ગોવા લોકો માત્ર મોજ મસ્તી કરવા આવે છે. ગુજરાતીઓનું તો આ ફેવરિટ સ્થળ છે. જો તમે પણ ગોવા ફરવા જવા માંગો છો તો અમારી પાસે છે 16 હોમ સ્ટે, જ્યાં તમે રજાઓ સસ્તામાં પસાર કરી શકો છો.
અંજુના બીચ પર આ એક પોર્ટુગીઝ ઘર છે. તેમાં પાંચ મોટા રુમની સાથે એટેચ બાથરુમ છે. એક મોટો હોલ પણ છે.
કિંમત- ₹1,029 પ્રતિ દિન
2. હૉલિડે એપાર્ટમેન્ટ, કેન્ડોલિમ
એરબીએનબીનો આ હોમ સ્ટે નોર્થ ગોવાના બાગા બીચથી ફક્ત 2 કિ.મી. દૂર છે. આમાં રુમની સાથે બે બાલ્કની પણ મળે છે. આ સાથે જ સ્વિમિંગ પુલ અને જિમની પણ સુવિધા આપવામાં આવી છે.
કિંમત- ₹1,610 પ્રતિ દિન
3. ધ પરેરા વિલેજ વિલા, વાસ્કો દ ગામા
વાસ્કો રેલવે સ્ટેશનથી 3 કિ.મી. અને એરપોર્ટથી 7 કિ.મી. દૂર છે. આ સુંદર હોમ સ્ટેમાં તમે એકલા પણ રહી શકો છો. એક જમાનામાં અહીં પરેરા પરિવારની પાંચ પેઢીઓ રહી ચુકી છે. પરંતુ હવે આને ગામનો આકાર આપીને સુંદર હોમ સ્ટે તૈયાર કરવામાં આવ્યું છે.
કિંમત- ₹902 પ્રતિ દિન
4. જેકફ્રૂટ સ્ટુડિયો એપાર્ટમેન્ટ, કેન્ડોલિમ
આ એરબીએનબીનું ગોવામાં ઘણીબધી હરિયાળીથી ભરેલુ હોમસ્ટે છે, જ્યાં હવામાં તરો, આરામ કરો. આ હોમસ્ટેમાં તમારી જરુરીયાતની બધી ચીજો મળી જશે. જો તમે એક લાંબી ટ્રિપ પર રોકાવાનો પ્લાન કરી રહ્યા છો તો તે અનુભવ શાનદાર હશે. કેન્ડોલિમ ચર્ચની બાજુમાં સ્થિત આ હોમસ્ટે અગોડા કિલ્લાથી ફક્ત 10 મિનિટના અંતરે છે.
કિંમત- ₹1,031 પ્રતિ દિન
5. બજેટ એપાર્ટમેન્ટ, કેન્ડોલિમ
કલંગુટ બીચની ઘણી નજીક છે આ એરબીએનબી હોમસ્ટે. 1 BHK વાળો આ એપાર્ટમેન્ટ તમારી બધી સુવિધાનો ખ્યાલ રાખીને બનાવાયો છે. ટેલિવિઝન, ફ્રિજ, કિચન, ઇંડક્શન, વાસણ અને જરુરીયાતની બધી ચીજો તમને મળી જશે. સાથે જ એક સ્વિમિંગ પુલ પણ છે.
કિંમત- ₹1,159 પ્રતિ દિન
6. હાઇલેન્ડ વિલાસ, પૈના ડિ ફ્રેન્કા
પણજીથી 8 અને બાગા બીચથી 12 કિ.મી. દૂર પોરવોરિમ બીચ પર છે. ખાસ વાત અહીં બનેલું જંગલ અને હરિયાળી છે. અહીં 30 જાતના ઝાડ-પાન જોવા મળે છે. એટેચ બાથરુમ, 24 કલાક વીજળી, ગરમ પાણી, ઇન્ટરનેટ સહિત તમામ સુવિધા અહીં મળી રહે છે.
કિંમત- ₹837 પ્રતિ દિન
7. સ્ટૂડિયો એપાર્ટમેન્ટ, કલુંગુટ
કલંગુટ બીચથી થોડેક જ દૂર તમે પહોંચી જાઓ છો આ સુંદર કોજી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં. તમારી જરુરીયાતની દરેક ચીજની સાથે રોકાવાની ઉત્તમ વ્યવસ્થા છે આ એપાર્ટમેન્ટમાં. સાથે જ કિચનની જગ્યા પર તમે તમારુ મનપસંદ ખાવાનું બનાવી શકો.
કિંમત- ₹1,610 પ્રતિ દિન
નામથી જ ખબર પડે છે કોઇ જેલ જેવુ બન્યુ છે પ્રિજન હોમસ્ટે. એક શાનદાર વાસ્તુકળાનું ઉદાહરણ તમને કોઇ જેલનો અનુભવ કરાવે છે, જ્યાંથી તમે તમારી મરજીથી બહાર જઇ શકો છો.
કિંમત- ₹1,413 પ્રતિ દિન
આ એપાર્ટમેન્ટમાં તમારી જરુરીયાતની બધી વસ્તુઓ મળી જશે. આ સાથે જ અહીં એક પૂલ, સન બેડ, જાકુઝી, સ્ટીમ રુમ, જિમનો પણ આનંદ લઇ શકાય છે. પરિવાર સાથે અહીં એકવાર રોકાવું જોઇએ.
કિંમત- ₹1,224 પ્રતિ દિન
આ એક શાંત જગ્યા છે. કેરનજલેમ બીચથી આ હોમ સ્ટે કોઇ 10 મિનિટના અંતરે હશે. ઘણી બધી જગ્યાથી ભરેલા આ હોમ સ્ટેમાં તમે ઘણોબધો સમય પસાર કરી શકો છો.
કિંમત- ₹1,288 પ્રતિ દિન
કલંગુટેબીચથી થોડાક પગલા દૂર ગોવાનો આ એરબીએનબી કોઇપણ ઋતુમાં રજાઓ પસાર કરવા માટે પરફેક્ટ જગ્યા છે. મધ્યમ સાઇઝના રુમમાં તમારી જરુરીયાતનો દરેક સામાન મળશે. બાલ્કનીમાં પણ દોસ્તો સાથે સમય પસાર કરી શકાય છે.
કિંમત- ₹1,610 પ્રતિ દિન
બાગા બીચ નજીક આ હોમ સ્ટેમાં તમારી જરુરીયાતની દરેક ચીજ મળશે. દર શનિવારે સાંજે અરપોરામાં એક મોટુ બજાર ભરાય છે. જયાં તમે તમારી જરુરીયાતની દરેક ચીજો ખરીદી શકો છો.
કિંમત- ₹1,224 પ્રતિ દિન
13. કોજી બોહેમિયન એપાર્ટમેન્ટ, પણજી
કાર્નાજલેમ બીચની પાસે સ્થિત કોજી બોહેમિયન એપાર્ટમેન્ટ ગોવાના એરપોર્ટથી 29 કિ.મી. દૂર છે. બોહેમિયન સ્ટાઇલને ધ્યાનમાં રાખીને આ એપાર્ટમેન્ટ બનાવાયો છે. હવાઉજાણવાળા રુમની સાથે એટેચ બાથરુમની સુવિધા છે. અહીં બાલ્કનીમાંથી દરિયો જોઇ શકાય છે.
કિંમત- ₹1,482 એક દિવસ માટે
14. હોમસ્ટે વિથ સી વ્યૂ, પૈના ડિ ફ્રેન્કા
ડો. સલીમ અલી બર્ડ સેન્ચુરીની ઘણી નજીક છે. બાલ્કનીમાંથી સવાર સવારમાં જુદા જુદા પંખીઓને જોઇ શકાય છે. દરેક રુમમાં જરુરી વસ્તુઓ છે. આ સાથે દૂર માછલી પકડવા માટે સાલ્વાડોર ડો મુડો, પોમબુરપા અને પેન્હા ગામ જઇ શકો છો.
કિંમત- ₹1,224 પ્રતિ દિન
કોઇ પરંપરાગત પોર્ટુગીઝ ઘર જેવું બનેલું છે, જે ગોવાના ચાર મોટા બીચ અંજુના, વાગાતર અને બાગાની નજીક છે. કોઇ જમાનામાં ઇસ.1863માં બનેલી આ પ્રોપર્ટી પોતાના બે સૂઇટમાં કેવળ બેથી ચાર મહેમાનોને જ પોતાની સેવા આપે છે. હવે તેને બિલકુલ ગામ જેવું બનાવી દેવાયું છે.
કિંમત- ₹1,546 પ્રતિ દિન
16. બર્થા રિવરવ્યૂ હોમ સ્ટે, તિવિમ
તિવિમ ગામમાં આ એક બજેટ હોમ સ્ટે છે. દરિયાની લહેરોના અવાજો સાંભળવા મળે છે. અહીં પ્રાઇવેટ પોર્ચ અને બગીચા છે જ્યાંથી તમે નદી જોઇ શકો છો. નજીકમાં માછલી પકડવા પણ જઇ શકો છો.
કિંમત- ₹1,417 પ્રતિ દિન