ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. અને દરેક વ્યક્તિ ઠંડી જગ્યાએ જવા માંગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિનું મન સૌપ્રથમ હિલ સ્ટેશન પર જવાનું થાય છે. પરંતુ કેટલાક લોકો પાસે બહુ બજેટ હોતું નથી. તેથી જ આ લેખમાં હું એવા હિલ સ્ટેશનો વિશે વાત કરી રહ્યો છું જ્યાં તમે 5000 રૂપિયા કરતા પણ ઓછા બજેટમાં જઇ શકાય છે.
ઉનાળો આવી ગયો છે અને ઘણા રાજ્યોમાં તાપમાન પહેલેથી જ વધી ગયું છે. ટૂંક સમયમાં જ બાળકોને ઉનાળુ વેકેશન પડશે. ઓફિસ, કોલેજ પછી જો તમે મિત્રો, પરિવાર, ગર્લફ્રેન્ડ વગેરે સાથે હિલ સ્ટેશન પર જવા માંગતા હોવ તો આ ઉનાળાના વેકેશનમાં અમે તમને ઓછા બજેટના હિલ સ્ટેશન વિશે જણાવી રહ્યા છીએ જેની કિંમત 5000 રૂપિયાથી પણ ઓછી હશે. આ સ્થળ દિલ્હીની નજીક છે કારણ કે અહીંથી તમે સરળતાથી હિલ સ્ટેશન પહોંચી શકો છો.
1. કસોલ, હિમાચલ પ્રદેશ
કસોલ હિમાચલનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. હિમાચલ પ્રદેશની મુલાકાત લેનારાઓ માટે આ પ્રથમ પસંદગી છે. કસોલ પહોંચવા માટે, દિલ્હીથી કુલુ માટે બસ લો અને પછી કુલુથી કસોલ જવા માટે બસ લો. દિલ્હીથી કસોલનું અંતર લગભગ 536 કિલોમીટર છે. આ મુસાફરીમાં લગભગ 11-12 કલાકનો સમય લાગી શકે છે. અહીં ટ્રેકિંગ અને આઉટિંગની મજા જ અલગ છે. મણિકરણ ગુરુદ્વારા, ખીરગંગા, મલાના, જિમ મોરિસન કાફે વગેરે. અહીં રહેવા માટે 1000-1200 રૂપિયામાં રૂમ સરળતાથી મળી શકે છે. જો તમે સોલો ટ્રાવેલર છો તો જોસ્ટેલમાં રોકાઇ શકો છો. તે બજેટ 600-700 છે. અને ખાવા-પીવા માટે તમને અસંખ્ય લોકલ અને સસ્તા કાફે મળી જશે.
2. રાનીખેત, ઉત્તરાખંડ
રાનીખેત કુમાઉ, ઉત્તરાખંડમાં આવેલું છે. દિલ્હીથી રાનીખેતનું અંતર લગભગ 350 કિમી છે, જ્યાં પહોંચવામાં લગભગ 8-9 કલાક લાગી શકે છે. અહીં રહેવા માટે 800-1000માં રૂમ મળી શકે છે. ત્યાં ટ્રેકિંગ, સાયકલિંગ, નેચર વોક, કેમ્પિંગ કરી શકાય છે. નૌકુચીના ચૌબટિયા બાગમાં આવા ઘણા સ્થળોની મુલાકાત લઈ શકાય છે. અને લોકલ ફૂડનો સ્વાદ ચાખી શકો છો.
3. મેકલોડગંજ, હિમાચલ પ્રદેશ
મેકલોડગંજ પહોંચીને દરેકને ઘણી રાહત મળે છે. એકવાર ત્યાં પહોંચ્યા પછી, પાઈન અને દેવદારના વૃક્ષો, તિબેટીયન રંગોમાં રંગાયેલા ઘરો, સ્થળની શાંતિ બધાને આકર્ષિત કરે છે. મેક્લોડગંજ દલાઈ લામાની ભૂમિ માનવામાં આવે છે કારણ કે તે તેમનું નિવાસસ્થાન છે. અહીં રહેવું ખૂબ જ સસ્તું છે. ત્યાં તમે સરળતાથી 800-1000 રૂપિયામાં રૂમ મેળવી શકો છો. દિલ્હીથી મેકલોડગંજનું અંતર લગભગ 500 કિલોમીટર છે. નમગ્યાલ મઠ, ભગસુ ધોધ, સુગલગખાંગ, ત્રિંડ, ધર્મશાલા, હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ વગેરે જેવા સ્થળોએ પહોંચી શકાય છે અને જોઈ શકાય છે. દિલ્હીથી પઠાણકોટ માટે ટ્રેન પકડો અને ત્યાંથી મેકલોડગંજ માટે બસ પકડી લો.
4. અલ્મોડા, ઉત્તરાખંડ
હિમાલયના શિખરોથી ઘેરાયેલું, અલ્મોડા એક નાનકડું શહેર છે જે આકારમાં ઘોડાની નાળ જેવું દેખાય છે. વારસા અને સંસ્કૃતિથી સમૃદ્ધ અલ્મોડા તેના વન્યજીવન, હસ્તકલા અને સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું છે. તે દિલ્હીથી લગભગ 370 કિમી દૂર છે. અહીં પહોંચવામાં 9 કલાક જેટલો સમય લાગી શકે છે. ત્યાં જઈને ટ્રેકિંગ, બર્ડ વોચિંગ, હેરિટેજ વ્યુઈંગ વગેરે કરી શકાય છે. અહીં ચિતાઈ મંદિર, ઝીરો પોઈન્ટ, કટારમલ સૂર્ય મંદિર સહિત ઘણી ખાસ જગ્યાઓ છે. અહીં એક રૂમની કિંમત લગભગ 800-1000 રૂપિયા છે. તમે દિલ્હીથી કાઠગોદામ માટે ટ્રેન લઈ શકો છો અને ત્યાંથી તમે બસ દ્વારા અલ્મોડા જઈ શકો છો.
5. મસૂરી, ઉત્તરાખંડ
મસૂરી એક એવું હિલ સ્ટેશન છે જેની દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક વાર મુલાકાત લેવા જરૂર માંગે છે. એકવાર કોઈ ત્યાં જાય છે, તે સ્થળનો ચાહક બની જાય છે. મસૂરી દિલ્હીથી લગભગ 279 કિમી દૂર છે. દિલ્હીથી દહેરાદૂન અને ત્યાંથી બસ દ્વારા, ટ્રેન દ્વારા મસૂરી પહોંચી શકાય છે. મસૂરીમાં રૂમ 1000-1200 રૂપિયામાં મળશે. લેક મસૂરી, કેમ્પ્ટી ફોલ્સ, દેવભૂમિ વેક્સ મ્યુઝિયમ, ધનોલ્ટી, સોહમ હેરિટેજ એન્ડ આર્ટ સેન્ટર, જ્યોર્જ એવરેસ્ટ હાઉસ, એડવેન્ચર પાર્ક, ક્રાઈસ્ટ ચર્ચ, ભટ્ટા ફોલ્સ, મોસી ફોલ્સ, ગન હિલ, લાલ ડિબ્બા, કેમલ્સ બેક રોડ, જબરખેત વગેરે. ફરવા લાયક જગ્યાઓ છે.
ફોટો ગેલેરી: મારા કેમેરામાંથી
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો