પ્રમાણે ડીશ પસંદ કરીને તમે ખાવાનું લઇ શકો છો.
અમૃતસરનું ગોલ્ડન ટેમ્પલ
શીખોના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ ગોલ્ડન ટેમ્પલમાં રોજ્જે લગભગ એક લાખ લોકોને મફતમાં ભોજન આપવામાં આવે છે. શ્રદ્ધાળુઓ અને પર્યટકો બંને અહીંયા આ સુવિધાનો લાભ લે છે.
તિરૂપતિ મંદિર
માત્ર ભારત નહિ પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં હજારો લોકોને રોજ મફત ભોજન કરાવાય છે જેના બદલામાં કોઈક મદદ પણ એ લોકો કરી શકે છે પરંતુ એ કમ્પલસરી નથી.
ઇસ્કોન મંદિર, હુબલી
ઇસ્કોનનું એક NGO અક્ષયપાત્ર લગભગ 5 કલાકમાં લઘુતમ દોઢ લાખ લોકો માટે ભોજન બનાવે છે. બપોર અને રાતનું ભોજન પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.
શિરડી સાંઈ બાબા
7.5 એકર જમીનમાં ફેલાયેલા શિરડી સાઈ સંસ્થાન માં 5500 લોકોની કેપેસીટી વાળો એક ડાઇનિંગ હોલ છે જ્યાં લગભગ રોજના એક લાખથી વધુ લોકો પ્રસાદ લે છે. શિરડી સંસ્થાન લગભગ વાર્ષિક 19 કરોડ રૂપિયાનો ખર્ચ આ ભોજન પાછળ કરે છે.
મંજુનાથ મન્દિર, કર્ણાટક
ઉડુપીમાં ભગવાન શિવને સમર્પિત મંજુનાથ મંદિર આવેલું છે. 21 પેઢીઓથી એક જ પરિવાર દ્વારા ચલાવવામાં આવતા આ મંદિરમાં દક્ષિણ ભારતમાં સૌથી વધુ શ્રદ્ધાળુઓ માટે ખાવાની વ્યવસ્થા કરવામાં આવે છે. મંદિરના રસોડામાં લગભગ 70 ક્વિન્ટલ ભાત અને 15 ક્વિન્ટલ શાકભાજી રોજ તૈયાર હોય છે અને રોજ્જે લગભગ 2000 નાળિયેર પણ ઉપયોગમાં લેવાય છે. એક વખતમાં હિયાના હોલમાં 2500 લોકો ભોજન કરી શકે છે.
જગન્નાથ મંદિર, ઓરિસ્સા
આ મંદિરનું રસોડું લગભગ સૌથી મોટું છે અને અહીંયા રોજ લગભગ 25000 લોકોને ભોજન અને 50000 ભક્તોને મહાપ્રસાદ વહેંચવામાં આવે છે જે 600 થી 700 રસોઈયાઓ બનાવે છે. માટીના વાસણમાં ભોજન બનાવવામાં આવે છે અને શ્રદ્ધા મુજબ લક્ષ્મી માતા પોતે અહીંયા રસોઈ કરવા આવે છે. આ ખુબ જ ધાર્મિક અને સુંદર સ્થળ છે.
ગુરુદ્વારા બંગલા સાહિબ, દિલ્હી
દિલ્હીના કનોટ પ્લેસમાં શીખોના ધાર્મિક સ્થળ ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં મફત ભોજન અને આરામ કરવાની વ્યવસ્થા છે. રોજ હજારો લોકો અહીંયા ભોજનનો લાભ લે છે.
મફતમાં ભોજન કોને પસંદ ન હોય? પરંતુ એક વાત તો ચોક્કસ છે કે ભારતના હિન્દૂ અને શીખ ધાર્મિક સ્થળો શ્રદ્ધાળુ ઉપરાંત અન્ય લોકો માટે પણ ભોજનની લાખોની સંખ્યામાં રોજ વ્યવસ્થા પુરી પડે છે જે અદભુત છે!
.