ભારતમાં એવી હજારો જગ્યાઓ છે જે આખા વિશ્વમાં ઘણી પ્રસિદ્ધ છે અને જ્યાં ભારત જ નહીં આખા વિશ્વમાંથી લોકો ફરવા આવે છે. પરંતુ ભારત એક એવો દેશ છે જેમાં કેટલું પણ ફરી લો કોઇને કોઇ જગ્યા તો જોવાની રહી જ જાય છે.
ભારતમાં એવી હજારો જગ્યાઓ છે જે આખા વિશ્વમાં ઘણી પ્રસિદ્ધ છે અને જ્યાં ભારત તો શુ આખા વિશ્વભરના લોકો ફરવા જાય છે. પરંતુ ભારત એક એવો દેશ છે કે જેને ગમે તેટલું ફરી લો પરંતુ કોઇને કોઇ સ્થળ તો જોવાનું રહી જ જાય છે. જેના કારણે ભારતમાં રહેનારા લોકો પણ આ સુંદરતાથી ઘણાં દૂર છે. આજે હું આવી જ કેટલીક જગ્યાઓ અંગે જણાવીશ જ્યાં તમારે જીવનમાં એકવાર તો જરૂર જવું જ જોઇએ.
1. દ્રુંગ વૉટરફૉલ, ગુલમર્ગ
ગુલમર્ગ એક એવું ઝરણું છે જે ગરમીની સીઝનમાં ઘણું જ સુંદર દેખાય છે તો શિયાળામાં ઓછું તાપમાન હોવાના કારણે તેનું પાણી થીજી જાય છે. અને તે કોઇ હિરાના હારની જેમ ચમકવા લાગે છે. દ્રુંગ વોટરફોલથી દ્રશ્ય જોયા બાદ તમે તેને કદી નહીં ભૂલી શકો. અહીં ઝરણાની પાછળ એક ગુફા છે જેને તમે જોવાનું ન ભૂલતા.
કેવી રીતે જશો?
શ્રીનગરથી 50 કિલોમીટર દૂર છે, તો તમે ત્યાંથી 1.30 કલાકની મુસાફરી કરીને કાર, બાઇક કે ટેક્સીથી જઇ શકો છો.
ક્યારે જશો?
જો તમારે અહીંની અસલી સુંદરતા જોવી છે તો શિયાળામાં જાઓ.
2. રાજબાગ બીચ, ગોવા
ગોવાના સૌથી સ્વચ્છ અને સુંદર બીચ રાજબાગનું નામ પાસે જ આવેલા રાજબાગ હોવાના કારણે પડ્યું છે. આ બીચ વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. આ બીચ લગભગ 45 કિલોમીટર મોટો છે. સાંજના સમયે આ ઘણો જ સુંદર લાગે છે. અહીં 5 સ્ટાર હોટલ હોવાના કારણે આ એક લક્ઝરી જગ્યા છે. અહીં તમને ગોવાના બીજા બીચ કરતાં ઓછી ભીડ જોવા મળશે.
કેવી રીતે જશો?
પણજી બસ સ્ટેસનથી 70 કિલોમીટર દૂર આવેલી છે. પણજીથી તમે ટેક્સી કે કાર ભાડેથી લઇને જઇ શકો છો.
ક્યારે જશો?
આમ તો અહીં જવાનો કોઇ પણ સમય પસંદ કરી શકો છો. પરંતુ મારુ માનો તો માર્ચથી મેની વચ્ચે જાઓ.
3. Dzukou વેલી નાગાલેન્ડ
નાગાલેન્ડ અને મણિપુરના બોર્ડર પર આવેલી દ્રજુક ઘાટી અહીં આવનારા પર્યટકો માટે એક પોકેટ સ્વર્ગથી કમ નથી. આ જગ્યા સમુદ્રની સપાટીએથી 2438 મીટર ઉપર છે જપફૂ પીકની પાછળ છે. અહીં વરસાદના સમયે દરેક જગ્યા પર ફૂલ જ ફૂલ જોવા મળે છે. જે આ જગ્યાને ભારતની સૌથી સુંદર ખીણમાંની એક બનાવી દે છે.
કેવી રીતે જશો?
શ્રીનગરથી કાર કે બાઇક દ્વારા જાઓ
ક્યારે જવું?
વર્ષના કોઇપણ સમયે (જો કે વરસાદના સમયે તેની અસલી સુંદરતાને તમે જોઇ શકશો)
4. સલ્ફર વોટર પૂલ, દેહરાદૂન
દેહરાદૂનથી 11 કિલોમીટર દૂર એક એવો પૂલ જે તમારા બધા શારિરીક દુઃખ અને સમસ્યાને ઠીક કરી દેશે. સલ્ફર વોટર પૂલ એક એવો પૂલ છે જે પોતાના સલ્ફ્યૂરિક વોટર હોવાના કારણે લોકોને હીલ કરે છે. અહીંના પાણી કરતાં અહીંનું દ્રશ્ય વધારે લાજવાબ છે. આ પૂલની એક ખાસ વાત એ છે કે અહીં જે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તે કુદરતી છે. જો તમે જિંદગીથી થોડા પરેશાન છો તો અહીં રજાઓ મળતા જ ઉપડી જાઓ.
કેવી રીતે જશો?
દેહરાદૂનથી 11 કિલોમીટર દૂર જવા માટે 30 થી 40 મિનિટની મુસાફરી કરો, બાઇક કે કાર કોઇપણ વાહનથી જઇ શકો છો.
ક્યારે જશો?
એપ્રિલથી સપ્ટેમ્બરના મહિનામાં
5. ગર્તનગ ગલી, ઉત્તરાખંડ
આ એક ઘણો જ સુંદર પૂલ છે જે ભારત અને તિબેટની વચ્ચે વેપાર માર્ગનો કાર્ય કરે છે. અહીં પર આમ તો મોટાભાગે વેપારીઓ જ મુસાફરી કરે છે પરંતુ અમારા જેવા રખડુઓ ન મળે તો તે જગ્યાની મજા જ શું? અહીંથી તમે એક સુંદર કુદરતી દ્રશ્ય જોઇ શકો છો. જેને એકવાર જોયા બાદ તમે જિંદગીમાં ક્યારે નહીં ભૂલો
કેવી રીતે જશો?
દેહરાદૂન સ્ટેશનથી 200 કિલોમીટરની બાઇક કે કાર સફર કરીને પહોંચી શકાય છે.
ક્યારે જશો?
વર્ષના કોઇપણ મહિનામાં જઇ શકાય છે, પરંતુ કોશિશ કરો કે ગરમીમાં જવાનું કારણ કે ત્યારે ભીડ ઓછી હોવાના કારણે તમે તેની અસલી સુંદરતાને જોઇ શકશો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો