દિવસ ૧
ભારત એક સુંદર રાજ્યોથી ભરેલો દેશ છે જેની અલગ અલગ ભાષા અને પોતાની અલગ અલગ પરંપરા છે. તેવી જ રીતે પહાડ હોય કે સમતલ ક્ષેત્ર બધાની પોતપોતાની સુંદર કથા છે અને એવી જ કેટલી બધી સુંદર જગ્યાઓ છે. જ્યાં બધાનો પોતાનો ઇતિહાસ પણ છે.
ભારતમાં એવી અદભુત જગ્યાઓ પણ છે જેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવેલ છે. ચાલો જાણીએ ભારતમાં આવી ૬ અદભુત જગ્યા ક્યાં આવેલી છે.
૧. ભારતમાં તરતું એકમાત્ર ગામ
ભારતમાં એક એવી સુંદર જગ્યા છે જ્યાં એક ગામ પાણીમાં તરતું જોવા મળશે. તેથી અહી આવતી દરેક વ્યક્તિ થોડા ટાઈમ માટે વિચારમાં પડી જાય છે. આ ગામને જોવા પ્રવાસીઓ દેશ વિદેશથી આવે છે. તરતા આ ગામને તેની આ ખાસિયતને કારણે જ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે.
૨. વિશ્વનું સૌથી ઉંચુ ડાકઘર
શું તમને ખ્યાલ છે ભારતમાં વિશ્વનું સૌથી ઉંચુ ડાકઘર છે. આ ડાકઘર બીજે ક્યાંય નહિ પરંતુ હિમાચલ પ્રદેશ લાહૌલ સ્પીતીના હિક્કીમ ગામમાં છે. તેની આ ખાસિયતના કારણે તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
લાહૌલ સ્પીતી ફરવા આવતા પ્રવાસીઓ આ ડાકઘર જોવા જરૂર આવે છે અને પોતાની ઉપસ્થિતિ દેખાડવા માટે તેમના પ્રિયજનોને પત્ર પણ મોકલે છે.
૩. દુનિયાનો સૌથી ઉંચો રસ્તો
વિશ્વભરમાં આપણે ક્યાંય પણ ખુબ સહેલાઈથી ફરી શકીએ છીએ પછી તે પહાડો હોય કે સમતોલ જગ્યા પર જવાનું હોય. આપણે રસ્તા દ્વારા આપણું સફર ખુબ સહેલાઈથી કરી શકીએ છીએ.
પરંતુ શું તમને ખબર છે કે વિશ્વનો સૌથી ઉંચો રસ્તો ભારતમાં છે અને બધાનું ત્યાં જવાનું સપનું હોય છે. લદ્દાખનું ઉમલિંગ લામા સમુદ્ર તટથી ૧૯૦૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. આ ચિસુમ ડેમચોક રસ્તો દુનિયાનો સૌથી ઉંચો રસ્તો છે. જેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરેલ છે.
૪. દુનિયાનું સૌથી ઉંચો રેલ બ્રિજ
આખી દુનિયામાં રેલવેને યાત્રા માટે સસ્તું અને સર્વોત્તમ સાધન માનવામાં આવે છે . વિદેશને છોડીને ભારતની વાત કરીએ તો ભારતમાં રેલવેનું ખુબ મોટું યોગદાન છે અને વિસ્તાર છે અને આ વિસ્તારમાં ઘણા ઉંચા સ્થાનો પર શાનદાર બ્રિજ પણ બનેલ છે. આ બ્રીજમાંથી એક બ્રિજ છે જે આખી દુનિયામાં ઉંચાઈ માટે પ્રસિદ્ધ છે. ભારતના ચેનાબમાં આવેલ આ બ્રિજની કુલ લંબાઈ ૧૩૧૫ મીટર છે. જે એફિલ ટાવરથી પણ ૩૦ મીટર ઉંચો છે. ભારતમાં સ્થિત ચેનાબના આ બ્રિજને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
૫. ભારતમાં સૌથી પહેલા સૂર્યોદય
ભારત દેશ ઘણી બધી સુંદર જગ્યાઓથી ભરેલ દેશ છે. તમે ભારતની કોઈ પણ જગ્યા પર જશો તમને ત્યાં સુંદરતા જોવા મળશે. અરુણાચલ પ્રદેશ એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં સૌથી પહેલા જમીન પર સૂર્યના કિરણો પડે છે જે તમે જોઈ શકો છો. જો સમય અનુસાર જોઈએ તો સૂર્ય સવારે ૪:૧૫ વાગ્યે સૂર્ય ઉગી જાય છે અને સાંજે ૫ વાગ્યે આથમી જાય છે. આ નજારો જોવાલાયક હોય છે જે તમને માત્ર અરુણાચલ પ્રદેશની ડોંગ જગ્યા પર જોવા મળે છે.
૬. ભારતનું પહેલું તરતું પુસ્તકાલય
આજ સુધી તમે એવી ઘણી લાઈબ્રેરી જોઈ હશે જ્યાં શાંતિથી બેસીને પુસ્તકો વાંચી શકાય. ખાસ વાત એ છે કે એ બધી લાઈબ્રેરી કોઈ બિલ્ડીંગ અથવા હોલમાં હશે. આજે તમને એવી લાઈબ્રેરી વિશે જાણવા મળશે જે હંમેશા તરતી રહે છે. આ અનોખી લાઈબ્રેરી પશ્ચિમ બંગાળમાં સ્થિત છે. કોલકતાના હુગલી નદીના કિનારે સ્થિત આ લાઈબ્રેરીમાં ઓક્સફોર્ડ બુક સ્ટોર દ્વારા ક્યૂરેટ કરેલ ત્રણ ભાષાઓ જેવી કે અંગ્રેજી, હિન્દી અને બંગાળીમાં ૫૦૦થી વધારે પુસ્તકોનું સારું કલેક્શન છે. અહી પુસ્તકોને વાંચવાની સાથે સાથે લોકો આ તરતી લાઈબ્રેરીનો પણ વધારે આનંદ લે છે. તેથી અહી ઘણા બધા લોકો આવે છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ