આપણે મુસાફરો ભારતીય રેલવે પર કેટલા નિર્ભર છીએ તે કહેવાની જરુર નથી. જ્યારે પણ આપણે કોઇ બીજા શહેરમાં જવાનું હોય ત્યારે આપણે એ ચેક કરી લઇએ છીએ કે કઈ ટ્રેન આપણને ઓછામાં ઓછા સમયમાં આપણા ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડશે. ઘણી મુસાફરી કર્યા પછી, મેં આપણા દેશની સૌથી ઝડપી ટ્રેનોની યાદી તૈયાર કરી છે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું.
1. વંદે ભારત એક્સપ્રેસ
વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલ્વે તરફથી આપણને મળેલી કિંમતી ભેટ છે અને આ ટ્રેનની ઝડપ 180 કિમી પ્રતિ કલાક છે જે અત્યાર સુધીની સૌથી ઝડપી છે. જોકે ભારતીય રેલવેએ ટ્રેનની સ્પીડ લિમિટ 130 કિમી પ્રતિ કલાક નક્કી કરી છે. વંદે ભારત દ્વારા તમે માત્ર 8 કલાકમાં દિલ્હીથી કટરા પહોંચી શકો છો. ટ્રેન 19 અને ટ્રેન 20 નું કામ હજુ પણ ચાલુ છે અને ટૂંક સમયમાં આપણને તેનો આનંદ માણવાની તક મળશે.
2. ગતિમાન એક્સપ્રેસ
ગતિમાન એક્સપ્રેસ એ ભારતની બીજી સૌથી ઝડપી ટ્રેન છે અને તેની મહત્તમ ઝડપ 160 kmph છે. ગતિમાન એક્સપ્રેસ તમને 100 મિનિટમાં આગ્રા અને 4 કલાક 25 મિનિટમાં દિલ્હીથી ઝાંસી લઈ જશે.
3. હબીબગંજ દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ
ભારતની ત્રીજી સૌથી ઝડપી ટ્રેન મહત્તમ 150 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રેનની એવરેજ સ્પીડ 84 કિમી પ્રતિ કલાક છે. અને તમે આ ટ્રેન દ્વારા દિલ્હીથી હબીબગંજ (ભોપાલ) 8 કલાક 25 મિનિટમાં પહોંચી જશો.
4. સિયાલદાહ દિલ્હી દુરંતો એક્સપ્રેસ
સીયાલદાહ દિલ્હી દુરંતો એક્સપ્રેસ એ ભારતની સૌથી ઝડપી દુરંતો ટ્રેન છે. 135 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી ચાલતી આ ટ્રેન તમને 16 કલાકમાં દિલ્હીથી સિયાલદાહ (પશ્ચિમ બંગાળ) પહોંચાડી દેશે.
5. મુંબઈ રાજધાની એક્સપ્રેસ
મુંબઈ રાજધાની એક્સપ્રેસ રાજધાની શ્રેણીની સૌથી ઝડપી ટ્રેન છે. આ ટ્રેન દ્વારા તમે 15 કલાકમાં દિલ્હીથી મુંબઈ પહોંચી જશો.
અગાઉ બાંદ્રા રાજધાની એક્સપ્રેસ 150 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડતી હતી અને તે સૌથી ઝડપી ટ્રેન હતી પરંતુ હવે આ ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
6. હાવડા રાજધાની એક્સપ્રેસ
હાવડા રાજધાની એક્સપ્રેસ એ ભારતની સૌ પ્રથમ રાજધાની ટ્રેન છે અને તેની હાઇ સ્પીડથી તમે દિલ્હીથી હાવડા (કોલકાતા) માત્ર 17 કલાકમાં પહોંચી જશો.
7. હાવડા રાંચી શતાબ્દી એક્સપ્રેસ
કોલકાતાથી ધોનીના શહેર રાંચી જવા માટે આ ટ્રેનને સૌથી શ્રેષ્ઠ ટ્રેન માનવામાં આવે છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ 130 કિમી પ્રતિ કલાક છે અને તે તમને 7 કલાક 10 મિનિટમાં તમારી મંઝિલે પહોંચાડી દેશે. જે દિવસે આ ટ્રેન કોલકાતાથી ઉપડે છે, તે જ દિવસે પાછી પણ આવે છે.
તો ફરીવાર જ્યારે તમે શક્ય તેટલા ઓછા સમયમાં કોઈ સ્થળ પર પહોંચવા માંગતા હોવ, તો આ ટ્રેનો પર એક નજર જરુર નાંખજો!
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો