ફેબ્રુઆરી મહિનામાં જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર હિન્દુસ્તાનની અંતિમ દુકાનની તસવીર ટ્વિટ કરી હતી. એટલું જ નહીં, તેમણે ત્યાં ઉભા રહીને ચા પીવા અને એક સેલ્ફી લેવાની ઇચ્છા પણ પ્રગટ કરી હતી. ભારત દેશ ઘણો મોટો છે. અને આપણા દેશમાં ઘણી દુકાનો, ઢાબા, ગામ અને બજારો પ્રસિદ્ધ છે. પરંતુ દેશમાં અનેક દેશોની બોર્ડર લાગતી હોવાથી કેટલાક સ્થાનો અંતિમ પણ હોઇ શકે છે. આજે આવા જ છેવાડાના સ્થાનો વિશે અમે તમને જણાવીશું. જે ઘણાં સુંદર છે અને તમને પણ ત્યાં જવાનું ચોક્કસ મન થશે.
ભારતનું અંતિમ ગામ
ભારતનું અંતિમ ગામ માણા બદ્રીનાથથી 3 કિ.મી.ની ઊંચાઇ પર વસ્યું છે. માણા સમુદ્રની સપાટીએથી 19,000 ફૂટની ઉંચાઇ પર આવેલું છે. આ ગામ ભારત-તિબેટની બોર્ડરનું છેલ્લુ ગામ છે. માણા તેના કલ્ચર અને અન્ય કારણોસર જાણીતું છે. આ ગામમાં રડંપા જાતિના લોકો રહે છે. આ ગામ વિશે પહેલા લોકો બહુ ઓછુ જાણતા હતા. પરંતુ પાકો રસ્તો બન્યા બાદ દરેક આ અંગે જાણવા લાગ્યા.
હકીકતમાં અહીંના લોકોનું માનવું છે કે માણા ગામનો મહાભારત સાથે જુનો સંબંધ છે. આ ગામનું જુનુ નામ મણિભદ્રપુરમ હતું. આ જગ્યાએથી જ પાંડવ સીધા સ્વર્ગમાં ગયા હતા. આ ગામના મુખ્ય રસ્તા પર એક બોર્ડ પણ લાગેલું છે.
માણા ગામમાં જો તમે જશો તો અહીં જોવાલાયક ગણેશ ગુફા અને વ્યાસ ગુફા છે. ગણેશ ગુફા, વ્યાસ ગુફાની તુલનામાં નાની છે. તમને અહીં એક નાનકડી શિલા જોવા મળશે. આ શિલામાં વેદોનો અર્થ લખેલો છે. આ ગામ જડીબુટ્ટીઓ માટે પણ પ્રખ્યાત છે. અહીં ભીમ પુલ છે. કહેવાય છે કે પાંડવ આ જ ભીમ પુલ પરથી જ સ્વર્ગમાં ગયા હતા. માન્યતા છે કે જ્યારે પાંડવ અહીંથી પસાર થયા હતા ત્યારે પહાડોની વચ્ચે ખીણ હતી. જેને પાર કરવાનું ઘણું મુશ્કેલ હતું. તે સમયે ભીમે એક ખડકને ઉઠાવીને ફેંક્યો હતો જે પુલમાં ફરેવાઇ ગયો હતો.
ભારતની અંતિમ દુકાન
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ચીનની બોર્ડર પર જે છેલ્લુ ગામ છે માણા તેમાં ભારતની સૌથી અંતિમ દુકાન છે. આ જગ્યા એક ફેમસ સેલ્ફી પોઇન્ટ પણ છે. આ દુકાન પર આવનારા પ્રવાસીઓ સેલ્ફી લેવાનું ભુલતા નથી. માન્યતા એવી છે કે આ દુકાન બાદ સ્વર્ગ જવાનો રસ્તો છે. 25 વર્ષ પહેલાં ચંદેર સિંહ બડવાલ નામના એક શખ્સે આ દુકાન ખોલી હતી. ત્યાર બાદથી જ આ દુકાન આખા દેશમાં પ્રસિદ્ધ થઇ ગઇ છે. ઉત્તરાખંડ ફરવા આવનારા લોકો આ ગામમાં આવીને સૌથી પહેલા આ દુકાનમાં જાય છે અને ચા જરૂર પીવે છે. અહીં ઘણી જ સ્વાદિષ્ટ મેગી મળે છે. જેનો ટેસ્ટ કરવાનું યાત્રીઓ ભુલતા નથી.
ભારતનો અંતિમ છેડો
આપણા દેશમાં એવી ઘણી જગ્યા છે જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. આવી જ એક જગ્યા છે ધનુષકોડી. ધનુષકોડી ભારતના તમિલનાડુના પૂર્વ કિનારે રામેશ્વરમ ટાપુના કિનારે આવેલી છે. આને ભારતનો અંતિમ છેડો પણ કહે છે. આ એ જગ્યા છે જ્યાંથી શ્રીલંકા જોવા મળે છે. એવુ નથી કે આ જગ્યા પહેલા વિરાન હતી. એક સમયે અહીં ઘણાં બધા લોકો રહેતા હતા. પરંતુ હવે આ જગ્યા સુમસામ છે. ધનૂષકોડી ભારત અને શ્રીલંકાની વચ્ચે છે. જે બન્ને દેશો વચ્ચેની એક માત્ર જમીન બોર્ડર છે જે પાક જળસંધિમાં બાલૂના ઢગલા પર આવેલી છે. જેની લંબાઇ 50 ગજ છે. આ કારણે આ જગ્યાને વિશ્વના લઘુત્તમ સ્થાનો પૈકીની એક માનવામાં આવે છે.
આ જગ્યા પર દિવસના સમયે લોકો ફરવા આવે છે. પરંતુ રાત થતા પહેલાં બધા લોકોને પાછા રામેશ્વરમ મોકલી દેવામાં આવે છે. કારણ કે રાતે અહીં ફરવાની મનાઇ છે. તમને જણાવી દઇએ કે ધનુષકોડીથી રામેશ્વરમનો રસ્તો 15 કિલોમીટર લાંબો છે અને ઘણો જ સુમસામ છે. કોઇને અહીં ડર લાગી શકે છે. કારણ કે આ વિસ્તારને રહસ્યમયી માનવામાં આવે છે. ઘણાં લોકો તો આને ભૂતિયા જગ્યા પણ કહે છે.
એવું કહેવાય છે કે ધનુષકોડી એ જગ્યા છે જ્યાંથી સમુદ્ર પર રામસેતુનું નિર્માણ શરૂ થયું હતું. કહેવાય છે કે આ જ જગ્યાએ ભગવાન શ્રીરામે હનુમાનને એક પુલનું નિર્માણ કરવાનો આદેશ આપ્યો હતો. જેની પર થઇને વાનર સેના લંકામાં પ્રવેશ કરી શકે. ધનુષકોડીમાં ભગવાન રામ સાથે સંકળાયેલા અનેક મંદિર આજે પણ છે.
ભારતનું અંતિમ રેલવે સ્ટેશન
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર આવેલું છે સિંહાબાદ. જ્યારે તમે બાંગ્લાદેશથી ભારતમાં આવશો ત પહેલુ સ્ટેશન સિંહાબાદ હશે. અહીં બધુ એવુ જ છે જેવુ અંગ્રેજો 70 વર્ષ પહેલા છોડીને ગયા હતા. આ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના હબીબપુર વિસ્તારમાં છે. સિંહાબાદથી લોકો પગપાળા થોડાક કિલોમીટર દૂર બાંગ્લાદેશમાં ફરવા જતા રહે છે. ત્યારબાદ ભારતનું કોઇ રેલવે સ્ટેશન નથી. આ સ્ટેશન નાનું હોવાથી કોઇ ખાસ ચહલપહલ કે ભીડભાડ જોવા નથી મળતી.
માલગાડીઓ માટે થાય છે ઉપયોગ
અહીં એક નાનકડી સ્ટેશન ઓફિસ છે, જેને અડીને એકાદ રેલવે ક્વાર્ટર છે. અહીં કર્મચારી પણ માત્ર નામના જ છે. અહીં પણ બોર્ડ પર લખેલું છે ભારતનું અંતિમ સ્ટેશન. અહીંથી થોડાક જ આગળ બાંગ્લાદેશનું પહેલું રેલવે સ્ટેશન રોહનપુર છે. સામાન્ય રીતે સિંહાબાદ અને રોહનપુર રેલવે સ્ટેશનોનો ઉપયોગ માલગાડીઓના ટ્રાન્ઝિટ માટે થાય છે.
કન્યાકુમારી અંતિમ સમુદ્રકિનારો
જો તમને સમુદ્ર કિનારે ફરવાની ઇચ્છા હોય તો કન્યાકુમારી બીચ તમને ઘણો જ પસંદ આવશે. આ સમુદ્ર બંગાળની ખાડી, હિંદ મહાસાગર અને અરબસાગર એમ ત્રણ દરિયાનો સંગમસ્થાન છે. આ બીચ જોવામાં અત્યંત સુંદર છે. કારણ કે આ ત્રણ દરિયાનું પાણી એકબીજાને નથી મળતું. એટલે તમે અહીં પાણીના ત્રણ અલગ-અલગ રંગ જોઇ શકો છો. જો કે, આ દરિયો બીચ વોટર એક્ટિવિટી માટે ઉપયુક્ત નથી એટલે તમે થોડોક શાંત સમય સૂર્યોદય, સૂર્યાસ્ત અને ખડકો સાથે ટકરાતી લહેરોને નિહાળવામાં વિતાવી શકો છો. અહીં આવવાનો સૌથી સારો સમય નવેમ્બરથી માર્ચ સુધીનો છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો