શું તમે જાણો છો કે ભારતમાં એક એવી જગ્યા છે જે વિશ્વમાં સૌથી વધુ વરસાદ માટે જાણીતી છે? ભારત વિવિધતાઓનો દેશ છે. ભારતમાં સંસ્કૃતિથી લઈને ભાષા સુધી, ખોરાકથી લઈને ભૂગોળ સુધીની દરેક બાબતમાં વિવિધતા સ્પષ્ટપણે જોવા મળે છે. આ ગુણોને કારણે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં દુકાળ પડે છે. પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં એટલો વરસાદ પડે છે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. પશ્ચિમમાં થાર રણથી લઈને પૂર્વમાં મોસિનરામ સુધી તમને આવી જ વિવિધતા જોવા મળશે. ભારતના ઉત્તરમાં લેહ જેવી ઠંડી જગ્યા છે, જ્યારે દક્ષિણમાં કેરળમાં પણ ભેજવાળું હવામાન હોય છે. આવી મિશ્ર વસ્તુઓનું શ્રેષ્ઠ મિશ્રણ ભારત છે. અતુલ્ય ભારતનો તાજ આવા જ ગુણોથી સજ્જ છે. વરસાદની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ, કર્ણાટક અને કેરળ એવા રાજ્યો છે જ્યાં ભારે વરસાદ જોવા મળે છે.
ભારતમાં ચોમાસાની પેટર્ન છે. એક તરફ ઉનાળામાં વરસાદનું કારણ દક્ષિણ પશ્ચિમી પવનો છે, તો બીજી તરફ શિયાળામાં ઉત્તર-પૂર્વની દિશામાં ફૂંકાતા પવનોને કારણે ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડે છે. આ સંતુલિત ચક્રને કારણે ભારતમાં જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ભાગમાં ચોમાસું અન્ય સ્થળો કરતાં થોડું વહેલું આવે છે, જેના કારણે 2,000 થી 5,000 મીમી વરસાદ પડે છે. દેશના પૂર્વ ભાગમાં ચોમાસાની સિઝન પહેલાપણ વરસાદ પડવાની સંભાવના રહેતી હોય છે, જેને અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખવામાં આવે છે. મેઘાલયમાં નોર વેસ્ટર્નએર, આસામમાં બોર્ડોઈ સિલ્લા અને પશ્ચિમ બંગાળમાં કાલ બૈસાખી આમાંની એક છે. મેઘાલયની ખાસી પહાડીઓમાં જૂન અને જુલાઈ મહિનામાં ભારે વરસાદ પડે છે. મોસિનરામ અને ચેરાપુંજી એ બે સ્થળો એવા છે જ્યાં સૌથી વધુ વરસાદ પડે છે. તેમના સ્થાનને કારણે, ઉત્તરપૂર્વના આ બંને ગામો ભારતમાં ચોમાસાના ટોચના સ્થળોમાં સામેલ છે.
આ જે ભારતની કેટલીક જગ્યાઓ જ્યાં તમે વરસાદની પૂરી મજા લઇ શકો છો.
મોસિનરામ
મેઘાલયની ખાસી રેન્જમાં સ્થિત મોસિનરામને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વરસાદી સ્થળનો ખિતાબ મળ્યો છે. આ જગ્યા ખીણમાં એક પર્વતની ટોચ પર છે. વરસાદની મોસમ દરમિયાન મોસિનરામમાં 11,872 મીમી વરસાદ નોંધાયો છે.
આ જગ્યા જેટલી સુંદર છે, અહીં રહેતા લોકો પણ એટલા જ સાદા છે. સ્થાનિકોને મોસિનરામ પર ગર્વ છે અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ્યા પછી જ તેની લોકપ્રિયતા વધી છે. પરંતુ વરસાદના કારણે મોસિનરામમાં પણ ભૂસ્ખલનનું જોખમ રહેલું છે. ચોમાસાની ઋતુમાં આ ખતરો વધુ વધી જાય છે. ભૂસ્ખલન અને ભારે વરસાદથી બચવા મોસિનરામની મહિલાઓ અગાઉથી તૈયારીઓ કરવાનું શરૂ કરે છે. વાંસ અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને નૂપ્સ બનાવવામાં આવે છે, જે વરસાદ સામે રક્ષણ આપે છે. મેઘાલયને વાદળોનું શહેર કહેવામાં આવે છે અને મોસિનરામ બિલકુલ અહીં જ છે.
ચેરાપુંજી
મોસિનરામની જેમ ચેરાપુંજીમાં પણ ભારે વરસાદ પડે છે. આ સ્થળ ખાસી પર્વતમાળાઓ પર પણ આવેલું છે. ચેરાપુંજી બે પર્વતોની વચ્ચે એક તિરાડ કે ફાટમાં આવેલું છે, જેના કારણે અહીં સારો વરસાદ પડે છે. ચેરાપુંજીમાં સૌથી વધુ 11,619 મીમી વરસાદ નોંધાયો છે.
દરિયાઈ સપાટીથી 4,500 ફૂટની ઊંચાઈએ આવેલું, આ સ્થાન સૌથી વધુ વરસાદના ખિતાબ માટે મોસિનરામને તીવ્ર સ્પર્ધા આપે છે. ચેરાપુંજીમાં પણ અવારનવાર પ્રવાસીઓ આવતા રહે છે જેઓ વરસાદની મોસમમાં અદભૂત ધોધ જોવા માટે અહીં આવે છે. ખાસ વાત એ છે કે ચેરાપુંજીમાં ઘણીવાર રાત્રે વરસાદ પડે છે, જેના કારણે દિવસ દરમિયાન તમામ કામ સરળતાથી થઈ શકે છે.
ચેરાપુંજીમાં જોવા માટે ઘણી જગ્યાઓ છે. 1,035 ફૂટ ઊંચો મૌસમાઈ ધોધ ચેરાપુંજીથી થોડે દૂર છે. આ ધોધ ભારતનો ચોથો સૌથી ઊંચો ધોધ પણ છે. આ ઉપરાંત ચેરાપુંજીના વર્ષો જૂના મોનોલિથ સ્ટોન્સ પણ જોવાલાયક છે. સિલોંગથી ચેરાપુંજી લગભગ 58 કિમી દૂર છે. તમે ચેરાપુંજી જવા માટે કાર ભાડે લઈ શકો છો.
અગુમ્બે
કર્ણાટકના શિમોગા જિલ્લામાં સ્થિત અગુમ્બે પણ વરસાદની બાબતમાં બીજા કોઇથી કમ નથી. અગુમ્બેમાં વાર્ષિક 7,691 મીમી વરસાદ પડે છે, જે તેને પશ્ચિમ ઘાટ પર સૌથી વધુ જોવાલાયક સ્થળોમાંનું એક બનાવે છે. અગુમ્બેની લીલીછમ ખીણો તમારું દિલ જીતી લેશે. અગુમ્બે રેઈનફોરેસ્ટ સ્ટેશન પણ રિસર્ચ કરવા માટે એક ઉત્તમ સ્થળ છે.
અગુમ્બે તેના ભારે વરસાદ, પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિઓથી ભરપૂર ગાઢ જંગલો માટે જાણીતું છે. અગુમ્બે વરસાદી જંગલોથી ઘેરાયેલું છે જે સોમેશ્વર વન્યજીવ અભયારણ્યનો પણ એક ભાગ છે. અગુમ્બેને દક્ષિણના ચેરાપુંજી તરીકે પણ ઓળખવામાં આવે છે.
અગુમ્બેથી 27 કિ.મી. દૂર સરિગેરી બજારથી કર્ણાટકના એક મહત્વપૂર્ણ તીર્થસ્થળની પણ મુલાકાત લઈ શકો છો. સરીંગેરી શારદા પીઠમ એ 8મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા બાંધવામાં આવેલા મંદિરો અને મઠોનો સમૂહ છે.
મહાબળેશ્વર
મહારાષ્ટ્રનું મહાબળેશ્વર પણ વરસાદની બાબતમાં પાછળ નથી. મહાબળેશ્વરમાં વાર્ષિક 5,618 મીમી વરસાદ પડે છે. કારણ કે આ સ્થળ વેસ્ટર્ન ઘાટની નજીક છે, આખા વર્ષ દરમિયાન વરસાદ પડે છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડે છે. મહારાષ્ટ્રના લોકો માટે વીકએન્ડનો આનંદ માણવા માટે મહાબળેશ્વર એક યોગ્ય સ્થળ છે.
મહાબળેશ્વર મુંબઈથી લગભગ 270 કિમી દૂર છે. જો તમે મુંબઈથી મહાબળેશ્વર આવવા માંગતા હોવ તો આ અંતર કાપવામાં તમને 5 કલાકનો સમય લાગી શકે છે. ટ્રેન દ્વારા આવતા લોકો માટે વાથાર સ્ટેશન સૌથી નજીકનું સ્ટેશન છે જે મહાબળેશ્વરથી 60 કિમી દૂર છે.
મહાબળેશ્વરની હરિયાળી ઉપરાંત, તમે અહીં પૌરાણિક કથાઓ સાથે જોડાયેલા મંદિરો પણ જોઈ શકો છો. આ સિવાય તમે વીણા લેક અને આર્થર પોઈન્ટ પણ જોઈ શકો છો.
અંબોલી
અંબોલી મહારાષ્ટ્રનું બીજું એક સુંદર હિલ સ્ટેશન છે જે ચોમાસાનો આનંદ માણવા માટે યોગ્ય સ્થળ છે. અંબોલી વરસાદની મોસમમાં એટલું આકર્ષક બની જાય છે કે તેને સ્વર્ગ સમાન પણ કહી શકાય. તમે અંબોલીમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ અને ઝાડ-પાન પણ જોઈ શકો છો.
અંબોલીને મહારાષ્ટ્રની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અંબોલી પશ્ચિમ ઘાટના કિનારે આવેલું છે જેના કારણે અહીં સારો વરસાદ પડે છે. 690 મીટરની ઉંચાઈ પર આવેલું આ સ્થળ તેના ગાઢ જંગલ અને અદભૂત ધોધ માટે જાણીતું છે. અંબોલીમાં દર વર્ષે લગભગ 7,500 મીમી વરસાદ પડે છે.
પાસીઘાટ
પાસીઘાટમાં દર વર્ષે 4,388 મીમી વરસાદ પડે છે. પાસીઘાટના ચાના બગીચાને જોઈને લાગતું નથી કે આ જગ્યા અરુણાચલ પ્રદેશમાં છે. અહીંના ચાના બગીચાઓની સુગંધ તમને અરુણાચલમાં રહેતા આસામની યાદ અપાવે છે. પાસીઘાટ અરુણાચલ પ્રદેશના સૌથી જૂના અને સૌથી સુંદર ગામોમાંનું એક છે.
સિયાંગ નદીના કિનારે આવેલું આ ગામ ખૂબ જ શાંતિપૂર્ણ સ્થળ છે. જો તમે શાંત વાતાવરણમાં કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા માંગતા હોવ તો તમારા માટે પાસીઘાટ શ્રેષ્ઠ સ્થળ છે.
ગંગટોક
સિક્કિમની રાજધાની ગંગટોક પણ સૌથી વધુ વરસાદી સ્થળોમાંનું એક છે. ગંગટોકમાં વાર્ષિક 3,737 મીમી વરસાદ પડે છે. જો કે ગંગટોકમાં હવે મોટી સંખ્યામાં કોંક્રીટની બિલ્ડિંગો જોવા મળે છે, ત્યાં હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે જેની તમારે મુલાકાત લેવી જ જોઇએ. Rumtek અને Tsomgo તળાવો મુલાકાત લેવા માટે યોગ્ય છે. ખાંગચેનજોંગા નેશનલ પાર્ક પણ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. જો તમે ગંગટોકને તેના સૌથી સુંદર સ્વરૂપમાં જોવા માંગતા હોવ તો ચોમાસાથી સારો સમય બીજો કોઈ નહીં હોય.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો