શિયાળો આવતા જ પહાડો પર બરફવર્ષા શરૂ થઇ જાય છે. જેને બરફવર્ષાનો શોખ છે તે પણ બેગ પેગ કરીને ફરવા માટે તૈયાર થઇ જાય છે. દરેકના મનમાં સ્નોફોલને લઇને ઘણો ઉત્સાહ હોય છે. આવામાં જો તમે કોઇ એવી જગ્યાએ જવાનો પ્લાન બનાવી રહ્યા છે જ્યાં બરફવર્ષાનો આનંદ માણી શકાય તો અમે ભારતની 5 એવી જગ્યાઓ બતાવીશું જ્યાં ખુબ બરફવર્ષા થાય છે. અને તમે ખુબ એન્જોય કરશો. તો રાહ કોની જુઓ છો કરો ટિકિટ બુક અને નીકળી પડો એક રોમાંચક સફરમાં જ્યાં બરફ હશે અને કુદરતી નજારાની વચ્ચે તમે.
ગુલમર્ગ, જમ્મૂ-કાશ્મીર
જમ્મૂ કાશ્મીરને સ્વર્ગ માનવામાં આવે છે. જો તમને આ સ્વર્ગમાં શિયાળામાં જવાનું મળી જાય તો સમજી લો કે સોનામાં સુગંધ ભળી. ગુલમર્ગમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ થતુ રહે છે. આ દેશી અને વિદેશી લોકો માટે બેસ્ટ પર્યટક સ્થળ છે. પ્રવાસીઓને અહીંની બરફથી ઢંકાયેલા ઠંડા મેદાનો ઘણાં આકર્ષિત કરે છે. તમે અહીં સ્નોફોલની મજા ડિસેમ્બરથી માર્ચ સુધી લઇ શકો છો.
જો તમે સ્કીઈંગ કરવા ઈચ્છો છો તો કાશ્મીર સ્થિત ગુલમર્ગ અવશ્ય જાવ. દુનિયાભરમાંથી લોકો અહીં સ્કીઇંગ કરવા આવે છે અને બરફવર્ષાની મજા માણે છે. ઓક્ટોબરથી માર્ચ સુધી અહીં બરફ પડે છે. તેથી તમે 6 મહિનામાં ગમે ત્યારે પ્લાન બનાવી શકો છો.
ગુલમર્ગ વિન્ટર વન્ડરલેન્ડથી કંઇ કમ નથી. આ જગ્યામાં એટલી સુંદરતા છે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. ગુલમર્ગને ભારતનું સ્કી ડેસ્ટિનેશન કહેવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જેને જોઇને તમને સ્વિટ્ઝર્લેન્ડ યાદ આવી જશે. તમને અહીં હિમાલયની સંપૂર્ણ સુંદરતા જોવા મળશે. ગંડોલા રાઇડ્સ, પાઈનના વૃક્ષો, બરફથી ઢંકાયેલા મેદાનો અને શ્વાસ લેવા માટે શુદ્ધ હવા.. બીજુ શું જોઇએ.
ગુલમર્ગ જતી વખતે, તમે કાશ્મીર ટ્રેન રૂટમાં પણ મુસાફરી કરી શકો છો, જે ભારતનો સૌથી સુંદર રેલ માર્ગ છે.
મનાલી
હિમાચલ પ્રદેશનું શહેર મનાલી શિયાળામાં પ્રવાસીઓ માટે સૌથી પ્રિય સ્થાનોમાંથી એક છે. જો તમે એવા લોકોમાંથી છો કે જેઓ ખૂબ જ ઠંડા વાતાવરણમાં જવા માંગતા નથી, પરંતુ તેમ છતાં બરફવર્ષાનો આનંદ માણવા માંગે છે, તો મનાલી જાવ. જો તમે ડિસેમ્બર-જાન્યુઆરીમાં અહીં જવાનો પ્લાન બનાવતા હોવ તો તમે બરફવર્ષાની મજા માણી શકો છો. અહીં અનેક પ્રકારની વિન્ટર સ્પોર્ટ્સ રમવાની પણ વ્યવસ્થા છે. અહીં તમે સ્કીઇંગ, પર્વતારોહણ અને ટ્રેકિંગનો આનંદ માણી શકો છો. જો તમારે શિયાળામાં એવી જગ્યાએ જવું હોય કે જ્યાંથી શિયાળાનો સુંદર નજારો જોવા મળે અને ચારે બાજુ બરફની ચાદર જોવા મળે તો તમે મનાલી પહોંચી ગયા છો. આ માટે, તમે અત્યારે જ ઓલ્ડર મનાલીની હોટલ અથવા હોમ સ્ટેમાં બુકિંગ કરાવી શકો છો.
યુપી, બિહાર, દિલ્હી, હરિયાણા, પંજાબના લોકો માટે આ એક પ્રિય હિલ સ્ટેશન છે. મનાલીમાં પણ ઓક્ટોબરથી માર્ચ સુધી હિમવર્ષા થાય છે. મનાલી નગર શિયાળામાં હિમવર્ષાથી ઢંકાઈ જાય છે અને નજીકમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. મનાલીનું હિડિંબા દેવી મંદિર, મનાલી સેન્ચ્યુરી, મોલ રોડ વગેરે ખૂબ જ સુંદર છે. હવે તો તે અટલ ટનલ માટે પણ પ્રખ્યાત બની ગયું છે જે રોહતાંગ પાસ તરફ જાય છે. જો કે, આ રોડ ટ્રીપ કરતા પહેલા, વ્યક્તિએ હવામાનની સ્થિતિ તપાસવી જોઈએ.
મસૂરી
ઉત્તરાખંડનું મસૂરી પણ હિમવર્ષા માટે લોકપ્રિય સ્થળોમાંનું એક છે. ડિસેમ્બરના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય સુધી અહીં હિમવર્ષા થવાની સંભાવના રહેતી હોય છે. આ સીઝનમાં અહીંના મોલ રોડ પર ચાલવું એક યાદગાર અનુભવ બની રહે છે. ગઢવાલ હિમાલય પર્વતમાળાની મધ્યમાં સ્થિત મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે. મસૂરીમાં ઘણું બધું છે અને કેમ્પ્ટી ફોલ, કંપની ગાર્ડન, મોલ રોડથી લઈને આસપાસના વિસ્તારોમાં ઘણું બધું જોવાલાયક છે. અહીં તમને ઘણી બજેટ હોટેલ્સ પણ જોવા મળશે અને જો તમારી પાસે માત્ર એક વીકએન્ડનો સમય છે તો આ ફરવા માટે ખૂબ જ સારી જગ્યા બની શકે છે. મસૂરીની આસપાસ મનાલી જેટલું જોવાલાયક તો નથી, પરંતુ જે છે તે એટલું જ સુંદર છે.
શિમલા
હિમાચલ પ્રદેશનું શિમલા શહેર પણ શિયાળામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં તમે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી બરફવર્ષાનો આનંદ માણી શકો છો. મનાલી હિમવર્ષા માટે પણ શ્રેષ્ઠ જગ્યા છે. આ સ્થળ શિયાળાની રજાઓ માટે યોગ્ય છે. તમે સપ્તાહના અંતે પણ અહીં જઈ શકો છો. સિમલાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચેનો હોય છે. અહીં બરફથી ઢંકાયેલી જગ્યાઓ જોઈને તમારું મન ખુશ થઈ જશે.
ઓલી
ગુલમર્ગ પછી જો કોઈ ડેસ્ટિનેશન હોય જ્યાં તમે સ્નો સ્પોર્ટ્સનો આનંદ લઈ શકો તો તે છે ઔલી. ઉત્તરાખંડમાં સ્થિત ઔલી એક એવી જગ્યા છે જ્યાં તમે હિમાલયની ઉંચી અને નીચી શ્રેણીઓને જોઈ શકો છો. તમને જણાવી દઇએ કે અહીંથી તમે ભારતની બીજી સૌથી લાંબી પર્વતમાળા નંદા દેવી પણ જોઈ શકો છો. કેબલ કારની મજા માણવા તમારે જોશીમઠ જવું જ જોઈએ. પ્રકૃતિ પ્રેમીઓ માટે બરફથી ઢંકાયેલ શિખરો શ્રેષ્ઠ વિકલ્પ છે. ઔલીમાં હિમવર્ષા માટેનો આદર્શ સમય જાન્યુઆરીથી માર્ચ છે. આ જગ્યાએ તમે સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગનો આનંદ માણી શકો છો.
ઓલીમાં, તમને સામાન્ય હોમ સ્ટે માટે ઘણા હાઇ-ફાઇ રિસોર્ટ મળશે. ઔલીમાં હિમાલયની સુંદરતાની સાથે સાથે બર્ફિલા મેદાનોની ઝલક અને ઘણી એડવેન્ચર સ્પોર્ટ્સ પણ જોવા મળશે. જો તમને સાહસ ગમે છે, તો તમારે શિયાળામાં ઓલીની મુલાકાત લેવી જ જોઈએ.
આ જગ્યાએ પણ થાય છે બરફવર્ષા
-ધનોલ્ટી
-નારકંડા (હિમાચલ)
-ઝુલુક (સિક્કિમ)
-લદ્દાખ
- સોનમર્ગ, કાશ્મીર
- ખજિયાર
- તવાંગ, અરુણાચલ પ્રદેશ
- પટનીટોપ, જમ્મુ અને કાશ્મીર
- લાચુંગ, સિક્કિમ
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો